ગુજરાતનો સૌથી વ્યસ્ત અને મહત્વનો રોડ એવો અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વેને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને NHAIએ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે.
14 માર્ચ સુધી ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખ
12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની NHAI મુખ્યાલય તરફથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ટેન્ડર અનુસાર 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે, હાલમાં આ એકસપ્રેસ વે પર બન્ને બાજુએ બે-બે લેન અને સર્વિસ લેન છે, NHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે.
