
Gandhinagar News: ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, UPSCની તૈયારી કરતી દીકરીઓને મળશે બે લાખની સહાય

Jul 01, 2026 04:45 pm
ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ અને આંધીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 15 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 મીમીથી વધુ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત એક ડઝનથી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
Jul 01, 2026 04:40 pm
રાજકોટના ગોંડલમાં જેટીકો (GETCO) દ્વારા નાખવામાં આવતી હાઈટેન્શન લાઈનના વિરોધમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આ પ્રોજેક્ટના વિરોધમાં આયોજિત વિશાળ રેલીમાં અંદાજે 16,000 જેટલા ખેડૂતો જોડાયા હતા, જેણે ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી પગપાળા કૂચ કરી હતી. આ રેલીમાં 'આપ' (AAP) ના નેતાઓની હાજરીએ આંદોલનને રાજકીય વળાંક આપતા માહોલ ગરમાયો છે. ખેડૂતોની મુખ્ય માંગણી વળતર ચૂકવ્યા વિના શરૂ કરવામાં આવેલી કામગીરીને અટકાવવાની છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ન્યાયિક લડત આપશે. આંદોલનકારીઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક કામગીરી સ્થગિત કરવાની ઉગ્ર માંગ કરી છે અને સરકારને મોટી આંદોલનાત્મક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે.
Jul 01, 2026 04:30 pm
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. જેતપુરના દેવકી ગાલોલ ગામ પાસે નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ગાલોરીયા નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું. અહીં રોડનું કામ ચાલુ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બનાવેલું ડ્રાઇવર્ઝન નદીના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડ્રાઇવર્ઝન ધોવાઈ જતાં જેતપુર-બગસરા માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાયો છે અને રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. આ માર્ગ બંધ થવાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Jul 01, 2026 04:20 pm
વલસાડના ડુંગરી ગામ નજીક નેશનલ હાઈવે-48 પર આજે એક ગંભીર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા વાહન હાઈવે પર પલટી મારી ગયું હતું, જેને પગલે થોડી જ વારમાં કન્ટેનરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી રહી હતી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, કન્ટેનરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને લીધે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Jul 01, 2026 03:47 pm
ધીમા પવન સાથે મુશળધાર વરસાદ, વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી, વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરીવળી, વરસાદ પડતા નીચાણ વિસ્તારમાં પાણી ભરાયા
Jul 01, 2026 03:46 pm
અમદાવાદમા વિધાર્થી સન્માન કાર્યક્રમમાં મોડા પડયા, સન્માન શું કરવાનું,મંત્રી સમયસર આવું જોઈએ : વાલી, મિટિંગ હોવાના કારણે મોડુ થયું આવામાં : મંત્રી, મંત્રી ના મોડા આવા પર વાલીમા આક્રોશ , અમને ૧૧ વાગ્યાના બોલાવ્યા છે : વાલી, તેજસ્વી તારલા ટ્યુશન મૂકીને આવ્યા : વાલી, અમે ધંધા બંધ રાખીને આવ્યા છીએ : વાલી, કેબિનેટ બંધ રાખીને આવું જોઈએ : વાલી
Jul 01, 2026 03:45 pm
મુક્તિનગર સોસાયટીમાં ઘરની ગેલેરી ધરાશાયી , ગેલેરી તૂટી પડતાં બે લોકો ઘરમાં ફસાયા , ઉધના ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું , ઘરમાં ફસાયેલ દંપતીને સલામત રીતે બહાર કાઢ્યા , નીચે ઉભેલી રિક્ષા અને બાઇક સવાર બે લોકોને ઇજા , ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
Jul 01, 2026 03:34 pm
કવાટના પાનવડમાં ધામની નદીમાં આવ્યા નવા નીર , પાનવડમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર ફરી વળ્યું પાણી , પ્રથમ વરસાદમાં જ રસ્તો થયો બંધ,બ્રિજ બન્યો જર્જરીત, બ્રિજ જર્જરીત બનતા આપવામાં આવ્યું છે ડાયવર્ઝન , વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં
Jul 01, 2026 03:33 pm
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, છેલ્લા એક કલાકથી ધીમીધારે વરસાદ , વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
Jul 01, 2026 03:23 pm
વેજલપુરના જુહાપુરા વિસ્તારમાંથી આરોપી ઝડપાયો, આદમખાન નાસીરખાન પઠાણની ધરપકડ કરાઈ, દેશી તમંચો, રિવોલ્વર અને કારતૂસ જપ્ત, આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો, હથિયારના સ્ત્રોત અને ઉપયોગ અંગે વધુ તપાસ શરૂ
Jul 01, 2026 03:21 pm
તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું ડાયવર્ઝન , કવાંટ,નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે માર્ગ , પાણી ફરી વળતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં , સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા કામગીરી કરાઈ, ચીકણી માટી હોવાના કારણે પડી રહી છે મુશ્કેલી
Jul 01, 2026 03:15 pm
સિહોરના વરલ ગામમાં ધોધમાર વરસાદ , વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ , વરલ અને થાળા ગામમાં વરસાદી માહોલ, વરલ ગામની નદીમાં આવ્યું ઘોડાપૂર.નદી ગાંડીતૂર બનતાં તંત્ર એલર્ટ થયું
Jul 01, 2026 03:14 pm
સુરત મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન , પાંચ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ : કમિશનર, તપાસ કમિટીના અનુસંધાને કાર્યવાહી કરી છે, હાલ મેટર હાઇકોર્ટમાં ચાલી રહી છે : કમિશનર , આગામી દિવસોમાં વિધિવત પ્રક્રિયા થશે
Jul 01, 2026 03:05 pm
સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા, પશ્ચિમ કચ્છ પોલીસ અને તંત્રની કાર્યવાહી, કરોડોની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ , મુન્દ્રા, નખત્રાણા, ભુજ, માંડવીમાં બુલડોઝર ફરી વળ્યા, ગેરકાયદે ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામો તોડી પડાયા, તંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો
Jul 01, 2026 03:05 pm
ખેડૂતો ગાંધીનગર કેબિનેટના નિર્ણયની રાહમાં, વળતર અને પ્રશ્ન ઉકેલાશે તેવી આશા વ્યક્ત, આંદોલનને ગામમાં મળી રહ્યું છે જનસમર્થન, મહિલાઓ મોટી સંખ્યામાં સમર્થન માટે જોડાઈ
Jul 01, 2026 02:52 pm
બ્લાસ્ટને કારણે મકાનોમાં પડી હતી તિરાડો, રહીશોએ કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપ્યુ, મકાનોમાં પડેલી તિરાડો અને નુકસાનનું વળતર આપવા માંગ , નુકસાનનો સર્વે કરી વળતર અપાવવા રજૂઆત કરાઈ, ફેક્ટરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહીની કરી માંગ
Jul 01, 2026 02:37 pm
5 મનપા અધિકારી સસ્પેન્ડ થવા અંગે પરિવારોનું નિવેદન, અસરગ્રસ્ત પરિવારોમાં નિર્ણય સામે અસંતોષ , હાઇકોર્ટમાં બે વાર કેસ ચાલ્યા બાદ કાર્યવાહી યોગ્ય નથી, અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી અમારા ઘરો પાછા નહીં મળે, પીડિત પરિવારોએ ઘરના બદલે ઘર આપવાની માંગ કરી, માત્ર સસ્પેન્શન નહીં, ન્યાય અને આશ્રયની મુખ્ય માંગ
Jul 01, 2026 02:36 pm
SP તરીકે અપાયું પ્રમોશન , સિંગલ પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યો , સુરત DCP એફ ઝોન તરીકે નિયુક્તિ , આવતા વર્ષે વય નિવૃત્ત થશે ઝાલા
Jul 01, 2026 02:35 pm
સમગ્ર મામલે મેયર નેહલ શુક્લનું નિવેદન , 15દિવસ પહેલા જ કાર કોન્ટ્રાક્ટ રદ કરાયા, 15દિવસ પહેલા કાર વાપરતા હશે તો તપાસ થશે, ક્લાસ 2 કર્મચારીને કાર આપવામાં આવતી જ નથી, સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે
Jul 01, 2026 02:34 pm
એનાલોગ પનીર વેચનારના એકમો થશે સિલ, પનીર અને એનાલોગ પનીરના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ, મોરબી સેટેલાઇટ ચોકમાંથી 500કિલો પનીર ઝડપાયું, લાઇસન્સ વિના પનીર ક્યુબનું વેચાણ કરવામાં આવતું , અમદાવાદના સેટેલાઇટમાંથી પનીર આવતું હોવાનું ખૂલ્યું, શુધ્ધ પનીરના નામે એનાલોગ પનીર વેચવામાં આવતું , અત્યાર સુધીમાં 8પનીરના એકમોને સીલ કરાયા, ‘મિલ્ક અને એનાલોગ પનીર માટે સાઇનબોર્ડ દર્શાવવું’, એનાલોગ પનીરથી ઘણી બીમારીઓ થાય છે
Jul 01, 2026 02:23 pm
ગીર જંગલ અને તેના બોર્ડર વિસ્તારના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. ગીર પંથકના નવા ઉગલા, જૂના ઉગલા, નતલી, વડલી તેમજ પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ અને જસાધાર સહિતના આસપાસના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે સમગ્ર ગીર જંગલ અને સરહદી ગામોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકો સહિત જંગલના અબોલ પશુ-પક્ષીઓને પણ અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.
Jul 01, 2026 02:22 pm
છોટાઉદેપુર પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સંખેડા, લુણાદરા અને સિહાદરા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળતા, જો હજુ વધુ વરસાદ પડશે, તો રસ્તાઓ બંધ થઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેમ લાગી રહ્યું છે.
Jul 01, 2026 02:10 pm
ભાવનગર મેડિકલ કોલેજમાં માર્ચ 2025માં બનેલી રેગિંગની ઘટનામાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. રેગિંગ કમિટીએ અગાઉ આ મામલે 4 વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા ફરમાવી હતી, જે બાદ હાઇકોર્ટે યુનિવર્સિટીને આ અંગે યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટના નિર્દેશના આધારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનો પક્ષ સાંભળ્યો છે, અને તેમના ભવિષ્યને ધ્યાને રાખીને સજા માફીનો નિર્ણય લીધો છે. જોકે, કુલપતિએ સ્પષ્ટતા કરી છે કે, "વિદ્યાર્થીઓની સજા માફ નથી કરી અને અમે તેમને નિર્દોષ પણ જાહેર કરતા નથી."
Jul 01, 2026 01:57 pm
સોમનાથમાં સ્ટેટ GSTના મેગા દરોડાથી હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ
27 લાખના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરાઈ , ખાણીપીણી અંગે પૈસાની હાલ ચુકવણી નહીં થાય , ટેન્ડર મુજબ આ કામગીરી થઈ નથી , રેટ કોન્ટ્રાક્ટ હેઠળ ચૂકવાયેલા પૈસા પરત ન લઈ શકાય:- મેયર , કાયદાકીય રૂપથી રેટ કોન્ટ્રાક્ટ મુજબ પૈસા ચૂકવવા પડે , હાલ ના રેટ કોન્ટ્રાક્ટ ની સમીક્ષા કરવામાં આવશે , રેટ કોન્ટ્રાક્ટ હાલ રદ્દ કરી નવી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે:- મેયર
Jul 01, 2026 01:33 pm
મેયર નેહલ શુકલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ, તમામ રેટ કોન્ટ્રાકટની પુન સમીક્ષા કરાશે: મેયર
Jul 01, 2026 01:21 pm
મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા, સુજલ પ્રજાપતિ અને જયાંગ રામજીવાલા સસ્પેન્ડ , મોનોક ગઢીયા અને અર્પણ પરમાર સસ્પેન્ડ, નરેશ ગલચર સહિત પાંચ અધિકારીઓ સસ્પેન્ડ, આવતીકાલે હાઇકોર્ટમાં આ મામલે મહત્વની સુનાવણી
Jul 01, 2026 01:17 pm
લાંબા વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો, ધોધમાર વરસાદથી સમગ્ર આમોદ પંથક તરબોળ , મુખ્ય બજાર સહિત અનેક રસ્તાઓ પર પાણી વહ્યાં, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી , ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
Jul 01, 2026 01:16 pm
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ , વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી , મેઘ મહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
Jul 01, 2026 01:08 pm
મેટ્રો કોરિડોરની જમીન ફીમાંથી ફંડ ઊભું કરાશે, કુલ આવકના 25 ટકા રકમ ફંડમાં રખાશે, શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો, શહેરી પરિવહન માટે નાણાકીય સ્ત્રોત વધારાશે , ગુજરાત શહેરી વિકાસ મિશન અમલીકરણ કરશે
Jul 01, 2026 01:07 pm
વીજ પોલ મુદ્દે મંત્રીઓમાં એકમત, વધુ વળતર આપવા મંત્રીઓની માંગ, ખેડૂત આગેવાનો કરવામાં આવશે ચર્ચા , ચર્ચા બાદ અંતિમ નિર્ણય જાહેર કરાશે, CMની સુચના બાદ વળતર મુદ્દે લેવાશે નિર્ણય
Jul 01, 2026 01:07 pm
મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજની તબિયત લથડી, નૃત્ય ગોપાલદાસને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા, UP CMના સલાહકારે મહંત સાથે મુલાકાત કરી, સલાહકાર અવનીશ કુમાર અવસ્થીએ કરી મુલાકાત
Jul 01, 2026 12:52 pm
ચોમાસુ આજે દમણ, દીવ અને પોરબંદર પહોંચ્યું, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ પણ પહોંચ્યું., ગુજરાતના અન્ય ભાગોને બે દિવસમાં આવરી લેશે મેઘરાજા, બે દિવસમાં રાજસ્થાન પહોંચશે.ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
Jul 01, 2026 12:45 pm
પિસ્તોલ સાથે શખ્સ દેખાયો હોવાનો આક્ષેપ, લાકડી અને પથ્થરથી હુમલો કર્યાનો આરોપ, યુવકને માથા અને ચહેરા પર ઇજાઓ પહોંચી, પોશીના પોલીસ સમક્ષ ફરિયાદ માટે રજૂઆત, વીડિયો-ફોટા આપ્યા છતાં કાર્યવાહીમાં વિલંબ, જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત રજૂઆત
Jul 01, 2026 12:45 pm
સતત બીજા દિવસે પંથકમાં વરસાદ પડ્યો, મોટા બારમણ, જામકા, ધૂધવાણામાં વરસાદ, ખડાધાર,ત્રાકુડા, તાલડા સહિત ગ્રામ્યમાં વરસાદ, જામકા ગામની શેરીઓમાં વહેતા થયા પાણી, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી
Jul 01, 2026 12:29 pm
ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર સર્જાઈ, અકસ્માતમાં હોમિયોપેથીક વિદ્યાર્થીનું મોત, નિખિલ નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત, કોલેજથી પરત ફરતા અકસ્માત સર્જાયો, પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી
Jul 01, 2026 12:26 pm
બસે એક સાથે 4 વાહનોને મારી ટક્કર, ટ્રાફિકમાં ઉભેલા વાહનો સાથે અકસ્માત, ત્રણ કાર અને એક ટેમ્પોને બસે લીધા અડફેટે, અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jul 01, 2026 12:25 pm
સૌકા ગામની નદીના પાણીમાં ગરકાવ થયા હતા, સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Jul 01, 2026 12:24 pm
લોકો અમદાવાદ લુણાવાડા હાઇવે પર બેસી ગયા, પ્લાન્ટ બંધ કરવાની માંગને લઈ લોકો રસ્તા ઉતર્યા, જીલ્લા પોલિસ ઘટના સ્થળે પહોંચી
Jul 01, 2026 12:24 pm
આરોપીની ધરપકડ ન થતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ, કેરાળા GIDC પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો એકઠા થયા, શૈલેષ પરમાર પર જીવલેણ હુમલાનો આક્ષેપ, બાવળા અને સાણંદના ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા, આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ ઉઠી
Jul 01, 2026 12:23 pm
સંદેશ ન્યૂઝના અહેવાલ તંત્ર જાગ્યું, મેયરની અધિકારીને ખાડા મુદ્દે નોટિસ, તમામ પાસે 3 દિવસ ખુલાસો માંગ્યો , કોન્ટ્રકટરને પણ નોટિસ ફટકારી , ખુલાસો નહિ આપે તો પગલા લેવાની ચીમકી , આજે પણ અનેક જગ્યાએ પડ્યા છે ખાડા
Jul 01, 2026 12:22 pm
જિલ્લામાં અંદાજે 700 બોગસ મંડળી, જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરાશે તપાસ, ફરિયાદ મળતા તપાસ હાથ ધરશે, પહેલાની 24 મંડળીઓ સામે સુઓમોટો , વિસાવદરમાં 40થી વધુ મંડળી બોગસ, જુનાગઢ તાલુકામાં 118 મંડળીઓ બોગસ, સહકારી ક્ષેત્ર ઉપર કબ્જો મેળવાના આક્ષેપ, કોંગ્રેસના ભાજપ આગેવાનો ઉપર આક્ષેપ
Jul 01, 2026 11:33 am
ભુવાની અંદર સ્કૂલ વાન ફસાતા CCTV સામે આવ્યા, સ્કૂલ વેન ની અંદર 8 થી વધારે બાળકો મોજૂદ હતા, ભુવો મોટો પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત, CCTVમાં સ્કૂલ વેન પસાર થતાં જ ભૂવામાં ધસી ગઈ, વેન પલટી ખાઈ ગઈ હોત તો બાળકો ઇજાગ્રસ્ત થાત, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
Jul 01, 2026 11:32 am
18 વર્ષીય દેવાંગ પરમારનુ સારવાર દરમિયાન મોત, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, 27એ અસારવા સિવિલમાં કર્યો હતો દાખલ, 75 ટકા શરીર બળી જવાથી દર્દીનુ મોત, કપડવંજમાં આવેલી હતી ફટાકડાની ફેકટરી
Jul 01, 2026 11:31 am
સચિનમાં પૂરઝડપે દોડતી કારે મારી ટક્કર, કારના બંન્ને ટાયર બાળકી પર ફરી વળ્યા, 5 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત, અકસ્માત બાદ કારચાલક ફરાર થયો, અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ, સચિન પોલીસે કારચાલક આરોપીને ઝડપ્યો
Jul 01, 2026 11:30 am
ભારે વરસાદને પગલે અંબિકા નદી પરનો ડેમ છલકાયો, પાણીના નિકાલ માટે દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વહીવટી તંત્ર એલર્ટ, અંબિકા નદીમાં નવા નીરની વ્યાપક આવક નોંધાઈ, હેઠવાસમાં આવતા 10 ગામોને સતર્ક રહેવા સૂચના, ગ્રામજનોને નદીના પટમાં ન જવા તંત્રની કડક અપીલ
Jul 01, 2026 11:29 am
યુવકને સ્ટોરમાંથીઢસડી ક્રિકેટ બેટથી માર માર્યો , યુવકની પૂર્વ પત્ની અને તેના પરિવારે કર્યો હુમલો, છૂટાછેડાના પૈસા મુદ્દે વિવાદ હોવાનું સામે આવ્યું, ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ , પીડિત યુવકે ન્યાય મેળવવા માટે લગાવી ગુહાર, યુવકે પોલીસ મથકમાં નોંધાવી લેખિત ફરિયાદ
Jul 01, 2026 11:28 am
ઉમરગામમાં 2 કલાક માં 2 ઇંચ વરસાદ, ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા, આદર્શ નગર, રાધિકા સોસાયટીમાં ભરાયા પાણી, ઉમરગામ સ્ટેશન રોડ પર પણ ભરાયા પાણી, પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી, પાલીકાની પ્રિ. મોન્સૂનની પોલ ખૂલી
Jul 01, 2026 11:27 am
ટ્યૂશને જતા સગીરને ડમ્પરે અડફેટે લેતા મોત, પીરાણા દેવ હોટલ પાસે અકસ્માતની ઘટના, EV વાહન લઈને ટ્યુશન જઈ રહ્યો હતો સગીર, ગંભીર ઈજાઓ પહોંચતા સગીરનું મોત નીપજ્યું, ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો
Jul 01, 2026 11:27 am
રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા-વિચારણા, ચોમાસાની સ્થિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નીચાણવાળા વિસ્તારમાં પ્રશાસનની તૈયારીની સમીક્ષા, પૂર પ્રભાવિત જિલ્લામાં પ્રશાસનની તૈયારીની સમીક્ષા, સંભવિત અતિવૃષ્ટિમાં રાહત કાર્યોના આયોજનની ચર્ચા , વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની સમીક્ષા, બજેટ 2026-27ની નવી યોજનાઓનો ફાસ્ટ-ટ્રેક રિવ્યુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા , નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણ અંગે ચર્ચા
Jul 01, 2026 11:26 am
ત્રણ સ્પાન નદીના પટમાં તોડી પાડવામાં આવ્યા , સમગ્ર બ્રિજ નવો બનાવવા AMCએ કર્યો છે નિર્ણય, અન્ય સ્ટ્રકચર પણ હવે ઉતારી લેવામાં આવશે , 2 વર્ષમાં બ્રિજ 231 કરોડથી વધુના ખર્ચે બનશે
Jul 01, 2026 11:25 am
વાપીમાં 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ, વલસાડનાં ઉમરગામમાં 2 ઈંચ વરસાદ, પારડી, વલસાડમાં 1.5 ઈંચ વરસાદ, સુરતનાં પલસાણામાં 1.5 ઈંચ વરસાદ, છોટાઉદેપુરનાં સંખેડામાં 1 ઈંચ વરસાદ, અન્ય 31 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
Jul 01, 2026 11:24 am
રથયાત્રા રૂટ પર જર્જરીત મકાનો ઉતારવાની કામગીરી , ગોળ લીમડા ચાર રસ્તા પર આવેલું મકાન તોડી પડાયું , અત્યાર સુધીમાં 9 થી 10 ભયજનક મકાનો ઉતારી લેવાયા, વહીવટી તંત્રે 600થી વધુ જર્જરિત મકાનોને આપી નોટિસ, રથયાત્રા પૂર્વે દુર્ઘટના રોકવા માટે તંત્ર એક્શન મોડમાં
Jul 01, 2026 11:24 am
વેપારીઓનું એક દિવસ માર્કેટ બંધ રાખી સમર્થનની જાહેરાત , યાર્ડમાંથી બાઈક,કાર વાહનોની રેલી જેતપર સમર્થનમાં જશે , યાર્ડ બંધ રાખવાનાના નિર્ણયને ખેડુતોએ વધાવ્યો , સ્વયંભૂ ખેડુતો જણસી વેચાણ અર્થે ન પહોંચ્યા , આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 14મો દિવસ
Jul 01, 2026 10:53 am
શહેરમાં રોડ બેસી જવાની વધુ એક ઘટના , ઉધના લીંબાયત ગરનાળા પાસે રોડ બેસી ગયો , રોડ બેસતા રસ્તા વચ્ચે મોટો ખાડો પડ્યો, ખાડાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી, રોડની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો
Jul 01, 2026 10:52 am
રાજ્યમાં આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીની આગાહી , ભારે પવન સાથે વરસાદની આગાહી, વડોદરા, છોટાઉદેપુર, ભરુચમાં વરસાદનું એલર્ટ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં એલર્ટ, વલસાડ, દાદરાનગર હવેલીમાં એલર્ટ
Jul 01, 2026 10:52 am
મહારાષ્ટ્રના બે બ્લડ બેંકના માલિકોની ધરપકડ, બન્ને આરોપી દિનેશ પાસેથી પ્લાઝમા ખરીદી કરતા , કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ
Jul 01, 2026 10:51 am
પાંચ મિલિયન વૃક્ષોની વાતો વચ્ચે ઝાડ કપાયા , નવરંગપુરા વિસ્તારમાં કપાયા ઝાડ , AMC ની આંખ નીચે કપાયા ઝાડ , મંજુરી વગર જ ઝાડ કાપી નાખ્યા , જુનો લીમડો સહિત કેટલાક ઝાડ કાપ્યા
Jul 01, 2026 10:35 am
ગમે ત્યાં પિચકારી મારનારા માટે CMનું નિવેદન , પિચકારી મારનારની વ્યવસ્થા થશે , થશે ને થશે જ:CM , કચરો નાખનારા લોકો સામે પગલાં ભરવાની ચિમકી, સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવવો પડશે: CM, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમમાં ચિમકી
Jul 01, 2026 10:34 am
લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , પાવીજેતપુર અને કવાંટ પંથકમાં ધીમીધારે વરસાદ, નસવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ , વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી , વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Jul 01, 2026 10:18 am
વહેલી સવારથી તમામ ગામોમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સંખેડા કોલેજ પાસે પાણી ભરાયા, ઇન્દ્રાલ નજીક નવા નાળા પાસે ધોવાણ થયું, વાહનચાલકોને અવરજવરમાં હાલાકી પડી રહી, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
Jul 01, 2026 10:17 am
પંચાસર ગામમાં મીટર લગાવવા પૈસા લેતા હોવાનો આક્ષેપ , લાઇન ઇન્સ્પેક્ટર સામે લાંચના ગંભીર આક્ષેપ, ગ્રામજનોએ ગરીબો પાસેથી ઉઘરાણીનો આરોપ લગાવ્યો, AAP કિસાન સેલે સસ્પેન્ડ કરવાની માંગ કરી, નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાઈ
Jul 01, 2026 10:16 am
મુખ્યમંત્રીના હસ્તે મહોત્સવનો પ્રારંભ , નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે મહોત્સવ, માતાનું દૂધ મળી રહે તે માટે અભિયાન, 1 કલાકમાં જ દૂધ મળી શકે તેવો હેતુ , ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ, CMના હસ્તે માર્ગદર્શિકાનું વિમોચન
Jul 01, 2026 10:15 am
જંબુસર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો, વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર
Jul 01, 2026 10:14 am
આરોગ્ય મંત્રીનું જાહેર મંચ પરથી નિવેદન , ફુડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ સફાઈ અભિયાન ચાલુ, દરેક ક્ષેત્રમાં હાલ રેડની કાર્યવાહી યથાવત, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતાં લોકો પર તવાઈ, નકલી દવા બનાવતા લોકો પર તવાઈઃ પાનસેરિયા, કોઈને બક્ષવામાં નહિ આવેઃ પાનસેરિયા, ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન નિવેદન
Jul 01, 2026 10:00 am
વિનાયક લોજીસ્ટિકનો કોન્ટ્રાક્ટ સમાપ્ત, 30 જૂન સુધી હતો વિનાયકનો કોન્ટ્રાક્ટ, પાલિકાએ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરતા નિર્ણય, શહેર મા દોડતી સીટી બસ આજે થંભી જશે
Jul 01, 2026 09:59 am
દેશમાં જુલાઈ મહિનામાં પણ ગરમી પડશે, ગરમીમાંથી નહીં મળે કોઈ રાહત, ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ પડશે, તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે, ઉત્તર ભારતમાં ભીષણ લૂ ફૂંકાશે
Jul 01, 2026 09:58 am
પેરાગ્વેએ જર્મનીને હરાવ્યું, ચોથી વખત જર્મનીને આપી હાર, પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી બહાર કર્યુ, પેનલ્ટી શૂટઆઉટ અને પેરાગ્વે 4-3થી વિજેતા
Jul 01, 2026 09:57 am
બાલાસિનોરમાં કેમિકલ સાઈડને લઈ વિરોધ, ચામડીના રોગ, ખેતીમાં નુકસાનને લઇ ખેડૂતોમાં રોષ, કેમિકલ સાઇડ બંધ કરવા ખેડૂતોની ઉગ્ર માંગ, અમદાવાદ-ઈન્દોર હાઈવે ચક્કાજામ કરવાની ચિમકી, વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
Jul 01, 2026 09:56 am
ચંપત રાયે ચોરીના આરોપ પર મૌન તોડ્યું, કલંક લઈને અયોધ્યાથી નહીં જાઉં : ચંપત રાય, ભૂતપૂર્વ ડ્રાઈવર પર લગાવ્યો આરોપ, SIT સામે ચંપત રાયે નોંધાવ્યું નિવેદન, ચંપત રાયે નિર્દોષ હોવાનો દાવો કર્યો
Jul 01, 2026 09:39 am
ગોપીપુરા વિસ્તારમાં ગેલેરીનો ભાગ ધરાશાયી, ગેલેરીનો ભાગ પડતા 80 વર્ષના વૃદ્ધ ફસાયા, ફાયર ટીમે ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કર્યુ, ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહી
Jul 01, 2026 09:38 am
ગોત્રી, વાસણા,સેવાસી,ભાયલીમાં વરસાદ, છેલ્લા 2 દિવસથી ભારે બફારા બાદ મેઘમહેર, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Jul 01, 2026 09:38 am
રોડ બેસી જતા ટેમ્પો ખાડામાં ફસાયો, ઉધના વિસ્તારમાં રોડ બેસી જતા હાલાકી, જેસીબીની મદદથી ફસાયેલા ટેમ્પોને બહાર કાઢ્યો, આખો રોડ બેસી જતા રોડ બંધ કરવામાં આવ્યો , થોડા દિવસ અગાઉ પાણીની લાઈન નાખી હતી
Jul 01, 2026 09:37 am
ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસ કાર્યવાહી, મજૂરના નામે બેંક ખાતા ખોલી કરોડોનું કૌભાંડ, સાયબર ક્રાઈમે 196 કરોડના ફ્રોડનો કર્યો પર્દાફાશ, માસિક 10 હજારની લાલચ આપી દસ્તાવેજો પડાવ્યા, કૌભાંડી ખાતાઓ સામે દેશભરમાંથી 38 ફરિયાદ, બે એજન્ટો સહિત ત્રણ સામે ગુનો દાખલ
Jul 01, 2026 09:18 am
નરોડા મીની કાંકરિયા લેક ફરી શરુ કરાશે, PPP ધોરણે ચાલુ કરવા માટે આયોજન , 6 વર્ષથી બંધ પડેલું ગાર્ડન શરૂ કરાશે , આયોજનના અભાવે ખંડેર થયું હતું તળાવ , એજન્સીને શરત મુજબ પ્લોટ આપી કામગીરી કરાશે , નવી કમિટીમાં કામગીરીને મંજૂરી અપાશે
Jul 01, 2026 09:17 am
ખરાબ હવામાનને કારણે મુંબઈમાં લેન્ડિંગ ન થઈ શક્યુ, હૈદરાબાદ-મુંબઈ, કલકત્તા-મુંબઈ ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ, બંન્ને ફ્લાઈટમાં કુલ 428 જેટલા મુસાફરો સવાર હતા, ચકાસણી બાદ બંન્ને ફ્લાઈટને મુંબઈ રવાના કરાઈ
Jul 01, 2026 09:16 am
વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ, વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતો હવે વાવણીલાયક વરસાદની રાહમાં
Jul 01, 2026 09:16 am
લક્ષ્મીપુરા ખારા ગામે વેલમાંથી ગેસ લીકેજ, ગેસ લીકેજ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ, સમય વિતવા છતા ONGC તંત્ર ફરક્યુ નથી, ગેસ લીકેજની ગંભીર ઘટનામાં પણ બેદરકારી
Jul 01, 2026 09:15 am
મનપાના પાપે ઉધના-નવસારી રોડ બેસી ગયો, રોડ બેસી જતા એસટી બસ ફસાઈ, બસમાં સવાર મુસાફરોને જીવ તાળવે ચોંટ્યા, તમામ મુસાફરોને અન્ય બસમાં મોકલાયા
Jul 01, 2026 09:15 am
ઉમરગામ, વાપી, વલસાડ, પારડીમાં ધોધમાર વરસાદ , બે કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ખાબક્યો, વાપીમાં 4.2 ઇંચ, ઉમરગામમાં 1.76 ઇંચ વરસાદ, પારડીમાં 1.56 ઇંચ, વલસાડમાં 1.2 ઇંચ વરસાદ, વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાયા, J ટાઈપ GIDC વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા , પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી, મનપાની પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલ
Jul 01, 2026 09:14 am
યુનિવર્સિટીના કુલપતિએ લીધો વિવાદાસ્પદ નિર્ણય, રેગીંગ કાંડમાં વિદ્યાર્થીઓને સજા માફીનો નિર્ણય,, 2025માં થયેલી રેગીંગની ઘટનામાં નિર્ણય કરાયો, રેગીંગમાં 4 વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા કરાઈ હતી, 9 મહીના પહેલા સજા મુક્તિ આપતા ભારે રોષ, યુનિવર્સિટીના VCએ સજા ઘટાડી 1 વર્ષ 3 માસ કરી, રેગીંગ જેવી ગંભીર ઘટનામાં VCએ રાહત આપતા વિવાદ
Jul 01, 2026 08:41 am
વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા , અંડરપાસમાં પાણી ભરાતા વાહનો થયા બંધ, ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો , પોલીસે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા
Jul 01, 2026 08:40 am
મોરબી જિલ્લાના પૂર્વ ભાજપ મહામંત્રીએ સ્વીકાર કર્યો, ઘનશ્યામ ગોહિલે અત્યાચારની વાત સ્વીકારી, ખેડૂતને પોલીસે માર માર્યો હોવાનો સ્વીકાર કર્યો, ગઈકાલનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Jul 01, 2026 08:39 am
434 કિમીના રેલવે ટ્રેક ઉપર સુરક્ષા ઉપકરણ , બે ટ્રેન વચ્ચેની ટક્કર અટકાવી શકશે , 2950 અદ્યતન RFID ટેગ લગાવી દેવાયા , રેડિયો ફ્રિકવન્સી બે ટ્રેન વચ્ચે ટક્કર રોકાશે , રેલવે સુરક્ષા કવચની પ્રાથમિક કામગીરી પૂર્ણ , સંપૂર્ણ અમલવારી ડિસેમ્બર સુધીમાં થશે
Jul 01, 2026 08:22 am
પેટ્રોલ અને ડીઝલમાં મોટો ઘટાડો, પેટ્રોલના ભાવમાં રુ. 5નો ઘટાડો, ડીઝલના ભાવમાં રુ. 3નો ઘટાડો, નવા ભાવો આજથી લાગુ થશે, વાહનચાલકોને મળી મોટી રાહત
Jul 01, 2026 08:22 am
પોલીસ કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી , ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, EOWમાં બદલી , ટ્રાફિક અને કુવાડવા અને MOBમાં બદલી
Jul 01, 2026 08:21 am
વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા , અંડરપાસમાં પાણી ભરાતા વાહનો થયા બંધ, ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો , પોલીસે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા
Jul 01, 2026 08:20 am
મેઈન બજાર, માણેકચોક વિસ્તારમાં વરસાદ, પાવી જેતપુર,બોડેલીમાં છુટોછવાયો વરસાદ, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
Jul 01, 2026 08:06 am
સચિવો સાથે 4 કલાક મંથન કરાયું, સરકારી યોજનાઓની સમીક્ષા કરાઈ, યોજનામાં આવતા અવરોધો દૂર કરવા સૂચના, આત્મનિર્ભર ભારત માટે રોડમેપ તૈયાર
Jul 01, 2026 08:05 am
આલી માતરીયા તળાવ વિસ્તારમાં બની ઘટના, શોપિંગ મોલની સાઈટ પરની દિવાલ મકાન પર પડી, દીવાલ ધસી પડતા એક જ પરીવારના 4 લોકો દટાયા, પિતા-પુત્રનું મોત, 2નો મહિલાઓનો આબાદ બચાવ, કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા, પાલિકાની ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી
Jul 01, 2026 08:04 am
કાર ચાલક બાઈકસવારને અડફેટે લઈ ફરાર, ઈડર-વડાલી નેશનલ હાઈવે રોડ પરની ઘટના, બાઈક સવાર એકનું મોત, એકની હાલત ગંભીર, વડાલી સિવિલમાં સ્ટાફ સામે સો. મીડિયામાં રોષ, સિવિલમાં કર્મચારીઓ ન મળતા ભારે રોષ, વિદાય સમારંભમાં વ્યસ્ત કર્મચારીઓ ન મળ્યા, બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહીની માગ
Jul 01, 2026 08:01 am
પાંચ T20 મેચની સિરીઝની પ્રથમ મેચ , રાત્રે 10 વાગ્યાથી જીવંત પ્રસારણ, ભારતનાં બેટસમેનનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અંગે અવઢવ, ભારતની ટીમ પર ચોક્કસ દબાણ રહેશે
Jul 01, 2026 07:59 am
ગુપ્તચર એજન્સીની યાત્રા પર ચાંપતી નજર, ભારતે વધુ કડક સુરક્ષા વ્યવસ્થા બનાવી, બલૂચિસ્તાનમાં પડકારજનક સ્થિતિ સર્જાઈ, ત્રણ જૂલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા
Jul 01, 2026 07:58 am
જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી માહોલ , વરસાદ પગલે ઠેર-ઠેર ભરાયા પાણી , મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા, અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ , અંડરપાસ બંધ થતા લોકોને ભારે હાલાકી, તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
Jul 01, 2026 07:58 am
FRC મંજૂરી વિના વાલીઓને ખંખેર્યા, FRCમાં અરજી કરવા ગયાને કૌભાંડ પકડાયુ, FRCની મંજૂરી બાદ જ વાલી પાસે ફી લઈ શકાય, સરથાણાની સ્કુલનાં સંચાલકોએ મંજૂરી વિના પ્રવેશ આપ્યા, FRC કમટીએ આવી શાળાને 3 લાખનો દંડ ફટકાર્યો
Jul 01, 2026 07:57 am
પાકિસ્તાનમાં ઘૂસીને કર્યા ડ્રોન હુમલા, આતંકીઓના અનેક ઠેકાણાઓ કર્યા ધ્વસ્ત, હુમલામાં આતંકીઓના મોતની આશંકા, સરહદી વિસ્તારોમાં સૈન્ય ઓપરેશન શરૂ, બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ
Jul 01, 2026 07:54 am
શહેરમાં વહેલી સવારથી વરસાદ , વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક , ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા, પાણી ભરાતા મનપા તંત્રની પોલ ખૂલી હતી
Jul 01, 2026 07:54 am
વસ્તી ગણતરીમાં ગાંધીનગર નાપાસ, ગાંધીનગરમાં 537 HLBનું કામ અધુરું, સાબરકાંઠામાં 100 ટકા કામગીરી કરાઈ, વસ્તી ગણતરીનાંપહેલાં તબક્કાની વિગતો
Jul 01, 2026 07:53 am
ભૂકંપના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે , સેંકડો શબપેટીઓમાં મૃતદેહ લાવવામાં આવ્યા , શબપેટીઓ એક પછી એક સંગ્રહિત કરાઇ , લા ગુએરામાં સેંકડો શબપેટીઓ પહોંચી , ભૂકંપમાં મૃત્યુઆંક 1719 પર પહોંચ્યો
Jul 01, 2026 07:50 am
વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ, વહેલી સવારથી ધીમીધારે વરસાદનું આગમન, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Jul 01, 2026 07:50 am
બિલ્ડર,હોટલ, કાપડ વેપારીને ત્યાં દરોડા , દરોડામાં 3 કરોડની કર ચોરી ઝડપાઇ , બિલ્ડરે કરોડોની ITC લીધા બાદ પરત ન કરી , વરાછા,વેસુ ,ભટારના ટેક્સ ચોરો રાડાર પર
Jul 01, 2026 07:48 am
વરસાદ ખેંચાતા ખેડુતોનાં હાલ બેહાલ, કેન્દ્રની યોજના ગુજરાતમાં લાગૂ કરવા હાંકલ, ગુજરાતમાં ખર્ચ જેટલી નથી મળતી સહાય, કેન્દ્રીય વીમા યોજનામાં પુરુ વળતર મળવાની આશા, કેન્દ્રી કૃષિમંત્રીએ CMને લખ્યો હતો પત્ર, છતાં યોજના શરૂ નહોતી કરાઈ, PMFBY યોજના લાગૂ કરવા કરાઈ માગ, ગુજરાત સરકારે કેમ યોજના લાગૂ ના કરી તે સવાલ
Jul 01, 2026 07:48 am
બિન-લાઈસન્સવાળી 11 ડેરી સીલ, ગોતા,નારણપુરા, સરદારનગરમાં તપાસ, શાહપુર,ખોખા,શાહીબાગ,નિકોલમાં તપાસ, અનહાઈજેનિક યુનિટથી સ્વાસ્થ્યને ખતરો, નકલી પનીરનો ખુલેઆમ ચાલે છે વેપલો, ડેરી સીલ પણ કડક કાર્યવાહી કયારે તે સવાલ
Jul 01, 2026 07:46 am
સિલિન્ડરના ભાવમાં રુ. 183.50નો ઘટાડો, સિલિન્ડરનો ભાવ ઘટીને 2930 રુ. થયો, અગાઉ સિલિન્ડરનો ભાવ 3113 રુ. હતો, વેપારીઓ અને હોટલમાલિકોને મોટી રાહત, ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા
Jul 01, 2026 07:46 am
3 વર્ષમાં 58 બ્લેકસ્પોટ પર 411 અકસ્માત, વિવિધ ઘટનામાં 303 નાગરિકોનાં મોત, રોડ સેફટી આંકડામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઇ શકે, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગરમાં સ્થિતિ વિષમ, અમદાવાદ ગ્રામ્ય હાઈવે જોખમરૂપ સાબિત થયો
Jul 01, 2026 07:27 am
HCની ફટકાર બાદ અધિકારી પર લટકતી તલવાર, પાલિકા અધિકારી પર સસ્પેન્સનની લટકતી તલવાર, પાલિકાના ઉચ્ચ અધિકારીએ ગુપ્ત મીટિંગ બોલાવી, કચેરીને બદલે અન્ય જગ્યાએ મીટિંગ કરતા સવાલ, પાલિકા જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી શક્યતા
Jul 01, 2026 07:26 am
ચોમાસાની સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા, પૂર પ્રભાવિત જિલ્લામાં તંત્રની તૈયારીની સમીક્ષા, સંભવિત અતિવૃષ્ટિમાં રાહત કાર્યોના આયોજન પર ચર્ચા, વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની સમીક્ષા, બજેટ 2026-27ની નવી યોજનાઓનો ફાસ્ટ-ટ્રેક રિવ્યુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા, નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણ અંગે ચર્ચા, આંદોલન કરતા ખેડૂતો માટે પોલીસ જાહેર થઈ શકે
Jul 01, 2026 07:18 am
હરિદ્વારથી ઇંદોર જતી બસ ટ્રેલર સાથે અથડાઈ, અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, બસમાં કુલ 39 યાત્રી સવાર હતા, અકસ્માત બાદ બસમાં ભીષણ આગ
Jul 01, 2026 07:17 am
3 દિવસના અસમ પ્રવાસમાં થયો ફેરફાર, દિલ્હીમાં યોજાશે ભારત-જાપાન શિખર સંમેલન.આજે દિલ્હી પહોંચશે જાપાનના PM સાનાએ તાકાઈચી, અસમમાં પૂરની સ્થિતિ સ્થિતિથી સમસ્યા વિકટ, સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીયમંત્રી શિવરાજ ચૌહાણને મોકલ્યા, પૂર પ્રભાવિત વિસ્તારો પર કેન્દ્ર સરકારની નજર
Jul 01, 2026 07:16 am
એક વર્ષમાં કરી અબજોની આવક, ટ્રમ્પે ક્રીપ્ટોમાંથી 1.4 અબજ ડોલર કમાયા, મીમ કોઈન્સમાંથી થઈ મોટી કમાણી, નાણાકીય રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Jul 01, 2026 07:15 am
સંસદીય સમિતિ કરશે સમીક્ષા, એનટીએ સુધારાઓ પર થશે ચર્ચા, ડીજી આપશે સંપૂર્ણ સત્તાવાર બ્રીફિંગ, શિક્ષણ સચિવ પણ રહેશે હાજર, પરીક્ષાની વિશ્વસનીયતા પર મોટુ મંથન
Jul 01, 2026 07:14 am
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થશે ચર્ચા, કેબિનેટ ફેરબદલની અટકળો વચ્ચે બેઠક, તમામ મંત્રીઓ દિલ્હીમાં રહેશે હાજર, મોટા નીતિવિષયક નિર્ણયો લેવાઈ શકે, રાજકીય ગરમાવો વધવાની પૂરી શક્યતા
Jul 01, 2026 07:12 am
પાંચ દિવસ બાદ પોર્ટલ થયું લાઈવ, ડિજિટલ અપગ્રેડેશનનું કામ પૂર્ણ થયું, પીએફ ક્લેમ પ્રોસેસિંગ હવે ઝડપી , સિસ્ટમ વધુ સુરક્ષિત અને ફ્રેન્ડલી રહેશે , ઈપીએફઓનું ત્રણ પોઈન્ટ ઝીરો તરફ પગલું
Jul 01, 2026 07:11 am
સ્વચ્છતા અભિયાન વર્કશોપમાં ઉદાસીનતા, 192માંથી 172 કોર્પોરેટરો ગાયબ, હાજર 20માંથી બે તો ઉંઘતા ઝડપાયા, સ્વચ્છતા વર્કશોપમાં નેતાનું અસ્વચ્છ આચરણ, મેયર હિતેશ બારોટે કરવી પડી ટકોર, વર્કશોપમાં ગેરહાજર કોર્પોરેટર કેવી રીતે શીખશે
Jul 01, 2026 07:10 am
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, અંધેરી સબ-વે સહિત ભાગો જળમગ્ન, ભારે પવન સાથે વરસાદ પડયો, કેટલાંક સ્થળે વૃક્ષ પડવાની ઘટના, સ્થાનીય પ્રશાસન દ્વારા કરાઈ કામગીરી
Jul 01, 2026 07:10 am
નવસારીમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ, નવસારીનાં જલાલપોરમાં 3.5 ઈંચ વરસાદ, અમરેલીનાં સાવરકુંડલામાં 3.5 ઈંચ વરસાદ, વલસાડનાં ધરમપુરમાં 3 ઈંચ વરસાદ, સુરત શહેરમાં 22 કલાકમાં 2.5 ઈંચ વરસાદ, સુરતનાં કામરેજમાં 2.5 ઈંચ વરસાદ, વલસાડનાં વાપીમાં 2 ઈંચ વરસાદ, ખેડાનાં વસોમાં 2 ઈંચ વરસાદ, સુરતનાં પલસાણામાં 2 ઈંચ વરસાદ, વલસાડ શહેરમાં 2 ઈંચ વરસાદ, વલસાડનાં નાના પોંડામાં 2 ઈંચ વરસાદ, સુરતનાં મહુવા- અંબિકામાં 1.5 ઈંચ વરસાદ, ડાંગનાં વઘઈમાં પણ 1.5 ઈંચ વરસાદ, અન્ય 59 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ
Jul 01, 2026 07:07 am
હવામાન વિભાગની આગાહી, સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે, ગાજવીજ પવન સાથેની આગાહી, સુરત,ડાંગ,તાપી,ભરૂચ,નવસારીમાં એલર્ટ, વલસાડ,દમન, દાદરા નગર હવેલીમાં એલર્ટ, ગીર સોમનાથ,દ્વારકા,સુરેન્દ્રનગરમાં એલર્ટ, રાજકોટ,જામનગર,પોરબંદરમાં એલર્ટ, મોરબી,બોટાદ વરસાદનું એલર્ટ, મ.ગુજરાત-ઉ.ગુજરાતમાં વરસાદી ઝાપટા , અમદાવાદ, આણંદ, ખેડામાં આગાહી, પંચમહાલ, અરવલ્લી, મોડાસાંમાં આગાહી, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં આગાહી, ગાંધીનગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી

Gandhinagar News: ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, UPSCની તૈયારી કરતી દીકરીઓને મળશે બે લાખની સહાય

Kutch News: પ્રશાસને ફેરવ્યા બુલડોઝર, મુન્દ્રા, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં કરોડોની સરકારી જમીન દબાણમુક્ત

Surat News: ડિમોલિશનની મેટર હાલ કોર્ટમાં ચાલી રહી છે, આગામી દિવસોમાં વિધિવત પ્રક્રિયા થશેઃ મનપા કમિશનર

Kutch News: ભચાઉના ASI સુભાષચંદ્ર રાજગોરનું હાર્ટ એટેકથી નિધન

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

તૂટેલા કાચ ફેંકવાને બદલે તેને બનાવો ઘરની શોભા, ઘરને મળશે આધુનિક લુક

Modi Cabinet Decision : દિલ્હીમાં 6,970 કરોડની ટનલને મંજૂરી, કાનપુર-કબરાઈ હાઈવેને પણ મળી લીલી ઝંડી

Self-Medication: શું તમે પણ જાતે દવા લો છો? ચેતી જજો, આ આદત બદલી શકે છે તમારું સ્વાસ્થ્ય

WhatsAppના નવા 'User ID' ફીચર પર કેન્દ્ર સરકાર એક્શનમાં, સાયબર ફ્રોડને મળી શકે છે નોટિસ

Pakistan Peshawar Drone Attack: તાલિબાનના હુમલા વચ્ચે પેશાવરમાં ત્રાટક્યું ડ્રોન, એકનું મોત, અનેક ઘાયલ

તૂટેલા કાચ ફેંકવાને બદલે તેને બનાવો ઘરની શોભા, ઘરને મળશે આધુનિક લુક