નવરંગપુરામાં એક સમાજસેવી ટ્રસ્ટ સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી અને વિશ્વાસથાત કરી, બોગસ સહીઓ તેમજ ચેકોનો દુરુપયોગ કરી રૂ.6.85 કરોડની ઉચાપત કરવાના ચેકચારી કેસમાં પાંચ વર્ષની સજા પામેલા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ બરજોર શેઠના વિરુદ્ધ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

6.85 કરોડની સ્થાવર મિલકતો જપ્ત

EDએ અગાઉ દરોડા પાડીને કફ્લેટ અને પ્લોટ સહિત રૂ.6.85 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાને ટ્રસ્ટ દ્વારા ફોજદારી કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં અગાઉ ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઈનકમ ડિસ્ક્લોઝર સ્ક્રીમ 2016 હેઠળ મહેશ શાહ વતી રૂ.13860 કરોડનો ખુલાસો પણ તેહમુલ શેઠનાએ જ કર્યો હતો.

શેઠનાને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી

આ કેસમાં ટ્રાયલ કોર્ટે અગાઉ આરોપી સીએ તેહમુલ બરજોર શેઠનાને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અમદાવાદ ક્રાઈમ બાન્ચમાં ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી કરિયાદના આધારે તેહમુલ શેઠનાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નીચલી કોર્ટે તેમને ગુનેગાર ઠરાવીને સજા ફટકારી હતી. ત્યારબાદ ઈડીએ આઈપીસીની વિવિધ જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરી હતી.


આ પણ વાંચોઃ Weather Update : દિવસ સામાન્ય તો રાત્રે ઠંડી, રાજધાનીમાં માર્ચમાં નહી પડે ભયંકર ગરમી