
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Feb 03, 2026 11:14 pm
અમદાવાદ શહેરમાં આજે નો કેટલ ઝોનમાં દેખાતા ઢોર પકડવાની કામગીરીમાં રૂકાવટ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરના બોડકદેવના ન્યૂ સાયન્સ પાર્ક રોડ પાસે આ બનાવ બન્યો છે. ઢોરને ભગાડી દેતા મહાનગર પાલિકાના સીએનસીડી વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. બોડક દેવ પોલીસે જીગર ભરવાડ સામે ગુનો દાખલ કર્યો છે.
Feb 03, 2026 11:01 pm
અમદાવાદમાં એસજી હાઈવે પર સ્થિત નિરમા યુનિવર્સિટી પાસેથી પોલીસે 3.10 લાખ રૂપિયાની કિંમતનું 31 ગ્રામ એમડી ડ્રગ્સ પકડ્યું છે. દાણીલીમડાના આમિન મંસુરીની ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સનો જથ્થો આપનાર બનાસકાંઠાનો હિતેન્દ્ર ઉગમતાર ફરાર થઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Feb 03, 2026 10:50 pm
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. એરપોર્ટના રન-વે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનોના પાંખિયા (વિંગ્સ) એકબીજા સાથે ટકરાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે રવાના થઈ રહ્યું હતું. ટેક્સીઈંગ દરમિયાન બંને વિમાનોના પાંખિયાના છેડા એકબીજા સાથે ઘસાતા જોરદાર અવાજ થયો હતો, જેના કારણે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને વિમાનમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, આ ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
Feb 03, 2026 10:42 pm
અમદાવાદના રાણીપમાં એક પરીણિતાએ સાસુ સસરા અને પતિ સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ખુલાસો થયો છે. સાસુ સસરાએ 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. ગાડી ખરીદવા માટે પતિએ બે લાખ રૂપિયા આપ્યા હતાં. ગાડીના હપ્તા પણ પત્ની ભરવા માટે દબાણ કરવામાં આવતુ હતું.
Feb 03, 2026 10:32 pm
સુરતમાં હત્યા કેસના 6 સાક્ષીઓને કોર્ટે સજા ફટકારી છે. સાક્ષીઓને કોર્ટે 6 મહિનાની સજા અને 300 રૂપિયાનો દંડ ફટકારી છે. પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતાં. કેસ રીઓપન કરી સાક્ષીઓને બોલાવાયા હતાં. આરોપીની ફરી ધરપકડ કરી જેલમાં ધકેલાયો છે.
Feb 03, 2026 10:03 pm
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ ૧૦ વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. ૯ અને ૧૦ એપ્રિલ-૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે.
Feb 03, 2026 09:40 pm
વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા ASI લક્ષ્મી દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્તિને આડે માત્ર 5 મહિના બાકી હતા ત્યારે જ હેરોઈનની હેરાફેરીમાં પોલીસની સંડોવણી ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. SOGના PI શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકાયા છે.વાડીના PI જે.આર.ગામિતને SOGમાં મુકાયા છે.
Feb 03, 2026 08:17 pm
જૂનાગઢના વંથલી પંથકમાં ગઈકાલે મોડી રાત્રે કાળજું કંપાવી દે તેવી એક લોહિયાળ ઘટના બની છે. ભલાઈશા પીરની દરગાહ જે સામાન્ય રીતે શાંતિનું પ્રતીક મનાય છે, ત્યાં ગઈકાલે રાત્રે લોહીના ફુવારા ઉડ્યા હતા. એક પ્રેમ પ્રકરણનો કરુણ અંઝામ ૩૪ વર્ષીય તાઝીમ નામના યુવાનના મોત સાથે આવ્યો છે.
Feb 03, 2026 08:02 pm
રાજ્યના જિલ્લાઓમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનના કામોની હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં જળસંચયની કામગીરી ઓછી થઈ છે તેને પણ વધુ કામો કરવાનું બળ મળે તેવા વાતાવરણની મુખ્યમંત્રીશ્રીએ હિમાયત કરી હતી.તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે તેનો પણ ઉપયોગ જિલ્લાઓમાં જળસંચયના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્યને ફાળવાયેલી 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સહાયનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-26 પહેલા થઈ જાય તે માટે જળસંચયના વ્યાપક કામો ત્વરાએ હાથ ધરવા આ બેઠકમાં તાકીદ કરી હતી.
Feb 03, 2026 07:48 pm
અમદાવાદ શહેરમાં નો કેટલ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. નો કેટલ ઝોનમાં રખડતા પશુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. 94 પશુઓ રખડતા મળતાં શહેર બહાર ખસેડવામાં આવ્યા છે. 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.
Feb 03, 2026 07:11 pm
પંચમહાલના શહેરામાં ગુરુ શિષ્યના સંબંધો લાજ્યા છે. એક વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારતા ફરિયાદ નોંધવામાં આવી છે. મોડા આવવાનું કારણ પૂછતા જ વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો. પોલીસે વિદ્યાર્થી અને વાલી સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીએ શિક્ષિકાને ધમકી પણ આપી હતી. તમારે એકલા રહેવાનું છે કહીને ધમકી આપી હતી.
Feb 03, 2026 07:00 pm
ગુજરાતનું પ્રિતિનિધિ મંડળ કુરૂક્ષેત્રની મુલાકાતે પહોંચ્યું છે મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ મુલાકાત યોજાઈ છે. પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોનું નિરીક્ષણ કર્યુ હતું. ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે આધુનિક ખેતી નીહાળી હતી. ગૌશાળા અને બાયોગેસ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. રમેશ કટારા અને ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યાં હતાં. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વેગવંતી બનાવવાનો લક્ષ્યાંક છે.
Feb 03, 2026 06:30 pm
કલોલમાં ભત્રીજી સાથે દુષ્કર્મ ગુજારનાર કાકાને કલોલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નોકરી અપાવવાના બહાને કાકાએ ભત્રીજીને પીંખી નાંખી હતી. આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકારાયો છે. કાનૂની સેવા સત્તા મંડળને પીડિતાને પાંચ લાખ આપવા આદેશ કર્યો છે.
Feb 03, 2026 06:01 pm
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હોવાની વિગતો સામે આવી છે. હાઈવે પર ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરાથી અમદાવાદ આવતા રૂટ પર ટ્રક પલટી મારી ગઈ હતી.
Feb 03, 2026 05:58 pm
1. Amit Shahની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક, શું મણિપુરમાં સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ?
2. Una News: નશામાં ધૂત શખ્સનો ઓમકાર ચોકમાં હંગામો, લોકો પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ
3. T20 WC 2026: 20 ટીમોની કેપ્ટનશીપ કોણ કરશે? સૌથી નાના અને મોટી ઉંમરના કેપ્ટન કોણ છે?
6. Surat News: તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મુદ્દે એન્જિનિયરિંગ વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ
7. Adani Ports Q3 Results : કંપનીના નફામાં થયો 21 ટકાનો વધારો, શેરના ભાવમાં આવ્યો 9 ટકાનો ઉછાળો
9. Tapi News : ભાજપના 41 હોદ્દેદારોએ અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી
Feb 03, 2026 05:43 pm
મણિનગરની દુર્ગા સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે નોટીસ આપવામાં આવી છે. વોટર બોટલમાં ગોળી નાંખી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટીસ ફટકારી ચે. શાલા સંચાલકોને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સીસીટીવી ફૂટેજ સાથે સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે. ઝેરની અફવા વચ્ચે તપાસ તેજ બની છે.
Feb 03, 2026 05:21 pm
ગીર સોમનાથના ઉનામાં દારૂડિયાએ હંગામો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બ્યુટી પાર્લર સંચાલક મહિલાને અપશબ્દો બોલ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મહિલાએ 112 પર કોલ કરીને પોલીસ બોલાવી હતી. પોલીસ આવતા જ દારૂડિયાએ કારનો દરવાજો લોક કરી દીધો હતો. પોલીસ સાથે પણ નશાની હાલતમાં ગેર વર્તન કર્યું હતું. લોકો પરથી કાર ચલાવવા દારૂડિયાએ પ્રયાસ કર્યા હતાં. દરવાજો તોડીને દારૂડિયા આનંદ જોશીને બહાર કાઢ્યો હતો.દારૂડિયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Feb 03, 2026 04:59 pm
અમદાવાદના મણીનગરની સ્કૂલની ઘટના અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, એક વિદ્યાર્થીએ પાણીની બોટલમાં ગોળી નાંખી હતી. વિદ્યાર્થીને વાસ આવતા તેણે રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં વિદ્યાર્થી સ્વસ્થ છે. બીજા દિવસે શાળાએ આવ્યો હતો. આ ઘટના અંગે સ્કૂલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
Feb 03, 2026 04:48 pm
સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. SVNITના એન્જિનિયરિંગ વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ટાંકી બનાવવા માટે વપરાયેલા મટીરિયલમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ઓછી હોવાનું સામે આવ્યું છે. નિયમ પ્રમાણે 30થી વધુનું કોંક્રિટનું સ્ટ્રેન્થ જરૂરી છે. કોન્ટ્રાક્ટરે 8થી 18ની સ્ટ્રેન્થનું કોંક્રિટ વાપર્યું હતું.ઓછા નાણાં વપરાય તે માટે ઓછી સ્ટ્રેન્થનું કોન્ક્રીટ વાપર્યુ હોવાનું સામે આવ્યું છે.SVNITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. માટીના સેમ્પલનો રિપોર્ટ 10 દિવસ બાદ આવશે.
Feb 03, 2026 04:21 pm
તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે. કાર્યકર્તાઓને ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
Feb 03, 2026 04:02 pm
બાળકોમાં હિંસક પ્રવૃત્તિઓ અંગે વાલીઓનો મત સામે આવ્યો છે. વડોદરાના વાલીઓએ ચિંતાજનક વિષય ગણાવ્યો છે. સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. માતા પિતા બાળકો પર પૂરતુ ધ્યાન આપતા નથી. બાળકો પર ભણતરનો ભાર પણ જવાબદાર છે. દરેક કામમાં નિપૂર્ણ બનાવવાની હઠ પણ બાળકોને ગેરમાર્ગે દોરી જાય છે. મોંઘવારી વધતા વાલીઓ આવક મેળવવામાં વ્યસ્ત થઈ ગયાં છે.
Feb 03, 2026 03:39 pm
મોટા લીલીયા ગામે 6 વ્યક્તિનો કૂતરાએ બચકાં ભર્યા, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Feb 03, 2026 03:38 pm
ગોધરાના વચલા ઓડા વિસ્તાર મા આવેલ મકાન અને સિમલા ક્રેન પાસે આવેલ દુકાનમાંથી ગેરકાયદે રાખેલ હથિયાર ઝડપાયા, પોલીસે 2 નંગ ડબલ બેરલ બંદૂક, જીવતા કારતુસ, એરગન નંગ -6 અને એરગન ના છરા ના 6 બોક્સ જપ્ત કર્યા, કુલ 1લાખ 32 હજાર નો મુદ્દામાલ ઝડપાયો, મકાન અહેમદ હુસેન યુસુફનું હોવાનું બહાર આવ્યું
Feb 03, 2026 03:35 pm
વૃંદાવન સોસાયટીમાં બંધ મકાનનો દરવાજો તોડ્યો, સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોર્યુ, ચોરીની ઘટનાને લઇ લોકોમાં જોવા મળ્યો રોષ
Feb 03, 2026 03:22 pm
નેત્રમ અને વિશ્વાસ પ્રોજેકટના સ્ટોર રૂમ ચોરી, વિદ્યાનગરમાં પોલીસ લાઇનમાં ચોરીને અંજામ, CCTV કેમેરા, હાર્ડ ડિક્સ, સર્વર સહિત ચોરી, વાયરલેસ PSIએ નોંધાવી પોલીસ ફરિયાદ, નિલમબાગ પોલીસે નોંધાવી પોલીસ ફરિયાદ
Feb 03, 2026 03:21 pm
અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વીડિયો કર્યો વાયરલ, પોલીસ સ્ટેશન નજીક બુટલેગર નશામાં કર્યો અકસ્માત , પૂર ઝડપે કાર હંકારી બે વાહનોને લીધા અડફેટે , દર્શને આવેલા યાત્રિકોના વાહનોને નુકસાની , અકસ્માત બાદ અસામાજિક તત્વોએ કરી માથાકૂટ , ઘટના સ્થળે પોલીસ આવતા મામલો થાળે પડ્યો, પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Feb 03, 2026 03:20 pm
પાણીના ટેન્કર મામલે મનપા કમિશનરનું નિવેદન , અરુણ મહેશ બાબુએ આપ્યા ગોળ ગોળ જવાબ , શહેરમાં પાણીની લાઇન જૂની અને ઓછી કેપેસીટીની, ઓછી કેપેસીટીની પાણીની લાઈન છે જે બદલાશે, જુની લાઈનોની કેપેસીટી ઓછી હોવાથી સમસ્યા છે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે યોજના
Feb 03, 2026 03:15 pm
વહીવટી તંત્રને હવે બોટથી અવરજવર યાદ આવી, નદીમાંથી તમામ નાવડીઓને જપ્ત કરવામાં આવી, તંત્રએ નદીમાં નાવડીમાં થતી મુસાફરી બંધ કરાવી, બ્રિજ તૂટતા બાદ લોકો માટે અન્ય કોઈ વ્યવસ્થા નહીં, લોકોની માંગ બાદ પણ વ્યવસ્થા તંત્રએ ન કરી, માંગ ન સંતોષાતા નોકરીયાતો નાવડીના સહારે
Feb 03, 2026 03:14 pm
ગંભીર ઘટનાથી છટકવાનો વહીવટી તંત્રનો પ્રયાસ , આંકલાવ મામલતદારે કહ્યું મુજપુર તરફ બોટ પલ્ટી, પાદરા મામલતદારે કહ્યું આંકલાવના ગંભીરા કિનારે બની, બન્ને મામલતદાર હદનું બહાનું બતાવી છટકી રહ્યા છે , કાર્યવાહી કરવાના બદલે એકબીજા પર નાખી રહ્યા છે ખો
Feb 03, 2026 03:13 pm
રેકી કરનાર 2 સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, ખનીજ વિભાગના માઈન સુપરવાઈઝરની જાસૂસી, અધિકારી અને સરકારી વાહનોના ફોટા પાડ્યા હતા, કારણ પૂછતા અપશબ્દો બોલીને રૂકાવટ ઉભી કરી, લોકેશન ટ્રેક કરી ખનીજ માફિયાઓને માહિતી આપતા
Feb 03, 2026 03:05 pm
કુબેરનગરમાં અંગત અદાવતમાં ઘરમાં કરી તોડફોડ , કડિયાકામ કામની માથાકૂટમાં આરોપીએ કરી તોડફોડ , મકાનની માલિકી બાબતે ચાલી રહી હતી અદાવત , સરદારનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
Feb 03, 2026 02:51 pm
વર્ષ 2026-27ના વર્ષ માટે બજેટ રજૂ થશે , મનપા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે , 2025-26 મા 15502 કરોડનું બજેટ થયું હતું રજૂ , AMC ચૂંટણીની અસર બજેટ પર જોવા મળશે
Feb 03, 2026 02:48 pm
948 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે મહિલાની કરી ધરપકડ, બેંગકોકથી અમદાવાદ આવેલી મહિલા મુસાફર પકડાઈ, કસ્ટમ અધિકારીઓથી બચવા ચોકલેટના પેકેટમાં છુપાવ્યો, કસ્ટમ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Feb 03, 2026 02:42 pm
1. Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
2. India US Trade Deal: લોકો ટીકા કરતા રહ્યા, પણ ધૈર્યથી જ પરિણામ મળ્યુ, NDA સાંસદોને US ટ્રેડ ડીલ પર બોલ્યા PM Modi
3. Patanની HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની લાલિયાવાડી, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, ગુણ મૂલ્યાંકન પ્રક્રિયામાં કરી બેદરકારી
4. Bangladesh Election 2026 News: ચૂંટણી સમયે મોહમ્મદ યુનુસ અને આર્મી ચીફ વચ્ચે કેમ થયો ઝઘડો, જાણો શું છે કારણ?
5. Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં
6. Vadodara પાલિકા જ પાણીના ટેન્કરના સહારે, મુખ્ય કચેરીએ ટેન્કર પહોંચતાં અનેક સવાલો, વ્યવસ્થા તંત્રની ખુલી પોલ
7. Budget Session: સારા કાર્યમાં કોંગ્રેસને ખરાબી જ દેખાય છે, ટ્રેડ ડીલ અંગે જે.પી નડ્ડાનો વિપક્ષ પર વાર
8. Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ
9. Ahmedabad AMTS નું વર્ષ 2026-27નું બજેટ રજૂ , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરાશે, પ્રથમ તબક્કે 70 બસમાં એર પ્યોરિફાયર લગાવાશે
10. Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ગણાવી ઐતિહાસિક, ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને મળશે નવો વેગ
Feb 03, 2026 02:24 pm
સુત્રાપાડા, કોડીનારના ગ્રામ્યમાં માવઠાનો માર, ઘઉં, બાજરી સહિતના પાક જમીન પર ઢળી ગયા, 5 મહિનાની મહેનત એક કલાકના વરસાદમાં બરબાદ, ભુવાટીંબી સહિત આસપાસના ગામમાં પાક નુકસાન, ઘઉંનો પાક લગભગ નિષ્ફળ ગયાની ખેડૂતોની આશંકા, કાપણી અને હાર્વેસ્ટિંગ કરવું બન્યું અઘરું, નિષ્ફળ પાક દૂર કરવા મજૂરીનો વધારાનો ખર્ચ માથે, કેસર, કેરીના આંબાઓમાં પણ માવઠાનો માર, સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગ
Feb 03, 2026 02:09 pm
મેઘરજમાં પુરુષોત્તમનગર સોસાયટીમાં હત્યા, ભાઈનું ગળું દબાવી ભાઈએ જ કરી હત્યા, નોકરી અને મિલ્કતના વિવાદમાં હત્યા કરી, પોલીસે આરોપી યોગેશ રાઠોડને ઝડપ્યો
Feb 03, 2026 02:07 pm
2024માં શિક્ષકે દુષ્કર્મ કર્યાના લાગ્યા હતા આક્ષેપ, કોર્ટે શિક્ષકને નિર્દોષ જાહેર કરતા પુન:નિમણૂક કરાઈ, તંત્ર દ્વારા ફરી એ જ સ્કૂલમાં હાજર થવા આદેશ, ગ્રામજનોએ તંત્રના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ
Feb 03, 2026 02:07 pm
આરોપી ભચા સંજર ધલે સરકારી જમીન પર દબાણ કર્યું, દેવીસર સીમમાં ચા અને પાન મસાલાની કેબીન તોડી, આરોપી સામે પ્રોહીબિશનના ચાર ગુના નોંધાયેલા, દબાણ દૂર કરી 3.50 લાખની સરકારી જમીન ખુલ્લી કરી
Feb 03, 2026 02:06 pm
5036ના ખર્ચ સામે 4861 કરોડની આવક થશે, 200 કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પાડવામાં આવશે, વડોદરામાં ક્લાઈમેટ એક્શન સેલ બનશે , વડોદરામાં 260 કરોડના ખર્ચે 6 બ્રિજ બનશે, 298 કરોડના ખર્ચે નવી મોડેલ સ્કૂલો બનશે, વડોદરામાં 30 હજાર સરકારી આવાસ બનશે , સમા, માંજલપુર, સેવાસીમાં 3 નવા ઓડિટરિયમ , 150 કરોડના ખર્ચે પાલિકાની નવી કચેરી બનશે , 150 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન કવોર્ટર બનશે , અલકાપુરીમાં મલ્ટીલેવલ કાર પાર્કિંગ બનશે, ઝોન પ્રમાણે લેબર ચોક બનાવવામાં આવશે , કવાલિટી કન્ટ્રોલ સેલ, જી.આઈ.એસ સેલ , વિઝીલન્સ સેલને શક્તિશાળી કરાશે
Feb 03, 2026 01:59 pm
અમરેલીના વડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ,વરઘોડામાં નશેડી ઘૂસી જતા જાનૈયાઓ વિફર્યા,વરરાજા સહિત જાનૈયાઓમાં અફરાતફરીનો માહોલ,વરઘોડામાં બબાલ થતા DJ સંચાલકો ભાગી છૂટ્યા.
Feb 03, 2026 01:58 pm
આણંદમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું,નવજાત બાળકને શ્વાને શિકાર બનાવ્યો,નવજાત શિશુના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો,100 ફૂટ રોડ પર બાળકને ત્યજી દેવાયું હતું.
Feb 03, 2026 01:38 pm
ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સિંહોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ઉનાના ગુંદાળા ગામે છેલ્લા બે દિવસથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે. સિંહોએ રહેણાંક વિસ્તારની નજીક આવી બે પશુઓનું મારણ કરી મિજબાની માણતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
Feb 03, 2026 01:37 pm
સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરે આક્ષેપોને નકાર્યા,કમલ મહેતાએ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા,નિદત બારોટને રાક્ષસી વૃતિવાળા માણસ ગણાવ્યા,ડો.કમલ મહેતાના પ્રમોશનને લઇને વિવાદ વકર્યો,‘લાયકાત પ્રમાણે વર્ષ 2014માં પ્રમોશન મળવા પાત્ર’,‘સંશોધન પત્ર વર્ષ 2014 પહેલાના ધ્યાને લેવા જોઇએ’,‘સંશોધન પત્રો રજૂ કર્યા છે અને બુક પણ પ્રકાશિત કરી’,‘જેથી મને ખોટી રીતે બદનામ કરવા માટે આ કર્યું છે.
Feb 03, 2026 01:20 pm
ઉત્તરવહી ચકાસણીને એક સરખા ગુણ આપી દીધા, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, દરેક પ્રશ્નમાં 12થી 13 ગુણ આપ્યાનું સામે આવ્યું, પ્રોફેસરે ગુણ મૂલ્યાંકન પ્રક્રિયામાં કરી બેદરકારી, પરીક્ષા વિભાગને હવે ધ્યાને આવતા તપાસ શરૂ, પરીક્ષા નિયામક મિતલ દેલીયાનું નિવેદન, બેદરકારી બાદ પણ પ્રોફેસરે દાદાગીરી કરી, કર્મચારીઓને આપ્યો હતા ઉદ્ધતાઈ પૂર્વક જવાબ
Feb 03, 2026 01:19 pm
ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું ટ્રાફ બજેટ રજૂ , વર્ષ 2026-27નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ , ગયા વર્ષ કરતા રૂ. 589 કરોડનું વધુ બજેટ રજૂ, કોઈપણ પ્રકારના કર દરમાં વધારા વિનાનું બજેટ
Feb 03, 2026 01:18 pm
વેરાવળ પ્રાંત કચેરીને MLA વિમલ ચુડાસમાએ ઘેર્યા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સાથે કરી જીભાજોડી, ચોક્કસ સમાજને ટાર્ગેટ કરાયા હોવાનો સીધો આરોપ, અરજદારની જાણ બહાર ફોર્મ નં. 7 ભર્યાના આક્ષેપ, નિર્દોષ નાગરિકોના નામે ફોર્મ 7 ભર્યાના આક્ષેપ , ફોર્મ નં. 7 ભરનાર સામે ફોજદારી દાખલ કરવા માંગ , અમને પણ ખબર છે કે આ બધા ખોટા છે:પ્રાંત અધિકારી
Feb 03, 2026 01:12 pm
જાહેર રોડ પર એકસ્પાયરી ડેટવાળી દવા ફેંકાઈ, સણીયા કણદે ગામે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંક્યો, આ દવા કેલ્શિયમ અને કફ સીરપની, જાહેરમાં મેડિકલ વેસ્ટ કોને ફેંક્યો તે તપાસ શરૂ
Feb 03, 2026 01:12 pm
ગંભીરા નજીક નાવડી પલટીને લઈ મામલતદારનું નિવેદન, લોકોની વ્યવસ્થા માટે સરકારી બોટનું આયોજન કરાશે, સ્થાનિક નવીકો માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહના આક્ષેપ, તંત્ર લોકો માટે વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું, અગાઉ કલેક્ટરને જાણ કરી હતી, વૈકલ્પિક વ્યવસ્થા માટે વારંવાર રજૂઆત કરી, તંત્ર જવાબદારી લેવાની જગ્યાએ બહાના શોધે છે
Feb 03, 2026 12:50 pm
પાલિકાની મુખ્ય કચેરીએ આવ્યું પાણીનું ટેન્કર, પાલિકાની ટાંકીમાં ભરાઈ રહ્યું છે પીવાનું પાણી , હજારો કરોડના બજેટ બહાર પાડતી પાલિકાની સ્થિતિ, પોતે જ પીવાના પાણીની લાઈન વસાવી ન શકી, લોકોને પીવાના પાણીની શું સુવિધા કરશે તે સવાલ
Feb 03, 2026 12:38 pm
ટેક્સ ન ભરનારા 8300 કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ, 3 વર્ષથી ટેક્સ ન ભર્યો હોય તેવા વાહનો સામે એક્શન, બ્લેકલિસ્ટ થયેલા વાહન માલિકોને RTOની નોટિસ, દંડ સાથે બાકી ટેક્સ ભરે તો બ્લેકલિસ્ટમાંથી મુક્તિ મળશે
Feb 03, 2026 12:14 pm
હાઈ વોસ્ટેજ લાઈનનો કરન્ટ લાગતા યુવકનું મોત, પશુ માટે ચારો લેવા ગયો હતો ત્યારે લાગ્યો કરન્ટ, ભાઈને બચાવવા ગયેલા પિતરાઈ ભાઈને કરન્ટ લાગ્યો, ઈજાગ્રસ્ત પિતરાઈ ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Feb 03, 2026 12:12 pm
લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારચાલકે સર્જ્યો અકસ્માત, કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, બાઈક પર સવાર યુવકનું ઘટના સ્થળે નીપજ્યું મોત , અકસ્માત બાદ કાર રોડ બાજુમાં કાંસમાં પલટી મારી
Feb 03, 2026 12:11 pm
20 કરોડના સુધારા સાથે 1011 કરોડનું બજેટ રજૂ, એએમટીએસ ચેરમેન દ્વારા સુધારા વધારા વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે , પ્રથમ તબક્કે 70 બસ એર પ્યોરિફાયર લગાવાશે, અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર બસ લેવામાં આવશે , જમાલપુર સ્ટોર ડેપોના જર્જરિત ઇમારતનું નવીનીકરણ, AC બસમાં એર પ્યોરિફાયર લાવવા 3 કરોડની જોગવાઈ , 3 કરોડના ખર્ચ શિડ્યુલિગ સિસ્ટમ ઊભી કરવા જોગવાઈ
Feb 03, 2026 12:08 pm
હોટલમાં રૂમ ભાડે રાખી ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા, ખાડિયા પોલીસે બાતમી આધારે 2 આરોપીને ઝડપ્યા, લોન મંજૂર થઈ હોવાનું કહી છેતરતા હતા આરોપીઓ, સમગ્ર મામલે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Feb 03, 2026 12:07 pm
ઘાતક હથિયાર સાથે રિલ્સ બનાવનારને ઝડપી પાડ્યો, છરી સાથે રિલ્સ બનાવનારને કાયદાનું ભાન કરાવ્યું, પોલીસે માફી મંગાવતો વીડિયો બનાવી કર્યો વાયરલ
Feb 03, 2026 11:48 am
ગંભીરા નજીક મહિસાગર નદીમાં નાવડી મુસાફરી બંધ, ગંભીરા ખાતે આંકલાવ પોલીસ દોડી આવી , નદીમાંથી તમામ નાવડીઓને બહાર કાઢવામાં આવી, ઘોડા છૂટ્યા તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જ્યો , કોઈ ઘટના બને ત્યાર બાદ જ જાગે છે આણંદનું તંત્ર , બોટ પલટ્યા બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા
Feb 03, 2026 11:43 am
Feb 03, 2026 11:41 am
1. India US trade deal : માત્ર 21 દિવસમાં બદલાઈ ગઈ ગેમ! ભારત-અમેરિકા ડીલ પાછળ કોણ?
2. India US trade deal : Trumpની મિત્રતાનો પુરાવો! ભારત પર સૌથી ઓછો ટેરિફ, પડોશી દેશો પાછળ
4. ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ.. PMને અભિનંદન, NDA સંસદીય દળની બેઠકમાં MODI MODI
Feb 03, 2026 11:30 am
નિયમો નેવે મૂકીને જૂનું ફાયર સ્ટેશન તોડતા સવાલો, દુકાનદારો અને ઓફિસમાં ધૂળની ડમરીઓ ભરાઈ ગઈ, જૂનું માનદરવાજા ફાયર સ્ટેશન તોડવામાં બેદરકારી, ધૂળ ઉડતા વાહનચાલકો થઈ રહ્યા છે પરેશાન
Feb 03, 2026 11:28 am
અમરેલીમાં વન વિભાગના અધિકારીઓની બેઠક મળી, એશિયાટિક સિંહની સુરક્ષા વધારવા અધિકારીઓને આદેશ , ઉચ્ચ અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફ્રન્સનું આયોજન , તમામ રેન્જ RFOને સિંહની સુરક્ષના આદેશ આપ્યા , સિંહને જરૂર પડે તો "રેડીયો કોલર" પહેરવા સૂચના , ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા પર ભાર
Feb 03, 2026 11:27 am
ખાદ્ય પદાર્થમાંથી અખાદ્ય વસ્તુ નીકળી હોવાનો આક્ષેપ , ફરિયાદ કરતાં મેનેજરે પૈસા પાછા આપી સમાધાન માટે કહ્યું, જાગૃત ગ્રાહકે આરોગ્ય ખાતામાં પણ ફરિયાદ કરી
Feb 03, 2026 11:26 am
સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા અંગે, ગાંધીનગરમાં સરપંચોને ગ્રામ શક્તિની તાલીમ, ઉત્તર ગુજરાતના તમામ ગામના સરપંચનું સંમેલન, ઉત્તર ગુજરાતના 260 જેટલા સરપંચની તાલીમ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર
Feb 03, 2026 11:25 am
કોર્પોરેશને ખોદેલા ખાડામાં પાંચ ગાય ખાબકી , 5 ગાય વહેલી સવારે એક બીજા પર ખાબકી , ખુલ્લા ખાડામાં પડતા 5માંથી 2 ગાયના મોત, દક્ષિણ ઝોનના સૈજપુર વિસ્તારમાં બની ઘટના, AMCની બેદરકારી સામે પશુપાલકોમાં આક્રોશ
Feb 03, 2026 11:03 am
ગંભીરાથી નાવડીમાં બેસી ડબકા જઈ રહ્યા હતા, પાદરા તરફની કંપનીમાં નોકરી કરતા નોકરિયાતો વહેલી સવારે નાવડીમાં બેસી નદી પાર કરી રહ્યા હતા , અચાનક સંતુલન ગુમાવતા નાવડી નદીમાં પલ્ટી મારી ગઈ , નાવડીમાં બેસેલા 25 જેટલા વ્યક્તિઓને સ્થાનિકોએ બચાવી લીધા , ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ નોકરિયાતો નાવડીમાં બેસી નોકરી પર જાય છે , વહેલી સવારે અને સાંજે બે ટાઇમ નોકરિયાતો નાવડીમાં બેસી અવરજવર કરે છે
Feb 03, 2026 10:49 am
ભારત-અમેરિકાના સંબંધોમાં એક ઐતિહાસિક પગલું, મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો, ભારત-USના વેપાર કરારમાં સારા સમાચાર , સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન , વિશ્વના સૌથી 2 મોટા દેશ સાથે મળી કામ કરી રહ્યા છે
Feb 03, 2026 10:35 am
રાધબાગ સોસાયટીના રોડ પર ગેસ લાઈનમાં આગ, પાણીની લાઈન નાખતી વખતે ગેસ લાઈન તૂટી, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
Feb 03, 2026 10:23 am
શૈક્ષણિક લાયકાતના નામે ચાલતા ખેલનો પર્દાફાશ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાની RTI પોલ ખુલ્લી, જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનું સામે આવ્યું, મહેતાના 2015ના પેપરમાં NEP 2020નો ઉલ્લેખ, 2020માં આવનારી નીતિ વિશે 2015માં ખબર પડી?, નવી શિક્ષણ નીતિની 2015માં કંઈ રીતે ખબર પડે ?, મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીના આરોપ લાગ્યા , કુલસચિવને સમગ્ર મામલે લેખિત ફરિયાદ પણ કરાઈ
Feb 03, 2026 10:11 am
જાબડીયામાં ડી.જે લઈને ગામમાં વરઘોડો કાઢ્યો, સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના હતા લગ્ન, સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનમાં રોષ, DJને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો, ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી, કોઈએ સિંગર ગબ્બર ઠાકોરને સપોર્ટ ન કરતા તેવી કરી પોસ્ટ
Feb 03, 2026 10:10 am
માતાજીના ચાંદીના છત્તર ચોરીને ફરાર , સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
Feb 03, 2026 09:59 am
સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ , છેતરપિંડીના નાણાં સગેવગે કરવાના રેકેટનો પર્દાફાશ , રૂ.7.60લાખની ફ્રોડ રકમ શોધી એકને ઝડપ્યો , કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની શોધખોળ શરુ કરાઇ
Feb 03, 2026 09:42 am
ACP, PIને રોડ પર ખડેપગે રહેવા CPનો આદેશ, પિક અવર્સમાં ટ્રાફિક સંચાલન માટે આદેશ, સુપરવિઝનમાં ગેરહાજરી દેખાશે તો કડક કાર્યવાહી થશે, ટ્રાફિક તોડનારા, રોંગ સાઈડ વાહન પર કાબૂ આવશે, ટ્રાફિક સિગ્નલ અને જંકશન પર ટ્રાફિકનું સુચારુ સંચાલન થશે
Feb 03, 2026 09:30 am
10 મિલકત જાહેર હરાજી માટે AMCએ મૂકી , ટેકસ ન ભરતા AMCએ મિલકત જપ્ત કરી હતી, પૂર્વ ઝોનમાં આવેલી છે આ તમામ 10 મિલકતો , મિલકતનો 3 લાખથી 29 લાખ સુધીનો ટેક્સ બાકી
Feb 03, 2026 08:59 am
ભવનાથમાં સાધુઓ અને અજાણ્યા શખ્સો વચ્ચે ઝપાઝપી, પ્રથમ ઘટનામાં બે અજાણ્યા સાધુઓએ વૃદ્ધને માર માર્યો, અન્નક્ષેત્રની સાફ-સફાઈ અને રસ્તા બાબતે વિવાદ,સાધુઓનો ફરિયાદીને અપશબ્દો બોલી પથ્થરથી હુમલો, બીજી ઘટનામાં જૂના અખાડાના સાધુ પર હુમલો થયો, અન્નક્ષેત્રની જગ્યા ભાડે આપવા મુદ્દે ત્રણ શખ્સો ઉશ્કેરાયા, સાધુને નીચે પછાડી આંખ પાસે પથ્થરનો ઘા ઝીંક્યો, ભવનાથ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Feb 03, 2026 08:58 am
અસારવામાં જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી, કેન્સરની બીમારીથી કંટાળી પગલું ભર્યાનું સામે આવ્યું, લોકોએ તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી, ગંભીર રીતે દાઝેલા આધેડને સારવાર માટે ખસેડાયા, શાહિબાગ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Feb 03, 2026 08:12 am
6 દિવસના અંતે ગજેરા ગ્રુપના સ્થળે તપાસ પૂર્ણ, દરોડા દરમિયાન રોકડ રકમ, દસ્તાવેજો જપ્ત કર્યા, વસંત ગજેરાના CA સામે પણ ITએ તપાસ કરી, CA અધિકારીઓને તપાસમાં સહકાર નથી આપતો, ડાયમંડ ખરીદી માટે હવાલાથી નાણાં મોકલ્યાની શંકા, કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ IT વિભાગને મળ્યા, જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજ કબ્જે, કરચોરીનો આંક આગામી સમયમાં બહાર આવશે
Feb 03, 2026 08:11 am
12 કલાક બાદ ખજોદ ડમ્પિંગ સાઈડ પર આગ બેકાબૂ, કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા ઉઠ્યા સવાલ, વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ, કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો આક્ષેપ, આ આગ નથી ભ્રષ્ટાચારનો ધુમાડો છે , લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું પાપ કર્યું, કલાકો વીતી ગયા છતાં આગ કાબૂમાં નહીં , જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ ગયા, ભાજપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને બચાવવાનો પ્રયાસ, કૌભાંડમાં નિમાયેલી તપાસ સમિતિની પણ તપાસ થાય
Feb 03, 2026 07:54 am
સિંગતેલના 15 કિલો ડબ્બાના ભાવમાં રૂ. 50 ઘટ્યા, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2900થી ઘટી રૂ. 2850 થયો, કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવમાં રૂ. 30 ઘટ્યો, કપાસિયા તેલનો ભાવ રૂ.2340થી ઘટી રૂ. 2310 થયો , ખાદ્યતેલના ભાવમાં સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી
Feb 03, 2026 07:53 am
રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા, કર્ણાવતી ક્લબથી સાણંદ હાઇવે જોડતા માર્ગે ખાડા, તંત્રએ રિપેર કરવાના બદલે બમ્પ જ હટાવી દીધો, ખાડાની તપાસ કરવાના બદલે નવો રોડ બનાવી દેવાયો, વધુ એક વખત મનપાની ઢાંક પીછોડો કરવાની વૃત્તિ
Feb 03, 2026 07:41 am
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે વિકાસલક્ષી બજેટ , પાણી, ડ્રેનેજ, રોડ, ટ્રાફિક સમસ્યા કોર્પોરેશન માટે પડકાર, સામે ચૂંટણી હોવાથી ટેક્સનું ભારણ આવવાની શક્યતા નહીંવત , કોર્પોરેશનની આર્થિક સ્થિતિ સુધારવા લાગતોમાં થઈ શકે વધારો
Feb 03, 2026 07:25 am
સ્ટેશન ચોક બજારમાંથી લીધેલા નીરાના નમૂના ફેલ, ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાઈ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવતા મળી આવી, આવો નીરો પીવાથી લીવર, પાચનતંત્ર ખરાબ થઇ શકે
Feb 03, 2026 07:25 am
ગાંધીનગરમાં સરપંચને ગ્રામ શક્તિ તાલીમ અપાશે, આજે વિધાનસભામાં સરપંચોને તાલીમ અપાશે, ઉત્તર ગુજરાતના તમામ ગામના સરપંચને અપાશે તાલીમ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ રહેશે હાજર
Feb 03, 2026 07:17 am
પોલીસે વીડિયોના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા, પોલીસને ચેલેન્જ ફેંકતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, મનોજ ભાવસાર, રમેશ સિયાક, દિપક અગ્રવાલની ધરપકડ, પોલીસે ત્રણેય આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવી, સમગ્ર મામલે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Feb 03, 2026 07:16 am
રેસ્ક્યૂ સેન્ટરમાં નીલગાય, જંગલી ભૂંડ રખાશે, દીપડાની વસતી 2023 સુધી 63 ટકા વધી,રાજ્યમાં 2.24 લાખ જેટલી નીલગાય, 2023ની વસતી ગણતરી પ્રમાણે 2,274 દીપડા
Feb 03, 2026 07:15 am
ટ્રાફિકનું ભારણ ઘટાડવા 12 કિમીનો રોડ તૈયાર થશે, વકીલ સાહેબ બ્રિજથી સાણંદ માત્ર 8 મિનિટમાં , 90 કરોડના ખર્ચે 45 મીટર પહોળો રોડ ફોર લેન થશે, અમદાવાદમાં ઔડા ફૂટપાથ, ગ્રીનરી સાથે રોડ બનાવશે, નવા રોડથી વાહનચાલકોને ફાયદો થશે, ડ્રેનજનું કામ પૂર્ણ હોવાથી પાણી ભરાવાની સમસ્યા નહીં નડે
Feb 03, 2026 07:14 am
Feb 03, 2026 07:13 am
અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાશે, ગુજરાતમાં 87 સ્ટેશનનું નવનિર્માણ થશે, ગુજરાતમાં 4,005 કિમી એટલે કે 100% વિદ્યુતિકરણ, દેશના વિવિધ ભાગોમાંથી સોમનાથની ટ્રેન દોડાવાશે
Feb 03, 2026 07:12 am
કેમિકલની ગોળીઓ વાળું પાણી પીતા વિદ્યાર્થી બેભાન, ઝઘડાની અદાવતમાં ધો.6ના વિદ્યાર્થીનું કારસ્તાન, રિસેસમાં મિત્રની બોટલમાં કેમિકલવાળું પાણી ભરી દીધું, મણિનગરની દૂર્ગા સ્કૂલે મામલો રફેદફે કર્યો, સંચાલકોએ સ્કૂલના CCTV ચેક કરતા હકીકત બહાર આવી, બાળકોની હિંસક માનસિકતાથી વાલીઓમાં ચિંતા
Feb 03, 2026 07:11 am
અમદાવાદના સોલામાં ઠંગ દંપતીએ ચૂનો લગાવ્યો, નિકોલમાં રહેતા બે યુવકો સાથે છેતરપિંડી, ઠગ દંપતી 31 લાખ પડાવી ઓફિસ બંધ કરી ફરાર, સોલાની દ્વિશા કન્સલ્ટન્સી સામે પોલીસ ફરિયાદ, રુચિતા બાબુ અને હાર્દવ બાબુ સામે ફરિયાદ
Feb 03, 2026 07:11 am
જિલ્લા પંચાયત ચોકમાં બેન્કમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો, રાત્રે બેન્કમાં આગ લાગતા મોટી જાનહાની ટળી
Feb 03, 2026 07:08 am
મોડી રાત્રે વંથલીમાં ખેલાયો ખુની ખેલ, અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ત્રણથી વધુ શખ્સોએ કર્યો હતો યુવક ઉપર હુમલો, યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો , ફરજ પર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો, વંથલી પોલીસ પહોંચી ઘટના સ્થળે
Feb 03, 2026 07:03 am
યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે , વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડામાં માવઠાની આગાહી, આણંદ, પંચમહાલ, દાહોદમાં માવઠાની આગાહી, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!