અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોમવારે તેજી જોવા મળી હતી. જેમાં સોનામાં 1,500 રૂપિયા અને ચાંદીમાં 3,000 રૂપિયા ભાવ વધારો થયો હતો. 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,51,500 રૂપિયા થયો હતો. ચાંદીનો કિલોનો ભાવ 2,40,000 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 51 ડોલર વધીને 4,209 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.48 સેંન્ટ વધીને 66.40 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 1,741 રૂપિયા વધીને 1,49,944 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 4,498 રૂપિયા વધીને 2,37,683 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 22 ડોલર ઘટીને 4,223.90 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.21 સેંન્ટ વધીને 66.44 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઇમાં સોનું 1,710 રૂપિયા વધીને 1,49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી 5,040 રૂપિયા વધીને 2,38,400 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી.


અમદાવાદ બુલિયન બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીનું બજારમાં એક ચોક્કસ ભાવ મર્યાદામાં ઉતાર-ચઢાવ કરી રહ્યું છે. જેને લઇને રોકાણકારો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ગ્રાહકો વધુ ભાવ ઘટાડાની આશાએ ખરીદી માટે બેઠા છે. જ્યારે કેટલાક રોકાણકારો વૈશ્વિક સ્થિતિ જોઇને પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: