શ્રીમદ સ્કૂલ ઓફ્ એજ્યુકેશન ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા આરતી, ભક્તિમય ભજન, સાંસ્કૃતિક નૃત્ય અને ઉત્સાહભર્યા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. શાળાના ડ્રમ બેન્ડના તાલ, પરંપરાગત બગી અને શણગારેલા ઘોડાની આગેવાનીમાં નીકળેલી રથયાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર દર્શન કરાવ્યું હતું. રથયાત્રા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ ઈકો ક્લબ પોસ્ટર મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું.
