
Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Jan 14, 2026 11:44 pm
સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલી દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. એક દુકાનમાં લાગેલી આગ અન્ય દુકાનમાં પ્રસરી ગઈ હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી. ફાયર વિભાગની ટીમ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે રવાના થઈ હતી. આ ટીમે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Jan 14, 2026 11:10 pm
રાજકોટના જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માત સર્જનાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે.
Jan 14, 2026 10:32 pm
પાલીતાણાના ખત્રીવાડમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જૂથના ચાર લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે.
Jan 14, 2026 10:07 pm
ગુજરાતમાં ઉત્તરાયણની મજા વચ્ચે ઈમરજન્સી કેસ અચાનક વધ્યા છે, સાંજે 6 વાગ્યા સુધીમાં 3810 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 492નો વધારો થયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં ગત વર્ષના 3,318ની સામે 3,810 કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ આ કેસમાં એકદમ ઉછાળો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધીમાં પાંચ હજાર ઈમરજન્સી કેસ નોંધાયા હતાં. જે ગત વર્ષે 4266 હતાં. આજે 734 કેસનો વધારો નોંધાયો છે.
Jan 14, 2026 09:51 pm
બાવળા સાણંદ રોડ પર હીટ એન્ડ રનમાં એકનું મોત નિપજ્યું છે. લોદરીયાળ ગામના પાટીયા નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે.અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો છે.એક યુવકનું ઘટનાસ્થળે મોત જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલ લવાયો છે.ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
Jan 14, 2026 08:23 pm
જંબુસરમાં પતંગની દોરીથી વડોદરા જઈ રહેલા બાઈકસવારનું ગળું કપાયું હોવાનો બનાવ સામે આવ્યો છે.ઇમરાન નામના વ્યક્તિને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તને વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયો છે.
Jan 14, 2026 08:05 pm
સુરતમાં ચંદ્રશેખર બ્રિજ પર બાઈક પર પિતા, પુત્રી અને માતા પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન બાઈકનું બેલેન્સ બગડતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી ત્રણ લોકો બ્રિજ પરથી નીચે પટકાયા હતાં. આ ઘટનામાં પિતા અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે માતાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 14, 2026 07:53 pm
આણંદ જિલ્લામાં ઉતરાયણના દિવસે પતંગની દોરી જીવલેણ બની છે. પતંગની દોરીથી ચાર લોકોના ગળા અને એકનું નાક કપાયું છે. તમામ બનાવમાં 108ની ટીમોએ તાત્કાલિક સારવાર આપી ઈજાગ્રસ્તોના જીવ બચાવ્યા છે. આણંદ જિલ્લામાં પતંગ દોરીથી 5 ઈજાગ્રસ્ત થયાં છે.
Jan 14, 2026 07:20 pm
ગુજરાતમાં ઉત્તરાયણની મજા વચ્ચે ઈમરજન્સી કેસ અચાનક વધ્યા છે, સાંજે 6 વાગ્યા સુધીમાં 3810 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 492નો વધારો થયો છે. ગત વર્ષના 3,318ની સામે 3,810 કેસ નોંધાયા છે.
Jan 14, 2026 07:10 pm
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ,સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના ૩૬ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા રાજ્યના દરેક જિલ્લાના એક-એક તેમજ નગરપાલિકા વિસ્તારના શ્રેષ્ઠ શિક્ષકો મળી કુલ ૩૬ શિક્ષકોને તેમની ઉમદા અને સમર્પિત શૈક્ષણિક સેવાઓ બદલ સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
Jan 14, 2026 06:55 pm
ખંભાતના પતરીયાપુરા નેજા તરફથી જતા બાઈક ચાલક યુવક પર દોરી વચ્ચે આવી જતા નાકના ઉપરનો ભાગ કપાઈ જતા ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુ મોકલવામાં આવ્યા હતી. પુનમભાઈ મઘજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 23 રહે. બાજીપુરા તાલુકો ખંભાત. તેમને દોરી વચ્ચે આવી જતા નાકના ભાગે ઉપરનો ભાગ કપાઈ જવા પામેલ. તેમને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને નાકના ભાગે તેમને 16 ટાંકા આપવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.
Jan 14, 2026 06:43 pm
આજે ઉત્તરાયણનો તહેવાર ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરતી એક પોસ્ટ કરી છે. તેમણે ઉત્તરાયણ પછી દોરી હટાવવા અપીલ કરી છે. ટેરેસ અને વૃક્ષો પરથી દોરી હટાવવા તેમણે લોકોને અપીલ કરી છે. લટકતી દોરી પક્ષીઓ અને લોકો માટે જોખમી છે. નાગરિકોને સલામતી માટે સહકાર આપવા વિનંતી કરી છે.
Jan 14, 2026 06:19 pm
વડોદરામાં પતંગ પકડવા જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. 33 વર્ષિય શંકર રાઠવાનું વીજકરંટથી મોત નિપજ્યું છે. વીજ વાયર અડી જતાં યુવકને કરંટ લાગ્યો હતો. યુવકને ઈજા થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
Jan 14, 2026 06:00 pm
1. Kristian Clarke કોણ છે? યુવા બોલરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કર્યા આઉટ?
2. Jamnagar News: એરપોર્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
4. Business News: ભારતીય તેલ કંપનીઓએ વિદેશમાં લગાવી મોટી છલાંગ, અબુ ધાબીમાં મળ્યું ક્રૂડ ઓઇલ
5. World News : ઈરાન તાત્કાલિક છોડી દો.. ભારતીય દૂતાવાસે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
6. Banaskantha News: પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી
7. Rajkot News: જસદણમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, 25 લોકોએ ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો
8. Iranના વિરોધ પર ટ્રમ્પનો કડક સૂર: “લોકો દાયકાઓથી નર્ક જેવું જીવન જીવી રહ્યા છે”
9. Business : ભારતીય ઈકોનોમીના વિકાસને કોઈ નહીં અટકાવી શકે, વર્લ્ડ બેન્કે પણ બતાવી લીલીઝંડી
10. Iran US War: મિસાઇલ અને બોમ્બ ફડ્યા વગર ઈરાન અને અમેરિકા વચ્ચે શરુ થયુ યુદ્ધ, જાણો શું છે મામલો?
Jan 14, 2026 05:56 pm
ગુજરાતમાં આજે વહેલી સવારથી જ પતંગબાજો ધાબે ચઢીને ઉત્તરાયણની મોજ કરી રહ્યાં છે. ત્યારે તેની સાથે રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં માત્ર 1962 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. આ કેસમાં 140નો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ગત વર્ષના 945ની સામે આ વર્ષે 805 કેસ નોંધાયા છે. એનિમલ ઈમરજન્સીના 585 અને બર્ડ ઈમરજન્સીના કૂલ 220 કેસ નોંધાયા છે.
Jan 14, 2026 05:43 pm
આણંદમાં જીટોડિયાથી મોગરી જતા રોડ પર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હતું. આ યુવકને 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Jan 14, 2026 05:35 pm
ગુજરાતમાં આજે સર્વત્ર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. ત્યારે મંત્રીઓથી લઈને સેલિબ્રિટિઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરો સાથે ઉત્સાહથી ઉજવણી કરી હતી. તેમણે પીપળાવાળી પોળ, માયા બજારમાં રહિશો સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Jan 14, 2026 05:14 pm
કડીના સુજાતપુરા રોડ પર અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર અંડરપાસની દિવાલ સાથે અથડાતા ચાલકનું મોત નિપજ્યું છે. કાર ચાલક હરેશ દરજીનું મોત નિપજ્યું છે અને અન્ય એકને ઈજા પહોંચી છે.
Jan 14, 2026 04:52 pm
તાજેતરમાં જ ગુજરાતની હાઈકોર્ટ અને લોઅર કોર્ટ સહિત સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. હવે જામનગર એરપોર્ટને આ પ્રકારનો મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને ચેકિંગ શરૂ કર્યું હતું.
Jan 14, 2026 04:35 pm
બનાસકાંઠાના પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલ એક સગીરાને લલચાવીને જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં તેણે સગીરા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે ઉદ્યોગપતિ સામે ફરિયાદ કરતાં પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપી હસમુખ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
Jan 14, 2026 04:18 pm
રાજકોટ જિલ્લાના જસદણમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. રાણીગપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્રણ લોકો ઉપર 20થી 25 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ભોજપુરી અને ગુંદા ગામના લોકોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Jan 14, 2026 04:03 pm
રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. સંજયસિંહે લોકોને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, મહુધા વિધાનસભા વધુ વિકસિત થશે. 151 દીકરીઓના સમૂહ લગ્નનું આ વર્ષે પણ આયોજન કરાશે.
Jan 14, 2026 03:57 pm
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બનાવ્યું છે સેન્ટર, ઇજાગ્રસ્ત પક્ષીઓની કરવામાં આવે છે સારવાર, અત્યાર સુધી પક્ષીઓને લગતા 38 કોલ આવ્યા , મેયર દક્ષેશ મેવાણી, સુરત પ્રમુખ પરેશ પટેલ રહ્યા હાજર
Jan 14, 2026 03:24 pm
મોંઘવારીને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડાયું, સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા 15 નિયમ ઘડાયા, ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજે નિયમો ઘડ્યા, સગાઇમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઇ શકશે, લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ , હલ્દી રસમ, પ્રિ વેડિંગ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ , લગ્ન પ્રસંગે કન્યા પક્ષે સોના ચાંદીના દાગીના આપવાના રહેશે, ઝાંજરી, ચૂડી, મંગળસૂત્ર, ચૂની આપવાનું રહેશે , ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં મુદ્દા ઘડાયા
Jan 14, 2026 03:14 pm
સિંગર જીગરદાન ગઢવીએ અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી, મણીનગર વિસ્તારમાં નિવાસસ્થાને પતંગ ચગાવ્યો, સંગીતના સૂરો સાથે પવન ચગાવી આનંદ માણ્યો
Jan 14, 2026 03:13 pm
પવનની ગતિ ધીમી પડતા લોકોના ઉત્સાહમાં ઘટાડો, સવારે પવન સારો હતો, બપોરે પવન જ નથી, સાંજે સારો પવન રહે તેવી આશા
Jan 14, 2026 02:32 pm
રાજ્યમાં પતંગની દોરીએ બેના લીધા જીવ, જંબુસરના પીલુદરામાં એકનું મોત, પતંગની દોરીથી ગળું કપાતા બાઇકચાલકનું મોત, રાહુલ પરમાર નામના વ્યક્તિનું મોત, અરવલ્લીમાં પતંગની દોરીથી સગીરનું મોત
Jan 14, 2026 02:24 pm
સિંગર કિર્તીદાન ગઢવીએ ઉત્તરાયણની કરી ઉજવણી, કથાકાર જિગ્નેશ દાદા સાથે કરી ઉત્તરાયણ ઉજવણી, કિર્તીદાન ગઢવીના સૂર સાથે પતંગ ચગાવવાની મોજ, કિર્તીદાને ગઢવીએ પત્ની સાથે ચગાવ્યો પતંગ
Jan 14, 2026 02:23 pm
નાના મોટા દસ જેટલા પક્ષીઓને સારવાર અપાઈ, પ્રાણી જીવરક્ષક સંસ્થાએ ઘાયલ પક્ષીઓને સારવાર આપી, ઉત્તરાયણમાં આઠ જેટલાં પક્ષીઓનાં મોત
Jan 14, 2026 02:16 pm
મુંબઈના ગ્રુપે નવસારીના ટેરેસ પર માહોલ જમાવ્યો, મુંબઈથી આવેલા ગ્રૂપે પતંગ ચગાવવાની મજા માણી, પ્રથમવાર નવસારી આવી પતંગ ચગાવી મોજ કરી, ઓછા પવનમાં પણ ઠુમકા લગાવી ઉડાવ્યા પતંગ
Jan 14, 2026 02:12 pm
ટંકારાની છતર GIDCમાં દારુ ભરેલું ગોડાઉન પકડાયું, 1 કરોડથી વધુના વિદેશી દારૂ સહિત 3ની ધરપકડ, આરોપી કમલેશ, જીતમલ અને નાનીલાલની ધરપકડ , ટ્રેઈલર, પીકઅપ વાન સહિત 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, ફરાર આરોપી અને દારુ મોકલનાર સામે ગુનો દાખલ
Jan 14, 2026 01:59 pm
NRI પણ મનાવી રહ્યા છે ઉત્તરાયણ , પતંગની સાથે ગરબાની મોજ , નવરાત્રીના બદલે NRI ઉત્તરાયણમાં ગરબે ઘૂમ્યા
Jan 14, 2026 01:58 pm
પરિવાર સાથે હર્ષ સંઘવીએ ઉત્તરાયણ ઉજવી, પુત્રી માટે હર્ષ સંઘવીએ જાતે પતંગની કિન્યા બાંધી, હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી
Jan 14, 2026 01:56 pm
મનસુખભાઈ માંડવીયાના વતનમાં કાર્યક્રમ, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, અરુણ ગોવિલની હાજરી, વન મંત્રી અર્જુન મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત, કપિલ દેવ હણોલના ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા, વિદેશી પ્રવાસીઓએ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરી, માંડવિયાએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી
Jan 14, 2026 01:55 pm
મોપેડ સવાર ૧૭ વર્ષીય તીર્થ પટેલ નામના યુવકનું કરુણ મોત, ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસેની ઘટના
Jan 14, 2026 01:54 pm
ડુમિયાણી ગામે ઉત્તરાયણના દિવસે કરી તોડફોડ, અજાણ્યા શખ્સોએ ગામમાં કરી તોડફોડ , અલગ-અલગ શેરીઓમાં તોડફોડ કરી ફરાર થયા, પાણીની લાઇન, ગટર લાઇન, બાંકડા તોડી નાખ્યા, ગ્રામ પંચાયતના 3 કેમેરા પણ તોડી નાખ્યા , અસામાજિક તત્વોના કૃત્યને લઇ લોકોમાં રોષ, પોલીસે ગામમાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 01:53 pm
ઉત્તરાયણ નિમિતે હર્ષ સંઘવીએ ગૌ માતાની પૂજા કરી, પીપલોદ ગોવર્ધન હવેલી ખાતે પૂજા પાઠ કર્યા, હવેલી ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
Jan 14, 2026 01:53 pm
મેયરે પતંગ ચગાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી , SBKD કોમ્પલેક્ષ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવી, કાયપો છેની બૂમો વચ્ચે આકાશ પતંગોથી બન્યું રંગીન
Jan 14, 2026 01:24 pm
શાહપુર પોલીસ ચોકી પાસે યુવકનું મોઢું કપાયું , 34 વર્ષીય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Jan 14, 2026 01:23 pm
સાંસદ મનસુખ વસાવાએ કરી ઉત્તરાયણની ઉજવણી, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ ઉજવણીમાં જોડાયા, નપા કારોબારી અધ્યક્ષ સહિત કાર્યકરોએ કરી ઉજવણી
Jan 14, 2026 01:22 pm
મંદિરમાંથી 13 કિલો ચાંદી, 3 તોલા સોનાની ચોરી, સવારે અઢીથી પાંચની વચ્ચે તસ્કરો ત્રાટક્યા, ચાંદીના નાગ, ઘડો, પાવડી, મુગટની ચોરી, માતાજીનો સોનાનો સેટ, વાળીની કરી ચોરી, નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી
Jan 14, 2026 12:53 pm
પિયુષ પોઈન્ટ વિસ્તારમા બાઈકચાલક થયો ઘાયલ, માતા સાથે જઇ રહેલા બાઇકચાલકને ગંભીર ઇજા, યુવકને મોઢાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા
Jan 14, 2026 12:52 pm
ઇમરજન્સી કોલ્સમાં મોટો વધારો નોંધાયો, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયો, ગત વર્ષ કરતા 32 કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયો, પ્રાણીઓ ઇજાગ્રસ્ત થવાના 408 કોલ્સ મળ્યા , પંખીઓ ઇજાગ્રસ્ત થવાના 102 કોલ્સ મળ્યા
Jan 14, 2026 12:49 pm
રાજ્ય સરકારના મંત્રી પી.સી બરંડાએ પતંગ ચગાવ્યા, મંદિર પરિસરમાં પતંગ ચગાવી મનાવી ઉત્તરાયણ, નવરચિત શામળાજી તાલુકામાં પ્રથમ ઉત્તરાયણ ઉત્સવ, પી.સી બરંડાએ પાઠવી ઉત્તરાયણની શુભેચ્છાઓ
Jan 14, 2026 12:42 pm
56 વર્ષીય ભૂપત પાટડિયાને ચાઇનીઝ દોરીથી ઇજા, આધેડને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, ચાઇનીઝ દોરીથી આધેડને ગળાના ભાગે 7 ટાંકા આવ્યા, પ્રતિબંધિત દોરીથી સાવધ રહેવા તંત્રની અપીલ
Jan 14, 2026 12:42 pm
કારચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત, કાર ડિવાઇડરની રેલિંગ તોડી બંધ દુકાનમાં ઘુસી, રાત્રિના સમયે દુકાન બંધ હોવાથી જાનહાનિ ટળી, કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ આશંકા, કારમાંથી ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ મળી, બોડેલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Jan 14, 2026 12:40 pm
CP અનુપમસિંહ ગહેલોતે પરિવાર સાથે કરી ઉજવણી, પોલીસ પરિવારના સભ્યોએ પણ કરી ઉજવણી
Jan 14, 2026 12:40 pm
નવાબી નગરી પાલનપુરમાં આકાશ પતંગોથી રંગીન બન્યું, ડીજેના તાલે નાચી પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી, ચીક્કી,બોર,જલેબી,ખજૂર ખાવાની મોજ માણી , બાળકો, મહિલાઓએ પણ પતંગ ચગાવ્યા
Jan 14, 2026 12:37 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા પહોંચ્યા, સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર કર્યું સ્વાગત , અર્જુન ગ્રીન્સના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી , નારણપુરા વિધાનસભા વિસ્તારમાં 3 સ્થળે ઉજવશે ઉત્તરાયણ
Jan 14, 2026 12:31 pm
સરદાર ચોકમાં બાઇક લઈને જતા યુવકને દોરી વાગી, યુવકને મોઢાના ભાગે દોરી આવતા ઇજાગ્રસ્ત થયો, ઘાયલ નિલેશ ખત્રીને હોસ્પિટલમાં ખસેડાયો
Jan 14, 2026 12:11 pm
બપોરે 1.30 વાગ્યે શરુ થશે બીજી વન-ડે, નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ, વન-ડે મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ
Jan 14, 2026 12:09 pm
પ્રશાંત કોરાટે પરિવાર સાથે કરી ઉજવણી, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટનું નિવેદન, CM-પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આગળ વધીશું, ભાજપનો પતંગ હજુ ઊંચો જશે, કોંગ્રેસનો પતંગ ચગતો જ નથી, કોંગ્રેસ માત્ર ચૂંટણી હોય ત્યારે જ આવે છે, અમે કાયમ માટે લોકો સાથે રહીએ છીએ
Jan 14, 2026 12:08 pm
કાર્યકરો સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી, વિકસિત ભારત, સ્વદેશી અપનાવવા સંકલ્પ, તહેવારોથી દેશની આર્થિક તરલતા, સમૃદ્ધિ વધી, વાહનચાલકોને સેફ્ટી ગાર્ડ, મફલર પહેરવા મંત્રીની અપીલ, પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ
Jan 14, 2026 12:06 pm
પવન સારો રહેતા પતંગ રસિકોમાં આનંદ, મહિલાઓની પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી
Jan 14, 2026 12:05 pm
ડાંગના સાબરી ધામ ખાતે 8 કિમીની પદયાત્રા કરી, ઉત્તરાયણના દિવસે કુબેર ડિંડોર શબરીધામ પહોંચ્યા, 8 કિમીની પદયાત્રા કરી ડિંડોર શબરીધામ પહોંચ્યા, પૂર્વ શિક્ષણમંત્રીએ ભજન કિર્તન કરી ઉત્તરાયણ ઉજવી
Jan 14, 2026 12:03 pm
સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, ટુ-વ્હિલર ચાલકોને દોરી ન વાગે તે માટે નિર્ણય, ઉત્તરાયણ પર્વને લઇ પો. કમિશનરનું જાહેરનામું
Jan 14, 2026 12:01 pm
જેઠોલી ગામે તસ્કરોએ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો, સતકેવલના મંદિરમાં ગર્ભગૃહમાંથી સતરની ચોરી, મંદિરમાં તસ્કરો ત્રાટકતા ગ્રામજનોમાં ભારે રોષ, સતકૈવલ મંદિરમાં ચોરીની ઘટના CCTVમાં કેદ, બાલાસિનોર રૂલર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 12:00 pm
દારુબંધીને લઇ સર્વસંમતિથી કડક નિયમો બનાવાયા, દારુ વેચાણ કરતા પકડાશે તો રૂ. 21000નો દંડ, દારુ પીનારને રૂ. 11000નો દંડ કરવામાં આવશે, ગ્રામજનોએ માતાજી-ભગવાનની સાક્ષીએ શપથ લીધા
Jan 14, 2026 11:59 am
મંત્રી કૌશિક વેકરિયાએ ઉત્તરાયણની ઉજવણી કરી, સાંસદ સહિતના આગેવાનોએ પતંગ ચગાવ્યા , કૌશિક વેકરિયાનું સંદેશ ન્યૂઝ સમક્ષ નિવેદન, ભાજપનો પતંગ કાયમી ઉંચાઇ ઉપર રહેશે અને ઉડશે, વિકાસની પતંગ ઉડી રહી છે
Jan 14, 2026 11:57 am
ઝંખના પટેલ, પૂર્ણેશ મોદી સહિતના આગેવાનો જોડાયા, વર્ષો બાદ ઝંખના પટેલ અને પૂર્ણેશ મોદી એકસાથે દેખાયા, અડાજણમાં ઉજવણીમાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા
Jan 14, 2026 11:55 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી આશિર્વાદ લીધા, મંદિર પરિસરમાં ગાય માતાની પૂજા કરી ઘાસનું દાન પણ કર્યું
Jan 14, 2026 11:47 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરિયાપુર પહોંચ્યા, દિનેશ મકવાણા અને કૌશિક જૈન સહિતના આગેવાનો સાથે પતંગ ચગાવ્યો
Jan 14, 2026 11:35 am
સુવર્ણ શિખર સહિત ગબ્બર પર કરાયો શણગાર, ભક્તોએ માતાના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા
Jan 14, 2026 11:34 am
MLA અનિકેત ઠાકરે કરી ઉત્તરાયણની ઉજવણી, ધારાસભ્યએ સમર્થકો સાથે વિકાસની પતંગ ઉડાવી, પતંગ ઊંચી પહોંચાડવામાં માનુ છું , પતંગ કાપવામાં હું નથી માનતો, સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની પતંગ ઉડાવાની છે
Jan 14, 2026 11:33 am
16 વર્ષના કિશોરને પતંગ દોરી વાગતા ઘાયલ, ઇજાગ્રસ્ત યુવકને ટ્યુશને જતા સમયે દોરી વાગી, પતંગ દોરી વાગતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી
Jan 14, 2026 11:22 am
યુવકની હત્યાનો વીડિયો સો. મીડિયામાં વાયરલ, મૃતક યુવક મિત્ર સાથે ખરીદી કરવા આવ્યો હતો, ચારથી પાંચ યુવકોએ માર મારી યુવકની હત્યા કરી, તિક્ષ્ણ હથિયારથી યુવક પર હુમલો કરતા મોત, હત્યાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 11:11 am
કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથના દર્શને, કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથના આશિર્વાદ લેશે, મંદિર પરિસરમાં ગાય માતાની પૂજા કરશે, કેન્દ્રીય ગૃહમંત્રી ઘાસનું દાન પણ કરશે
Jan 14, 2026 11:10 am
પણસોરા ગામે બતક ઘાયલ થતા સારવાર અપાઇ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમે સારવાર કરી, પાંખ અને ગળાના ભાગે બતકને ગંભીર ઇજાઓ, પતંગની દોરી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ
Jan 14, 2026 10:49 am
રખડતા ઢોરે બાળકને અડફેટે લેતા ઇજા, બાળકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ, રખડતા ઢોરના હુમલાનો વીડિયો વાયરલ, રખડતા ઢોરના હુમલાને પગલે લોકોમાં રોષ
Jan 14, 2026 10:47 am
ઊંધિયું સાથે ખીચડો, જલેબી, શેરડી ખાવાની પરંપરા, રાજકોટમાં 100થી વધુ ઊંધિયાના ધંધાર્થીઓ, પતંગની મોજ માણવા સાથે ઊંધિયાનો સ્વાદ માણશે
Jan 14, 2026 10:20 am
સામાન્ય પરિવાર પણ તહેવાર માણી શકે તે માટે પ્રયાસ, MP અને MLAએ મિત્ર મંડળની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી, સાંસદ મયંક નાયક, હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલે આપી હાજરી, મહેસાણાવાસીઓને નેતાઓએ પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા
Jan 14, 2026 10:08 am
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી ઉજવણી કરી, MLA રીટાબેન પટેલ સહિત આગેવાનો હાજર
Jan 14, 2026 10:03 am
અમદાવાદથી બેંગકોક જતા મુસાફર પાસેથી નોટ ઝડપાઇ, બેગમાં ગુપ્ત રીતે છુપાવી હતી વિદેશી ચલણી નોટ, 42 લાખથી વધુની વિદેશી ચલણી નોટ ઝડપાઇ, મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ
Jan 14, 2026 09:51 am
LCB અને કતવારા પોલીસની મોટી કાર્યવાહી, પ્લાસ્ટિક રોલની આડમાં લઇ જવાતો દારુ ઝડપાયો, અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી ઝડપાયો દારુ
Jan 14, 2026 09:47 am
પતંગ અને માંજાથી ઘાયલ પક્ષીઓની સારવાર, ત્રિકોણ બાગમાં કરુણા અભિયાનનું કેન્દ્ર , ઇજાગ્રસ્ત કબૂતર, પોપટ, પક્ષીઓની સારવાર, અબોલ જીવને બચાવવા કરુણા અભિયાન
Jan 14, 2026 09:46 am
સુરતમાં જલેબી અને ઊંધિયું ખરીદવા લાઈન, ઊંધીયા વગર સુરતીઓની ઉત્તરાયણ અધૂરી , ઊંધિયું લેવા લોકોની લાંબી લાંબી લાઈન લાગી
Jan 14, 2026 09:31 am
વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો, શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ લીધા, મંદિર પરિસર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Jan 14, 2026 09:28 am
મકરસંક્રાંતિ પર્વ પર દાદાને વિશેષ શણગાર કરાયો, રંગબેરંગી પતંગોનો દાદાને શણગાર કરાયો, દાદાના સિંહાસનને પતંગ-ફિરકીથી શણગારાયો, ચિક્કી, મમરાના લાડુનો દાદાને અન્નકૂટ ધરાવાશે, મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટ્યા
Jan 14, 2026 09:27 am
કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિરે વિશેષ શૃંગાર , પતંગ અને ફિરકીનો શૃંગાર કરવામાં આવ્યો, બાલાજી મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી પડી , દર્શન સાથે દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી
Jan 14, 2026 09:07 am
PM મોદીએ ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી, દરેકના સુખ,સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના, સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી શુભેચ્છાઓ, સૂર્ય દેવ સૌને આશિર્વાદ આપે
Jan 14, 2026 09:05 am
સગીરાને લાલચ આપી આધેડે આચર્યુ દુષ્કર્મ, પાલનપુરના હસમુખ પટેલે સગીરા પર આચર્યુ દુષ્કર્મ, અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 09:04 am
પાણીપુરી સહિત 952 ખાણીપીણી દુકાનોમાં તપાસ, 34 સંસ્થાઓને નોટિસ આપી 1.72 લાખનો દંડ વસૂલાયો, પાણીપુરી સહિત 914 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
Jan 14, 2026 09:02 am
અગિયારસ, પુણ્ય માટે દાનનું વિશેષ મહત્વ, ગૌશાળાઓ, ધાર્મિક ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા, વિવિધ સેવાકીય સંસ્થાઓ દાન સ્વીકારે છે
Jan 14, 2026 08:30 am
જામીન પર છૂટ્યા બાદ હુમલો કરનાર આરોપી ઝડપાયા, કિશન સહાની, મુકેશ સહાની, રાજન નિષાદની ધરપકડ, કિશને અન્ય આરોપીઓ સાથે મળી હુમલો કર્યો હતો, ચપ્પાના ઘા અને લાકડાના ફટકા મારી ફરાર થયા હતા, આરોપીઓ વિરુદ્ધ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 08:13 am
અલગ અલગ ડેરીના ઘી, પનીરના સેમ્પલ ફેલ, શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘી પધરાવાતું હતું, ભેસ્તાનની કનૈયા ડેરીના નમૂના સબ સ્ટાડર્ડ, પીપલોડની ફેબ્યુલસ ક્યુઝિનના નમૂના સબ સ્ટાડર્ડ, કતારગામની હરિમિલ્ક પેલસના નમૂના સબ સ્ટાડર્ડ, યોગી ચોકની પટેલ દૂધ મંડળીના નમૂના સબ સ્ટાડર્ડ
Jan 14, 2026 07:57 am
મનુ યાદવના પુત્રો અને સાગરિતોએ કરી હત્યા, લોખંડના રોડ ભરેલી ગાડી સાથે માથું ભટકાવી હત્યા, ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી, પોલીસ આવે તે પહેલા જ લુખ્ખા તત્વો ફરાર
Jan 14, 2026 07:47 am
તોડફોડ કરનાર 10 આરોપીઓની કરી ધરપકડ, 26 ડિસેમ્બરે કારખાનામાં શ્રમિકોએ કરી હતી તોડફોડ, તોડફોડ કરી સમાન ભરી ગયા હોવાની પોલીસ ફરિયાદ, કારખાનામાં કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા તોડફોડ કરી
Jan 14, 2026 07:35 am
જગન્નાથ મંદિરને પતંગની થીમ પર શણગાર્યું, જગતના નાથ સાથે ભક્તોની ઉત્તરાયણ, ભક્તોએ જગન્નાથ ભગવાનને પતંગ કર્યા અર્પણ, જગન્નાથજી મંદિરમાં પતંગના હિંડોળા બનાવાયા
Jan 14, 2026 07:17 am
મકરપુરામાં અકસ્માત સર્જીને ટેમ્પોચાલક ફરાર, યુવક મોબાઈલમાં રિચાર્જ કરાવવા જતો હતો, ટેમ્પોચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Jan 14, 2026 07:10 am
ઠંડી ઘટતા પતંગ ચગાવવાની મજા આવશે, નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 11.1 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 16, અમરેલીમાં 12.4 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, કંડલામાં 12.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી
Jan 14, 2026 07:07 am
મકરસંક્રાંતિ પર ઠેર ઠેર દાતાઓએ કર્યું દાન , ગંગા, યમુના સહિત નદીમાં સ્નાન કરવાનું મહત્વ, અનેક લોકો ધાર્મિક પૂજા, જપ, તપ અને દાન કરે છે, ગૌ માતાનું પૂજનનું મકરસંક્રાંતિ પર અનેરૂ મહત્વ, જગન્નાથ મંદિર, પાંજરાપોળમાં ગૌ પૂજન માટે ભીડ
Jan 14, 2026 07:03 am
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે મેચ, 3 મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ, આજની મેચ બની શકે છે નિર્ણાયક , આજની મેચ પર રહેશે સૌની નજર
Jan 14, 2026 06:58 am

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા