અમદાવાદ ગ્લોબલ શેપર્સ કોમ્યુનિટીની 'માઇન્ડ મેટર્સ' પહેલ અંતર્ગત યોજાયેલા આ સત્રમાં કેનવાસ માત્ર ચિત્ર દોરવા માટેનું સાધન નહોતું, પરંતુ સહભાગીઓ માટે પોતાની અંદર છુપાયેલી લાગણીઓને બહાર લાવવાનું એક સુંદર માધ્યમ બન્યું હતું. રોજિંદા તણાવ અને વ્યસ્ત દિનચર્યામાંથી વિરામ લઈને આવેલા આશરે 20 સહભાગીઓએ કાગળ કે કેનવાસ પર કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ નહીં, પણ પોતાના મનની શાંતિ અને ખુશી માટે રંગો પૂર્યા હતા. વાસંતી વેદાંતમના માર્ગદર્શન હેઠળ કલાને એક થેરાપી તરીકે ઉપયોગમાં લઈને લોકોને માનસિક સુખાકારીનો એક અદ્ભુત અહેસાસ કરાવવામાં આવ્યો હતો. ચિત્ર દોર્યા પછી, સહભાગીઓએ પોતાના કેનવાસ તરફ્ જોઈને પોતે શું અનુભવી રહ્યા છે તેનું સેલ્ફ રિફ્લેક્શન કર્યું હતું. આ પ્રવૃત્તિ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, વ્યક્તિને પોતાની આંતરિક શક્તિ અને શાંતિ ઓળખવામાં મદદરૂપ થઈ હતી.આ રીતે, 'કેનવાસ અને વાતચીત' કાર્યક્રમમાં કેનવાસે એક એવા પ્લેટફોર્મ તરીકે કામ કર્યું જ્યાં કલા દ્વારા મનનો ભાર હળવો થયો અને ત્યારબાદ થયેલી 'વાતચીત' દ્વારા પરસ્પર કમ્યુનિટી બોન્ડિંગ વધુ મજબૂત બન્યું હતું.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









