અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ 1 અને GREMI સિટી કેમ્પસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વિવિધ સેક્ટરોના રોકાણકારો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

ગિફ્ટ સિટીમાં અનેક રાજ્યો સહભાગી થયાં

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમદાવાદમાં લોન્ચ કરવામાં આવેલા મિલિયન ટેક પાર્કથી સારી રોજગારી ઉભી થશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં અનેક રાજ્યો સહભાગી થયાં છે. આવનારા એક બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં નેશનલ હોટેલ બનશે. તેમ તેમણે વિવિધ સેક્ટરના રોકાણકારો સાથેના સંવાદ દરમિયાન કહ્યું હતું.

અહીં અદભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા GCCમાં પોલીસી બનાવાઈ છે. અહીં અદભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. 17 હજારથી વધુ નોકરીઓની તકો ઉભી થશે. ફાર્મા ક્ષેત્રે પ્રગતિ થાય તેવું પ્લાનિંગ કરાયું છે. તેમણે રોકાણકારોને કહ્યું હતું કે, સિંગાપુર અને દુબાઈથી બહાર આવો ગુજરાતમાં જે જોઈએ તે બધું જ છે. ગુજરાતથી મુંબઈ પહોંચવું સરળ છે. ગિફ્ટ સીટીમાં આવો વહિકલનો ઉપયોગ વિના વોકિંગ થી તમે ફરી શકો છો, બેંગ્લોરની મોહમાયા છોડી ગુજરાત જોવા આવવું પડસે. ગિફ્ટ સિટી અને ધોલેરામાં લોકો પોતાના સ્વપ્નો સાકાર કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ IPL 2026 : ધર્મશાળામાં PBKS અને RCB વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?