
Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Feb 10, 2026 11:30 pm
વડોદરામાં પિત્ઝામાંથી પ્લાસ્ટીકનો ટુકડો નીકળતા લોકોમાં રોષ ફેલાયો છે. ભાયલી રોડ પરના લા પિનો પિત્ઝા સ્ટોરમાં આ ઘટના બની છે. પિત્ઝા ખાવા ગયેલા પરિવારનો કડવો અનુભવ થયો હતો. ફૂડ વિભાગે નજીવો દંડ ફટકારતુ હોવાથી વેપારીઓ બેફામ બન્યાં હોવાનું લોકો કહી રહ્યાં છે.
Feb 10, 2026 11:13 pm
અમદાવાદમાં રોડ સેફ્ટી અંતર્ગત યોજવામાં આવેલી આ ડ્રાઈવમાં મોડીફાઈડ એલઈડી બલ્બ વાળા વાહનોને ઝડપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં આવા વાહનો સામે 400થી વધુ કેસ કરવામાં આવ્યા હતાં. ગત વર્ષે મોડીફાઈડ વાહનોના 1180 કેસ કરવામાં આવ્યા હતાં. વાહનોમાં મોડીફાઈડ એલઈડીથી વધી રહેલા અકસ્માતોને ઘટાડવા માટે આરટીઓ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.
Feb 10, 2026 10:57 pm
આણંદના યુવક અને યુવતી કેનેડા જવા માટે નીકળ્યા હતાં. તેમને અઝરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતાં. તેમના પરિવારને વિદેશી નંબર પરથી ધમકી ભર્યા સંદેશા મળ્યા હતાં. ત્યાર બાદ બંનેના પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. આ યુવક અને યુવતીના પરિવારે સરકાર પાસે મદદ માંગી હતી. આણંદના સાંસદે વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ અઝરબૈજાન ખાતેની ભારતીય એમ્બેસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. યુવક યુવતીને બંધકમાંથી મુક્ત કરાવ્યા હતાં. હાલમાં બંને જણા એમ્બેસીમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
Feb 10, 2026 10:29 pm
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ હવે પકડમાં આવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા સત્તાધિશોએ વચન આપ્યું હતું કે પાલનપુરને આધુનિક અને સુવિધાસભર શહેર બનાવાશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ઐતિહાસિક ધરોહરો જાળવાઈ નથી, રોડ-રસ્તાઓ બિસ્માર છે અને ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે.તે વચ્ચે નેતાઓ એ બતાવેલા સ્માર્ટ સીટીના સપના સપના જ રહી જતા શહેરીનો માં રોસ ભભુકયો છે
Feb 10, 2026 09:51 pm
દેવભૂમી દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. ઝેરી ધુમાડાથી આસપાસમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Feb 10, 2026 09:49 pm
ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિગમમાંથી લેવાતી લોન પર બોજો પડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો. હવે 7/12ના ઉતારના ન હોવાથી લોન લેવામાં સમસ્યાની રાવ ઉભી થવા પામી છે. આ બાબતે મંત્રી રમણ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી છે. 10 દિવસમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ અપાયું છે.
Feb 10, 2026 09:38 pm
ગુજરાતમાં કરચોરી કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું છે. આંબા ચોકમાં આવેલા પરફ્યુમના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થતાં જ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. ભાવનગર શહેરમાં આંબાચોક વિસ્તારમાં આવેલા પરફ્યુમના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતાં. પરફ્યુમના વિક્રેતાને ત્યાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. શિશુવિહાર ખાતે વેપારીઓના નિવાસ સ્થાને પણ તપાસ કરાઈ હતી. દરોડાના કારણે શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
Feb 10, 2026 09:25 pm
રાજકોટમાં મિત્ર દ્વારા જ મિત્રનું અપહરણ કરવા મુદ્દે આજીડેમ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અપહરણમાં વપરાયેલી કાર પણ કબજે લેવામાં આવી છે. આજી ડેમ વિસ્તારમાંથી યુવકનું અપહરણ થયું હતું. પોલીસે બોગ બનનાર યુવકને છોડાવ્યો હતો.
Feb 10, 2026 09:03 pm
અમદાવાદમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદના બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. લોડર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. ચાંગોદરથી રજોડા તરફ જવાના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર બંને મિત્રોનું અકસ્માતમાં મોત નિપજ્યં છે.
Feb 10, 2026 08:18 pm
ગુજરાતની 9 APMCમાં ચૂંટણી યોજવા સરકારે નિર્ણય લીધો છે. ભાણવડ, ધોલેરા, તલોદ, સાગબારા, કુકરમુંડા, સુરેન્દ્રનગર, કામરેજ, રાણપુર, બરવાળા અને અન્ય 15 APMCની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરાયો, મતદાર યાદી સુધારણાને લઇ મુદતમાં કરાયો વધારો
Feb 10, 2026 07:59 pm
અમદાવાદમાં રેલવેના પૂર્વ એન્જિનિયર સામે સીબીઆઈની ફરિયાદ બાદ ઈડીએ તપાસ હાથ ધરી છે. પૂર્વ એન્જિનિયર વેદપ્રકાશ અને તેમની પત્નીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં નાણાંનો અંગત ઉપયોગ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બે રહેણાંક ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દૈનિક ખર્ચામાં કૌભાંડના નાણાં વપરાયા છે. આ કેસમાં હવે પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Feb 10, 2026 07:51 pm
ભરૂચના મુંબઈ એક્સપ્રેસ વે પર રીલ શૂટ કરવા મુદ્દે ખુલાસો થયો છે. આરોપીઓએ પરવાનગી વિના જ રીલ શૂટ કરી હતી. પ્રિ વેડિંગનો રીલ વીડિયો વાયરલ થયો હતો. 6 શખ્સો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. એક્સપ્રેસ વે પર બુલેટ અને 6 કાર સાથે શૂટિંગ કરાયું હતું.
Feb 10, 2026 07:40 pm
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પાજનાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્ચું છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી આ જાહેરનામું અમલી રહેશે. દામોદર કુંડ પાસે ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ વાહન આ રસ્તા પર ઉભુ રખાશે નહીં. પેસેન્જર રિક્ષામાં મુસાફરો ઉતારવા કે ચડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Feb 10, 2026 07:08 pm
ગુજરાતમાં વસતી ગણતરીની પ્રક્રિયા અંગે ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન સુજલ માયાત્રાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વસ્તી ગણતરીની તૈયારી બહુ પહેલા થઈ હતી. ગુજરાતમાં બે ભાગમાં જનગણના થશે, પહેલા તબક્કામાં ઘરની ગણતરી થશે જ્યારે બીજા તબક્કામાં વસતીની ગણતરી કરવામાં આવશે. ઘરની ગણતરી માટે 33 સવાલોના જવાબો આપવા પડશે. પહેલા તબક્કામાં લોકો સાથે કોઈ ચર્ચા નહીં થાય. ભારત સરકારે સેલ્ફ ઈન્યુમરેશનની જોગવાઈ કરી છે. એપ્લિકેશનના માધ્યમથી વ્યક્તિએ માહિતી આપવી પડશે. સેન્સસ એક્ટ મુજબ ખોટી માહિતી આપવી ગુનો બનશે. માહિતીના આધારે આગામી 10 વર્ષ માટે દેશની દિશા ચોક્કસ બનશે.
Feb 10, 2026 06:49 pm
અમદાવાદમાં રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકો પર જેગુઆર કાર ચડાવને સર્જેલા અકસ્માત કેસમાં આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં આરોપી તથ્ય સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. તેણે તથ્યની કાર સ્પીડમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કારના બોનેટ પર લોકોને ઘસડીને કાર હંકારી હોવાની પણ રજૂઆત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં સાતથી વધુ સાક્ષીઓએ જુબાની આપી છે. તથ્યના પિતાએ ઘટના સ્થળે કરેલી બબાલ અંગે પણ જુબાની આપવામાં આવી છે.
Feb 10, 2026 06:21 pm
અંબાજી મંદિરના વહીવટદાર પર હુમલો કરનાર પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં લઇ જતી વખતે મોદનાથ મિશ્રાએ કહ્યું હતું કે, માતાજી બધાને સદબુદ્ધિ આપે.
Feb 10, 2026 05:58 pm
1. Gandhinagar News : કચ્છના છારીઢંઢ વેટલેન્ડનું મુખ્ય આકર્ષણ ગ્રે હાયપોકોલિયસ પક્ષી
2. T20 WC 2026: ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, ધાકડ ઓલરાઉન્ડર પહેલી મેચમાંથી બહાર
4. Gandhinagar News: આઠ વર્ષ બાદ મહેસૂલ વસૂલાતનો વિવાદ શમ્યો, સત્તા ફરી પંચાયતને સોંપાઈ
6. IND Vs PAK મેચ પર સંકટ ટળતાની સાથે જ સામે આવી BCCIની પહેલી પ્રતિક્રિયા, ICC વિશે કહી આ વાત
8. PM Kisan 22nd Installment : ક્યારે જમા થશે 22મા હપ્તાના પૈસા? આ ખેડૂતોને નહીં મળે હપ્તો!
9. T20 World Cup 2026 : ભારત-પાકિસ્તાન વચ્ચે હવે એક નહીં બે મેચ રમાશે, જાણો કેવી રીતે?
10. Ram Temple Ayodhya : ‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’,બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન
Feb 10, 2026 05:38 pm
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Feb 10, 2026 05:16 pm
અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સ અને દાણચોરી માટેનું હબ બની ગયું હોય તેવા બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે 6.8 કિલો હેરોઈન સાથે એક પેસેન્જરની ધરપકડ કરી છે.એર એશિયાની ફ્લાઈટ (AK-91) દ્વારા મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી ડ્રગ્સ ઝડપાયું છે. મુસાફરે સાબુ અને હર્બલ સોપના પેકિંગમાં હેરોઈનના 29 પેકેટ છુપાવ્યા હતા. સ્કેનિંગથી બચવા સિલ્વર ફોઈલનો ઉપયોગ કર્યો હતો.
Feb 10, 2026 04:59 pm
ખેડાના મહુધામાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ તોડવામાં આવી હતી. મિયાપુર સરપંચે કેનાલ તોડતા નોટીસ પાઠવી હતી. બે વખત રીપોરિંગ કામ કરાવ્યું હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો હતો. નબળી ગુણવત્તાનું કામ હોવાથી કેનાલ ફરી તૂટી હોવાનો દાવો કરાયો છે.
Feb 10, 2026 04:47 pm
સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને ધંધાકીય અદાવતમાં ડ્રગ્સના કેસમાં ફસાવી દેનાર પાર્ટનર અને કૌટુંબિક ભાઈની પોલીસે ધરપકડ કરી છે ઓઇલના ધંધામાં ભાગીદારી છૂટી કરી દેતા બે સગા ભાઈઓ એ કારમાં બેસી ડ્રગ્સનો જથ્થો મૂકી દીધો હતો ત્યારબાદ પોલીસ ને બાતમી આપી વેપારીને ડ્રગ્સ કેસમાં ફિટ કરવી દીધો હતો પોલીસની ઊંડાણ પૂર્વક તપાસમાં ચોંકવનારી હકીકત સામે આવી જ્યાં પેહલા લાલુ ગોટીની ધરપકડ કરી હતી જ્યાં ચિરાગ ગોટીના સુપ્રીમ કોર્ટમાંથી જામીન રદ થતા કોર્ટે ધરપકડ નો આદેશ કર્યો હતો જ્યાં પોલીસ ડ્રગ્સ મુકનાર માસ્ટર માઈન્ડ ચિરાગ ગોટીની ધરપકડ કરી છે
Feb 10, 2026 04:35 pm
વડોદરા શહેરના સ્માર્ટ અધિકારીઓ દ્વારા સમગ્ર શહેરમાં વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે જેમાં મંગળ બજારમાં સારી ક્વોલિટીના પેવર બ્લોકો હોવા છતાં તેના સ્થાને નવા બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારીઓ આગ બબુલા બન્યા હતા. વેપારીઓનું માનીએ તો કોર્પોરેશન દ્વારા જે સારા ફેવર બ્લોક હતા તેને ઉખાડી તેના સ્થાને જમીનનું લેવલ પણ ઊંચું લાવી નવા પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે જે તદ્દન હલકી ગુણવત્તા વાળા છે. પેવર બ્લોક બેસાડવામાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે. તો બીજી તરફ લેવેલિંગ વગર પેવર બ્લોક બેસાડી દેતા જ્યારે પણ વાહનો પસાર થાય છે ત્યારે આ બ્લોક તૂટી જાય છે જેને લઇ પેવર બ્લોકની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
Feb 10, 2026 04:22 pm
અબડાસાના મોથાળા ગામ પાસે ગેરકાયદેસર દબાણ હટાવામાં આવ્યા છે.નલિયાથી ભુજ હાઇવે પર ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યા છે. 12 જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા છે. મામલતદાર, પોલીસ , અને ફોરેસ્ટ અધિકારીની હાજરીમાં દબાણ હટાવામાં આવ્યા છે. વિક્રમ સિંહ સોઢા નામના આરોપીનું દબાણ હટાવામાં આવ્યું છે.દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ સરકારી જમીન પર કર્યું હતું દબાણ
Feb 10, 2026 04:12 pm
આઠ વર્ષ બાદ મહેસૂલી વસૂલાતનો વિવાદ સમાપ્ત થયો છે. મહેસૂલ વસૂલવાની સત્તા પંચાયતોને ફરીથી સોંપવામાં આવી છે. સેટલમેન્ટ કમિશનર જમીન દફતર નિયામકે આ બાબતે આદેશ કર્યો છે. એક પરિપત્ર બહાર પાડીને સત્તા પંચાયતોને સોંપવામાં આવી છે. મનપા અને નગર પાલિકા વિસ્તારની સત્તા પંચાયતને સોંપાઈ છે. આ બાબતની જવાબદારી ફરીવાર પંચાયત વિભાગ અને તલાટીની રહેશે. અગાઉ સીટી સર્વે કચેરીઓને સત્તા સોંપાઇ હતી
Feb 10, 2026 03:55 pm
અમદાવાદના ઈસનપુરમાં આગની ઘટના સામે આવી છે. મોની હોટેલ પાસે કેમિકલના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ છે. ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે.
Feb 10, 2026 03:04 pm
મહારાષ્ટ્રના પૂણે ખાતેથી આરોપીની કરી ધરપકડ, પોલીસે આરોપી ધનરાજ પરમારની કરી ધરપકડ, અન્ય 3 મહિલા આરોપીઓ પોલીસ પકડથી દૂર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોરી કર્યાની કબૂલાત
Feb 10, 2026 03:03 pm
આવતીકાલે સવારે 10 કલાકે CM નિવાસસ્થાને યોજાશે બેઠક, કેબિનેટ, રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે, આવતીકાલની બેઠકમાં બજેટ સ્પીચ બાબતે થશે ચર્ચા, CM વતી બજેટ સત્રમાં ક્યા ક્યા મંત્રી બોલશે તેની થશે ચર્ચા, વિભાગ પ્રમાણે ક્યા મંત્રી જવાબ આપશે રૂપરેખા નક્કી થશે
Feb 10, 2026 03:01 pm
સંદેશ ન્યૂઝના કેમેરામાં ખુલ્લા પડ્યા એજન્ટ રાજ , કચેરીમાં આધારકાર્ડ, રાશનકાર્ડ માટે એજન્ટ રાજ, સરકારી કચેરીમાં આવકના દાખલા માટે એજન્ટ રાજ, સરકારી કચેરીમાં એજન્ટ વિના થતા નથી કોઈ કામ, સરકારી કચેરીમાં કેવી રીતે ચાલે છે એજન્ટોનું કામ, સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈ એજન્ટો દૂમ દબાવી ભાગ્યા
Feb 10, 2026 02:57 pm
કરોડીયામાં ભાજપના કાર્યકરોએ ખેલ પાડ્યાની ચર્ચા , ધારાસભ્ય કેયુર રોકડીયાએ પાલિકાનું ધ્યાન દોર્યું, પાલિકાનું ધ્યાન દોરી આકારણી રોકાવી દીધી , સ્થાનિક અગ્રણી સ્વેજલ વ્યાસનું નિવેદન , ભાજપના શાસનમાં ભાજપ જ કૌભાંડ બહાર પાડે, NA વગરના પ્લોટમાં ગટર લાઈન પણ આવી ગઈ, જ્યાં લોકો રહે છે ત્યાં સુવિધા હોતી નથી, આ વિષયની તપાસ થવી જોઈએ, ભાજપના વોર્ડ 8ના મહામંત્રી, પ્રમુખ સામે આક્ષેપ, વોર્ડ 8ના મહામંત્રી, પ્રમુખે કારસો રચ્યા હોવાની ચર્ચા
Feb 10, 2026 02:29 pm
અમદાવાદ મનપા એક કરોડનો ખર્ચ કરશે, શહેરમાંથી ભિક્ષુકો દૂર કરવા આયોજન , દરેક વોર્ડમાં તેના માટે વ્યવસ્થા કરશે મનપા
Feb 10, 2026 02:28 pm
બસમાં નંબર પ્લેટ અલગ અલગ હોવાનું સામે આવ્યું, ગઈકાલે ચંદ્રનગર બ્રિજ પર બસનો થયો હતો અકસ્માત, અકસ્માતમાં કાર ચાલકને પહોંચી હતી ઈજાઓ , બસની બંને તરફ હતી અલગ અલગ નંબર પ્લેટ
Feb 10, 2026 02:27 pm
પદમાર્ગ પર ભંડારા ચલાવનારા નહીં વગાડી શકે DJ, CM અને DyCM સાથે યોજાયેલી બેઠકમાં થઈ ચર્ચા, ભંડારા સંકલન સમિતિએ દ્વારા લેવાયો હતો નિર્ણય, સમિતિએ નિર્ણય અંગે સરકાર સાથે કર્યો પરામર્શ, તમામ ભંડારા સેવકોને આવતીકાલે અપાશે સૂચના, પદયાત્રીની વ્યવસ્થા, પંડાલ સહિત સુવિધા મુદ્દે ચર્ચા, બેઠકમાં પદયાત્રીઓને મળતી સગવડ અંગે ચર્ચા થઈ , ભક્તોના રહેવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ
Feb 10, 2026 02:26 pm
લીમડાના ઝાડ પર રહેલ મધમાખીને પક્ષીએ છંછેડતા મધમાખી ઉડી, ખેતરમાં કામ કરી રહેલ 2 લોકો પર મધમાખીએ હુમલો કર્યો
Feb 10, 2026 02:25 pm
26 નવેમ્બર 2025એ અંકિત સોલંકીએ કર્યો હતો આપઘાત, સ્યુસાઇડ નોટમાં MLA અમિત ઠાકરના ભત્રીજાનું નામ, નીલ ઠાકર સહિત 6 લોકો વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ, આપઘાત પહેલા અન્ય 5ના નામ સ્યુસાઇડમાં લખ્યા હતા, આત્મહત્યાના 75 દિવસ બાદ આરોપી પોલીસ પકડથી દૂર, આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી:પરિજન, 3 દિવસમાં આરોપીઓની ધરપકડ કરવા માંગ:પરિજન, વાસણા પોલીસ સ્ટેશને ઉપવાસ આંદોલન પર બેસીશુ
Feb 10, 2026 02:23 pm
FSL અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ શરૂ, પંકજ શર્મા નામના એક આરોપીની ધરપકડ , ફરાર ત્રણ આરોપીની પોલીસે ઓળખ કરી, આરોપીને શોધવા અલગ અલગ ટીમ બનાવી, રુન્દ્રાક્ષ જવેલર્સમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ
Feb 10, 2026 02:04 pm
ગબ્બર ઠાકોરે સમાજની માફી માંગવાની વાત કરી, મારી સામે મોટું ષડયંત્ર રચાયું છે, એમાં કઈ નાના બાપના નથી થઇ જવાના:ગબ્બર , દંડ થાય તો જેના ઘરે લગ્ન હતા એ નાત બહાર જાય, હું પૈસાથી ગાવા ગયો હતો તમે બોલાવો તો પણ આવું, ડીજેમાં 5-6 હજારનો ખર્ચો થાય છે, લગરીયામાં 15000 થાય એના વિશે વિચારો, આ સલાહ નથી સમાજના દીકરા તરીકે વાત કરી છે, 5 લોકોએ ષડયંત્ર રચ્યું અહીંયા અંધારું હશે, કુદરતના ઘરે અંધારું નથી, આગેવાનો ખુબ સમજુ છો મારી સાથે ખોટું થયું છે, તમે કેટલી જગ્યાએ મિટિંગો કરશો :
Feb 10, 2026 02:00 pm
DyCM હર્ષ સંઘવી ડમરૂ યાત્રામાં રહેશે હાજર, ભવનાથ આરતીનું લાઇવ પ્રસારણ કરાશે , ધર્મસભાનું પણ કરાયું છે આયોજન, દરરોજ ભાવિકો નિહાળી શકશે લાઇવ આરતી, ભાવિકો માટે ભવનાથની વેબસાઇટ તૈયાર
Feb 10, 2026 01:59 pm
સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ દારૂની હાટડી, વાંકાનેર માટેલ રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, મોરબી પોલીસની દેશી દારૂની કાર્યવાહી સામે સવાલો, જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું, દેશી દારૂની પોટલી સાથે યુવાનોની અવરજવર, વાંકાનેર પોલીસને પડકાર ફેંકતા બુટલેગર, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
Feb 10, 2026 01:57 pm
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 3.80 કરોડનો ગાંજો લવાતો, એર ઈન્ડિયાની ફ્લાઈટની સીટ નીચેથી ગાંજો મળ્યો, ફ્લાઈટની સીટ નીચે 3 કિલો 756 ગ્રામ ગાંજો જપ્ત
Feb 10, 2026 01:49 pm
રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે યથાવત,રાજ્યના હવામાન વિભાગનું અનુમાન,ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર,પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેશે,પવનની ગતિમાં વધારો થતા સવારે ઠંડીનો અહેસાસ,બપોરે મહતમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધીનું રહેશે,અમદાવાદમાં 16થી 18 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેશે.
Feb 10, 2026 01:32 pm
સુરતમાં ફરાર આરોપી ચિરાગ ગોટીની ધરપકડ,ભાગીદારની કારમાં MD ડ્રગ્સ મુકવાના કેસ કાર્યવાહી,કોર્ટમાં શરણાગતિ કરતા પોલીસે ધરપકડ કરી,કાવતરું રચી ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો,ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીનું કાવતરું,અલ્પેશ મિયાણીને ધંધાની અદાવતમાં ફસાવ્યો હતો.
Feb 10, 2026 01:31 pm
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાલગેટની સોયાશેરીમાં બનેલી આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના કિશોર વયના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આખા પરિવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું છે.
Feb 10, 2026 01:19 pm
મહારાષ્ટ્રના પૂણે ખાતેથી આરોપીની કરી ધરપકડ, પોલીસે આરોપી ધનરાજ પરમારની કરી ધરપકડ, અન્ય 3 મહિલા આરોપીઓ પોલીસ પકડથી દૂર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોરી કર્યાની કબૂલાત
Feb 10, 2026 01:12 pm
માંજલપુર ફાટક મુજમહુડા વિસ્તારના લોકોમાં રોષ, સુવિધાઓમાં કોર્પોરેશન વેઠ ઉતારતી હોવાના આક્ષેપ, વર્ષોથી અહીં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા, પાણી ભરાવવાની સમસ્યાથી નાગરિકો છે ત્રસ્ત , કોર્પોરેશન ગેરમાર્ગે દોરતા હોય તેવું લગાવ્યું બોર્ડ
Feb 10, 2026 01:03 pm
દારૂની રેડ વખતે ગ્રામજનો સાથે કર્યુ હતું ગેરવર્તન , ગ્રામજનો પર કર્યો હતો ફરજમાં રૂકાવટનો કેસ , વિવાદિત PI ઉપાધ્યાયની બદલીની માંગ કરી હતી , ગેનીબેન ઠાકોરે પણ PIની બદલીની કરી હતી માંગ, ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે
Feb 10, 2026 01:01 pm
સાંસદ રામ મોકરિયાએ રાજ્યસભામાં કરી રજૂઆત, મુંબઈ, દિલ્હીની દરરોજ વિમાની સેવા શરૂ કરવા માંગ, ગાંધી-સુદામાનગરીમાં ઉડાન યોજના અંતર્ગત રજૂઆત, સેવા આર્થિક, સામાજિક, પર્યટન અને વિકાસમાં મહત્વનું
Feb 10, 2026 01:00 pm
ધારાસભ્ય અને વહીવટી તંત્ર દ્વારા કરાયું નિરીક્ષણ, આવતીકાલે સાધુ સંતોના હસ્તે ધજા ચડવામાં આવશે, ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રજ્વલિત કરશે, અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું કર્યું નિરીક્ષણ
Feb 10, 2026 12:59 pm
જમીન વેચાણના બહાને ફરિયાદને સિદ્ધપુર બોલાવ્યો હતો, આરોપીએ ફરિયાદના વાહનમાં અફીણ જેવો પદાર્થ મૂક્યો, ત્યાર બાદ ગાડીમાં આવેલા 4 શખ્સોએ ધમકી આપી હતી, ધાક ધમકી આપીને રૂ. 3.25 લાખ પડાવતા કરી ફરિયાદ, પોલીસે બળવંત ઠાકોર, વેદ દરજીની કરી ધરપકડ, દિલીપ ઠાકોર અને જસવંત ઠાકોરને પોલીસે ઝડપ્યા
Feb 10, 2026 12:49 pm
YMCA ક્લબથી એસપી રિંગ રોડ ડેવલપ કરાશે, આ રસ્તાને PPP મોડલથી ડેવલપ કરવામાં આવશે , 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર બનાવાશે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોનસાઇ ગાર્ડન બનશે , દરેક ઝોનમાં એક મહિલા જિમ બનવાનું આયોજન , AMC વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવાનું આયોજન
Feb 10, 2026 12:49 pm
ચાંદલોડિયા વોર્ડમાં ટ્રાફિક નિવારવા અંડરપાસ બનશે, ચાંદલોડિયામાં TP 72 અને TP 233 પાસે અંડરપાસ બનશે, મેડિકલ ઇન્સ્ટિ.ઓફ સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનશે, આ હોસ્પિટલ નિકોલ વોર્ડમાં રૂ. 50 કરોડના ખર્ચે બનશે , ડ્રેનેજ નેટવર્કને રીહેબીટીલેશન કરવા રૂ 115 ની જોગવાઇ , 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રીબેટ મળશે, નાગરિકોને હવે 10%ને બદલે 12% રિબેટનો લાભ મળશે , નાગરિકોને ઓનલાઇન ટેકસ ભરનારને 15% રિબેટ મળશે
Feb 10, 2026 12:44 pm
વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું બજેટ, વિવિધ કમિટીના ચેરમેનના સ્પેશ્યલ બજેટમાં વધારો , ચેરમેનના બજેટમાં રૂ. 10 લાખનો વધારો કરાયો, ડેપ્યુટી ચેરમેનના બજેટમાં રૂ.5 લાખનો વધારો, બજેટમાં 1500 કરોડનો વધારો સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો, ત્રાગડ, ક્રોસિંગ પાસે રિસ્ટ્રિકેટડ હાઇટનો અંડરપાસ બનશે , ખોડિયારનગર ચાર રસ્તા પાસે ફ્લાય ઓવરબ્રિજ બનશે
Feb 10, 2026 12:26 pm
વિદ્યાસમીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં ઉમેદવાર ઉમટ્યા, ટેટ 1 વિદ્યાસહાયક ભરતીની જાહેરાત કરવા માંગ , થોડા દિવસ પહેલા પરીક્ષાનું પરિણામ થયું હતું જાહેર , 10825 ઉમેદવારો ટેટ 1 પરીક્ષા પાસ કરી છે
Feb 10, 2026 12:19 pm
5. IND vs PAK મેચ અંગે મોટો ખુલાસો: બાંગ્લાદેશે પાકિસ્તાનના કહેવા પર આ પગલું ભર્યું
7. Delhi: સાઇબર સ્કેમને નાબૂદ કરવા માટે યોજાશે નેશનલ કોન્ફરન્સ, અમિત શાહ કરશે મોટી જાહેરાત
8. Petrol Diesel Price Today: મંગળવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર
10. T20 વર્લ્ડકપના ચોથા દિવસે આજે ત્રણ મેચ,જાણો કયાં રમાશે મેચ
Feb 10, 2026 12:07 pm
જુનાગઢમાં મીની કુંભમેળાને લઈ વિશેષ વ્યવસ્થા, 11થી 15 ફેબ્રુઆરી 2026 સુધી મેળાનું આયોજન, જુનાગઢ બસ સ્ટેશનથી તળેટી સુધી વિશેષ બસ સેવા, જુનાગઢ વિભાગની 30 મીની બસની વ્યવસ્થા કરાઈ, અન્ય વિભાગની 50 મીની બસની પણ વ્યવસ્થા કરી
80 મીની બસો દ્વારા શ્રદ્ધાળુઓને સેવા અપાશે, કુલ અંદાજે 7800 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું, ચાલુ વર્ષે આશરે 3.70 લાખ મુસાફરો લાભ લઈ શકે, મેળાના સંચાલન માટે 24/7 GPS આધારિત કંટ્રોલ રૂમ, ગત વર્ષની સરખામણીએ વધુ બસ, ટ્રિપ્સનું આયોજન
Feb 10, 2026 12:06 pm
મંત્રીઓએ કેવી રીતે જવાબ આપવા તે ટ્રેનિંગ , સવારે 10 વાગ્યાથી ટ્રેનિંગ સેશનની થઈ શરૂઆત, ‘Vidhan' એપ્લિકેશનમાં અલગ-અલગ સેક્શન, કાર્યસૂચિ, નોટિસ, બિલ કેવી રીતે શોધવા તે તાલીમ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ટ્રેનિંગમાં હાજર
Feb 10, 2026 12:00 pm
ગાંધીનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ વગરના કર્મચારીઓની તપાસ, સિટ બેલ્ટ વગર આવતા કર્મીઓની તપાસ
Feb 10, 2026 11:43 am
વિપક્ષ સરકારને ઘેરી ન શકે તે અંતર્ગત ઘડાશે રણનીતિ, CM, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહેશે , 16 ફેબ્રુઆરીએ વિધાનસભાના ચોથા માળે બેઠક યોજાશે , બેઠકમાં ધારાસભ્યોને આપવામાં આવશે માર્ગદર્શન, સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કરી શકે તે માટે માર્ગદર્શન , સત્ર દરમિયાન કયા કાયદા નવા લવાશે તે જાણકારી અપાશે, બજેટની મુખ્ય જોગવાઈની જાણકારી અપાશે ધારાસભ્યોને
Feb 10, 2026 11:42 am
Feb 10, 2026 11:41 am
સરકારી અધિકારીઓ પર પગલા લેવા કોંગ્રેસની માગ, રાજકીય કાર્યક્રમમાં હાજર રહેતા કાર્યવાહીની માગ, અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સામે કાર્યવાહીની માગ, GTUના કુલપતિ રાજુલ ગજ્જર સામે કાર્યવાહીની માગ, સિવિલના પેરોપ્લેજીયાના વડા સામે પગલા લેવા માગ, પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં આપી હતી હાજરી
Feb 10, 2026 11:29 am
સરકારના આશ્વાસન બાદ પણ લોકો અસમંજસમાં, ટીપી સ્કીમ પ્રભાવિત લોકોનો મનપા સામે રોષ, ગાંધીનગર અમને પણ બોલાવ્યા હતા: સ્થાનિક, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પોતે જઈને આવ્યા, મૂળ ફરિયાદીને સાથે નથી લઈ ગયા: સ્થાનિક, છેલ્લા ઘણા વર્ષોથી આશ્વાસન જ સાંભળ્યું છે, અમલીકરણ નથી કરવામાં આવતું તે સવાલ
Feb 10, 2026 11:18 am
ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ પર સંચાલકોનો હુમલો, નાગરિકે વીડિયો ઉતારતા મોબાઈલ તોડી નાખ્યો , સંચાલક સામે ફરિયાદ બાદ જામીન બાદ છૂટકારો
Feb 10, 2026 11:00 am
બંને આરોપીઓ ગોદારા ગેંગમાં જોડાઈ હતી અને અમદાવાદમાં પોતાનું ખંડણીનું નેટવર્ક ફેલાવવા અને સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઈરાદે આવ્યા હતા. ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી હતી, જે અંતે ૭ કલાકના લાંબા અને સાહસિક પીછો બાદ સફળતામાં મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાલમાં રાજસ્થાન પોલીસ સાથે વાતચીત કરી રહી છે પ્રાથમિક કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ બંને શખ્સોને આગળની તપાસ માટે કોટા પોલીસને સોંપવામાં આવશે
Feb 10, 2026 10:59 am
ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસૂબો નિષ્ફળ બનાવ્યો, રાજસ્થાનના બે કુખ્યાત ભાગેડુ ગુનેગારોને 7 કલાકના હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ ઝડપી પાડ્યા , કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા આ બંને શખ્સો ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવવાનો કરી રહ્યા હતા પ્રયાસ, અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ) ની કરી ધરપકડ, આ બંને આરોપીઓ હિંસક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, આરોપીઓ સામે 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ સામે સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે
Feb 10, 2026 10:56 am
રાજસ્થાનમાં 15 થી વધુ ગુનાઓ ધરાવતા 2 ગેંગસ્ટરોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા, બંને ગેંગસ્ટરો કોટા શહેરમાં આર્મ્સ એક્ટમાં વોન્ટેડ છે. આરોપી અમન ઉર્ફે બચ્ચા ગેંગસ્ટર એહસાનઅલી સૈયદ અને સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, બંને આરોપી કોટના રહેવાસી હોવાનું સામે આવ્યું
Feb 10, 2026 10:54 am
કોલેજના પૂર્વ પ્રોફેસરે અધિક કલેક્ટરનું ગળું પકડ્યું, પૂર્વ પ્રોફેસર સોમવારે બપોરે મુલાકાતે આવ્યા હતા, અંબાજી મંદિરના ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના, પ્રિન્સીપાલે 2010-2012માં ACBમાં ફરિયાદ કરી હતી, અધિક કલેક્ટરે મદદ કરવાની ના કહેતા ગળું પકડ્યું, ઘણા સમય સુધી ગળું દબાવી રાખતા બૂમાબૂમ કરી, મંદિર સ્ટાફ દોડી આવી અધિક કલેક્ટરને બચાવ્યા, અધિક કલેક્ટરે મોદનાથ મિશ્રા સામે ફરિયાદ નોંધાવી
Feb 10, 2026 10:44 am
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેંગસ્ટરોને ઝડપ્યા, રાજસ્થાનથી ભાગેલા આરોપી ગુજરાતમાં ઝડપાયા , રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરીને કાર્યવાહી , આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપવા કામગીરી શરુ કરી , એક ગેંગસ્ટર સામે 30 અને અન્ય સામે 20 ગુના , આરોપીઓની બિશ્નોઇ ગેંગ સાથે ચાલી રહી છે તકરાર , અગાઉ આરોપીઓના પોલીસે હથિયાર જપ્ત કર્યા હતા
Feb 10, 2026 10:42 am
અખિલ ભારતીય સંત સમિતિએ ઠાલવ્યો આક્રોશ, કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બાપુની માંગ, જાહેરમાર્ગોમાં નમાઝ બંધ કરાવવા કરી માંગ , ખોટી રીતે સનાતનીઓએ ઉશ્કેરવાનું કૃત્ય, જાહેરમાં ધર્મનો પ્રચાર કરી રહ્યા છે:મોહનદાસ બાપુ, આવા સામે કડક પગલા લઈ જેલભેગા કરવા જોઈએ
Feb 10, 2026 10:41 am
રાજકોટ મનપાનું 3604.70 કરોડનું બજેટ મંજૂર, રાજકોટમાં બાકી કરદાતાઓ માટે મોટી રાહત, કરબોજ સંપૂર્ણ રદ્દ કરવામાં આવ્યો, બિલ્ડરો માટે મોટી રાહત બજેટમાં અપાઈ, નવા પ્રોજેકટમાં 4 હપ્તે કર ભરવાનો રહેશે, RMCને 100 કરોડની આવક થશે, બજેટમાં નવી યોજનાઓ ઉમેરવામાં આવી
Feb 10, 2026 10:27 am
પોશ વિસ્તારમાં ગાર્ડન જાળવણીનો અભાવ , ગોટીલા ગાર્ડનમાં યોગ્ય જાળવણીની માંગ, મુલાકાતીઓએ યોગ્ય જાળવણીની કરી માંગ, ગોટીલા ગાર્ડન લેક છે પરંતુ પાણી ગાયબ, પાણી હોય તો સુંદરતામાં વધારો થાય:મુલાકાતી, શૌચાલયમાં પાણીનો અભાવ હોવાનો આક્ષેપ
Feb 10, 2026 10:20 am
શહેર ભાજપ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયું, મહામંત્રીનાં પદ માટે નામ મંગાવવામાં આવ્યા , બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસીમાંથી નામ મંગાવ્યા, આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશની ઈચ્છા , ગાંધીનગર લોકસભામાંથી પસંદગી કોની તે અસમંજસ, પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગી કરવી તે અસમંજસ, અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં અન્ય સમાજમાંથી પસંદગી થશે , અગાઉ 3 વખત વિવિધ પદ માટે નામ લઈ જવાયા પ્રદેશમાં, સૌથી વધારે વિધાનસભા અને લોકસભા ધરાવતું શહેર, અમદાવાદ 17 વિધાનસભા અને 4 લોકસભા વિસ્તારમાં , અત્યાર સુધી 25 જેટલા શહેર જિલ્લા સંગઠનની થઈ જાહેરાત
Feb 10, 2026 10:02 am
‘જય સરદાર નોન-ટ્રેડિંગ કોર્પોરેશન’ નામે ખોટી સંસ્થા , પોલીસે 6 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી, મનસુખ ભટ્ટી, આમદ ખફી સહિત 6 સામે ફરિયાદ, નુરમામદ ચાવડા, રાજેશ મારૂ સામે પોલીસ ફરિયાદ, યજ્ઞેશ રાણપરીયા, જગદીશ ચોવટીયા સામે ફરિયાદ, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી ભૂમાફિયાઓમાં ફફડાટ
Feb 10, 2026 09:51 am
પીઠાજીમાંની ચાલીમાં યુવક પર જીવલેણ હુમલો, નજીવી બાબતમાં હુમલોખોરોએ કર્યો હુમલો, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સ્થાનિકોમાં ભય, ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો, સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Feb 10, 2026 09:50 am
મિતાણા પાસે રીક્ષામાં બેઠેલા મુસાફર પાસે ચિલઝડપ, આરોપી સંદીપ પંડ્યા, સોનું ખરીદનારની ધરપકડ કરી, પોલીસે આરોપી પાસેથી રોકડ અને બાઈક કબ્જે કર્યું
Feb 10, 2026 09:43 am
6 દિવસ પહેલા બનેલો રોડ ફરી ખોદવો પડ્યો, રોડ બન્યા બાદ તંત્રને ડ્રેનેજ લાઈન યાદ આવી, વડોદરા શહેરમાં કોન્ટ્રાકટર રાજ ચરમસીમાએ , નવાયાર્ડ સરસ્વતી નગરમાં બન્યો હતો રોડ , 14 લાખના ખર્ચે રોડ બન્યો એ પણ હલકીકક્ષાનો , હવે નવો રોડ ખોદી નાખી રહ્યા છે ડ્રેનેજ લાઈન , 15 વર્ષે રોડ બન્યો ત્યાં પણ કોન્ટ્રાકટરની મનમાની , અધિકારીઓ પણ કોન્ટ્રાકટરના ઘૂંટણીયે, કોન્ટ્રાકટર ડી. બી. પટેલે બનાવ્યો હતો રોડ , હવે અન્ય કોન્ટ્રાકટર નાખી રહ્યા છે ડ્રેનેજ લાઈન
Feb 10, 2026 09:20 am
દાંતા પંથકમાં મહિલાનું હડકવાથી મોત, 6 માસ અગાઉ મહિલાને કૂતરું કરડ્યું હતું, મહિલાએ રસી ન લીધી હોવાનું આવ્યું સામે, મહિલામાં હડકવાના જોવા મળ્યા હતા લક્ષણ
Feb 10, 2026 09:19 am
સમીર ઉર્ફે સંજલાના 3 દિવસના રિમાન્ડ પર, પોલીસ પકડથી બચવા સ્ત્રીના કપડા પહેરતો હતો, આરોપી સમીરને કોને આશરો આપ્યો તે તપાસ, ક્યા રાજ્યમાં કોને આશરો આપ્યો તે તપાસ, વધુ કેટલા શખ્સોની સંડોવણી તે દિશામાં તપાસ, મંગળા રોડ ઉપર ફાયરિંગ બાદ ભાગતો ફરતો હતો
Feb 10, 2026 09:06 am
ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરી, પાંચ દિવસ પહેલા ચોરીને આપ્યો હતો અંજામ , જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનું ખુલ્યું, બુટલેગર ધરમસિંગની ક્રેટા કાર હોવાનો થયો ખુલાસો, ક્રેટા કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હોવાનું ખુલ્યું, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાર સાથે રાજુ ભોજકને પકડ્યો, બનાસકાંઠાના શખ્સને ચોરી માટે કાર આપ્યાની કબૂલાત, કાર આપવા બદલ 31 કિલો ચાંદીની ભાગ બટાઈ હતી
Feb 10, 2026 09:04 am
જાણીતા બિલ્ડરે અંતિમ પગલું કેમ ભર્યું તે સવાલ, શું માત્ર ક્ષણિક આવેશમાં આવી અંતિમ પગલું ભર્યું કે પછી કોઈ ઊંડું માનસિક દબાણ હતું તે સવાલ , પોલીસ દ્વારા તમામ પાસા પર ઊંડાણ પૂર્વક તપાસ , રિવોલ્વરમાં મેગઝિન ઇન્સર્ટ કરેલું નહોતું :સૂત્ર, પિસ્તોલમાં મેગઝિન ન હોય તો એને ખાલી કહેવાય, ચેમ્બરમાં એક ગોળી પહેલેથી જ લોડ હતી : સૂત્ર
Feb 10, 2026 08:50 am
મોટી રાહતના રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત, મેયર માવાણી અને સ્થાયી અધ્યક્ષે કરી હતી રજૂઆત, ટીપી સ્કીમ 49, 50 અને 51નો વિવાદ ગાંધીનગરમાં, TP વિભાગના સ્ટાફને ટેકનિકલ રજૂઆત માટે રાખ્યા, આગામી દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઇ શકે છે , પ્રભાવિત લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી , રજૂઆત બાદ પણ પાલિકાના પેટનું પાણી હલ્યું નહીં, અંતે દિલ્હીથી ફોન આવતા પાલિકા તંત્ર દોડતું થયું
Feb 10, 2026 08:31 am
જાગૃત નાગરિકે વીડિયો બનાવી કર્યો વાયરલ, એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ, એરપોર્ટ પર નમાઝને લઈ અન્ય મુસાફરોમાં રો
Feb 10, 2026 08:30 am
૩૫૯૫.૭૦ કરોડનું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું છે બજેટ, તમામ વેરામાં કરવામાં આવેલ વધારો પાછો ખેંચશે કે નહીં તેના પર રહેશે નજર, વ્યાજમાફીની નવી યોજના અમલમાં મૂકવામાં આવશે, સરકારના પરિપત્ર મુબજ બાંધકામ રેગ્યુલાઈઝ કરવા માંગતાને વાર્ષિક ચાર હપ્તા કરી અપાશે, શહેરના તમામ સિનિયર સિટીઝન પાછળ એક વૃક્ષ વાવેતર કરી જિયો ટેગિંગથી પરિવારને જાણ કરાશે.
Feb 10, 2026 08:20 am
વહેલી સવારે 4 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત, પકવાનથી ગૃરુદ્વારાની વચ્ચે સર્જાયો અકસ્માત, સ્કોર્પિયોચાલકે બ્રેક મારતા કિયા કાર અથડાઈ, બ્રિજ ઉતરતા બન્ને કાર વચ્ચે અકસ્માત, એર બેગ ખુલતા કિયા કારચાલક સુરક્ષિત
Feb 10, 2026 07:59 am
સ્ટારલિંક સાથે રાજ્ય સરકારના લેટર ઓફ ઇન્ટેન્ટ, રાજ્યમા ડિજિટલ કનેક્ટિવિટી મિશનને વેગ મળશે, 14 પછાત જિલ્લામાં હાઇસ્પીડ ઇન્ટરનેટ મળશે, સીમલેસ કનેક્ટિવિટી માટે જોઇન્ટ વર્કિંગ ગ્રુપ રચાશે, ગ્રુપમાં રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિ હશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં LOI થયા
Feb 10, 2026 07:49 am
સેવાસી ગામમાં વૃક્ષ પર લટકતો મૃતદેહ મળ્યો , પોસ્ટમોર્ટમમાં ગળેફાંસો ખાઈ આપઘાતનું ખુલ્યું, હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી , કલાલીમાં 24 વર્ષીય યુવકે પણ આપઘાત કર્યો , કિશનવાડીમાં 35 વર્ષીય યુવકે કર્યો આપઘાત
Feb 10, 2026 07:35 am
LED લાઇટના લુમેક્ષ માપવા પોલીસ પાસે ડિવાઇસ જ નથી, સ્ટેટ ટ્રાફિક SP સાહિત્યા વી.ની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત, LED લાઇટનું વધતું વેચાણ રોકવા માટે ચોક્કસ પોલીસી નહીં, યોગ્ય પોલિસી વગર પોલીસ પાસે માત્ર દંડવાનો જ વિકલ્પ, પોલીસ 15 દિવસથી રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી રહી છે, અનઅધિકૃત LED લાઇટ માટે રૂ.1 હજારથી 6 હજારનો દંડ, સ્ટાન્ડર્ડ LEDની તીવ્રતા 3 હજારથી 5 હજાર હોવી જોઈએ, 5 હજાર લુમેક્ષથી વધુ તીવ્રતાની લાઈટ અનઅધિકૃત LED, અનઅધિકૃત LED લાઇટને કારણે થઈ રહ્યા છે અકસ્માત, આવા ડીલર્સ માટે પોલીસી સરકાર તરફથી આવતી હોય છે, LED લાઈટ અંગે સરકાર તરફથી માહિતી મંગાવીએ છીએ
Feb 10, 2026 07:09 am
Feb 10, 2026 07:08 am
ડોર ટુ ડોર ગણતરી પહેલા સ્વ-ગણતરીની તક અપાશે, 2027ની વસતિ ગણતરીને લઇ કેન્દ્ર સરકારની સૂચના, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ શરુ થશે, 19 મે સુધી ગણતરી ચાલશે, ડેટા એકત્ર કરાશે, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર સુધી હાઉસ લિસ્ટિંગ, દેશમાં 30 સપ્ટેમ્બર 2026 સુધી હાઉસ લિસ્ટિંગ થશે, પ્રક્રિયા હેઠળ મકાન, રહેણાંક એકમની માહિતી ભેગી કરાશે, અધિકારી, કર્મચારીઓને વિશેષ તાલીમ અપાશે
Feb 10, 2026 07:07 am
એડમિન, આચાર્યનો DEOને આડોડાઇભર્યો જવાબ, DEOને જાણ કરવી પડે તેવી ઘટના નહોતીઃ આચાર્ય, મારામારીની ગંભીર ઘટનાને સ્કૂલે સામાન્ય ગણાવી, પોલીસ ફરિયાદમાં બ્લેડનો ઉલ્લેખ કરાયો છે, સ્કૂલના જવાબમાં મારામારીમાં બ્લેડનો ઉલ્લેખ નહીં, હવે તમામ ઘટનાની જાણ કરવાની ખાતરી અપાઇ, 15 ડિસેમ્બરથી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક
Feb 10, 2026 07:05 am
1 એપ્રિલથી નવા નિયમો અમલમાં આવશે, કર પ્રણાલી સરળ અને આધુનિક બનાવાશે, ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયાને સરળ બનાવાશે, ડ્રાફ્ટમાં PAN કાર્ડના ઉપયોગ અંગેનો પ્રસ્તાવ, HRA માટે મેટ્રો શહેરોની સુચિનો પ્રસ્તાવ, માર્ચના પ્રથમ સપ્તાહમાં અંતિમ સૂચના જાહેર કરાશે
Feb 10, 2026 07:04 am
જેકડા ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, કારમાં ગીતનો અવાજ ધીમો કરવાનું કહેતા બબાલ, પથ્થરમારામાં એક વ્યક્તિને પહોંચી ઈજાઓ, પથ્થરમારો થતા કારને પણ ભારે નુકસાન, બન્ને પક્ષે 8થી 9 જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
Feb 10, 2026 07:03 am
2016માં અમરોલીમાં યુવતીની છેડતી થઇ હતી, ગણેશ વિસર્જન દરમિયાન યુવતીની છેડતી થઇ હતી, છેડતીને લઇ આરોપી અને સાગરિતોએ કર્યો હતો હુમલો, 3 વ્યક્તિઓ ઉપર તીક્ષ્ણ હથિયારથી કર્યો હતો હુમલો, અમરોલીમાં હુમલામાં 2 લોકોના મોત થયા હતા
Feb 10, 2026 07:02 am
જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ , દેશી દારૂની પોટલી સાથે યુવાનોની અવરજવર , વાંકાનેર પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ, વાંકાનેર પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
Feb 10, 2026 07:02 am
તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ આપી જુબાની , ફૂલ સ્પીડમાં કાર હોવાની સાક્ષીની કોર્ટમાં જુબાની, ભાવેશ ઠાકોરને ફંગોળાવ્યા હોવાની સાક્ષીની જુબાની, આજે પણ વધુ એક સાક્ષીની કોર્ટમાં થશે જુબાની, આરોપી તથ્ય સામે ચાલી રહી છે સાક્ષીની જુબાની, ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડમાં 9 લોકોના થયા હતા મોત
Feb 10, 2026 07:01 am
કુદરતી આફતોથી ખેડૂતો, પશુપાલકોને નુકસાની, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાણાંની માહિતી જાહેર કરી, કેન્દ્ર સરકારે 3 વર્ષમાં 2,911 કરોડ રિલીઝ કર્યા, કેન્દ્ર સરકારે 2022-23માં 959.80 કરોડ રિલીઝ કર્યા, 2023-24 માટે 1,279 કરોડ રિલીઝ કર્યા હતા, 2024-25માં 673.17 કરોડ રિલીઝ કર્યા હતા
Feb 10, 2026 06:55 am
નલિયા લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, ઉત્તર પૂર્વના પાવનો ફૂંકાતા સવારે ઠંડી, બપોરે પવનોની દીશા બદલાતા ગરમી, અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.1 ડિગ્રી, ભાવનગરમાં 17.9 ડિગ્રી, અમરેલીમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી, કંડલામાં 16 ડિગ્રીમુન્દ્રામાં 16.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ