ભારતના પ્રસિદ્ધ જ્વેલરી પ્રદર્શોનોમાંનું એક ગહેના એક્ઝિબિશન અમદાવાદમાં ઝેડ લક્ઝરી બૅન્ક્વેટ, સિંધુ ભવન રોડ ખાતે 17 થી 19 જુલાઈ, 2026 સુધી આયોજિત કરવામાં આવેલ છે. આ પૂર્વે મોરબી, Gandhiધામ અને રાજકોટમાં આયોજિત કરવામાં આવેલ પ્રદર્શનમાં અદભૂત પ્રતિસાદ મળેલ છે. ગહેના ઘણા વર્ષોથી આ રીતે પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરે છે જેમા મુલાકાતીઓેને લેટેસ્ટ ટ્રેન્ડ્ઝ, આકર્ષક કલેક્શન અને વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સનો એક જ છત્ર હેઠળ અનુભવ મળી રહે છે. આ એક્ઝિબિશનમાં પોલકી, ગોલ્ડ, એન્ટિક, મોન્ઝોનાઇટ અને 92.5 સિલ્વર જ્વેલરી સાથે બ્રાઇડલ જ્વેલરીનું અદ્ભૂત કલેક્શન જોવા મળી રહેશે. અહીં મુલાકાતીઓ દેશભરના પ્રત્યક્ષ પ્રસિદ્ધ જ્વેલર્સ સાથે વાત કરી શકશે અને અનુપમ કલાકૃતિ નિહાળી શકશે. સી. મનસુખલાલ જ્વેલર્સ, અરવિંદભાઈ જ્વેલર્સ, કેલવી જ્વેલર્સ, અનંતા જ્વેલર્સ, કલાવર્ણી જ્વેલર્સ, એરૈયા બાય અઝા, બેલા રોકા જ્વેલ્સ, તત્સમ જ્વેલ્સ, રાધારાણી જ્વેલર્સ, સ્પાર્કિંગ ડિઝાયર્સ બાય શ્વેતા, સિમારા જ્વેલર્સ, બેબો જ્વેલર્સ તથા અન્ય અગ્રણી જ્વેલર્સ જોવા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો