છેલ્લા કેટલાય વરસોથી ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફ્યિાઓ માટે સોફ્ટ ટાર્ગેટ અને એન્ટ્રી ગેટ બની ગયો છે. એટીએસ, કોસ્ટ ગાર્ડ, એનસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે દરિયામાં તેમજ અન્ય માર્ગો પર તવાઈ બોલાવીને
કરોડો-અબજો રૂપિયાનું
ડ્રગ્સ પકડી લેવાય છે પણ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, કરોડોનો માલ પકડાય છે, બોટ પકડાય છે, સ્થાનિક પેડલરો જેલભેગા થાય છે, પરંતુ આ આખા નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ કે વ્હાઇટ કોલર કિંગપિન આજદિન સુધી પકડાતો નથી. જ્યારે પણ દરિયામાં પાકિસ્તાની કે ઈરાની બોટ પકડાય છે, ત્યારે માત્ર તેના ખલાસીઓ જ જેલમાં જાય છે. મોટી ખેપમાં અસલી આકાઓ સેટેલાઇટ ફોન અને ઇન્ટરનેશનલ કોલિંગ એપ્સનો ડેટા ડિલીટ કરીને
દર વખતે કાયદાકીય છટકબારીનો લાભ લઈ સરકી જાય છે. સત્તાવાર આંકડા અને એજન્સીઓના ઓપરેશન પર નજર કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના જખૌ દરિયા કિનારેથી, મુંદ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ
તેમજ અમદાવાદ સહિતના શહેરોમાંથી આશરે 60,000 કરોડથી વધુની બજાર કિંમતનું હેરોઈન, એમડી ડ્રગ્સ (મેફેડ્રોન), ચરસ અને મેથામ્ફેટામાઈન જેવો નશીલો પદાર્થ ઝડપાઈ ચૂક્યો છે. માત્ર મુંદ્રા પોર્ટ પરથી જ એક સિંગલ ઓપરેશનમાં 21,000 કરોડનું હેરોઈન પકડાયું હતું. કરોડોના ડ્રગ્સની સાથે પાકિસ્તાની, અફઘાની અને ઈરાની સહિતના ડ્રગ માફિયા ઝડપાઈ ચુક્યા છે. આ આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે કેવા મોટા પાયે આંતરરાષ્ટ્રીય
સિન્ડિકેટ કામ કરી રહી છે. વિવિધ તપાસ એજન્સી
દ્વારા છેલ્લા 5 વર્ષમાં દાખલ કરાયેલી જુદી-જુદી ચાર્જશીટ પર નજર કરીએ તો, આશરે 50 થી વધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફ્યિાઓ અને આકાઓ સત્તાવાર રીતે વોન્ટેડ દર્શાવાયા
છે.જોકે ગૃહ મંત્રાલય હેઠળ છેલ્લા 5 વર્ષમાં સેન્ટ્રલ એજન્સીઓ (NCB, નેવી, કોસ્ટ ગાર્ડ) અને સ્ટેટ એજન્સી
ગુજરાત એટીએસ વચ્ચે રિયલ-ટાઇમ સેટેલાઇટ
અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ શેરિંગને કારણે સરેરાશ દરિયામાં જ ઓપરેશન સક્સેસ થઈ રહ્યા
છે. તપાસ એજન્સીઓ આ આકાઓ સામે ઈન્ટરપોલની મદદથી રેડ કોર્નર
નોટિસ તો જાહેર કરાવી દે છે, પરંતુ પાકિસ્તાન
જેવા દેશોના અસહકારને કારણે તેઓ ક્યારેય પકડાતા નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










