અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રાઇટ ટુ એજયુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવતા વંચિત જૂથનાં બાળકો સાથે થતા અન્યાયને રોકવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી અનેક ખાનગી શાળાઓ RTE હેઠળના બાળકોને માત્ર બપોરની પાળીમાં જ પ્રવેશ આપી, સવારની પાળી માત્ર ફી ભરતા વિદ્યાર્થીઓ માટે અનામત રાખતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.


[[$googlead]]

મધ્યમ વર્ગના બાળકોને મક્ત શિક્ષણ આપવામાં આવે છે

આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શિક્ષણ વિભાગે હવે RTE ઓનલાઇન પોર્ટલમાં મહત્ત્વનો ટેકનિકલ ફેરફાર કરીને પાળી પદ્ધતિ'નો નવો વિકલ્પ ઉમેર્યો છે. આ ફેરફારને કારણે હવે વાળીઓ ફોર્મ ભરતી વખતે જ પોતાની પસંદગીની પાળી પસંદ કરી શકશે, જેનાથી શાળાઓની મનમાની પર કાયમી રોક લાગશે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ. ૧ની કુલ બેઠકોના ૨૫ ટકા બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મક્ત શિક્ષણ આપવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે, બે પાળીમાં ચાલતી શાળાઓ RTEના બાળકોને પરાણે બપોરની પાળીમાં જ ધકેલી દે છે.

આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેનો કાર્યક્રમ પણ આગામી ટૂંક સમયમાં જાહેર થશે

આ અંગે મુખ્યમંત્રી જનસંવાદ પોર્ટલ પર થયેલી અનેક રજૂઆતોને ગંભીરતાથી લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ પોર્ટલમાં નવો ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું. જેથી હવે આ વખતે RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પાળી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરી શકશે. જેના માટે શિક્ષણ વિભાગે પોર્ટલમાં નવો ફેરફાર અમલી બનાવ્યો છે. અત્યાર સુધી પોર્ટલ પર માત્ર સ્કૂલની કુલ બેઠકો જ દર્શાવવામાં આવતી હતી. પરંતુ હવે નવી સિસ્ટમ મુજબ વાલીઓને ફોર્મ ભરતી વખતે જ 'સવાર' અથવા બપોર પાળી પસંદ કરવાની તક મળશે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેનો કાર્યક્રમ પણ આગામી ટૂંક સમયમાં જાહેર થશે.

[[$alsoread]]

બે પાળીમાં ચાલતી તમામ સ્કૂલોની વિગતો પણ માગી હતી

આ નિર્ણયના પગલે હવે અમદાવાદ સહિત રાજ્યના તમામ DEO-DPEO પાસે જે તે જિલ્લામાં બે પાળીમાં ચાલતી ખાનગી શાળાઓની વિગતો મંગાવવામાં આવી હતી. સામાન્ય રીતે શાળાઓ સવારની પાળીમાં ઊંચી ફી લેતા વિદ્યાર્થીઓને રાખતી હોય છે. પરંતુ હવે ઓનલાઇન પોર્ટલ પર જ પાળીનો વિકલ્પ આવી જતાં શાળાઓ બાળકને પાળીના બહાને પ્રવેશ નકારવાની હિંમત કરી શકશે નહીં. અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા બપોર પાળીમાથી સવાર પાળીમાં પ્રવેશ ફેરફાર કરવા માટે પણ વિવિધ ટ્રસ્ટના નામે લાખો રૂપિયા ડોનેશનની પણ માગ કરાતી હોવાની પણ ફરિયાદો ઊઠે છે.


આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવમાં વધારો, સીંગતેલનો ડબ્બો રૂ.2930ને પાર પહોંચતા ગૃહિણીઓના બજેટ પર આવી શકે છે અસર

 

  • Follow us on: