ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે.
મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું
શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 156 કેન્દ્રો હતાં. જેમાં 111090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93078 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે.
