મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામ ધારણ કરી જીવનસાથીની શોધમાં રહેલી મહિલાઓને પ્રેમ, લગ્ન અને વૈભવી જીવનના સપના બતાવી ફ્સાવનાર કરીમ રફીક સિપાહી અત્યાર સુધીમાં 100થી વધુ વિધવા મહિલાઓને શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે રિમાન્ડ ન આપતાં સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે. હવે વિધવા મહિલાઓને ટારગેટ કરવા માટે ફેક આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો કયા બનાવ્યા, કઈ રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરુ કરાઈ છે. મહત્વનું છે કે, નકલી ડોકયુમેન્ટ અંગે કરીમ વિરૂદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોમાં અલગથી ગુનો નોંધવાની તજવીજ હાથધરશે. મહેસાણાના કડી વિસ્તારનો રહેવાસી કરીમ રફીક સિપાહી મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામે પ્રોફાઇલ બનાવી પોતે સફ્ળ ઉદ્યોગપતિ, જમીનદાર અને વિધુર હોવાનું દર્શાવતો હતો. ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમની સાથે સતત સંપર્ક સાધતો, લાગણીસભર વાતો કરતો અને વિશ્વાસ જીત્યા બાદ પ્રેમજાળમાં ફ્સાવતો હતો.આરોપી પાસે આદિત્ય પટેલ નામના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. એટલું જ નહીં, પત્નીનું અવસાન થયું હોવાનું દર્શાવતું ખોટું ડેથ સર્ટિફ્કિેટ પણ તેણે તૈયાર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીના મોબાઇલ ફોનમાંથી હજારો ફોટોગ્રાફ્સ, વીડિયો અને અનેક મહિલાઓ સાથેની ચેટ્સ કબજે કરી છે. અંદાજે 8 હજારથી વધુ ડિજિટલ ફાઇલોની તપાસ ચા રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: