કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્ય મંત્રીએ બીકાનેર રેલવે સ્ટેશન ખાતે બીકાનેર (લાલગઢ)-સાબરમતી ઉઘ્દાટન


સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલ સેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત

બનશે. આ ટ્રેનના કારણે પાટણ, ભીલડી અને ધાનેરા જેવા ઉત્તર ગુજરાતના સ્ટેશનોને પ્રથમ વખત બીકાનેર અને જોધપુર

સાથે સીધી દૈનિક એક્સપ્રેસ કનેક્ટિવિટી મળી રહી છે.

આ પ્રસંગે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન

યોજના અંતર્ગત દેશભરમાં 1,300થી વધુ રેલવે

સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ચાલુ છે. બીકાનેર, લાલગઢ, નોખા, ચુરુ, રતનગઢ સહિતના સ્ટેશનોના વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. નવી બીકાનેર-સાબરમતી એક્સપ્રેસ

સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, નાગૌર, નોખા અને બીકાનેર-લાલગઢ સ્ટેશનોએ

રોકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: