હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. બપોરે બે વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું છે. 10થી વધુ જિલ્લામાં માવઠાનું એલર્ટ અપાયું છે. દ્વારકા,પોરબંદર,જામનગર,કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, મહેસાણા,મોરબી,રાજકોટ,તાપી, જૂનાગઢ,નવસારી,સુરત, ડાંગ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદ થશે

આજે કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3જી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad સાયબર ક્રાઈમે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમના નામે 56 લાખથી વધુની ઠગાઈ આચરનારા 6 આરોપીઓને ઝડપ્યા