શહેરની ઐતિહાસિક અને ભવ્ય 149મી જગન્નાથ રથયાત્રા-2026ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરાશે.ખાસ કરીને રથયાત્રામાં સૌથી આગળ ચાલતા ગજરાજોની સુરક્ષા તથા તેમના પર નિયંત્રણ જાળવવા માટે પોલીસે વિશેષ હાઈટેક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન કેટલાક ગજરાજો અચાનક બેકાબુ બન્યાની ઘટનાઓ સામે આવી હતી.જેને રોકવા માટે તમામ 18 ગજરાજો પર વિશેષ ઉપકરણો લગાવાશે. ગજરાજોની અંબાડી પર GPS ટ્રેકિંગ સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા ફ્ટિ કરાશે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે GPS ટ્રેકરની મદદથી દરેક ગજરાજનું લાઈવ લોકેશન અને મૂવમેન્ટ પોલીસ કંટ્રોલ રૂમમાંથી રિયલ-ટાઈમમાં ટ્રેક કરી શકાશે. જો કોઈ હાથીની ગતિ અથવા હિલચાલમાં અસામાન્ય ફેરફાર જોવા મળશે, તો સુરક્ષામાં તૈનાત અધિકારીઓને તાત્કાલિક ઓટોમેટિક એલર્ટ મળશે. પરિણામે ગજરાજને તરત જ ભીડથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડી શકાશે.ઉપરાંત, અંબાડી પર લગાવવામાં આવેલા 360 ડિગ્રી કેમેરા આસપાસની પરિસ્થિતિ, જનમેદનીની હિલચાલ અને સંભવિત જોખમો પર સતત નજર રાખશે. તેનો લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ રહેશે. તેમજ અતિશય અવાજ અને ડીજેના ઘોંઘાટને કારણે ગજરાજો ભડકે નહીં તે માટે આ વખતે અંબાડી પર સાઉન્ડ ડેસિબલ માપતું ઉપકરણ પણ લગાવાશે.

બારડોલીની પીપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસા.ના પ્રમુખપદે રાકેશ ગાંધી, ઉપપ્રમુખપદે શૈલેન્દ્ર પટેલ નિમાયા









