ધોલેરા વિસ્તારમાં રાહ તળાવ પાટિયા અને એલ એન્ડ ટી વચ્ચે રવિવારે શ્રામિકોથી ભરેલી ગાડી પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગાડીમાં મહાદેવપુરા, ભાણગઢ અને રાહ તળાવ ગામના શ્રામિકો ચણા વાઢવા મજૂરી કામે જઈ રહ્યા હતા. ગાડીમાં મોટાભાગે મહિલા શ્રામિકો સવાર હતા. અકસ્માત થતાં તાત્કાલિક સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું અને 108 ઇમર્જન્સી સેવા હેઠળ ધંધૂકા, ધોલેરા, પીપળી અને ભડીયાદની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ચણા વાઢવા માટે મજૂરી કામે જતા મહદાવેપુરા, ભાણગઢ અને રાહ તળાવના શ્રામિકોને અકસ્માત નડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં કુલ 12 શ્રામિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: