અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે. પહેલાં આ મહોત્સવ 10 તારીખે થવાનો નક્કી હતો, પરંતુ હવે તે 12 તારીખે યોજાશે.

પતંગ મહોત્સવ હવે પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિડ્યુલ ફિક્સ થતા મહોત્સવની તૈયારીમાં ફેરફાર કરવો પડ્યો છે. પતંગ મહોત્સવ હવે પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે.

 લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં તૈયારીઓ શરૂ

પહેલા રિવરફ્રન્ટમાં નાના પાયે આ આયોજન થયું હતું, પરંતુ આ વર્ષે લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં તૈયારીઓ શરૂ થઈ છે. ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષા, પ્રવેશ સહિતની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું