ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાબાજીના નેટવર્ક વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી સફળતા મેળવી છે. ઇન્દોર સ્પેશ્યલ ED કોર્ટમાં PMLA હેઠળ દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર વિશાલ અગ્નિહોત્રી છે, જેની નીચે તરુણ શ્રીવાસ્તવ તમામ ડે-ટુ-ડે વ્યવહારો અને મ્યૂલ એકાઉન્ટ્સ હેન્ડલ કરતો હતો. આ નેટવર્ક દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા MTS સર્વરનો ઉપયોગ કરીને શેરબજારની સમાંતર એક ખોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું. EDની તપાસમાં અત્યાર સુધી કુલ 58.39 કરોડ રૂપિયાની મિલકતો અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રેકેટમાં ઇન્દોર, મુંબઈ, અમદાવાદ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોના તાર જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.


સટ્ટાબાજીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન

આ કૌભાંડના આંતરરાષ્ટ્રીય તાર પણ ખૂબ ઊંડા છે. તપાસમાં ખુલાસો થયો છે કે ધર્મેશ ત્રિવેદી વિદેશોમાં રહીને iBull Capital નું સંચાલન કરતો હતો, જ્યારે નિધિ ચંદનાની નામની મહિલા દુબઈથી આ સમગ્ર કાળા કારોબારનું ફંડ મેનેજમેન્ટ કરતી હતી. આ ગેંગ 'V Money' અને '8Stock Height' જેવી એપ્લિકેશનો અને પ્લેટફોર્મ દ્વારા અંડરગ્રાઉન્ડ પેરેલલ બેટિંગ નેટવર્ક ચલાવતી હતી. સત્તાવાર શેરબજારની બહાર રહીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને ટેક્સની ચોરી અને મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું. ED હાલમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને મની ટ્રેલની વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Dahod News : કસ્બા પટરીચોક વિસ્તારમાં 4 રાઉન્ડ ગોળીબાર, યુવાનો બે લોહીલુહાણ, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો


  • Follow us on: