શહેરમાં એક તરફ્ સ્માર્ટ સ્કૂલો અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ્ પૂર્વ વિસ્તારમાં શિક્ષણના પવિત્ર ધામને કલંકિત કરતી ચોંકાવનારી વિગતો સામે આવી છે.CTM-હાટકેશ્વર માર્ગ પર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબઝોનલ કચેરીની બિલકુલ નજીક આવેલી કર્ણાવતી અંગ્રેજી શાળા સંકુલ હાલમાં ગંદકી, કચરો અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. સ્થાનિકો અને વાલીઓનું કહેવું છે કે દારૂની ખાલી બોટલો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાત પડતાં જ અહીં અસામાજિક તત્વો બેખોફ્ બનીને દારૂની મહેફ્લિો જમાવે છે. આ સમગ્ર મામલે હવે સ્થાનિક પોલીસનીકામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.

કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે









