શહેરોના મુખ્ય માર્ગો પર અવારનવાર મોટરસાઇકલ સાથે ટ્રોલી જોડીને બનાવેલા દેશી જુગાડ વાહનો ખુલ્લેઆમ દોડતા જોવા મળે છે.એક જ બાઇક-ટ્રોલી પર આખો પરિવાર અને સામાન સવાર છે. જેમાં નાના બાળકો પણ સવાર હોવાથી મોટો અકસ્માત થવાનું જોખમ રહેલું છે.આવા વાહનોમાં સુરક્ષાના કોઈ સાધનાહોતા નથી. ટ્રાફ્કિ પોલીસના કડક નિયમો છતાં, માર્ગો પર આવા જોખમી વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. તે મુસાફરોની સાથે અન્ય વાહનચાલકોની સલામતી સામે પણ સવાલ ઊભા કરે છે. ટ્રાફ્કિ વિભાગ દ્વારા દરરોજ વિવિધ નિયમોના નામે દંડ વસૂલવામાં આવે છે, પરંતુ આ પ્રકારે ખુલ્લેઆમ સરેઆમ દોડતા અને કાયદાનો ભંગ કરતા જુગાડ વાહનો સામે યોગ્ય ઝુંબેશ ચલાવવામાં આવતી નથી. આવા વાહનો મુસાફરોની સાથે રસ્તા પર ચાલતાઅન્ય વાહનચાલકોની સલામતી માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની જોખમી સવારીઓ પર પગલા લેવા જોઈએ અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
