સરકાર અને યુજીસીના મળીને બે સભ્યો નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્રીજા સભ્યની પસંદગી સાથે આગામી ૧૦મી એપ્રિલના રોજ મળનારી ઈસીની બેઠકમાં કમિટી ફાઈનલ થશે. ત્યારબાદ ત્રણેય સભ્યોની કમિટીની વિગતો સરકારમાં મોકલી આપવામાં આવશે.

યુનિવર્સિટીના કુલપતિની મુદ્દત આગામી જૂન મહિનામાં પૂર્ણ થશે

બીજી તરફ, યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ હવે ચૂંટણી પૂરી થયા પછી જ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. યુનિવર્સિટીના કુલપતિની મુદ્દત આગામી જૂન મહિનામાં પૂર્ણ થવાની હોવાથી સર્ચ કમિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. અગાઉ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલરમાંથી જે સભ્યની નિયુક્તિ કરવામાં આવતી હતી, તેના બદલે હવે યુજીસીમાંથી એક નામ મંગાવવામાં આવતું હોય છે. આ સિવાય સરકાર દ્વારા એક નામની પસંદગી કરવાની હોય છે, જે બંને નામ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, આગામી ૧૦મીએ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ ગવર્નન્સની સંયુક્ત બેઠક બોલાવીને વધુ એક નામની પસંદગી કરી સરકારને મોકલી આપવામાં આવશે.