અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર અને સર્વન્ટની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ફરજ પર હાજર ડોક્ટર અને સર્વન્ટ સુઈ ગયા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો કેઝ્યુલિટી વિભાગનો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વીડિયો અંગે તપાસ શરૂ કરાઈ છે.


ડોક્ટર અને સર્વન્ટનો વીડિયો વાયરલ

અમદાવાદની એલજી હોસ્પિટલમાં વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફરજ પર રહેલા ડોક્ટર અને સર્વન્ટ સુઈ ગયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ વીડિયોને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે વિભાગમાંથી વીડિયો વાયરલ થયો છે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. રેસિડેન્સ ડોક્ટર કોણ હતાં અને કેમ સુઈ ગયા હતાં તેનો ખુલાસો પુછવામાં આવ્યો છે. જવાબ યોગ્ય નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરની પોલીસે ધરપકડ કરી


  • Follow us on: