સમગ્ર ઉ.ગુજરાતમાં 34,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે. ચોમાસાના વિધિવત આગમન પહેલાં જ ખેડૂતો પાસે પૂરતી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં બીટી કપાસનું પ્રિ-મોન્સૂન વાવેતર મોટા પાયે શરૂ કરી દીધું છે. દૂધ ઉત્પાદનનું કેન્દ્ર ગણાતા ઉ.ગુજરાતમાં ખેડૂતોએ પશુપાલન માટે 15,800 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉ.ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 14,500 હેકટર વાવેતર કપાસનું કરવામાં આવ્યું છે. જયારે પાટણ જિલ્લામાં 10,300 હેકટર વાવેતર, બનાસકાંઠા જિલ્લામાં 1,400 હેકટર વાવેતર, વાવ-થરાદ જિલ્લામાં 500 હેકટર વાવેતર, સાબરકાંઠા જિલ્લામાં 7,200 હેકટર વાવેતર અને અરવલ્લી જિલ્લામાં 700 હેકટર વાવેતર કપાસનું થઈ ચુક્યું છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: