બાપુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી ફરિ એકવાર સામે આવી છે. બાપુનગર 137 ના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે લાંબા સમયથી ખોદકામ કર્યા બાદ ખાડો યોગ્ય રીતે પૂરવામાં આવ્યો નથી. જેના કારણે બસની રાહ જોઈને ઉભા રહેતા પેસેન્જરો, રાહદારીઓ અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે.


સ્થાનિકોનું કહેવું છે કે બાપુનગર વોર્ડના એ.એ.સી. નાઅધિકારીઓ કોઈ પણ કામગીરી માટે ખોદકામની મંજૂરી તો બહુ સરળતાથી આપી દે છે. પરંતુ, મંજૂરી આપ્યા બાદ જે-તે એજન્સી કે કોન્ટ્રાક્ટરે કામ પૂરું કરીને જગ્યા સરખી કરી કે નહીં, તે જોવા આવવાની તસ્દી પણ લેતા નથી. અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને કાગળ પર મંજૂરીઓ આપે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર શું સ્થિતિ છે તેની તપાસ કરવાની તેમની પાસે ફુરસદ નથી. જેથી કોન્ટ્રાક્ટરો પોતાનું કામ કરીને ચુપચાપ નિકળી જાય છે અને પાછળથી પ્રજા હેરાન થાય છે. આ બાપુનગરમાં પણ એવુ જ થયુ કે એક વીજ કંપનીએ ખાડો તો ખોદ્યો પરંતુ તેને પુરવાની તસ્દી લીધી નહીં અને કોર્પોરેશન કે એએમટીએસ વિભાગે પણ આ ખાડાને લઈને કોઈ પગલા લીધા નથી .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: