અમદાવાદની શાન ગણાતી BRTS ફરી એકવાર વિવાદમાં આવી છે. ગઈકાલે ચંદ્રનગર બ્રિજ પર થયેલા એક અકસ્માતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બસ સંચાલકોની ઘોર બેદરકારી ઉઘાડી પાડી છે. નવાઈની વાત એ છે કે જે બસનો અકસ્માત થયો, તેની આગળ અને પાછળની નંબર પ્લેટ અલગ-અલગ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત થયો ને ખુલ્યું મોટું કૌભાંડ
ગઈકાલે ચંદ્રનગર બ્રિજ પર એક BRTS બસે કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મોટું આર્થિક નુકસાન થયું હતું.જ્યારે અકસ્માત બાદ લોકોએ અને તપાસનીશોએ બસની વિગતો તપાસી, ત્યારે "નંબર પ્લેટનો જાદુ" જોવા મળ્યો હતો.










