ખોખરા વિસ્તારમાં આવેલું હાટકેશ્વર મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તથા ઢીલી નીતિનું ઉદાહરણ બન્યું છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સ્મશાન ગૃહના રી-ડેવલપમેન્ટ અને સમારકામના કામમાં અતિશય ધીમી ગતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મહત્વનું છે કે લોખંડના સળિયાના પિલર ઉભા કરીને કામ અટકાવી દેવાયું હોય કે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય તેવી સ્થિતિ છે. ખુલ્લા મેદાનમાં લોખંડની જાળીઓ, કટાયેલા સળિયા અને બાંધકામની સામગ્રી રઝળતી હાલતમાં પડી છે, પરંતુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરતા કારીગરો કે મશીનરી નજરે પડતા નથી.
