બનાસકાંઠાની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ વિવાદ વકર્યો હતો. જો કે, તે ફરી પોતાના પરિવાર પાસે જતી રહી છે અને હવે આ વિવાદ અન્ય સમાજમાં વધુ ઉગ્ર બની રહ્યો છે.ખેડાના લસુન્દ્રામાં ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ બાંભણિયાએ પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પોલીસમાં નોકરી કરતાં ત્રણ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિનેશ બાંભણિયાના આક્ષેપ બાદ ચકચાર મચી જવા પામી છે.
દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવ્યા નથી
ખેડાના લસુન્દ્રામાં પાટીદાર દીકરીને ભગાડીને લગ્ન કરનારા રબારી સમાજના પરિવાર સામે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની અમને આશંકા છે. સામેવાળાના શબ્દો પરથી અમને હત્યા થઈ હોવાની આશંકા થઈ રહી છે. દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવ્યા નથી. અમે બાયડની સ્કૂલના એક પ્રિન્સિપાલને અમે મળ્યા હતાં. તેઓ રણછોડ ભુવાજી માસ્તર તરીકે ઓળખાય છે. તેમણે બે દિવસમાં દીકરી પરત આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવે આ રણછોડ ભુવાજી પણ ગાયબ છે.













