ઘાટલોડિયા વિસ્તારની કર્મચારી શિક્ષણ તીર્થ મા/ ઉ. મા શાળા દ્વારા સંસ્થાના 50 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે શાળાના પ્રાંગણમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યા અને આમંત્રિત મહેમાનોના હસ્તે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અધ્યતન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક યુગમાં સ્માર્ટ વર્ગખંડ અને નવી પ્રયોગશાળા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઈ વછરાજાની, સેક્રેટરી અમૃતભાઈ વૈદ્ય, જો. સેક્રેટરી દયાશંકરભાઈ વ્યાસ તથા ઘાટલોડિયા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર મયુરભાઈ ગોહિલ, પ્રવીણભાઈ પટેલ, જાગૃતિબેન પંડયા તથા EI રાજેશભાઈ સોનારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. અન્ય આમંત્રિત મહેમાનોમાં કર્મચારીનગરના હોદ્દેદારો, શાળાના ભૂતપૂર્વ આચાર્યો તથા ભૂતપૂર્વ શિક્ષકો તેમજ પ્રવર્તમાન સ્ટાફ્ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.

ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત









