
Gujarat Latest News Live : રાજ્યમાં વરસાદની જમાવટ રહેશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, મ.ગુજરાત-ઉ.ગુજરાતમાં વરસાદી ઝાપટા

May 01, 2026 11:59 pm
અમદાવાદ પીસીબી (PCB) એ વૈષ્ણોદેવી બ્રિજ પાસેથી લક્ઝુરિયસ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના પાલીથી આવતા આ જથ્થા સાથે પોલીસે બે સગા ભાઈઓ દિલીપ ચૌહાણ અને સંજય ચૌહાણની ધરપકડ કરી છે, જેઓ બાપુનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસે ₹3.26 લાખની કિંમતની વિદેશી દારૂની 407 બોટલો અને લક્ઝુરિયસ ગાડી મળી કુલ ₹28.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
May 01, 2026 11:45 pm
સરકાર દ્વારા વિકાસની મસમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ ભયાનક છે. તાપી જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા વ્યારાના સરૈયા ગામના ભીલ ફળિયામાં આજે પણ આદિવાસી સમાજ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. સંદેશની ટીમની મુલાકાતમાં વિકાસના પોકળ દાવાઓની થપાટ સમાન સત્ય બહાર આવ્યું છે.
May 01, 2026 11:30 pm
કચ્છ જિલ્લામાં હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અંજાર પોલીસ સક્રિય બની છે. અંજાર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વરસામેડી વિસ્તારમાં કેટલાક શખ્સો હથિયાર સાથે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વરસામેડી નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા બે શખ્સોને આંતરીને તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમની પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી હથિયાર જપ્ત કર્યું હતું.
May 01, 2026 11:15 pm
મોરબી તાલુકાના વનાળિયા ગામે લોહીના સબંધો લજવાયા હોય તેવી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા કૌટુંબિક કાકા અને ભત્રીજા વચ્ચે કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા કાકા સુરેશ રાઠોડે પોતાના જ ભત્રીજા મહેશ રાઠોડ પર તીક્ષ્ણ છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો. કાકાએ ભત્રીજાને શરીરના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
May 01, 2026 11:00 pm
અમદાવાદ શહેર પોલીસ હવે માત્ર ગુનેગારો પર જ નહીં, પરંતુ પોતાની શારીરિક ક્ષમતા અને ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપી રહી છે. 'મિશન ફિટ ખાખી' અભિયાન હેઠળ શાહીબાગ સ્થિત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ કર્મચારીઓ માટે તમામ આધુનિક સાધનોથી સજ્જ નવા જિમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસના પ્રથમ માળે તૈયાર કરાયેલા આ જિમનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાનો હેતુ પોલીસ કર્મચારીઓને તણાવમુક્ત અને શારીરિક રીતે સજ્જ રાખવાનો છે.
May 01, 2026 10:45 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરી છેલ્લા 4 મહિનામાં ₹2.57 કરોડના દંડની વસૂલાત કરી છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે પાર્ક કરેલા 10,598 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે અને રસ્તાઓ પર નડતરરૂપ 25 હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. ઝોન વાઈઝ કાર્યવાહીમાં ઉત્તર ઝોન સૌથી વધુ ₹82 લાખની વસૂલાત સાથે મોખરે રહ્યો છે. લારી-ગલ્લા અને ગેરકાયદે બાંધકામો સામેની આ કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.
May 01, 2026 10:30 pm
જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાઓની સમસ્યા હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. લાંબા સમયથી રસ્તાઓના સમારકામની માંગ કરી રહેલા સ્થાનિકોનો પારો ત્યારે સાતમા આસમાને પહોંચ્યો જ્યારે મનપા કમિશનર અને અન્ય પદાધિકારીઓ જવાહર રોડ પર ચેકિંગ કરવા પહોંચ્યા હતા. બિસ્માર રસ્તાઓથી કંટાળેલા લોકોએ અધિકારીઓને જોઈને તેમને ઘેરી લીધા હતા અને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવી ઉધડો લીધો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે વારંવારની રજૂઆતો છતાં રસ્તાની હાલત સુધારવામાં આવતી નથી.
May 01, 2026 10:15 pm
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના મામલે તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. બેંકની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના નવા ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી લૂંટને અંજામ આપવા માટે એક-બે નહીં, પરંતુ કુલ 7 લૂંટારૂઓ આવ્યા હતા. ધોળે દિવસે આટલી મોટી સંખ્યામાં આવેલા લૂંટારૂઓએ જે રીતે ઓપરેશન પાર પાડ્યું તેનાથી સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
May 01, 2026 10:00 pm
May 01, 2026 09:55 pm
66મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરતના ડુમસ સી-ફેસ ખાતેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું 'ગ્રોથ એન્જિન' ગણાવ્યું હતું. તેમણે સુરતની હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગની વૈશ્વિક ઓળખ તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરની અગ્રેસરતાને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે સુરત મનપાની વિકાસયાત્રા વર્ણવતા 'વિકાસ વાટિકા' અને 'કોફી ટેબલ' પુસ્તકોનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત હવે ગ્રીન અને ફ્યુચર રેડી સિટી તરીકે આગળ વધી રહ્યું છે અને વિકસિત ભારતના સંકલ્પમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
May 01, 2026 09:50 pm
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતના Y જંકશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઐતિહાસિક પોલીસ પરેડ યોજાઈ હતી. 18 પ્લાટુનના 750થી વધુ જવાનોની શિસ્તબદ્ધ પરેડ, વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના સાહસિક મોટરસાયકલ સ્ટંટે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ વિશ્વ વિખ્યાત ગરબા અને પરંપરાગત આદિવાસી નૃત્યોના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિ અને ગૌરવમય બની ગયું હતું. "જય જય ગરવી ગુજરાત"ના નારા સાથે સુરતીઓ સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાયા હતા.

May 01, 2026 09:45 pm
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા રૂપામોરા ગામ પાસે હિટ એન્ડ રનની એક કરુણ ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક યુવક રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી કાર ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
May 01, 2026 09:40 pm
વલસાડ જિલ્લાના ધરમપુર-નાનાપોંઢા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે ટ્રક રોડ પર આવેલા પુલની રેલિંગ તોડીને સીધી નીચે ખાડીમાં ખાબકી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક ખાડીમાં પટકાતા જ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.
May 01, 2026 09:35 pm
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જમીયતપુરા ગામે ગાયો ચરાવવા જેવી નજીવી બાબતે ખેડૂત પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં પાક ઉભો હોવાથી તેમણે રખડતી ગાયોને ખેતરમાં ઘુસાડવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈને ચાર શખ્સોએ ખેડૂત પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ લાકડીઓ વડે ખેડૂતને બેફામ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે કડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
May 01, 2026 09:30 pm
ગુજરાતના રાજકારણમાં હાલ વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોર લાલઘૂમ થયા છે. ગેનીબેને આ નિવેદનને માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર 'મહિલા શક્તિ'નું અપમાન ગણાવ્યું છે.
May 01, 2026 09:15 pm
છોટાઉદેપુર શહેરમાં આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરની પીપલેજ ટોકીઝની બિલકુલ સામે આવેલી એક બંધ હોટલના પરિસરમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. બંધ હોટલમાં મૃતદેહ હોવાની જાણ આસપાસના રહીશોને થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભીડભાડ વાળા વિસ્તારમાં આ પ્રકારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
May 01, 2026 09:00 pm
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બોટાદના પાળિયાદ ગામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગામમાં નવી આઈ.ટી.આઈ. (ITI) શરૂ કરવાના હેતુથી કુમાર શાળાના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેતા સરપંચ વિજયભાઈ ખાચર અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચાયત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ગામના શિક્ષણ અને વિકાસના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેનાથી આગામી સમયમાં પાળિયાદમાં પ્રગતિના નવા માર્ગ ખુલવાની આશા જાગી છે.
May 01, 2026 08:45 pm
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ અપાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક નવો ચિલો ચાતરવામાં આવ્યો છે. AMC ના કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરમાંથી પકડાયેલા પશુઓને બાકરોલ અને દાણીલીમડા સ્થિત 'કરૂણા મંદિર' (ગૌશાળા) ખાતે રાખવામાં આવે છે, જ્યાં હવે પશુઓના છાણમાંથી બાયોગેસ અને વીજળી પેદા કરવામાં આવી રહી છે.
May 01, 2026 08:30 pm
ભાવનગરના વલ્લભીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફેમિલી કોર્ટના આદેશ બાદ પોતાની દીકરીને લેવા ગયેલી ખુશી વાઘેલા નામની મહિલા પર તેના સાસરિયાઓએ જીવલેણ હુમલો કર્યો છે. મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરીના ઘા ઝીંકી મહિલાને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે વલ્લભીપુર પોલીસે ગુનો નોંધી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
May 01, 2026 08:10 pm
દાહોદના દેવગઢ બારીયાના દુધિયા ગામે થનારા બાળ લગ્નને તંત્રએ સમયસૂચકતા વાપરીને અટકાવ્યા છે. સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને મળેલી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન યુવકની ઉંમર લગ્ન માટે નિર્ધારિત 21 વર્ષ કરતા ઓછી હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓની સમજાવટ બાદ પરિવારે લગ્ન મોકૂફ રાખવાની તૈયારી દર્શાવી હતી.
May 01, 2026 07:57 pm
સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડુમસ સી-ફેસ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 'ગુજરાત ગરિમા એવોર્ડ' વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સુરતની વિકાસયાત્રાને આલેખતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ બુક’નું વિમોચન કરાયું હતું. સુરતના આંગણે યોજાયેલા આ કાર્યક્રમે રાજ્યના ગૌરવ અને વિકાસની ગાથાને વધુ પ્રજ્વલિત કરી છે.
May 01, 2026 07:33 pm
May 01, 2026 07:15 pm
કડા સર્વશાખા જ્ઞાતિના કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઊંઝામાં વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે પરંપરાગત નગરયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઊંઝા પંથક 'જય ઉમિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
May 01, 2026 07:00 pm
અમરેલીના સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે પર બપોરના સમયે એક સિંહ અચાનક રસ્તા પર આવી ચડતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ધોમધખતા તાપમાં રઘવાયો થયેલો સિંહ હાઈવે ક્રોસ કરીને સાવરકુંડલા નગરપાલિકાની ગટર યોજનાના નવા બની રહેલા ફિલ્ટર પ્લાન્ટમાં ઘૂસી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સિંહોની સુરક્ષા અને તેમના રહેઠાણ વિસ્તાર અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે.
May 01, 2026 06:45 pm
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિજાપુર ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક હિંસક ઘટના સામે આવી છે. યુવક-યુવતી ભાગી જઈને પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખી રોષે ભરાયેલા શખ્સોએ યુવકના સંબંધીના ઘર પર હુમલો કરી તેને આગને હવાલે કરી દીધું હતું.
May 01, 2026 06:30 pm
ગુજરાતની જીએસટી આવકમાં ગત વર્ષની સરખામણીએ એપ્રિલ મહિનામાં વિક્રમી 44%નો વધારો નોંધાયો છે. એપ્રિલ-2026માં રાજ્યને જીએસટી પેટે ₹9,916 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષે સમાન ગાળામાં ₹6,901 કરોડ હતી. જીએસટી, વેટ અને અન્ય વેરા મળીને કુલ ₹13,703 કરોડની આવક થઈ છે, જેમાં વેટના ₹2,711 કરોડ અને વિદ્યુત શુલ્કના ₹1,055 કરોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે જીએસટી ગ્રોથ 8.7% રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતની પ્રગતિ ઘણી ઊંચી જોવા મળી છે.
May 01, 2026 06:18 pm
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા આજે રાત્રે અમદાવાદના મહેમાન બનશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. આવતીકાલે સવારે તેઓ સુરત જવા રવાના થશે. સુરતમાં આયોજિત દક્ષિણ ગુજરાતની બે દિવસીય 'રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ'ના સમાપન કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
May 01, 2026 06:04 pm
May 01, 2026 05:50 pm
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સેમ્બલિયા ગામેથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં પ્રેમમાં પાગલ બનેલો એક યુવાન મોબાઈલ ટાવરના છેક ઉપરના ભાગે ચડી જતાં સ્થાનિકોમાં જીવ અધ્ધર થઈ ગયા હતા. પોતાના જીવને જોખમમાં મૂકી સ્ટંટબાજી કરતા આ યુવાનનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. હાલ આ મામલે જવાબદાર તંત્ર દ્વારા યુવાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
May 01, 2026 05:46 pm
રાજકોટ રેન્જ પોલીસે બાતમીના આધારે ચોટીલાના ખેરાણા ગામે એક વાડીમાં દરોડો પાડીને મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જુદી-જુદી બ્રાન્ડની કુલ 3600 બોટલો મળી આવી છે, જેની અંદાજિત કિંમત 4 લાખ થાય છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
May 01, 2026 05:30 pm
ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. એક પરિણીત મહિલા અને તેના પ્રેમીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
May 01, 2026 05:15 pm
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ ગામ ગાર્ડન બહાર એક વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું છે. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર એક લારીચાલક વૃક્ષ નીચે દબાઈ જતાં તેમને ઈજા પહોંચી હતી, જેમને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. વૃક્ષ પડવાને કારણે બાજુમાં રહેલો વીજપોલ પણ ઉખડી ગયો હતો, જેનાથી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
May 01, 2026 05:05 pm
રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબા ધામ મુરલીધર નર્સિંગ કોલેજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં ચાલુ લેક્ચર દરમિયાન છત પરનો પંખો અચાનક તૂટી પડતા ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ છે. પંખાના પાંખિયા તૂટીને વિદ્યાર્થિનીઓ પર પડતા ક્લાસરૂમમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ હાલ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કોલેજની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સંચાલકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
May 01, 2026 04:50 pm
કચ્છના મુંદ્રા બંદરે DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) દ્વારા મોટી કાર્યવાહી કરી સિંગાપોરથી આયાત કરાયેલા એક કન્ટેનરમાંથી નકલી સિગારેટનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. બિલ ઓફ એન્ટ્રી વગર ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલી કુલ 82,80,000 નકલી સિગારેટ મળી આવી છે, જેની બજાર કિંમત ₹19.87 કરોડ આંકવામાં આવી છે. DRIએ તમામ જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની તપાસ તેજ કરી છે.
May 01, 2026 04:40 pm
ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 'સ્વાભિમાન પર્વ'ના અવસરે દેશની રાજધાની દિલ્હીથી વિશેષ ટ્રેન મારફતે આશરે 1300 જેટલા યાત્રિકો વેરાવળ રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સોમનાથના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક ધરોહરથી નવી પેઢીને અવગત કરાવવાનો છે.
May 01, 2026 04:25 pm
અમદાવાદ-મહેસાણા હાઈવે પર છેલ્લા ત્રણ દિવસથી અકસ્માતનો સિલસિલો યથાવત છે, જેમાં છત્રાલ પાસે સર્જાયેલા ત્રણ અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. અજાણ્યા વાહનોની ટક્કરે રસ્તો ઓળંગી રહેલા રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં એક દુર્ઘટનામાં બે સગા ભાઈઓના મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. અન્ય બે ઘટનાઓમાં બે અજાણ્યા રાહદારીઓના મોત થયા છે. હાલ છત્રાલ પોલીસે ફરાર વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
May 01, 2026 04:11 pm
સુરતના સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 10 વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘરની નજીક આવેલી કિરાણાની દુકાને સામાન લેવા માટે ગઈ હતી, ત્યારે દુકાનદારની દાનત બગડી હતી. આરોપીએ બાળકીને સામાન આપવાના બહાને દુકાનની અંદર બોલાવી તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર આપવીતી પરિવારને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
May 01, 2026 03:59 pm
રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબા ધામ મુરલીધર નર્સિંગ કોલેજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં ચાલુ લેક્ચર દરમિયાન છત પરનો પંખો અચાનક તૂટી પડતા ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ છે. પંખાના પાંખિયા તૂટીને વિદ્યાર્થિનીઓ પર પડતા ક્લાસરૂમમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ હાલ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કોલેજની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સંચાલકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીનીઓના જીવ જોખમમાં મૂકનાર તંત્ર સામે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
May 01, 2026 03:53 pm
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. જ્યારે એક પરિવાર ઉનાળાની રજાઓ માણવા સિમલા-મનાલીના પ્રવાસે હતો, ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતા પર હાથ સાફ કર્યો હતો.
May 01, 2026 03:45 pm
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામ પાસે આવેલી નર્મદા મેઈન કેનાલમાં એક 22 વર્ષીય યુવાને ઝંપલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વડોદરા અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે અને યુવાનની શોધખોળ હાથ ધરી છે.
May 01, 2026 03:28 pm
અમદાવાદના વટવામાં 1992માં થયેલી હત્યાના કેસમાં મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. 10 દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચના અધિકારીએ કર્યો હતો સંપર્ક,ફરજાના અંગે ક્રાઈમ બ્રાન્ચે કરી હતી પૂછપરછ,ફરજાના 17- 18 વર્ષ ની હતી ત્યારે પરિવાર છોડી દીધો હતો, પરિવારના સભ્યોએ શમશુદ્દીનને મળી ફરજાના અંગે તપાસ કરી,શમશુદ્દીને ફરજાના ગુમ થઈ હોવાનુ પરિવારને જણાવ્યું હતુ, ક્રાઈમ બ્રાંચ અમારા માટે ભગવાન સમાન છે
May 01, 2026 03:10 pm
ભુજ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના હારેલા ઉમેદવારે બળાપો કાઢ્યો છે. અંબાલાલ ગોરે શહેર પ્રમુખ મીત ઠક્કર સામે આક્ષેપો કર્યા છે. ટીકીટ ફાળવણીમાં શહેર પ્રમુખે બેદરકારી રાખી, સારા નહીં પણ પોતાના ઉમેદવાર મુક્યાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખને જીતાડવા ગોઠવણ કરી,અંબાલાલે સોશ્યલ મીડિયામાં કરી પોસ્ટ,પોસ્ટને લઇ ભુજના રાજકારણમા આવ્યો ગરમાવો
May 01, 2026 03:02 pm
રાજ્યસભા અને વિધાનસભાની જેમ કોંગ્રેસ હવે તેના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં કંઈ બાકી નથી રાખ્યું. મેઘરજમાં તાલુકા પંચાયતમાં પણ સત્તાની લડાઈ શરૂ થઈ છે. કોંગ્રેસે 11 સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા,ભાજપ પાસે 10 બેઠક અને અન્યની એક બેઠક છે.જોડતોડની રાજનીતિ દૂર રાખવા કવાયત,કોંગ્રેસની સત્તા ધરાવતા રાજ્યમાં ખસેડાયા, કોંગ્રેસના સભ્યો પાસેથી ફોન પણ લઈ લેવાયા, ભાજપની સત્તા પર આવવાની રણનીતિ સામે કોંગ્રેસ સક્રિય
May 01, 2026 02:59 pm
1. Gujarat Weather News: ચાલુ મહિનામાં ગરમીનું જોર વધશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર વધુ વર્તાશે
3. IPL મેચ દરમિાયન વેપિંગ કરતાં રિયાન પરાગને BCCIએ ફટકાર્યો દંડ, ડ્રેસિંગ રૂમ અને શિસ્ત પર ઉઠયા સવાલ
6. Rajkot:આકાશમાંથી વરસતી અગનજ્વાળા વચ્ચે સિવિલ હોસ્પિટલ એલર્ટ, હિટવેવ વોર્ડમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ
7. GST Collection: ભારતની તિજોરી છલકાઇ!એપ્રિલમાં GST કલેક્શન અધધધધ કરોડની સર્વોચ્ય સપાટીએ..
8. Rajkot: સ્માર્ટ સિટીની જીજાબાઈ ટાઉનશિપમાં પાણીની વિકટ સમસ્યા, રહેવાસીઓ ટેન્કર મંગાવવા મજબૂર
9. Gandhinagar: આંગણવાડી કર્મચારી સંઘનો હુંકાર, સરકાર સાથેની ચર્ચાઓ અનિર્ણિત રહેતા ભારે રોષ
10. Gujarat News: રાજ્યની માથાદીઠ આવક ત્રણ લાખને પાર, રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60 ટકા વધુ
May 01, 2026 02:37 pm
ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવેલા પરિણામો અંગે મંથન કરશે. કાલથી 5 દિવસ સુધી પરિણામોનું કરશે એનાલીસિસ,કોંગ્રેસ પ્રદેશ નેતા, વિપક્ષ નેતાની અધ્યક્ષતાં બેઠક, 2થી 6 મે સુધી અલગ અલગ દિવસે ઝોન વાઈઝ બેઠક, જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખો રહેશે હાજર,પ્રભારીઓ પણ રિવ્યુ બેઠકમાં રહેશે ઉપસ્થિત
May 01, 2026 02:11 pm
ગુજરાતમાં આ વખતે ગરમી વધુ તીવ્ર બનશે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાલુ મહિને ગરમીનું જોર વધશે. આગામી ત્રણ ચાર દિવસમાં ગરમીમાં વધારો નોંધાશે.તાપમાન સામાન્ય સ્તરથી ઉપર રહેશે.સમગ્ર ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં વધુ અસર જોવા મળશે.
May 01, 2026 01:58 pm
થરાદમાં યોજાયેલા સમૂહલગ્નમાં જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે ઋષિ ભારતી બાપુએ હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન નથી. ગેનીબેન પર આપેલું નિવેદન નારી શક્તિનું અપમાન છે.નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત અભદ્ર વ્યવહાર કહેવાય. તેમણે માતૃશક્તિના અપમાન સામે સમાજને વિરોધ કરવા અપીલ કરી હતી. ભાજપ પ્રમુખના નિવેદનથી સંતો અને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
May 01, 2026 12:44 pm
ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારીઓનું મહાસંમેલન યોજાશે. વેતન વધારાની માગ સાથે રાજ્યભરની બહેનો ઉમટી પડશે. સરકાર સાથેની ચર્ચાઓ અનિર્ણિત રહેતા ભારે રોષ ફેલાયો છે. સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવા માગ કરાઈ છે. વધારાની કામગીરી બંધ કરવા સંઘનો સ્પષ્ટ સંદેશ છે.
May 01, 2026 12:08 pm
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 2થી4 મે દરમિયાન ઉત્તર ભારતમાં હવામાન પલટાશે. 6થી 12 મે દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. ભારે પવન અને છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે. 13થી 21 મે સુધી ફરી પશ્ચિમી વિક્ષેપ સર્જાઈ શકે છે. જેથી 11થી 20 મે દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. 23મી મે આસપાસ હવામાન બદલાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે. મે મહિનાના અંતમાં ગરમીમાં વધારો થશે. જૂનની શરૂઆતમાં વરસાદ પડી શકે છે.
May 01, 2026 12:00 pm
ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ તંત્ર એક્શનમાં આવ્યું છે. દ્વારકામાં સતત બીજા દિવસે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. વરવાળા અને પોસીત્રામાં ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સરકારી સર્વે નંબરની જમીન પર દબાણો દૂર કરાયા છે. 15 હજારથી વધુ ચોરસ મીટર પરના દબાણો દૂર કરાયા, અંદાજિત સવા કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ
May 01, 2026 11:57 am
1.Porbandar: અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, જન્મેલા બાળકને દાટી દેનાર માતા સામે પોલીસનો સકંજો
2. Gujarat News: ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાનો સફાયો થશે, ભાજપને 125 ફરિયાદો મળી
4. UP News : યુપીમાં વરસાદ અને વીજળી પડવાથી ભારે તબાહી, 24 લોકોનાં મોત
5. Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે
9. Gujarat News: હેલ્મેટ પહેરીને નીકળજો નહીં તો મેમો મળશે, આજથી એક મહિના સુધી યોજાશે ટ્રાફિક ડ્રાઈવ
May 01, 2026 11:36 am
રાજકોટમાં સ્માર્ટ સિટી વિસ્તારમાં પાણી માટે પોકાર ઉભો થયો છે. જીજાબાઈ ટાઉનશિપમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. 1144 ફ્લેટ ધારકો પાસે પીવાના પાણીની લાઈન નથી. પાણી વિના 800થી વધુ પરિવારે પરેશના થઈ રહ્યાં છે. ટાઉનશીપમાં પીવાના પાણીના બોર પણ નથી.
May 01, 2026 11:09 am
પાલનપુરમાં આચારસંહિતા હટતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે. કોઝીથી એરોમા સર્કલ સુધી મેગા ડિમોલિશન હાથ ધરાશે. 8 લેન માર્ગની કામગીરી પહેલા દબાણ હટાવાયા છે. લારી ગલ્લા, પાથરણાવાળાના દબાણોનો સફાયો કરાયો છે. ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા આક્રમક ઝુંબેશ,તંત્રના કડક વલણથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ
May 01, 2026 10:47 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપમાં શિસ્તનો કોરડો વિઝાશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ સામે એક્શન લેવાશે. પ્રદેશ ભાજપને કૂલ 125 જેટલી ફરિયાદો મળી છે. સ્થાનિક સંસ્થાઓની રચના બાદ મોટી કાર્યવાહી થશે. વિરોધ કરનારા તત્વોની શિસ્ત સમિતિ ઉલટતપાસ કરશે.
May 01, 2026 10:40 am
અમદાવાદ શહેરમાં હેલ્મેટ ડ્રાઈવ માત્ર કાગળ પર જોવા મળી છે. પોલીસ કમિશનર કચેરીમાં ડ્રાઈવ જ નથી યોજાઈ. વિવિધ સરકારી કચેરીઓમાં પણ ડ્રાઈવ યોજાઈ નથી. સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના કર્મચારીઓ જોવા મળ્યાં છે. એક મહિનો હેલ્મેટ ડ્રાઈવ યોજવાના પરિપત્રનો ફિયાસ્કો થયો છે. STBના SPના પરિપત્રને ઘોળીને પી જવાયો છે.
May 01, 2026 10:20 am
નવસારીના વિજલપોરમાં મોડી રાત્રે બબાલ થઈ હતી. જૂની અદાવતમાં છ લોકોએ ભેગા થઈને આંબેડકરનગરના બે યુવાનોને માર માર્યો હતો. લાકડાના ફટકા અને પાઈપથી ઢોર માર માર્યો હતો. પોલીસે માર મારનારા 6 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
May 01, 2026 10:13 am
સુરતમાં ખજોદ સાઈટમાં આગ રોકવા એક્શન શરૂ કરવામાં આવી છે. દિલ્હીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોની ખાસ મદદ લેવામાં આવી છે. હવે ડ્રોનથી મિથેન હોટસ્પોટની ઓળખ કરાશે. કચરામાં ભભૂકતી આગ પર બાયોકલ્ચરથી અંકુશ મળે. ખતરનાક મિથેન ગેસ મોટી આફત બન્યો છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા કાયમી ઉકેલની તૈયારી કરાઈ છે.
May 01, 2026 09:50 am
જૂનાગઢના ભવનાથમાં પ્લાસ્ટિક ખાતા એક સાબરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ આ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. વન્ય પ્રાણીઓ માટે પ્લાસ્ટિક નુકસાનકારક છે.
May 01, 2026 09:09 am
પ્રતિબંધિત વન્યજીવ તસ્કરીનું નેટવર્ક ઝડપાયું છે. ઈન્ડિયન પેન્ગોલિન સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કરોડોની કિંમત છે. સેવાલિયા ચેકપોસ્ટ પાસેથી આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. છેતરપિંડી કરીને કાર ભાડે લેવા બદલ અમદાવાદ CID ક્રાઈમમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાઈ છે. CID ક્રાઈમ અને વન વિભાગની સંયુક્ત ઓપરેશન હતું.
May 01, 2026 08:42 am
આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી સુરત ખાતે થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સોશિયલમાં પોસ્ટ લખીને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાો પાઠવી છે. ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે, ગુજરાત ગતિશીલતા, મહેનતથી વિશ્વમાં ઓળખાય છે
May 01, 2026 08:37 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે પદ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે. મેયર, ડેપ્યુટી મેયર, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે સેન્સ લેવાશે. જિ.પં.પ્રમુખ, ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન માટે સેન્સ.ભાજપની સેન્સ પ્રક્રિયા ત્રણ દિવસ ચાલશે.સેન્સ બાદ નામ પર અંતિમ મહોર વાગશે.ચૂંટણી સમિતિમાં નામ પર અંતિમ મહોર વાગશે
May 01, 2026 08:21 am
રાજકોટમાં આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આર્મીના જવાન પર શારીરિક શોષણની ફરિયાદ દાખલ કરાઈ છે. લગ્નની લાલચમાં બે વર્ષ સુધી શોષણ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. જવાન સંજય મકવાણા સામે પોલીસ ફરિયાદ, પીડિત યુવતીએ બુલેટ ગિફ્ટમાં આપ્યું હતું
May 01, 2026 08:09 am
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો થયો છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રુ.993નો વધારો કરાયો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રુ. 3071.50 થયો છે.ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં.
May 01, 2026 08:05 am
વડોદરામાં એસએસજી હોસ્પિટલના તબિબોની હડતાળ સમેટાઈ છે. સરકારે બાંહેધરી આપતા હડતાળનો અંત આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં તબીબોને દર્દીના પરિવારે માર માર્યો હતો. મૃતદેહ લેવા પરિવાર કોલ્ડરૂમમાં પહોંચ્યો હતો. ડીકંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
May 01, 2026 07:55 am
મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7502 બેઠકો પર વિજય મેળવ્યો છે.જ્યારે 9999માંથી 5269 બેઠકો ચૂંટણી લડનારા AAPના ઉમેદવારો પૈકી 68.86 ટકા અર્થાત 3365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાં AAPના ઉમેદવારોએ 1.66 ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા 1703 સહિત 6218 ઉમેદવારની ડિપોઝીટ બચી છે.જે 73.67 ટકા થવા જાય છે.આ ચૂંટણીમાં કોંગ્રેસે 12 બિનહરિફ ઉપરાંત 8441 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા 4000 અને પંચાયતોમાં 3000ની ડિપોઝીટ લેવાય છે.આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્થિતિ તરીકે જોવામાં આવે છે.
May 01, 2026 07:47 am
વડોદરામાં મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થયો છે. બનાસકાંઠાનો પરમ મકવાણા ગુમ થયો છે. તે MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને મેડિકલ હોસ્ટેલમાં રહેતો હતો. મંગળવારે 1600 રૂપિયા લઇ નીકળ્યો હતો, બે દિવસ સુધી મળી ન આવતા શોધખોળ હાથ ધરાઈ છે. રાવપુરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
May 01, 2026 07:31 am
એપ્રિલ માસ ગુજરાત અને અમદાવાદ માટે અસહ્ય ગરમ મહિનો રહ્યો છે. જેમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું હતું.આ માસમાં ગુજરાતમાં હીટ રિલેટેડ 1831 કેસ ઈમરજન્સી સેવા 108 માં નોંધાયા હતા.જેમાં ખૂબ જ વધારે કહી શકાય તેમ 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર વર્તાતા તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.જેમાંથી 11 કેસો અમદાવાદના છે.ગુજરાતમાં ગરમી દિમાગમાં ચઢી જવાના ત્રણ, ડિહાઈડ્રેશનના 46, ભારે તાવના 1569, પેટમાં અસહ્ય દુઃખાવાના 36 બેભાન થઈ જવાના 16 અને ઝાડા-ઉલટીના 76 કેસ નોંધાયા હતા.
May 01, 2026 07:24 am
રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ગ્રીન લેન્ડ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે પીકઅપ ટ્રકે પલટી મારી હતી. શાકભાજી ભરેલા પીકઅપ ટ્રકને અકસ્માત નડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.
May 01, 2026 07:07 am
મહેસાણામાં કરોડોના ટેન્ડરના બહાને મોટી ઠગાઈ આચરવામાં આવી છે. NFTCના નામે લાખોનું કૌભાંડ આચરાયું છે. વિસનગરના ભેજાબાજે ડ્રાઈવરને પણ ન છોડ્યો, કુલ 65.05 લાખથી વધુની છેતરપિંડી કરી, પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી, મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
May 01, 2026 06:58 am
અમદાવાદમાં ફ્લાઈટો મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવાઈ મુસાફરીમાં વિલંબથી મુસાફરો પરેશાન થયાં છે. સ્પાઈસ જેટની ફ્લાઈટો મોડી પડી છે. અમદાવાદથી ઓપરેટ થતી 13 ફ્લાઈટ મોડી પડી છે. સ્પાઈસ જેટની મુંબઈ જતી ત્રણ ફલાઈટ મોડી પડી છે.
May 01, 2026 06:58 am
અમદાવાદ મહાનગર પાલિકા ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કામ કરશે. AMC 100 જંક્શન પર કામગીરી કરશે. 37 જંક્શન પર કામ પૂર્ણ, 12 પર કામ ચાલુ કરાયું છે. 76 જગ્યાઓ પર લેફ્ટ ટર્ન ફ્રી કર્યા છે.વાહનચાલકોનો સમય ન બગડે તે માટે આયોજન કરાયું છે. ટ્રાફિક નિયમોના સાઈન બોર્ડ લગાવ્યા છે.
May 01, 2026 06:58 am
અમદાવાદમાં એશિયન ગેમ્સ 2038 યોજાઈ શકે છે. ગેમ્સ માટે OCAએ અમદાવાદની બિડ સ્વીકારી છે.એશિયન ગેમ્સ અમદાવાદમાં યોજવા બીડ કરવામાં આવી હતી. OCA એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં બિડ સ્વિકારાઈ,OCA પ્રમુખ, એક્ઝિક્યુટિવ બોર્ડે બિડની કરી પ્રશંસા, ઇન્સ્પેક્શન માટે OCA ઇવેલ્યુએશન કમિટી અમદાવાદ આવશે, સપ્ટેમ્બર 2026માં જાપાનમાં બિડ માટે લેવાશે નિર્ણય
May 01, 2026 06:51 am
ગુજરાતમાં આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. પાંચ દિવસ વાતાવરણ ગરમ અને સૂકુ રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગરમાં 42, અમદાવાદમાં 41.7, ગાંધીનગરમાં 41, ડિસામાં 40, કંડલામાં 41, ભુજમાં 40, અમરેલીમાં 40.7, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
May 01, 2026 06:51 am
આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ઉજવણી કરાશે.રાજ્યકક્ષાના કાર્યક્રમની સુરતમાં ભવ્ય ઉજવણી થશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહેશે. પરેડની ઉજવણી સાંજે 06 વાગ્યાથી શરૂ થશે. વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી પોલીસ પરેડ ચાલશે.પોલીસ પરેડ યોજીને સ્થાપના દિવસની ઉજવણી કરાશે.
May 01, 2026 06:51 am
ગુજરાતમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ યોજાશે. સરકારી અને બિન સરકારી વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ હેલ્મેટ ડ્રાઈવ યોજશે. વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર ચેકિંગ કરાશે. હેલમેટ વિના વાહન ચલાવનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે.મે મહિના દરમ્યાન ડ્રાઈવ યોજવા ટ્રાફિક બ્રાન્ચના આદેશ છૂટ્યા છે.હેલમેટ ડ્રાઈવના ડે ટુ ડે રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.
May 01, 2026 06:50 am
રાજકોટના કાળી પાટ નજીક દૂધનું પીકઅપ વાન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહનમાં સવાર 9 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Latest News Live : રાજ્યમાં વરસાદની જમાવટ રહેશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, મ.ગુજરાત-ઉ.ગુજરાતમાં વરસાદી ઝાપટા

Gandhinagar: મણિપુરની સીમમાંથી ચોરાયેલ ઘેટા ચોર ઝડપાયો

Gandhinagar: પત્ની, અઢી વર્ષની પુત્રીની નજર સામે ધારીયા-લાકડીઓ વડે માર મારતા 4 સામે ગુનો નોંધાયો

Himatnagar: 4 જુલાઇથી મઘા નક્ષત્રનો પ્રારંભ, વરસાદના યોગ

Mehsana: માનવઆશ્રામ પાસે 108 રોડ પર ઓટલા, સીડીના દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ

Monsoon 2026 : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 24 જિલ્લામાં એલર્ટ, 22 કલાકમાં 72 તાલુકા પાણી-પાણી..!

બડી મા : લતા મંગેશકરનું પહેલું હિન્દી અને પહેલું યુગલ ગીત!

શિક્ષક, વિદ્યાર્થીઓ અને શાળાઓની વધ ઘટ સમસ્યા

ગુસ્સો, ઈર્ષ્યા, ગમગીની, હતાશા : મનને જે મળે છે તે જ એ પાછું આપે છે

ગુરુતા ગ્રંથિ : કવચ કે મજબૂરી?

Monsoon 2026 : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 24 જિલ્લામાં એલર્ટ, 22 કલાકમાં 72 તાલુકા પાણી-પાણી..!