
Banaskantha : કુંભારિયામાં મૃત મહિલાના નામે દસ્તાવેજ બનાવી કરોડોની જમીન ઓળવી લીધી, તપાસ માટે SITની રચના

Jun 18, 2026 11:39 pm
સરહદી કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે.કચ્છના પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર ખાતે પોલીસે સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખીને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે.આ કડક ઓપરેશનથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો
Jun 18, 2026 10:40 pm
ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં ગરમી વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના એસજી હાઈવે, થલતેજ, બોડકદેવ, મેમનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
Jun 18, 2026 07:55 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે,ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે.
Jun 18, 2026 06:55 pm
રાજકોટ દ્વારા તા.17 જૂન 2026ના રોજ ગોંડલ ખાતે આવેલી મે.સત્યમ મસાલા,ભીમવાડી ખાતે સઘન તપાસ કરવામાં આવી હતી. પેઢીમાંથી કુલ ચાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.જેમાં ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત આ બંને પદાર્થોનો આશરે 6,766 કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત રૂ.8,22,620/- થાય છે તેને સીઝ કરવામાં આવ્યો હતો.તેમજ મરચું પાઉડર અને હળદર પાઉડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.આ ખાદ્ય પદાર્થોનો આશરે 28,671 કિલોગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત રૂ. 1,02,81,585/- થાય છે તેને પણ સીઝ કરવામાં આવ્યો હતો.
Jun 18, 2026 05:58 pm
જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા)ની કચેરી ખાતે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. મનપા કચેરીમાં પોતાના વહીવટી કામકાજ અર્થે આવેલા કેટલાક અરજદારો અચાનક લિફ્ટમાં ફસાઈ જતાં કચેરી પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અરજદારો જ્યારે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે લિફ્ટ અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી.
Jun 18, 2026 05:24 pm
ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ભાવનગર, મહીસાગર, રાજકોટ, કરજણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.
Jun 18, 2026 03:53 pm
ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં જણાવાયું છે કે,જો આગામી દિવસોમાં ખેતી પાકને પૂરતું પાણી નહીં મળે તો મોટું નુકસાન થઈ શકે તેમ છે.ખેડૂતોની આર્થિક સ્થિતિ અને મહેનત એળે ન જાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય બન્યા છે.ગરમીમાં સુકાઈ રહેલા પાકને બચાવવા માટે નર્મદા નહેરના પાણીનો ઉપયોગ કરી સ્થાનિક સ્તરે ગામડાના તળાવો અને ચેકડેમો ભરી દેવામાં આવે જેથી કટોકટીના સમયે ખેડૂતો સિંચાઈ કરી શકે.
Jun 18, 2026 02:53 pm
CM ભૂપેન્દ્ર પટેલ વલસાડ ખાતે જવા રવાના , BJP પ્રદેશ અધ્યક્ષ નવસારી જવા રવાના, બંને મહાનુભાવો ટ્રેન મારફતે જવા રવાના, ગાંધીનગર રેલવે સ્ટેશનથી બંને નેતા રવાના, CMએ સામાન્ય નાગરિકો સાથે ટ્રેનમાં કરી વાતચીત
Jun 18, 2026 02:27 pm
વોર્ડ નંબર 2 ની બેઠકમાં કોર્પોરેટરના પતિઓ દેખાયા , ચૂંટાયેલા કોર્પોરેટરોની જગ્યાએ પતિદેવ બેઠા , જનતા માટે કામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરવાનુ હોય છે , મહિલા કોર્પોરેટરોની જગ્યા તેમના પતિઓ કરી રહ્યા છે વહીવટ , જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી કામથી દૂર , મનપાના વોર્ડ 2 ની બેઠકના ફોટો થયા વાયરલ , ફોટોમાં કોર્પોરેટરોની જગ્યાએ પતિઓ દેખાયા
Jun 18, 2026 02:27 pm
કલેક્ટરને ફેક્ટરી બંધ કરવા આવેદન, 5 ગામના લોકો પ્રદૂષણથી ત્રસ્ત, બાળકોના શિક્ષણ પર માઠી અસર, શાળાઓ બંધ થવાની નોબત આવી, પેપર મિલ સીલ કરવા માગ
Jun 18, 2026 02:26 pm
ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપનીમાં લાગી આગ, બેટરી ટેસ્ટિંગ દરમિયાન શોર્ટ સર્કિટથી દુર્ઘટના, મેટર મોટાલિટી નામની કંપનીમાં બની ઘટના, ફાયરની 5 ટીમોએ ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ , કોઈ જાનહાનિ નહીં, તમામ કર્મચારીઓ સુરક્ષિત, લાખો રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ
Jun 18, 2026 02:25 pm
મહુધા હેરંજ પાસે શેઢી નદી પરનો કોઝવે ધોવાયો, કામચલાઉ કોઝવે પાણીમાં તૂટી ગયો, અનેક ગામોનો વાહન વ્યવહાર બંધ થયો, એસટી બસ સેવા પણ ખોરવાઈ ગઈ, સ્થાનિક લોકો અવરજવર માટે અટવાયા
Jun 18, 2026 02:24 pm
ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી નરાધમે બ્લેકમેલ કરી, પીડિત મહિલા કંટાળીને આત્મહત્યા કરવા સુધી પહોંચી , અમરોલી પોલીસે સમયસર પહોંચીને મહિલાને બચાવી, ગુનો નોંધી બ્લેકમેલર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા, ફરિયાદની જાણ થતાં આરોપી છત્તીસગઢ ભાગી છૂટ્યો, પોલીસે વેશ પલટો કરી આરોપી મોન્ટુ કુમારને ઝડપી પાડ્યો
Jun 18, 2026 02:24 pm
ખાનગી કંપનીને જમીન ફાળવણીનો વિરોધ, સરકારી પડતર જમીન ફાળવણીનો આરોપ, ખાડી વિસ્તારમાં પાણી નિકાલ માટે જમીન નિર્ધારિત , ટાઉનશિપ યોજના સામે ગ્રામજનોમાં રોષ, આંદોલનની ચીમકી સાથે રજૂઆત કરવામાં આવી, હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવાઈ
Jun 18, 2026 02:23 pm
મહામંત્રી દ્વારા સમગ્ર મામલે બેઠક કરવામાં આવી, બેઠકમાં ચારેય લોકોને સાંભળવામાં આવ્યા , સાંભળ્યા બાદ રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપ્યો , નારાજગી અંગે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન, ભાજપ એક પરિવાર છે : જગદીશ વિશ્વકર્મા, બધા સભ્યો સાથે મળી કામ કરે છે : જગદીશ વિશ્વકર્મા, વિવાદ હોય તો પાર્ટી ટેક કેર કરે છે : જગદીશ વિશ્વકર્મા
Jun 18, 2026 02:10 pm
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કચ્છ,દ્વારકા,પોરબંદર,પાટણમાં વરસાદ નહીં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં ફેરફાર, વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા, આવતીકાલથી બે દિવસ હળવો વરસાદ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
Jun 18, 2026 02:09 pm
ધારાસભ્યની નારાજગીનો મુદ્દો ગરમાયો , જિલ્લા પ્રમુખ અને દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું , પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ઘરે બેઠક યોજાઈ, ઝોન મહામંત્રી પ્રશાંત કોરાટે આપ્યું નિવેદન, દક્ષિણ ઝોનની બેઠક અંગે મુલાકાત હોવાનો દાવો, બંનેમાંથી એકપણ નેતા હાજર નહોતા: કોરાટ
Jun 18, 2026 01:24 pm
અનિશા નામની મુસ્લિમ યુવતી આવી મીડિયા સમક્ષ, પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ સાથે પરણી હોવાનુ જણાવ્યું, પોતાના પર લાગેલા તમામ આરોપો ગણાવ્યા ખોટા, ગઈકાલે પીડિત યુવતીએ લગાવ્યા હતા આરોપ, પીડિત યુવતીના આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ, મહિલા પોલીસે આરોપી અનિશાની અટકાયત કરી
Jun 18, 2026 01:08 pm
ને.હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, રસ્તો ક્રોસ કરતા યુવકનું ડમ્પરની અડફેટે મોત, કામરેજના નવાગામ પાસે હાઈવે પર બની ઘટના, મુકેશ પરમાર નામના યુવકનું નીપજ્યું મોત, અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર, હિટ એન્ડ રનની સમગ્ર ઘટના CCTVમાં કેદ, કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Jun 18, 2026 01:07 pm
MLAનું જૂનું ઓફિસ જર્જરિત હાલાતમાં, AMC દ્વારા નોટિસ લગાવવામાં આવી, રથયાત્રા રૂટ હોવાથી કાર્યવાહી કરાઈ, કૌશિક જૈને ઉપયોગ ન કર્યાનું જણાવ્યું, પૂર્વ કોર્પોરેટર સમયની ઓફિસ હોવાનું કહ્યું, હાલ એ ઓફીસ બંધ જ રહે છે : કૌશિક જૈન
Jun 18, 2026 01:06 pm
તબીબી અધિકારી વર્ગ 2ની બદલી કરાઈ, 174 સરકારી ડોકટરોની બદલી કરવામાં આવી, વિભાગ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો
Jun 18, 2026 01:05 pm
પા.પ્રમુખના પતિ ધર્મેશ સચદેવનો દાદાગીરીનો વીડિયો વાયરલ, વોર્ડ નંબર-5 ના રહીશો ગંદકીથી ભારે પરેશાન , રજૂઆત કરવા ગયેલા રહીશો પર પ્રમુખપતિ લાલચોળ , સમસ્યાઓ સાંભળવાને બદલે પોલીસ કેસની આપી ધમકી, રોડ બનતા ઘરોમાં પાણી ભરાતા કરી હતી રજૂઆત , જનપ્રતિનિધિના પતિ સત્તાનો રોફ જમાવતા કેમેરામાં કેદ
Jun 18, 2026 12:48 pm
નગરપાલિકાના કારોબારી ચેરમેન બદલાયા, સ્થાનિક રાજકારણ ગરમાતાં કરાયો મોટો ફેરબદલ , અનિતાબેન પ્રજાપતિના સ્થાને અલકેશ પટેલ નિયુક્ત , સમાજના વિરોધને પગલે લેવાયો મોટો નિર્ણય, માત્ર એક માસની અંદર બદલાયું નામ , પ્રથમ સાધારણ સભામાં નવી નિમણૂંક કરાઈ, પાલિકાના આ નિર્ણયથી રાજકારણમાં ભારે ગરમાવો
Jun 18, 2026 12:43 pm
ઋતબ્રત બેનર્જી વિપક્ષ નેતા રહેશે, સ્પીકરના નિર્ણયને કોર્ટથી માન્યતા, મમતા બેનર્જીને રાજકીય ઝટકો લાગ્યો, સ્ટે મૂકવાની અરજી નામંજૂર કરવામાં આવી, બળવાખોર જૂથમાં ખુશીની લાગણી
Jun 18, 2026 12:41 pm
હવે UPI દ્વારા નીકળશે EPFOના પૈસા , આ જ મહિનાના અંત સુધીમાં સ્કીમ શરૂ, કરોડો કર્મચારીઓને મળશે મોટી રાહત , 75 ટકા સુધી રકમ ઉપાડી શકાશે, EPFO 3.0 હેઠળ નવી ડિજિટલ સુવિધા , કોઈ કાગળની પ્રક્રિયા વગર ટ્રાન્ઝેક્શન શક્ય , તમામ જરૂરી ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ
Jun 18, 2026 12:39 pm
વિધર્મી યુવકે 12 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ, સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરીને ફસાવી, અરમાન ખાટિક નામના યુવકે આચર્યું કૃત્ય, અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું , ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Jun 18, 2026 12:37 pm
કોયલી ચેકપોસ્ટે દારૂનો નાશ કરવામાં આવ્યો, 4 કરોડનો દારૂ સંપૂર્ણ રીતે નષ્ટ, ઝોન 1, 3 અને 4નો મુદ્દામાલ નાશ, 15 પોલીસ સ્ટેશનનો જથ્થો નષ્ટ કરાયો, રોડ રોલર અને બુલડોઝરથી કાર્યવાહી, નશાબંધી વિભાગની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ
Jun 18, 2026 12:36 pm
સરસપુર શારદાબેન હોસ્પિટલમાં મોતનો આક્ષેપ, ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, ગઈકાલે બપોરે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, હોસ્પિટલમાં સવારે મહિલાનું કરુણ મોત થયું, સ્ટાફ બેદરકારીના પરિવારજનોએ આક્ષેપ કર્યા, પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી
Jun 18, 2026 12:35 pm
નિઝામપુરા સમા વિસ્તારમાં ઝરમર વરસાદ, ગત રાતથી વાતાવરણમાં પલટો આવ્યો, શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ઠંડક સાથે ઉકળાટમાં રાહત મળી, સ્થાનિકોમાં વરસાદને લઈ ખુશી જોવા મળી
Jun 18, 2026 12:34 pm
જૂની કસ્ટમ હાઉસ બિલ્ડિંગ તોડતાં અકસ્માત, કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી , બિલ્ડિંગ નીચે પડતાં ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાયા , મનપા દ્વારા ચાલતી હતી ડિમોલેશન કામગીરી, અન્ય શ્રમિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી , ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર અર હોસ્પિટલ ખસેડાયા, તંત્ર દ્વારા બિલ્ડિંગ તોડવાની કામગીરી પર હાલ રોક
Jun 18, 2026 12:08 pm
બેઠકમાં અત્યાર સુધી માત્ર 3 સાંસદ પહોંચ્યા, 3 લાઇનનો વ્હીપ જાહેર કરાયા છતાં સાંસદો ગેરહાજર, અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજે બેઠકમાં હાજર, 6 સાંસદોની હજુ પણ જોવાઈ રહી છે રાહ , વ્હીપ છતાં સાંસદો ન આવતા તર્કવિતર્ક શરૂ
Jun 18, 2026 12:07 pm
11 બાળકો પૈકી કુલ 9 બાળકો પોલીસે ઝડપ્યા, પોલીસે વધુ 1 બાળકને જેતપુર પાસેથી ઝડપી પાડ્યો પોલીસે ત્રણ બાળકોની શોધખોળ હાથધરી, ગૃહમાંથી 11 બાળકો લોખંડની ગ્રિલ તોડીને ભાગ્યા હતા, કાયદાના સંઘર્ષમાં 54 બાળકો સંરક્ષણ ગૃહમાં રખાયા , મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના કુલ 2 બાળકોની શોધખોળ
Jun 18, 2026 12:06 pm
DyCM હર્ષ સંઘવીએ યોગ દિવસનો રોડમેપ રજૂ કર્યો, સ્વર્ણિમ સંકુલ એકમાં પત્રકાર પરિષદ યોજાઈ, ગાંધીનગરના માણસા ખાતે રાજ્ય સ્તરનો કાર્યક્રમ, ગુજરાતમાં યોગ દિવસની વિશાળ તૈયારી:હર્ષ સંઘવી, ‘ગુજરાત સરકાર અને તમામ સંસ્થાઓ આ દિવસ માટે ઉત્સાહિત’, પ્રધાનમંત્રી, સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા નેતા છે :હર્ષ સંઘવી, યોગ દિવસ ખુબ મહત્વનો છે : હર્ષ સંઘવી, ‘રાજ્યભરમાં 24 હજાર નાના-મોટા કાર્યક્રમો યોજાશે’, ‘યોગ દિવસે 10 થી વધુ મોટા કાર્યક્રમ થશે’, યોગા ફોર હેલ્થી એજીંગ થિમ આધારિત કાર્યક્રમ થશે, ‘ગિફ્ટ સિટીમાં 5 હજાર લોકોએ આજે યોગ કર્યા’, ‘સવા કરોડ લોકોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું, હજુ વધશે’
Jun 18, 2026 12:04 pm
અસહ્ય ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ, મેઘરાજાના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
Jun 18, 2026 12:04 pm
રાધનપુરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, 7 કરોડના ખર્ચે બનતો મશાલી રોડમાં બેદરકારી , ઢીંચણ સમા પાણીમાં બનાવ્યો માર્ગ , 7 થી વધુ ગામડાને જોડાતો મુખ્ય માર્ગ , 15 સોસાયટીના લોકો પરેશાન, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા , અંજારના ધરતી કન્સ્ટ્રક્શન સામે રોષ, ભ્રષ્ટાચાર મામલે તપાસની ઉગ્ર માગ
Jun 18, 2026 11:42 am
નગરપાલિકામાં કેબિન ફાળવણી મુદ્દે મોટો વિવાદ, વિપક્ષના 11 સભ્યોએ કરી અલગ ઓફિસની માંગ, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત , 15 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા અપાયું અલ્ટીમેટમ, સમાન અધિકારના ધોરણે સુવિધા આપવા ઉગ્ર માંગ, માંગ નહીં સંતોષાય તો પ્રમુખની કેબિનમાં બેસવાની ચીમકી, પાલિકા પ્રમુખે નિયમ મુજબ નિર્ણયની આપી ખાતરી
Jun 18, 2026 11:16 am
ખેડૂતો દ્વારા આજથી આમરણાંત ઉપવાસ શરૂ, 5 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા, કાન્તિલાલ અમૃતિયાના ભાઈ કારૂભાઇ પણ સામેલ, ખેડૂતોએ વીજ કંપની સામે વિરોધ નોંધાયો, યોગ્ય વળતરની મુખ્ય માંગ રાખવામાં આવી, આંદોલન બિનરાજકીય રીતે શરૂ થયું
Jun 18, 2026 11:15 am
SIMS હોસ્પિટલ પાસે ઘટના સર્જાઈ, હ્યુન્ડાઈ કાર શોરૂમમાં આગ લાગી, બેટરી સ્ટોરેજમાંથી આગની શરૂઆત, કોઈ જાનહાનિ નોંધાઈ નથી, ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી
Jun 18, 2026 11:14 am
દાજીપુરા ગામે પાકું મકાન ધરાશાયી થયું, વાલાવાવ ચોકડી પાસે 20થી વધુ દુકાનોમાં ભરાયા પાણી, વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતાં ભારે નુકસાન, મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો, પ્રથમ વરસાદમાં જ ડેસર પંથક જળબંબોળ
Jun 18, 2026 11:14 am
બેડી અને હડમતીયા વચ્ચે રસ્તા મુદ્દે વિરોધ, બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને ભારે આક્રોશ, ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો, ખરાબ રસ્તાના કારણે વારંવાર સર્જાય છે અકસ્માત, તાજેતરમાં જ અકસ્માતમાં બે લોકોના મોત થયા, ધારાસભ્ય જીતુ સોમાણી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ , વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
Jun 18, 2026 10:58 am
આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી , ઓર્થોપેડિક વિભાગના 6 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ, બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ , પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ફરિયાદ , મેડિકલ કોલેજના ડીન રીપોર્ટ રજૂ કરવા સૂચના, એન્ટી-રેગીંગ કમિટીને રજૂ કરવા સૂચના, તત્કાલ વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના
Jun 18, 2026 10:54 am
વિદ્યાર્થીએ ફ્લેટ પરથી કૂદી જીવન ટૂંકાવ્યું, NEET ની તૈયારી કરતો હતો વિદ્યાર્થી, આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ, સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
Jun 18, 2026 10:53 am
દિલ્હીમાં શિવસેના યુટીબીની મહત્વની બેઠક, ખાસ સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી , 11 વાગ્યે દિલ્હીમાં મળશે બેઠક, તમામ સાંસદો માટે ૩ લાઇનનો વ્હીપ , કેટલા સાંસદો આવશે ખબર નથી: રાઉત, બળવાખોર સાંસદોને સંજય રાઉતે આપી ધમકી, UTB પાસે કુલ 9 લોકસભા સાંસદો હોવાની માહિતી , 9માંથી 6 સાંસદો બળવો કરે તેવી આશંકા
Jun 18, 2026 10:52 am
60 દિવસ બાદ નિયમો બદલાશે, ટ્રમ્પ કરાર બાદ શરતો નક્કી, અમેરિકા ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર, હોર્મુઝ સ્ટ્રેટ પર નવો નિયમ લાગુ, વાણિજ્ય માર્ગ પર અસરની શક્યતા
Jun 18, 2026 10:51 am
પોર્ટુગલની શરૂઆત નિરાશાજનક રહી, રોનાલ્ડોની ટીમને ડ્રોનો ઝટકો લાગ્યો, ડીઆર કોંગોએ મજબૂત ડિફેન્સ બતાવ્યો, ગ્રુપ સ્ટેજ મેચમાં બરાબરી રહી, 52 વર્ષ બાદ ડીઆર કોંગોની વાપસી, મેચમાં પોર્ટુગલનો દબદબો છતાં ગોલ માટે સંઘર્ષ, પોર્ટુગલની ટીમ બીજા ગોલ માટે ઝઝૂમી , આખી મેચ દરમિયાન જોવા મળ્યો ભારે સંઘર્ષ, બોલ પઝેશનમાં પોર્ટુગલનો 75 ટકા કબજો રહ્યો , દબદબો હોવા છતાં પોર્ટુગલ ગોલ ન કરી શક્યું, નબળા પ્રદર્શનને કારણે ફૂટબોલ ચાહકોમાં ભારે નિરાશા, આંકડાકીય રીતે મજબૂત ટીમ મેદાન પર ફ્લોપ સાબિત
Jun 18, 2026 10:50 am
ધરમપુરના મધુરી ગામમાં દીપડાનો આતંક, પશુઓ માટે ચારો લેવા ગયેલા વૃદ્ધ પર હુમલો, બૂમાબૂમ થતાં દીપડો જંગલમાં નાસી છૂટ્યો, 65 વર્ષીય હરિભાઈ પવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, વૃદ્ધને ગંભીર હાલતમાં સુરત સિવિલ ખસેડાયા, વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું, ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો
Jun 18, 2026 10:49 am
જીતસિંગપુરા ગામેથી માતા-પુત્રી ગાયબ, 19 વર્ષની માતા અને બે વર્ષની પુત્રી ગુમ, લાલપુરા, ઉમરેઠની રહેવાસી હોવાનું જાણવા મળ્યું, મામાના ઘરે આવ્યા બાદ નીકળી ગયા, સાવલી પોલીસે શોધખોળ હાથ ધરી, માહિતી માટે જનતાને અપીલ કરવામાં આવી
Jun 18, 2026 10:48 am
કલેક્ટર અને મનપા કરશે કાર્યવાહી , નંદુબાગ જમીન મામલે વિવાદ, સરકારી ચોપડે જમીન ખાલસા થયેલી, ગેરકાયદે બાંધકામ આગળ ધપાવ્યું, કલેક્ટર તંત્ર મનપા સાથે સંકલન કરી કાર્યવાહી કરશે , મનપાએ માત્ર એક નોટિસ પાઠવી હતી
Jun 18, 2026 10:45 am
પેલેસ રોડ જૈન દેરાસરમાં થઈ હતી મોટી ચોરી, એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો ભેદ, દેરાસરનો જ ઓફિસ બોય નીકળ્યો મુખ્ય સૂત્રધાર, રૂપિયા 43.29 લાખની ચોરીનો મામલો હતો, ઓફિસ બોય સહિત ત્રણ આરોપીઓની ધરપકડ, આરોપીઓની રાજસ્થાન અને ઉત્તરાખંડથી ધરપકડ, પોલીસે 33.88 લાખનો મુદ્દામાલ કર્યો કબજે
Jun 18, 2026 10:44 am
કરોડોની છેતરપિંડીના ખેડૂતોએ આક્ષેપ કર્યા, ભાડાના નામે ટ્રેક્ટર લઈ ઇસમો રફુચક્કર, માસિક 25 હજારની લાલચ અપાઈ હતી, 100 કરતાં વધુ ખેડૂતો અસરગ્રસ્ત બન્યા, સંતરામપુર અને કડાણા વિસ્તારમાં ફરિયાદો, ધવલભાઇ ડામોર અને પંકજભાઈ ડામોરે છેતરપિંડી આચરી , પોલીસની ઢીલી કામગીરી સામે રોષ વધ્યો, ભાડા કરારના નામે વિશ્વાસઘાત કરાયો, ખેડૂતોએ FIR અને તપાસની માંગ ઉઠાવી
Jun 18, 2026 10:43 am
ક્રાઈમ બ્રાંચે રેડ કરી ગાંજો કબ્જે કર્યો, મકાનમાંથી 8 કિલો 250 ગ્રામ ગાંજો કબ્જે કર્યો, ક્રાઈમ બ્રાંચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
Jun 18, 2026 10:42 am
યાત્રાધામ ડાકોરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી, યમુનાકુંજ અને બંસરી પાર્કમાં ભરાયા પાણી, વરસાદી પાણી નિકાલ માટે વારંવાર રજૂઆત , વારંવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, પાણી ભરાતા સ્થાનિક રહીશો ભારે પરેશાન, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી , આગામી ચોમાસાને લઈને લોકોમાં ચિંતા
Jun 18, 2026 10:41 am
UK ના વર્ક વિઝાના નામે છેતરપિંડી, વલસાડની લેક્ચરર ઠગાઈનો ભોગ બની, વારાહી ગ્રુપના ધવલ ગડાણી પર આરોપ, વર્ક પરમિટના બહાને પૈસા પડાવ્યા, બે મહિલાઓ પાસેથી 24 લાખ લેવાયા, સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
Jun 18, 2026 10:40 am
આરોપી પાસે 1 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ ઝડપાયા, DJ ચલાવતાં ગોકુલ મુદલીયાર પાસેથી પિસ્તોલ ઝડપાઈ, ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
Jun 18, 2026 10:40 am
નિકોલમાં પ્લોટ આપવાના નામે છેતરપિંડી, 85.60 લાખ રૂપિયા પડાવી લેવાયા, અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરાઈ, કઠવાડા GIDC માં પ્લોટ આપવાની લાલચ અપાઈ, આરોપી મુકેશ વૈષ્ણવ સામે ફરિયાદ નોંધાઈ, નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Jun 18, 2026 10:28 am
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા , ખટોદરા, ભટાર, ઉધના દરવાજા, મજુરાગેટ,, સલાબતપુરા વગેરે વિસ્તારોમાં વરસાદી ઝાપટા , વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા , લોકોને થોડાક અંશે ગરમીથી મળી રાહત
Jun 18, 2026 10:27 am
ગીરવે મુકેલા દાગીના બારોબાર વેચી નાખ્યા, 12.46 લાખના દાગીના ગાયબ કરાયા, 2020થી ઊંચા વ્યાજે લેવડદેવડ ચાલતી હતી, 3.06 લાખ સામે દાગીના ગીરવે મુકાયા, પૈસા પરત આપવા જતા ખુલાસો થયો, પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી, શેઠ વિપુલ ઠાકરશી નામના વ્યાજખોર સામે ફરિયાદ
Jun 18, 2026 10:26 am
જનકલ્યાણ શિબિરમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો, મહિલાઓએ પાણીની સમસ્યા મુદ્દે હોબાળો મચાવ્યો, ગટર લાઇન ઉભરાતી હોવાથી લોકો પરેશાન, મહિલાઓએ MLA સમક્ષ ઉગ્ર રજૂઆત કરી, ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઉકેલની માંગ કરી , પાયાની સુવિધાઓના પ્રશ્ને જનઆક્રોશ, અધિકારીઓએ પ્રશ્નોની નોંધ લઈ કામની ખાતરી આપી
Jun 18, 2026 10:26 am
કડીના વેપારી સાથે મોટી છેતરપિંડી, ઠગો દ્વારા 17 લાખથી વધુની રકમ પડાવી લેવાઈ, પ્રારંભે નફો બતાવી વિશ્વાસ જીતાયો, પછી વધુ રોકાણ માટે દબાણ કરાયું, ટુકડે-ટુકડે લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, ઓનલાઈન પ્લેટફોર્મથી સતત ઠગાઈ થઈ, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
Jun 18, 2026 10:25 am
વિધાર્થીઓના પુસ્તકો ભંગારમાં વેચાતા વીડિયો વાયરલ , શિક્ષક પોતે પુસ્તકો વેચવા વિડિયોમાં નજરે પડ્યા, ભંગારના વાડા પરથી જાગૃત નાગરિકે બનાવ્યો વિડિયો , પુસ્તકોનો કોઈ રેકોર્ડ છે કે કેમ ? તેને લઈ ઉઠ્યા સવાલો , દિયોદર નવા પ્રા.શાળામાંથી પુસ્તકો આવ્યા હોવાનું અનુમાન
Jun 18, 2026 10:24 am
લિંબાયત વિસ્તારમાં ખાસ કાર્યવાહી, કાયદો વ્યવસ્થા જાળવવા અભિયાન શરૂ, સ્થાનિક પોલીસ પણ જોડાઈ કામગીરીમાં, શહેરભરમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધારાયું, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરાઈ
Jun 18, 2026 10:23 am
વડગામના સકલાણામાં ગત રાત્રે બની ઘટના, એક્ટિવા પર ખેતર તરફ જઈ રહ્યા હતા, વાવાઝોડા દરમિયાન વાયર તૂટ્યો હતો, પિન પોલ લોકેશનમાં ફોલ્ટ સર્જાયો હોવાની માહિતી, ખેતરમાં જતા સમયે કરુણ ઘટના બની
Jun 18, 2026 10:14 am
અડાજણ ચાર રસ્તા પાસે આવેલ મેડિકની દુકાનમાં આગ , આગ લાગતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે , ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવ્યો , ફાયરે આગ પર કાબુ મેળવા પ્રયાસ ચાલુ
Jun 18, 2026 09:59 am
આજે જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન , 35થી વધુ ગામોના ખેડૂતોનો આંદોલનને સમર્થન, ઉપવાસ આંદોલનને બિનરાજકીય જાહેર કરાયું, આંદોલનમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ, ખેડૂતોની જમીનમાં ઉભા કરાયેલા વીજપોલ માટે વળતરની માંગ, ખેડૂતોની ટ્રાન્સમિશન લાઇન માટે યોગ્ય વળતરની માંગ, બજારભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ ઉઠી, લાઇનથી પ્રભાવિત જમીન માટે અલગ વળતરની માંગ, પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા રજૂઆત, ખેડૂતોની મંજૂરી વગર કામગીરી ન કરવાની માંગ, વળતર નક્કી કરવામાં પારદર્શિતા,સમાન ન્યાયની માંગ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વળતર ચૂકવવા માંગ
Jun 18, 2026 09:29 am
5 અંડરપાસમાં સેન્સર બૂમ બેરિયર નથી, કાળીગામ અને GST અંડરપાસ પણ સામેલ, ચાંદખેડા અને મીઠાખળી અંડરપાસ અસરગ્રસ્ત, ચોમાસામાં પાણી ભરાવાનો જોખમ વધ્યો, 69 લાખથી વધુ ખર્ચે સેન્સર બુમ બેરિયર લગાવાશે, 60 સેમી પાણી ભરાતા બુમ બેરિયર થાય છે બંધ
Jun 18, 2026 09:28 am
પરિવાર પાસેથી યુવકે 50 લાખ માટે તરકટ રચ્યું, યુવકે પરિવારને ધમકીભર્યો મેસેજ મોકલાયો, 50 લાખ નહીં આપો તો લાશ મળશેની ધમકી આપી, અપહરણની જાણ થતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી, ઉત્રાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી, તપાસ દરમિયાન ગોધરા હોટલમાંથી યુવક મળ્યો સુરક્ષિત, શેરબજાર ખોટથી નાટક રચ્યાનો ખુલાસો
Jun 18, 2026 09:13 am
દુબઈથી ચાલતું 15 અબજનું નેટવર્કનું પર્દાફાશ, સુરત સાયબર ક્રાઇમે 3 આરોપી ઝડપી પાડ્યા, એરપોર્ટ પરથી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી, શેર ટ્રેડિંગના નામે રોકાણની લાલચ આપી રૂપિયા પડાવતા , બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયા પડાવ્યા, 40 બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો, 171 ફરિયાદો દેશભરમાં નોંધાઈ, 15.36 અબજ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
Jun 18, 2026 09:12 am
ગાંધીધામ એ ડિવિઝન પોલીસએ દરોડો પાડી કાર્યવાહી કરી, ડમી ગ્રાહક મોકલી પોલીસે કર્યો પર્દાફાશ, છત્તીસગઢની બે અને મુંબઈની એક લલનાને મુક્ત કરાવી, સ્પામાં હાજર બે મહિલા મેનેજર અને સ્પા સંચાલક સહિત ત્રણ પરપ્રાંતીય મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો
Jun 18, 2026 09:11 am
રાધનપુર પાટણ ફોરલેન કામગીરી તેજ, 24 ગામોમાં વિકાસ પરવાનગી પર રોક, NHAI મંજૂરી વગર નવા કામ બંધ, જમીન વળતર વધારાને રોકવાનો પ્રયાસ, જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ ભંગ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી શક્ય
Jun 18, 2026 09:10 am
શિહોદ ભારજ નદી ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે માર્ગ બંધ કરાયો, છેલ્લા 3 વર્ષથી ડાયવર્ઝન જ જીવાદોરી, ભારે વાહનોને 40 કિલોમીટરનો ફેરાવો, જિલ્લા મથક પહોંચવામાં મુશ્કેલી ઊભી, પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલ્લી
Jun 18, 2026 08:40 am
કલેક્ટર કચેરી ખાતે આજે કાર્યક્રમ યોજાયો, સુપ્રીમ કોર્ટ રિવ્યૂ પિટિશન ફગાવ્યું, શિક્ષક સમાજમાં ચિંતા વધી ગઈ, લગભગ 1500થી વધુ શિક્ષકો જોડાવાના અનુમાન, આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે આંદોલન યોજાશે, PM મોદીને આવેદનપત્ર મોકલવાની તૈયારી
Jun 18, 2026 08:39 am
સવારના પુરવઠા બાદ સેવા બંધ રહેશે, જાસપુર ટ્રાગડમાં ટ્રંક લાઇન લીકેજ, સમારકામ માટે તાત્કાલિક કામગીરી શરૂ, ત્રાગડ ચાંદખેડા સહિત વિસ્તારો અસરગ્રસ્ત, ટીપી 69 સહિત અનેક વિસ્તારોમાં કાપ, ઉપલબ્ધતા મુજબ 19 જૂને પુરવઠો મળશે
Jun 18, 2026 08:38 am
ડ્રેનેજ લાઇન કામગીરીને કારણે અવરોધ, ગુજરાત સાહિત્ય પરિષદ માર્ગ પણ બંધ, 30 જૂન સુધી રિવરફ્રન્ટ માર્ગ બંધ રહેશે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના મેનહોલમાં ટેકનિકલ ખામી, સમારકામ માટે તંત્રએ નિર્ણય લીધો, વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ સૂચવાયો, વૈકલ્પિક માર્ગ તરીકે વલ્લભસદનથી રિવરફ્રન્ટ રોડ વાપરવો
Jun 18, 2026 08:37 am
મુખ્ય આરોપી મહિલા સહિત 4 લોકો સામે ફરિયાદ, ફ્લેટમાંથી 3 આરોપીઓની ધરપકડ કરાઇ, મુખ્ય સંચાલિકા દરોડા દરમિયાન ફરાર થઈ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત, પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ
Jun 18, 2026 08:23 am
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ , ગિફ્ટ સિટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ, ‘કોમન યોગ પ્રોટોકોલ ટ્રેનિંગ’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો, યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, ગિફ્ટ સિટીના એમ.ડી. સંજય કુલ પણ શિબિરમાં જોડાયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મિરઝાની પણ વિશેષ હાજરી રહી, સેંકડો નાગરિકો વહેલી સવારથી યોગ શિબિરમાં જોડાયા, નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગની વિશેષ તાલીમ આપવામાં આવી
Jun 18, 2026 08:07 am
સુરત ટેકસટાઇલ માર્કેટમાં જ બનશે પોલીસ સ્ટેશન, વેપારીઓ કાપડ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી શકશે , આગામી દિવસોમાં ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનાવાશે , ટેક્સટાઈલના વેપારીઓની માંગને લઈ પોલીસ સ્ટેશન
Jun 18, 2026 08:06 am
MLA યોગેશ પટેલના નિધન બાદ પેટા ચૂંટણી, 22 જૂનથી EVM ચેકિંગ શરૂ થશે, 4 દિવસ સુધી ચકાસણી પ્રક્રિયા ચાલશે, કુલ 260 બુથ માટે વ્યવસ્થા ગોઠવાઈ, 520 EVM મશીન તૈયાર રાખવામાં આવશે, ચૂંટણી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી
Jun 18, 2026 08:05 am
પતિ, જેઠ, સસરા પર પ્રાણઘાતક હુમલો કર્યો , છેડતી બાબતે ઠપકો આપતા 5 જેટલા શખ્સોએ કર્યો હુમલો , છેડતી કરનાર શખ્સે હુમલો કરીને ફરાર થયો , ઇજાગ્રસ્તો સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા, અવારનવાર છેડતી મામલે આપ્યો ઠપકો, પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
Jun 18, 2026 08:04 am
ડેસરમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો , વાલાવાવ, વેજપુર ઉદલપુરમાં વરસાદ , પાન્ડુ, વરસડા, સાઢાસાલમાં વરસાદ , શિહોરા, છાલીયેર, જાબુગોરલમાં વરસાદ , દુકાનોમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા, ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું
Jun 18, 2026 08:04 am
10 કરોડની કિંમતી જમીન મુક્ત, રાજાશાહી વખતના કબ્જાની દલીલ ફગાવાઈ, ગેરકાયદે દબાણ સામે મામલતદારનો હુકમ, દબાણકર્તાને પિસ્તરીસ હજારનો દંડ ફટકારાયો, તંત્ર દ્વારા જમીન તાત્કાલિક જપ્ત કરાઈ
Jun 18, 2026 08:03 am
બાલાસિનોરમાં મધ્ય રાત્રીએ 5 ઈંચ વરરસાદ ખાબક્યો, લુણાવાડા ખાનપુર અને કડાણામાં વરસાદ , જીલ્લામાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ, વૃક્ષો ધરાશાય થતા વીજ પુરવઠો ઠપ્પ
Jun 18, 2026 08:02 am
આજે જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન , 35 થી વધુ ગામોના ખેડૂતોનો આંદોલનને સમર્થન, ઉપવાસ આંદોલનને બિનરાજકીય જાહેર કરાયું, આંદોલનમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ, ખેડૂતોની જમીનમાં ઉભા કરાયેલા વીજપોલ માટે વળતરની માંગ, ખેડૂતોની ટ્રાન્સમિશન લાઇન માટે યોગ્ય વળતરની માંગ, બજારભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ ઉઠી, લાઇનથી પ્રભાવિત જમીન માટે અલગ વળતરની માંગ, પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા રજૂઆત, ખેડૂતોની મંજૂરી વગર કામગીરી ન કરવાની માંગ, વળતર નક્કી કરવામાં પારદર્શિતા,સમાન ન્યાયની માંગ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વળતર ચૂકવવા માંગ
Jun 18, 2026 07:59 am
ઇન્કમટેક્સ બ્રિજના સ્ક્રુ ખુલ્લા જોવા મળ્યા, સ્પાન જોઇન્ટમાંથી કેટલાક નટ ગાયબ, ગઈકાલે એક સ્ક્રુનું સમારકામ કરાયું, રિપેર બાદ અન્ય સ્ક્રુ યથાવત હાલતમાં, સ્ક્રુ ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય, વાહનોના ટાયર ફાટવાની શક્યતા, અધૂરી મેન્ટેનન્સ કામગીરીને લઈને સવાલો
Jun 18, 2026 07:58 am
વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી , વરસાદને પગલે ગરમીથી મળી રાહત, વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં નારાજગી
Jun 18, 2026 07:58 am
પંકચર પડેલી ટ્રક પાછળ ડમ્પર અથડાયું, ડમ્પર અથડાતા ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો તાત્કાલિક, ફાયર ટીમે ડ્રાઇવરને બહાર કાઢ્યો, પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી
Jun 18, 2026 07:35 am
આગામી 3 કલાક હળવો વરસાદ રહેશે , ઉત્તર મધ્ય ગુજરાતમાં ગાજવીજ વરસાદ પડશે , રાજ્યના 16 જિલ્લામાં પવનની ગતી 40 કિં.મી. રહેશે , સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીની આગાહી
Jun 18, 2026 07:23 am
14 મુદ્દાનો ડ્રાફ્ટ જાહેર કરાયો , ઔપચારિક રીતે સત્તાવાર હસ્તાક્ષર થવાની સંભાવના , વ્યાપક ચર્ચા માટે 60 દિવસનો સમય રહેશે , ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરાઈ , ઈરાનની સત્તાવાર પ્રતિક્રિયા હજુ બાકી
Jun 18, 2026 07:22 am
સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન , 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે, 26 બેઠકો પૈકી 3 બેઠક પર યોજાશે ચૂંટણી , 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા
Jun 18, 2026 07:17 am
સૌથી વધુ મહિસાગરના બાલાસિનોરમાં 5.7 ઇંચ વરસાદ , ભિલોડામાં 2.9,સતલાસણા 2.8,ધનસુરામાં 2.6 ઇંચ , ગળતેશ્વરમાં 2.2,કપડવંજમાં 2.1,ઘોઘંબામાં 2 ઇંચ , જાંબુઘોડામાં 2 ,કડવલમાં 1.9, શાઠંબામાં 1.3 ઇંચ , બાયડમાં 1.3,કઠલાલમાં 1.2 ,ગોધરામાં 1 ઇંચ વરસાદ , મોઘરજ,કોઠંબા,મોડાસામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો , અન્ય તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો
Jun 18, 2026 07:16 am
રાત્રે ધીમી ધારે વરસાદનું આગમન , બફારા બાદ વરસાદનું આગમન થતા રાહત, દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો
Jun 18, 2026 07:15 am
ખેરાલુ સતલાસણાના ગામોમાં વરસાદ વરસ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, વરેઠા, ડભોડા, મહેકુબપુરા, અરઠી, ગામમાં વરસાદ, કાદરપુર અને નાનીવાડા સહિતના ગામોમાં વરસાદ, સતલાસણાના ઈશાકપુરા, જસપુર,ઉમરેચા ગામોમાં વરસાદ, ભાટવાસ, ખીલોડ, રીછડા, ભીમપુર અને વઘારમાં વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી, ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળ્યો
Jun 18, 2026 07:11 am
જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ , ભિલોડા,ધનસુરા,સાઠંબામાં વરસાદ, બાયડ,મેઘરજ,મોડાસામાં વરસાદ , માલપુર સહિત શામળાજીમાં વરસાદ , ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી
Jun 18, 2026 07:11 am
3 કલાક સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ઈકબાલગઢ અંદરબ્રિજમાં અંદાજે 7 ફૂટ પાણી ભરાયા, શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો , ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી, મોટા હોર્ડિંગ્સ પણ પવનમાં જમીનદોસ્ત થયા, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતિત, તૈયાર પાકને નુકસાનની ભીતિ વચ્ચે ચિંતા વધી, બીજી તરફ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Jun 18, 2026 07:09 am
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી રાહત , ઈડર તથા હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ , કાંકરોલ કંપા, બળવંતપુરામાં વરસાદ , હડિયોલ, પીપળી કંપામાં વરસાદ , વીજળીના ચમકારા વચ્ચે ધીમીધારે વરસાદ , સીઝનના પ્રથમ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ
Jun 18, 2026 07:07 am
લાખણી, દિયોદર, સહિતના વિસ્તારોમાં વરસાદ, ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, વરસાદ ખેંચાતા, ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ હતું, મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં નવી આશા જાગી, લાખણી તાલુકાના કુડા, મોરલ, વાસણ ગામોમાં વરસાદ, વરસાદી માહોલથી ગરમી અને બફારાથી રાહત મળી

Banaskantha : કુંભારિયામાં મૃત મહિલાના નામે દસ્તાવેજ બનાવી કરોડોની જમીન ઓળવી લીધી, તપાસ માટે SITની રચના

Vadodara : સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી 50 હજારની ખંડણી માંગતી ગેંગ સામે પોલીસમાં ગુનો નોંધાયો

Ahmedabad: NEET પરીક્ષા માટે પોલીસની કડક કિલ્લેબંધી! 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Ahmedabad: CTM બ્રિજ પર આપઘાત કરવા ચડેલા યુવકને રાહદારીઓએ જીવના જોખમે બચાવ્યો

Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

International Yoga Day 2026 : આ વર્ષની થીમ 'સ્વસ્થ બુઢાપા માટે યોગ'

Maharashtra Politics: બળવાખોર સાંસદો 24 કલાકમાં જવાબ આપે, ફટકારી શૉ કોઝ નોટિસ

Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!

FSSAI Action: 'હેલ્ધી' "રોગપ્રતિકારક શક્તિ વધારનાર" આ પ્રકારની ભ્રામક જાહેરાતા સામે FSSAIની લાલ આંખ

G7 Summitમાં ‘હું જ બોસ છું’ કહેવા પર ટ્રમ્પની સફાઈ, કહ્યું ‘હું તો બસ મજાક કરી રહ્યો હતો, લોકો સીરિયસ થઈ ગયા!’

Banaskantha : કુંભારિયામાં મૃત મહિલાના નામે દસ્તાવેજ બનાવી કરોડોની જમીન ઓળવી લીધી, તપાસ માટે SITની રચના