શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા પોલીસ સ્ટેશનનું પોતાનું જ પરિસર જાળવણીના અભાવે બદહાલ સ્થિતિમાં મૂકાયું છે. અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથ્ કથળતી સ્વચ્છતા અને તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાય છે.
મહત્વનું છે કે પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કે ફરિયાદ લઈને આવતા અરજદારો અને મુલાકાતીઓ માટે બેસવા માટે બનાવેલા પથ્થરના બાંકડાઓ સંપૂર્ણ પણે બિનઉપયોગી બની ગયા છે. આ બેઠકોની આસપાસ સૂકા પાંદડા, ધૂળ અને પ્લાસ્ટિકના કચરાના ગંજ ખડકાયેલા છે. એટલું જ નહીં એક મોટું તૂટી પડેલું ઝાડનું થડ સીધું જ બાંકડા પર આવી પડયું છે, જેને મહિનાઓથી હટાવવાની તસ્દી સુદ્ધાં લેવામાં આવી નથી. મહત્વનું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ આખી બાબતની ગંભીરતા સમજીને નરોડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની યોગ્ય સફાઈ કરાવે અને ભંગાર વાહનોનો યોગ્ય નિકાલ કરે તેવી લોકમાગ ઉઠી રહી છે.










