એક તરફ્ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવાઓ કરી રહ્યું છે, તો બીજી તરફ્ શહેરના મધ્યમાં આવેલા ખાનપુર વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. ખાનપુર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણીવાસના રહીશો છેલ્લા બે થી અઢી મહિનાથી પાણીની તંગી વેઠી રહ્યા છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની અસંવેદનશીલતા સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા અઢી મહિનાથી ઘરોમાં પીવાનું પાણી આવતું નથી. એક બાજુ ચોમાસાની ઋતુમાં ગટર ઉભરાવાની અને દૂષિત પાણીની સમસ્યા વધી રહી છે, ત્યારે બીજી બાજુ પાણી ન આવતા પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. સાથે જ આ સોસાયટીમાં ગટર ખુલ્લી છે અને તેમાંથી સતત ઉભરાય છે છતાં આ સમસ્યાનું સોલ્યુશન કરવામાં આવતુ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો