મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે આકર્ષક યુવાઓ, મહત્ત્વાકાંક્ષી અર્બન અચીવર્સ જે તેમનું જીવન તેમના અંદાજમાં જ જીવે છે તેમના માટે નવી આકર્ષક બલેનો તૈયાર કરી છે. તેને 'ડેર ટૂ ગો ગ્લેમ'ની ફિલોસોફી સાથે વિકસિત કરવામાં આવેલ એવી પ્રોગ્રેસિવ ડિઝાઇનવાળી પ્રીમિયમ હેચબેક છે. સુરક્ષા અને સુવિધા એમ બંને દૃષ્ટિએ તેને વધુ સુગમ કરવામાં આવેલ છે. આ નવી બલેનોને પ્રસ્તુત કરતી વેળાએ શ્રી પાર્થો બેનરજી, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્કેટિંગ અને સેલ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે, આ બલેનો એ એક દાયકા કરતા વધુ સમયથી નેક્સા માટે આધારસ્તંભ છે અને પ્રીમિયમ હેચબેક છે. તે લેવલ 2 એડીએએસ જેવા સેગમેન્ટમાં પ્રથમ વખત પ્રારંભ સાથે ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને વધુ સુનિશ્ચિત કરે છે. તે એડવાન્સ્ડ ઝેડ12ઈ પાવરટ્રેન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને એજીએસ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પૂરા પાડે છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ. 6,09,900 છે અને તેનું બુકિંગ હાલમાં માત્ર 11,000 રૂપિયા ભરી કરી શકાશે.
