ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજસ્થાન પોલીસના સહયોગથી હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરીને ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં MD (મેફેડ્રોન) ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ATSએ રાજસ્થાનથી ઝડપેલા ડ્રગ્સનો કેસ
આ ડ્રગ્સ ફેક્ટરી રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોઈન્દ્રા ગામમાં ઝડપાઈ હતી. ATS એ સ્થળ પરથી 17 કિલો MD ડ્રગ્સ અને 40 લીટર લિક્વિડ મેફેડ્રોન બનાવવાનો જથ્થો કબજે કર્યો છે. આ સમગ્ર મામલે કુલ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ ફેક્ટરી ચલાવનાર મુખ્ય આરોપીઓમાં ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝાનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગોવિંદસિંહે પોતાની જમીન પર જ આ ફેક્ટરી શરૂ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી માત્ર એક મહિના પહેલા જ શરૂ કરવામાં આવી હતી.










