ન્યૂ મણિનગર વિસ્તારમાં તંત્ર દ્વારા રોડ પર ચાલતી મરામત કામગીરી દરમિયાન યોગ્ય આયોજનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહત્વનું છે કે,એક બાજુ રોડ પર મોટા-મોટા ખાડાઓ અને કાટમાળ દેખાઈ રહ્યો છે જ્યારે તેની બાજુમાંથી સતત ટ્રાફ્કિ પસાર થઈ રહ્યો છે, જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ સૂચના અથવા તો વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તો બતાવ્યા વગર જ અચાનક રોડ ખોદી નાખવામાં આવ્યો છે. રોડની બરાબર વચ્ચે જેસીબી દ્વારા માટી કાઢીને અંદાજે 2-3 ફૂટ જેટલાં ઊંડા ખાડાઓ પાડવામાં આવ્યા છે, જ્યારે તેની એક તરફ્થી ઓટોરિક્ષા,ટુ-વ્હીલર અને કારચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.સૌથી વધુ ચિંતાજનક બાબત છે કે ચાલુ કામગીરી વચ્ચેથી વાહનચાલકો પસાર થઈ રહ્યા છે, અને ડૂમો તથા માટીના ઉડવાના કારણે અકસ્માતની સંભાવના પણ વધી છે. આ ખાડાઓ પાસે કોઈ પણ સુરક્ષા બેરીકેડિંગ કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો મોટા અકસ્માતનો ભોગ બની શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો