
Vav-Tharad News: લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે કરપીણ હત્યા: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર

Feb 23, 2026 11:18 pm
રાજકોટના હસનવાડીમાં લુખ્ખાતત્વો બેફામ બન્યાં છે. અમન સંધિ નામના વ્યક્તિ પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. દારુ પીવા બાબતે બે લોકોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Feb 23, 2026 10:50 pm
રાંચીમાં મોટી દુર્ઘટના બની છે. રાંચી એરપોર્ટથી એર એમ્બ્લુયન્સે ઉડાન ભરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું છે. ચતરા જિલ્લાના સિમરિયાની પાસે કરમાટાંડ ગામની પાસે સ્થિત જંગલમાં એર એમ્બ્લુયન્સ ક્રેશ થઈ છે. વિમાને રાંચી એરપોર્ટથી દિલ્હી જવા માટે ટેકઓફ કર્યું હતું પણ રસ્તામાં જ તેનો સંપર્ક રડાર પાસેથી તુટી ગયો.
Feb 23, 2026 10:47 pm
વડોદરામાં ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે.સાવલીના આસોજ ગામે LCBની રેડ પડી હતી.ભાડાના મકાનમાં 500ની નકલી નોટો છપાતી હતી.કલર પ્રિન્ટર, ખાસ કાગળ, શાહી મળી હતી.પોલીસે કૌભાંડના મુખ્ય બે સૂત્રધારોને દબોચ્યા હતાં. 500ના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.
Feb 23, 2026 10:35 pm
અમદાવાદની મેડિસિટી હોસ્પિટલમાં કિડનીનું વેઈટિંગ હોવાનું સામે આવ્યું છે. 1800થી વધુ દર્દીઓ કિડની મેળવવા માટે રાહ જોઈ રહ્યાં છે. કોંગ્રેસના સવાલ પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો. છેલ્લા બે વર્ષમાં 293 દર્દીને કિડની આપવામાં આવી છે.
Feb 23, 2026 10:26 pm
ગુજરાતમાં ટેન્કર રાજ ભૂતકાળ બન્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં નિવેદન આપ્યું છે.21મી સદીનું ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું પર્યાય, રમખાણમાં ફેંકાતા પથ્થરોનો આજે નિર્માણ માટે ઉપયોગ,ગુજરાતમાં 3.18 કરોડ નાગરિકો માટે મફત અનાજ, 2.72 કરોડ લોકોને 10 લાખ સુધીની મફત સારવાર, DYCMની 10 વર્ષમાં 2 લાખ સરકારી ભરતીની જાહેરાત
Feb 23, 2026 09:51 pm
પોલીસ ભરતી બોર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસમાં પીએસઆઈ ભરતી માટે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર કરાઈ છે. 95 ઉમેદવારોનો હંગામી વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Feb 23, 2026 09:09 pm
ગુજરાતમાં છાશવારે નકલી બનાવટની ખાદ્ય સામગ્રી પકડાતી હોય છે. ચીઝ, ઘી કે તેલ સહિતની ખાદ્ય સામગ્રી બેખૌફ રીતે વેચાણ થતી હોય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પ્રકારની સામગ્રી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છેલ્લા એક મહિનામાં અંદાજે બે હજાર જેટલા એકમોમાં તપાસ કરવામાં આવી છે.
Feb 23, 2026 08:22 pm
સુરતના વકીલ નયન સુખડવાડાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. હેકર્સે એકાઉન્ટના ઉપયોગથી પૈસાની માગ શરૂ કરી છે.મિત્ર વર્તુળ અને વકીલોને મેસેજ કરીને પૈસાની માગણી કરવામાં આવી છે. વકીલ નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Feb 23, 2026 08:01 pm
ગુજરાતમાં હવે ઈન્ચાર્જ અધિકારી શાસનનો અંત આવશે. કારણ કે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ગેઝેટ બહાર જાહેર કર્યું છે. રાજ્યમાં IASની નવી 15 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે ગવર્નન્સ ક્ષમતામાં ટેકનિકલ સુધારો થશે. GASમાંથી IASમાં બઢતી પામનાર અધિકારીઓ માટે આ મોટી તક હોવાનું માનવામાં આવે છે.
Feb 23, 2026 07:35 pm
સુરતના ઉધનામાં રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વિજયનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
Feb 23, 2026 07:04 pm
ગુજરાતમાં વિધાનસભાના સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદિપ સાંગલે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સંદિપ સાંગલેને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવા પરિપત્ર કર્યો છે.
Feb 23, 2026 06:42 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીથી કરાવી હતી. આ તળાવ ઊંડુ થવાથી તેની કુલ સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં ૨.૦૧ લાખ ઘન ફૂટ થશે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮થી દર વર્ષે આ મહત્વપૂર્ણ અભિયાન એક ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાય છે. ૨૦૧૮ થી ૨૦૨૫ના ૮ વર્ષ દરમિયાન જે ૧,૨૨,૨૯૯ કામો હાથ ધરવામાં આવેલા છે તેમાં તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના ૩૯,૫૪૨, ચેકડેમ ડીસીલ્ટિંગના ૨૬,૫૪૪ તથા ૮૨,૨૪૦ કિલોમીટર લંબાઇમાં નહેરોની અને કાંસની સાફ-સફાઈના કામો થયા છે.આ બધા કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૧,૩૯,૯૫૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને ૨૧૦ લાખ માનવદિન રોજગારી ઉભી થઈ છે.
Feb 23, 2026 06:23 pm
વિધાનસભામાં જંગલેશ્વરનો મુદ્દો ઉઠાવીને ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જંગલેશ્વરમાં ઉત્તમ કામ કર્યું છે. આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓનો અંત આવ્યો છે. રાજ્યમાં આવી અનેક જગ્યાઓ પર બુલડોઝર ચાલશે. ગેરકાયદે દબાણો દૂર કરવા બદલ અભિનંદન પાઠવું છું. છેલ્લા 10 વર્ષમાં અહીં હત્યાના ચાર કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરાઈ છે. હત્યાની કોશિશના ત્રણ કેસ સામે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. મારામારીના 38 કેસમાં 66 આરોપીની ધરપકડ કરાઈ છે. બળાત્કાર અને અપહરણના કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે મંડળીના 12 કેસોમાં 79 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Feb 23, 2026 06:05 pm
વિવાદિત સોશિયલ મડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેને રાજસ્થાનથી ધરપકડ કરીને જૂનાગઢ ખાતે લાવવામાં આવી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હવે તેણે કોર્ટમાં જામીન અરજી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કીર્તિ પટેલના વકિલે જામીન માટે માગ કરી હતી. બંને પક્ષના વકીલોની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી.
Feb 23, 2026 05:58 pm
1. Amreliના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, ખેતરોમાં તૈયાર પાક પર 'આફત'ના ઝાપટાં
3. Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, 6 લોકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ
4. IND Vs SA: ટીમ ઈન્ડિયા સામે સાઉથ આફ્રિકાએ ક્યાં અને કેવી રીતે રમી માઈન્ડ ગેમ? જાણો
5. Ahmedabad : શહેર ભાજપ પ્રભારીઓની કરાઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
7. Rajkot : જંગલેશ્વરમાં ગુનેગારોના બેથી ત્રણ માળના વૈભવી બંગલાઓ પર પણ ફરી વળ્યું દાદાનું બુલડોઝર
8. Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ
9. Rajkot News: જંગલેશ્વર ડિમોલિશનમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓએ બનાવેલી 40 ઓરડીઓ જમીનદોસ્ત
Feb 23, 2026 05:32 pm
ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા રચવામાં આવેલી ઠાકોર સેનાના એક હજારથી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ધોળકામાં યોજાયેલી જન આક્રોશ સભામાં ઠાકોર સેનાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતાં. રામપુર ગામમાં મંદિરની દિવાલ તોડવામાં આવતા ઠાકોર સેના નારાજ થઈ હતી. ગામમાં ઠાકોર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા હતાં. બીજી તરફ ખેડામાં પણ ભાજપના 50તી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા હતાં.
Feb 23, 2026 05:20 pm
જેતપુરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા નરાધમે બાળકીને પીંખી નાંખી હોવાની વિગતો બહાર આવી છે.બાળકીની એકલતાનો લાભ લઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ માતાને હકિકત જણાવતા ભાંડો ફૂટ્યો હતો. બાળકી પાડોશીના ઘરમાં રમવા માટે ગઈ હતી. પોલીસે આરોપી જીતેન્દ્ર ભોજાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Feb 23, 2026 05:01 pm
કચ્છ જિલ્લામાં ડીજીપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડાએ દત્તક લીધું છે. તેમણે આ પોલીસ સ્ટેશન માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે. તેમણે BSF, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, IB સાથે હાઈ લેવલ બેઠક કરી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં.
Feb 23, 2026 04:52 pm
જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે DG લો એન્ડ ઓર્ડરનું નિવેદન સામે આવ્યું છે. એસ પાંડિયન રાજકુમારે કહ્યું હતું કે, આજથી ડિમોલિશનની ઝુંબેશ હાથ ધરાઈ છે.ડિમોલિશન આવતીકાલ સુધીમાં લગભગ પૂર્ણ થઈ જશે.અત્યાર સુધીમાં 884 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા.અત્યાર સુધી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી
Feb 23, 2026 04:46 pm
સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટિવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ પુરું પાડશે. રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને અટકાવવા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે અને આ માટે ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ મેળવેલા ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવાનું મહત્વનું કામ પ્રગતિમાં છે.
Feb 23, 2026 04:32 pm
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બપોરે ચાર વાગ્યાથી સાંજે 06 વાગ્યા સુધીમાં માવઠાનું એલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.
Feb 23, 2026 04:18 pm
જંગલેશ્વરમાં ચાલતી હતી ભાડાની ઓરડીઓ,ભૂમાફિયાઓનો સરકારી જમીન ઉપર કબજો,40 જેટલી ઓરડીઓ બનાવવામાં આવી હતી,પ્રતિ ઓરડીનું 3 હજાર રૂપિયા વસૂલાતું હતું ભાડું,ઓરડીઓ પર ફરી વળ્યું RMCનું જેસીબી.
Feb 23, 2026 04:13 pm
જંગલેશ્વરમાં પાણી ભરાવાનો પ્રશ્ન ભૂતકાળ બનશે.ચોમાસામાં જંગલેશ્વરમાં 5થી 6 ફૂટ ભરાતું હતું પાણી,નદી કાંઠે રાજકોટ મનપા બનાવશે મોટી દિવાલ,આજી નદીનું વરસાદી પાણી જંગલેશ્વરમાં નહીં આવે,2024માં રેસ્ક્યુ કરવા આવેલા સિટી ઇજનેર ફસાયા હતા.
Feb 23, 2026 04:11 pm
કીર્તિ પટેલને જુનાગઢ કોર્ટમાં લવાઈ,કીર્તિ પટેલ રડતા રડતા બોલી,મીડિયા હાજર રહે અને ન્યાય કરેઃ કીર્તિ,પોલીસ દ્વારા બોલતા અટકાવાઈ.
Feb 23, 2026 03:56 pm
કચ્છના ભચાઉમાંથી એક કરોડનો દારૂ ઝડપાયો,1.01 કરોડના દારુ સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબજે,દારૂ મોકલનાર અને મંગાવનાર 7 આરોપી ફરાર,ભચાઉ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Feb 23, 2026 03:52 pm
પાલનપુર જિલ્લા જેલમાં કસ્ટોડિયલ ડેથ,દાંતાના આરોપીને ગુનામાં જેલમાં મુકાયો હતો,જામીન મંજૂર થતા જેલમાં આપઘાત કર્યાનું ચર્ચાસ્પદ,પાલનપુર પૂર્વ પોલીસે મૃતદેહને સિવિલમાં ખસેડ્યો.
Feb 23, 2026 03:47 pm
અમદાવાદમાં કોમનવેલ્થ સમિટમાં AMC કમિ.નું નિવેદન,કોમનવેલ્થમાં 70થી વધુ દેશો જોડાયાઃ કમિશનર,આ દેશો સાથે ભાગીદારી થશેઃ AMC કમિશનર,ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલોબરેશન થઈ શકે,વેપારની દ્રષ્ટિએ અને કલ્ચરલ એક્સચેન્જમાં ઉજળી તકો,વેસ્ટ મિડલૅન્ડના પ્રતિનિધિઓ સમિટમાં હાજર રહ્યાં,પ્રતિનિધિઓએ ગિફ્ટ સિટી, રિવરફ્રન્ટની લીધી મુલાકાત,મોદી સ્ટેડિયમ અને સ્પોર્ટ્સના સ્થળોની મુલાકાત લીધી.
Feb 23, 2026 03:31 pm
સુરતમાં પેસેન્જર વાહનચાલકોનો આતંક,ઇકો કાર ચાલકે રાહદારીને ઉડાવ્યો,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ,મોરા ગામમાં બેફામ હંકારે છે વાહનો,બેફામ વાહન હંકારી કરે છે અકસ્માત,ઘટનાને લઇ ગ્રામવાસીઓમાં ભારે રોષ.
Feb 23, 2026 03:31 pm
દાહોદમાં રખડતા કૂતરાનો આતંક,પહાડ ગામે બાળકને બચકા ભર્યા,5 વર્ષીય બાળક વનરાજ ઘાયલ,ઘરની બહાર નીકળતા જ હુમલો કર્યો,બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો,ઘટનાને લઈને પરિવારના લોકોમાં રોષ.
Feb 23, 2026 03:27 pm
ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક IG મનોજ નિનામા વાવ થરાદમાં,સરકારના પરિપત્ર મુજબ લીધી વાવ થરાદની મુલાકાત,જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે,પોલીસ કઈ રીતે અરજદાર સાથે વ્યવહાર કરે છે તે જાણશે,અરજદારની ફરિયાદોનો નિકાલ થાય છે કે નહીં તે જોશે.
Feb 23, 2026 03:18 pm
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ,બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં વરસાદ,શિવરંજની, એસજી હાઇવે પર વરસાદ.
Feb 23, 2026 03:12 pm
વડોદરાના શિનોરમાં કમોસમી માવઠાનો માર,શિનોર, માલસર, દામાપુરામાં કમોસમી વરસાદ,શિનોરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા,કમોસમી માવઠાથી પાકને લઇને ખેડૂતોમાં ચિંતા.
Feb 23, 2026 03:11 pm
સુરતની મોડેલને એસિડ એટેકની ધમકી,સો.મીડિયામાં અભદ્ર ફોટો મૂકી ધમકી,ફાયરિંગ, દુષ્કર્મના વિવાદ બાદ વધુ એક કારનામું,મિતેષ જૈન નામના વેપારીએ આપી ધમકી,આરોપીએ અગાઉ કાર સળગાવી હતી,અલથાણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ,વીડિયો વાયરલ કરવા બાબતે નોંધાઈ ફરિયાદ,મોડલને એસિડ એટેકની આપવામાં આવી ધમકી,મોડેલનું આ કેસમાં નિવેદન લેવામાં આવશે,તમામ પુરાવા એકત્રિત કરવામાં આવશે.
Feb 23, 2026 03:01 pm
2.Ahmedabad News: વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રકની ટક્કરથી એક્ટિવા ચાલક મહિલાનું મોત
4.11 મહિનામાં ૩ તેજસ ક્રેશ, ₹2000 કરોડનું નુકસાન! જાણો કેટલાનું આવે છે એક Tejas વિમાન?
5.Ahmedabad News: સાણંદમાં કેટરર્સના વેઈટરોનો આતંક, ડેકોરેશનના કારીગરો પર છરી વડે હુમલો
6.Gandhinagar : 2 વર્ષમાં લિકર પરમિટની કુલ 7170 અરજીઓ આવી, 7045 અરજી મંજૂર, સરકારે ગૃહમાં આપ્યો જવાબ
7.ખિસ્સામાં રહેલું Debit Card અપાવશે ₹10 લાખનો વીમો, જાણો કેવી રીતે મળશે આ મફત લાભ!
9.Bhavnagar News: મોરબી હત્યાકાંડના મહુવામાં પડઘા, સોની બજાર બંધ રાખી વેપારીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
Feb 23, 2026 03:00 pm
ગીર સોમનાથના તાલાલામાં હિંસક ઘટના,પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ,4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,જમીન વિવાદમાં મકાન પર હુમલો કરાયો હતો,હુમલામાં 75 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું,આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું.
Feb 23, 2026 02:50 pm
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે પવન અને વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે.
Feb 23, 2026 02:39 pm
રાજકોટમાં મિશ્ર ઋતુથી વધ્યો રોગચાળો,કમળાના 8, ટાઇફોઇડના 12 કેસ નોંધાયા,મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા,શરદી ઉધરસના 1032 કેસ નોંધાયા,તાવના 854, ઝાડા ઉલટીના 225 કેસ.
Feb 23, 2026 02:36 pm
બોટાદ APMC ખાતે ચણાની આવક શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના દિવસોમાં જ બજારમાં ૫ હજાર મણ કરતા વધુ આવક નોંધાઈ રહી છે. ત્યારે આવતા દિવસોમાં ચણાની આવકમા વધારો થવાની સંભાવના દેખાઈ રહિ છે. ચણાના છુટક બજારમાં ૧૦૦૦ થી ૧૦૬૦ સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
Feb 23, 2026 02:28 pm
PMJAY યોજના હેઠળ સરકારે 77 કરોડ ચૂકવ્યા,વિધાનસભા ગૃહમાં સવાલ પર સરકારનો જવાબ,છોટાઉદેપુર-નર્મદા જિલ્લામાં 47 હજારે PMJAYનો લાભ લીધો,છોટાઉદેપુરમાં 28210 લાભાર્થીએ લાભ લીધો,નર્મદામાં 19360 લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો,PMJAY 51 જેટલી હોસ્પિલ એમ્પેનેલ કરવામાં આવી,નર્મદા જિલ્લામાં 30 કરોડથી વધુની રકમ ચૂકવાઇ,છોટાઉદેપુર જિલ્લામાં 47 કરોડથી વધુની રકમ ચૂકવાઇ,નર્મદા-તાપીમાં એકપણ શબવાહિની કાર્યરત નથીઃ સરકાર.
Feb 23, 2026 02:21 pm
અમદાવાદમાં બલી માટે લવાયેલા 6 પશુ મુક્ત કરાયા,અંધશ્રદ્ધા માટે બલી ચડાવવા માટે પશુ લવાયા હતા,પોલીસની રેડ પહેલા 5 પશુઓની બલી ચડાવાઇ,સાણંદ પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો.
Feb 23, 2026 02:13 pm
વડોદરા કલેક્ટરે માલસર બ્રિજ પર પ્રતિબંધ લગાવ્યો,પ્રતિબંધ લગાવતા શિનોર, માલસરના ખેડૂતો મુશ્કેલીમાં,વાહનોની અવરજવર બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ,ખેડૂતોએ વહીવટીતંત્ર સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો.અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ,ખેડૂતોને વહેલી તકે નિવારણનું આશ્વાસન અપાયું.
Feb 23, 2026 02:04 pm
વડોદરામાં SMCએ 13 લાખનો દારુ ઝડપ્યો,સમા ખાતે બાતમીના આધારે કરી હતી રેડ,કનુ માળી, હિંમત ઉર્ફે અબોગૌતમ પરમારની ધરપકડ,મકાનમાં ભોંયરુ બનાવી સંતાડ્યો હતો દારુ,8 બુટલેગરોને SMCએ વોન્ટેડ જાહેર કર્યા.
Feb 23, 2026 01:59 pm
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન,અત્યાર સુધીમાં 800થી વધુ દબાણ દૂર કર્યા,કુલ 1498 મકાનનું ડિમોલિશન કરવામાં આવશે,RMCના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન,50 ટકાથી વધુ બાંધકામો શાંતિપૂર્ણ રીતે દૂર,અંદાજિત 80 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે,આજી નદીના તટના દબાણોનો સંપૂર્ણ સફાયો થશે,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી,સાંજ સુધીમાં લગભગ તમામ બાંધકામો તોડી પાડશે,કાટમાળ ખસેડવાની કામગીરી સાથો સાથ ચાલુ છે.
Feb 23, 2026 01:56 pm
CM યોગી આદિત્યનાથ સિંગાપોરના પ્રવાસે,સિંગાપોરના રોકાણ કેન્દ્ર સરકારી સંસ્થાઓ સાથે બેઠક,રોકાણ ભાગીદારી માટેની તકો અંગે ચર્ચા કરી હતી,પ્રતિનિધિમંડળ સાથે ફળદાયી બેઠક થઈ હતી,UPમાં લાંબા ગાળાના સંસ્થાકીય રોકાણો માટે માર્ગો.
Feb 23, 2026 01:52 pm
અમદાવાદમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત,વસ્ત્રાલ રિંગ રોડ પર જીવલેણ અકસ્માત,ટ્રકની અડફેટે એક્ટિવાચાલક મહિલાનું મોત,ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી.
Feb 23, 2026 01:45 pm
મોરબીમાં યુવકની હત્યાના અમરેલીમાં ઘેરાપ્રત્યાઘાત,અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘના અગ્રણીની રજૂઆત,જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને રજૂઆત,આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી.
Feb 23, 2026 01:44 pm
જુનાગઢમાં કીર્તિ પટેલ કેસમાં મોટા સમાચાર,એડિશનલ ચીફ કોર્ટમાં આરોપીને રજૂ કરાયા,કોર્ટે કાયદાકીય રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી.બપોરે સાડા ચાર વાગ્યા સુધી રિમાન્ડ,આરોપીનું બે વાર મેડિકલ ચેકઅપ કરાવવું,પોલીસ કસ્ટડીમાં મારપીટ ન કરવા આદેશ,ન્યાયિક હિત અને આરોપીનું રક્ષણ થયું,હવે પછી જામીન માટે કાર્યવાહી થશે,જામીન અરજી અંગે ટૂંકમાં નિર્ણય લેવાશે.
Feb 23, 2026 01:22 pm
ડેકોરેશનના કારીગરોને માર મારતા ફરિયાદ, અન્ય જગ્યાએ આરામ કરવાનું કહેતા હુમલો, જમ્મુ કાશ્મીરના 11 વેઇટરોનો છરી વડે હુમલો, સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Feb 23, 2026 01:22 pm
અટલ કલામ બિલ્ડિંગમાં કરાયો વિરોધ પ્રર્દશન, RSS આંબેડકર અને સરદાર પટેલના ઇતિહાસના પોસ્ટર , RSSએ અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર લગાવ્યાનો આક્ષેપ , NSUI કાર્યકરોએ અટલ કલામ બિલ્ડિંગ પાસે કર્યા દેખાવો , શૈક્ષણિક સંસ્થામાં RSSની વિચારધારા થોપવાનો આરોપ
Feb 23, 2026 01:21 pm
નાયબ મુખ્યમંત્રીએ વંદે માતરમના નારા લગાવ્યા
Feb 23, 2026 01:20 pm
અમદાવાદ સિવિલમાં આવેલી અરજીના આંકડા , 21-01-2024થી 20-01-2026 સુધીના આંકડા, 2 વર્ષમાં લિકર પરમિટની કુલ 7170 અરજીઓ , 2 વર્ષમાં લિકર પરમિટ રિન્યુ માટે 5922 અરજી , 2 વર્ષમાં લિકર પરમિટની નવી 1248 અરજી મળી, મળેલી 7170 અરજી પૈકી 7045 અરજી મંજૂર, 125અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરી, MLA ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો ગૃહમાં જવાબ
Feb 23, 2026 01:06 pm
ગાંધીનગર - અમદાવાદમાં પાણીજન્ય કેસ નોંધાયા
બન્ને શહેરમાં 2 વર્ષમાં કુલ 36263 પાણીજન્ય કેસ
ગાંધીનગરમાં 2 વર્ષમાં 14001 પાણીજન્ય કેસ
ગાંધીનગરમાં 2024-25માં 7459 કેસ નોંધાયા
ગાંધીનગરમાં 2025-26માં 6542 કેસ નોંધાયા
અમદાવાદમાં 2 વર્ષમાં 22262 પાણીજન્ય કેસ
અમદાવાદમાં 2024-25માં 12141 કેસ નોંધાયા
અમદાવાદમાં 2025-26માં 10121 કેસ નોંધાયા
Feb 23, 2026 12:52 pm
ગવર્નર મનોજ સિન્હાએ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું, વિન્ટર ગેમ્સ 23 થી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા, 16 રાજ્યોના 339 રમતવીરો ગેમ્સમાં ભાગ લેશે, સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ સહિત છ રમતો રમાશે, 20 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ દાવ પર.
Feb 23, 2026 12:47 pm
હવે દરેક ટેક્સી ડ્રાઈવર ટેક્સી માલિક હશે:શાહ, જે મહેનત કરે છે તેને વધુ નફો : શાહ, ‘ટેક્સી ડ્રાઈવરને આર્થિક રીતે સદ્ધર કરવાનો ઉદ્દેશ્ય', સહકારી ક્ષેત્રે સરકારની પ્રાથમિકતા: શાહ.
Feb 23, 2026 12:40 pm
મહુવા તાલુકા સોની બજારે બંધ પાળી વિરોધ નોંધાવ્યો, વેપારીઓએ યુવકની હત્યાને લઇ આક્રોશ વ્યક્ત કર્યો, આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવા માગ કરાઇ, સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઇ હતી હત્યા.
Feb 23, 2026 12:23 pm
રાજ્ય સરકાર સિસ્ટમ વિકસાવી શકે છે, સર પ્લસ પાવરને સાચવવા માટે પ્રોજેક્ટ, ઉર્જા વિભાગ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરશે.
Feb 23, 2026 12:18 pm
તડ અને પાલડી ગામ વચ્ચે અકસ્માત સર્જાયો, ઓવરટેક કરવા જતા બાઇકચાલક ટ્રકમાં ઘૂસ્યો, અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત.
Feb 23, 2026 12:08 pm
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો, કપાસ ન પલળે તે માટે તાડપત્રી ઢાંકવા મજબૂર.
Feb 23, 2026 12:04 pm
મુખ્યમંત્રીના હસ્તે પુસ્તકનું લોકાર્પણ, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા હાજર રહ્યા, ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય પર આધારિત પુસ્તક, શ્રીલા પ્રભુપાદજીના જીવન પર આધારિત પુસ્તક, ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં યોગદાનનું પુસ્તકમાં ચિત્રણ, કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ખોટો માણસ ફુલ ફ્રેમમાં ચાલે છેઃ મુખ્યમંત્રી, ‘આપણને પણ એમ થાય કે આ રીતે જીવીએ’, ‘આપણને ખ્યાલ નથઈ કે એનું ક્યારે પૂરું થશે’, ગીતાને જીવનમાં ઊતારવી પડેઃ મુખ્યમંત્રી, ‘શ્રી રામ કરે એમ કરવાનું અને કૃષ્ણ કહે એમ કરવાનું’.
Feb 23, 2026 11:54 am
આલાપ રોડ પર 2 વર્ષની બાળકીને કારે અડફેટે લીધી, કારની અડફેટે 2 વર્ષની ધનશ્રી વડસોલાનું મોત, કાર ચાલક નીરવ ભોરણીયા વિરુદ્ધ ગુનો દાખલ, મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.
Feb 23, 2026 11:45 am
પોલીસ સમક્ષ કીર્તિ પટેલે કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર પહોંચી હતી કીર્તિ પટેલ, ગુનામાં વપરાયેલ કારને પોલીસ જપ્ત કરશે, બાકીના આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ, કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે.
Feb 23, 2026 11:42 am
06 - Operation Sindoor પછી ભારતની ફાઈનલ તૈયારી, એક જ ક્લિકમાં ઈસ્લામાબાદ સાફ?
07 - IND vs SA : હાર બાદ ગૌતમ પર 'ગંભીર' ટીકા, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહી આ વાત
08 - Dhurandharની આ એક્ટ્રેસની વ્હોટ્સએપ ચેટ લીક! સોશિયલ મીડિયા પર મચી ગઈ ભારે સનસનાટી!
09 - Gold Silver Price Today: સોના ચાંદીએ પકડી રફતાર, જાણી લો 23 ફેબ્રુઆરીએ 22 અને 24 કેરેટનો ભાવ
10 - T20 World Cup 2026 : વાનખેડેમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર,જાણો કોણ મારશે બાજી
Feb 23, 2026 11:37 am
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ‘એક ગ્રહણ ભૂ-મંડળ પર 17 ફેબ્રુઆરીએ થઇ ગયું’, જે ગ્રહણ ભારતમાં દેખાયું ન હતું : અંબાલાલ, 3 માર્ચે સિંહ રાશિમાં ગ્રહણ થનાર છેઃ અંબાલાલ, ‘આ ગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા,યુરોપમાં દેખાશે’.
Feb 23, 2026 11:36 am
જંબુસર સહિતના ગામોમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાનની ભીતિ, કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ.
Feb 23, 2026 11:06 am
અમદાવાદમાં નકલી AQI માટે પાણીનો છંટકાવ, સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો, AQI મશીન નજીક પાણીનો દર 10 મિનિટે છંટકાવ, પ્રદુષણના આંકડા છુપાવવા પાણીનો છંટકાવ, સરદર પટેલ સ્ટેડિયમમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક, વિક્ટોરિયા ગાર્ડનમાં સંદેશ ન્યુઝનું રિયાલીટી ચેક, સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ AMCની છેતરપિંડી.
Feb 23, 2026 11:05 am
વિરોધમાં હાઇકોર્ટ ગયેલા વકીલ પહોંચ્યા
પુરુષોત્તમ પીપળિયા સહિતના લોકો પહોંચ્યા
અમને HCમાં અડધી સફળતા મળીઃ પીપળિયા
ટીપી રોડ ઉપર સફળતા મળી નહીં : પીપળિયા
અમે આજે મદદ માટે આવ્યા છીએ : પીપળિયા
અતિ ગરીબોને એક મહિનાનું અનાજ આપીશું
જરૂરતમંદ લોકોને મદદ થાય એટલું કરીશું: પીપળિયા
Feb 23, 2026 11:04 am
તો કંટ્રોલ રૂમ અને લીવ રીઝર્વમાં રહેલા 8 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, આ વખતની જે બદલી છે તેમાં લીવ રીઝર્વમાં રહેલા પીઆઈને પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાતા પીઆઈઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના વહિવટદારો હવે નવા પીઆઈના વહિવટ મેળવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.
Feb 23, 2026 11:04 am
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઈની બદલીઓ અટકી પડી હતી અને તેના કારણે ઘણાં પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યાં હતા, તો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો ગંજીફો ચિપી દેવામાં આવ્યો છે અને કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે, જે પોલીસ અધિકારીની સારી કામગીરી હતી તે અધિકારીને સારા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે, તો બીજી તરફ અમુક પીઆઈ લાંબા સમયથી જે પોલીસ સ્ટેશનમાં છે તેમને તે જગ્યાએ જ રાખાવામાં આવ્યા છે.
Feb 23, 2026 11:03 am
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 27 પીઆઈની આંતરિક અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે, શહેરના 27 PIની આંતરિક બદલી કરાતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં લીવ રિઝર્વમાં રહેલા 8 PIને પોસ્ટિંગ અપાયું છે અને ચાર્જમાં રહેલા પોલીસ મથકમાં PIની નિમણૂંક કરી દેવામાં આવી છે, લાંબા સમયથી જોવાતી હતી બદલીની રાહ અને પીઆઈની બદલી કરવામાં આવતા શહેર પોલીસમાં પણ કહી ખુશી કહી ગમ જેવો માહોલો જોવા મળ્યો છે.

Feb 23, 2026 10:26 am
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે સિહોર નજીકથી રૂ. 12.71 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2304 બોટલ દારૂ, એક કાર અને બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર હોવાની વાત છે.
Feb 23, 2026 10:26 am
સિહોર પોલીસે 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઈ છે, અંદાજિત સાડા દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને છેલ્લા કેટલા સમયથી ગાંજા અને અફીણની ખેતી કરવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સાથે સાથે આ ગાંજો કોને આપવામાં આવતો હતો તેની પણ તપાસ કરાઈ રહી છે. પોલીસ આ મામલે આરોપીઓના વધુ રિમાન્ડની પણ માગ કરી શકે છે.
Feb 23, 2026 10:25 am
ભાવનગરના સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે અને સિહોર નજીકની વાડી વિસ્તારમાં સિહોર પોલીસે રેડ કરીને આ ખેતી ઝડપી પાડી છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં લીલા ગાંજા તથા અફીણનું મસમોટું વાવેતર મળી આવ્યું છે, નશીલા માદક દ્રવ્યોનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
Feb 23, 2026 10:09 am
અત્યાર સુધી 100થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા, કંટ્રોલ રુમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, ડ્રોન કેમેરાથી દરેક પોઈન્ટ ઉપર પોલીસની નજર, પોલીસ કમિશનર સહિત અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ, અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની અટકાયત.
Feb 23, 2026 10:05 am
પરંતુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ચિકદા ,ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલિયા, ઝઘડિયા તાલુકા વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ખાસ આયોજન ન થતા નારાજગી વ્યક્ત કરી સાંસદે, ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની માગ છે વર્ષોથી જે નથી સ્વીકારવામાં આવતી અને સિંચાઈનો લાભ સાગબારા ડેડીયાપાડા,ચીકદા સહિત વિસ્તારને ન મળતા આદિવાસી સમાજ દુઃખી છે અને તેઓએ ગરૂડેશ્વર ,તિલકવાડા તાલુકાના ગામોમાં પણ સિંચાઈ નર્મદા યોજનાનું પૂરતું પાણી મળે તેવી માગ કરી છે.
Feb 23, 2026 10:05 am
સાંસદે વધુમાં કહ્યું કે, ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની વર્ષો જૂની માગ ન સ્વીકારાઇ અને સાગબારા, ડેડીયાપાડ, ચીકદા વિસ્તાર સિંચાઇથી વંચિત છે અને નર્મદા યોજનાનું પૂરતું પાણી મળે તેવી માગ કરી છે. આદિવાસી વિસ્તારમાં પાણી પૂરતું મળે તે માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે, તો પાણી ના મળવાના કારણે ખેડૂતોને પણ સિંચાઈમાં જોઈએ તે રીતે પાણી મળતું નથી, વધુમાં સાસંદનું કહેવું છે કે, સરકારે દાહોદ છોટાઉદેપુર જિલ્લાને સિંચાઈ વ્યવસ્થા માટે આવરી લીધો ખૂબ સારી વાત કરી છે.
Feb 23, 2026 09:58 am
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, આદિવાસી વિસ્તારમાં સિંચાઈ તેમજ અન્ય વ્યવસ્થાનો અભાવ છે જેના કારણે આદિવાસી સમાજ દુખી છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આદિવાસી વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થાનો અભાવ છે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી છે, તો બીજી તરફ સાંસદે રાજ્ય સરકારના બજેટના વખાણ કર્યા હતા અને દેવમોગરા મંદિરના ડેવપલમેન્ટને લઇ અભિનંદન પાઠવ્યા હતા.
Feb 23, 2026 09:55 am
16 લાખથી વધુના સાયબર ફ્રોડમાં ધરપકડ, હિરેન પટેલે પત્ની સાથે ઠગાઈ આચરી હતી, ઠગાઈના નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા, સુરત પોલીસે ડિરેક્ટર હિરેન પટેલને ઝડપ્યો, 2020માં ચૂંટાયેલા ડિરેક્ટરનો ગુનાહિત ઇતિહાસ ખુલ્યો, ઝડપાયેલા આરોપીની પત્ની પહેલેથી જ જેલમાં.
Feb 23, 2026 09:55 am
શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ, ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બન્યું, ઉનાળાના પ્રારંભે જ વરસાદી માવઠાથી ખેડૂતો ચિંતિત, કેરી સહિતના અન્ય પાકો નિષ્ફળ જવાની ભીતિ.
Feb 23, 2026 09:47 am
યુવકને ઢોર માર માર્યાનો પોલીસ પર આક્ષેપ, પતિ-પત્નીના ઝઘડામાં માર માર્યાનો આક્ષેપ, પોલીસ સ્ટેશનમાં જ પતિને પોલીસે માર માર્યો, બે પોલીસકર્મીઓએ પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ, યુવક પાસેથી રુ. 600 પડાવ્યાનો આક્ષેપ.
Feb 23, 2026 09:43 am
પોલીસે દુકાનદાર લક્ષ્મણ ચોરસિયાને ઝડપી પાડ્યો, બાળકી દુકાનમાં સામાન લેવા જતા અડપલા કર્યા હતા, પોલીસે દુકાનદારને ઝડપી વધુ તપાસ હાથ ધરી.
Feb 23, 2026 09:31 am
બનાસકાંઠાના વડગામના છનિયાણા ગામે પતિએ કરી પત્નીની હત્યા, ખોટા વહેમ રાખીને પતિ પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો અને ગુસ્સે ભરાયેલા પતિએ ગળુ દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે, તો પરિજનોને જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો તો પતિની પૂછપરછમાં પતિએ કબુલ્યું કે તેની પત્નીની હત્યા તેણે જ કરી છે, તો પોલીસે ઉંડાણ પૂર્વક પૂછપરછ કરી છે અને પતિ-પત્ની વચ્ચે લાંબા સમચથી ઝઘડો ચાલી રહ્યો હતો.
Feb 23, 2026 09:23 am
બનાસકાંઠાના વડગામમાં પત્નીની હત્યા પતિએ કરી હોવાની વાત સામે આવી છે, ઘરકંકાસમાં હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે આરોપી પતિની કરી ધરપકડ. બનાસકાંઠાના વડગામના છનિયાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, પત્ની પર ખોટો વહેમ રાખી ગળુ દબાવી હત્યા કરી છે, અને આરોપી પતિએ હત્યા કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત, પોલીસે આરોપી પતિ રાયચંદ ઓડની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધ્યો છે.
Feb 23, 2026 09:08 am
હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, સવારે 9 થી 12 વાગ્યા સુધીનું વેધર બુલેટિન, સૂરત, તાપી, ભરૂચમાં માવઠાની આગાહી, નર્મદા અને છોટા ઉદેપુરમાં માવઠાની આગાહી, ત્રણ કલાક માટે વેધર બુલેટિન જાહેર કરાયું.
Feb 23, 2026 09:08 am
ચાંદીમાં પ્રતિ કિલોએ રુ. 3000નો વધારો
ચાંદીનો ભાવ વધીને રુ. 2,68,000ને પાર
સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3 હજારનો વધારો
સોનાનો ભાવ વધીને રુ. 1,59,900ને પાર
Feb 23, 2026 09:07 am
ત્યારબાદ આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરી મૂકી યુવતી પર એસિડ એટેક કરવાની આડકતરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ગત 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે હદ વટાવી યુવતીના બીકીની પહેરેલા બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. વારંવારની માનસિક પજવણી અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે અલથાણ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. બદનામી થતા આલિયાએ ફરી મિતેશ સંપત જૈન (રહે. શ્રી સાઈ દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) સામે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી હતી.
Feb 23, 2026 09:07 am
જોકે, મિતેશની હેરાનગતિ વધતા યુવતીએ અગાઉ તેની સામે અલથાણ પોલીસમાં બળાત્કારની ફરિયાદ પણ કરી હતી, જેમાં બાદમાં સમાધાન થયું હતું. સંબંધો તોડી નાખ્યા હોવા છતાં આરોપી મિતેશ અવારનવાર આલિયા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી પરેશાન કરતો હતો. ડુમસ સાયલન્ટ ઝોનમાં બંને વચ્ચે ઝઘડા બાદ થયેલા ફાયરિંગને મુદ્દે પણ ભારે ઊહાપોહ મચ્યો હતો. ગત જુલાઈ ૨૦૨૫માં મિતેશે વેસુ વિસ્તારમાં યુવતીની કારને પણ આગ ચાંપી હોવાનો આક્ષેપ કરાયો હતો.
Feb 23, 2026 09:06 am
સુરતની મોડેલને એસિડ એટેકની ધમકી મળી છે, સો.મીડિયામાં અભદ્ર ફોટો મૂકતા ધમકી મળી છે, મિતેષ જૈન નામના વેપારીએ આપી ધમકી અને આરોપીએ અગાઉ કાર સળગાવી હતી અને અલથાણ પોલીસે વધુ તપાસ હાથધરી છે. અલથાણમાં રહેતી મોડલિંગ કરતી યુવતીનો પૂર્વ પ્રેમી સાથેનો વિખવાદ જારી રહ્યો છે. દુષ્કર્મ, ફાયરિંગના વિવાદ બાદ પૂર્વ પ્રેમીએ બીકીનીવાળા અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી એસિડ એટેકની ધમકી આપતા મામલો ફરી પોલીસમાં પહોંચ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અલથાણમાં રહેતી 28 વર્ષીય યુવતીને વર્ષ 2018માં મિતેશ સંપત જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
Feb 23, 2026 08:57 am
આજી નદીના કાંઠે લોકોએ પાકા મકાનો બનાવ્યા હતા, 1980ના દાયકામાં દબાણ વિસ્તારવા લાગ્યા હતા, તત્કાલીન મનપા કમિશનરોએ નોટિસ ફટકારી હતી, રિવરફ્રન્ટ બનાવવાનો પ્રસ્તાવ આવતા તંત્ર હરકતમાં, જંગલેશ્વરમાં ટીપી લાગુ થતા દબાણો તંત્રના ધ્યાને આવ્યા, ટીપી રોડ ઉપરાંત કલેક્ટર તંત્રની જમીન ઉપર પણ દબાણો, 2002થી 2011 સુધી અનેક વખત દબાણને લઈને સર્વે, 15 વર્ષ પહેલા દબાણગ્રસ્તોને આવાસ ફાળવ્યા હતા, દબાણગ્રસ્તોને ડ્રો સિસ્ટમ મુજબ મકાન ફાળવાયા, 87000 ચો.મી. જગ્યા ખાલી કરાવાશે, 3121 હજાર કરોડની જગ્યા ખાલી કરાવાશે, આજી રિવરફ્રન્ટ, TPને લઈ જગ્યા ખાલી કરાવાઈ, છેલ્લા 70 વર્ષોથી લોકો અહીં વસવાટ કરે છે, કોર્પોરેશન, કલેક્ટર બંનેની જગ્યા ઉપર હતું દબાણ, શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા હવે મકાન બની ગયા.
Feb 23, 2026 08:51 am
વરાછામાં બાળકો પાસેથી પૈસા પડાવનાર ઝડપાયા, રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર, મિત ખૂંટની ધરપકડ, બે બાળકો પાસેથી રુ. 1.50 લાખ પડાવ્યા હતા, આરોપીઓ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, પોલીસે આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી.
Feb 23, 2026 08:33 am
ગૌ સેવકોએ 10થી વધુ પશુઓને બચાવ્યા, અડાલજ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષકો એકઠા થયા, પોલીસ પેટ્રોલિગના દાવા વચ્ચે ગૌ તસ્કરો બેફામ, ગૌ રક્ષકોમાં પોલીસ કામગીરી પર ભારે રોષ, હેલ્પલાઇન 1962 પર કોલથી મદદ ન મળીઃ ગૌ રક્ષકો, ગૌ રક્ષકોને માહિતી મળે, પ્રશાસનને કેમ નહીં : ગૌ રક્ષકો.
Feb 23, 2026 08:25 am
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનને લઈ પોલીસ કમિશનર બ્રિઝેશ ઝા સ્થળ પર પહોંચ્યા હતા અને SRP જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા પો. કમિશનરે કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતુ.
Feb 23, 2026 08:25 am
ડિમોલિશનને પગલે મહિલાઓ રડી પડી અને મિડીયા સમક્ષ કહ્યું કે, અમારો આશરો છીનવાયો છે, ઘર ચલાવવા મજૂરી કરીએ છીએ અને ઘરે કામ કરી ગુજરાન ચલાવીએ છીએ, અમારો આશરો છીનવાયો, ક્યાં જઇશું તેમ કહી મહિલાઓ રડી પડી હતી.
Feb 23, 2026 08:25 am
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે અને 1200 જેટલા મકાનો બુલડોઝરથી તોડવામાં આવી રહ્યાં છે, પોલીસની હાજરીમાં કાર્યવાહી શરુ કરાઇ છે અને તંત્રએ 1486 જેટલા દબાણોને ફટકારી હતી નોટિસ. આ ડિમોલિશનમાં 2500થી વધુનો પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર છે અને વિજિલન્સ અને મનપાના કર્મચારીઓ પણ હાજર છે, ડ઼્રોનથી સમગ્ર ડિમોલિશન પર નજર રખાઈ રહી છે અને પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે, 21 JCB,2 હિટાચી મશીનથી ડિમોલિશન કરાઈ રહ્યું છે અને 38 ગેસ કટર અને 26થી વધુ ટ્રેકટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Feb 23, 2026 08:01 am
ઘેલાણીએ લગ્ન ટાણે દીકરી સમક્ષ દિલ ખોલીને પૂનમના ટોર્ચરિંગ અંગેની વેદના ઠાલવી હતી. જેથી તન્વીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આત્મહત્યાની દુષ્યેરણાનો ગુનો નોંધી પૂનમ બ્રિજમોહનસિંગ ભદોરિયા (રહે. ૯૦૨-ડી, આરંભ એપાર્ટમેન્ટ, વીઆર મોલ સામે, મગદલ્લા) સામે આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી શનિવારે સાંજે તેને લાજપોર જેલના હવાલે કરાઈ હતી. પોલીસે પૂનમની બહેન પ્રિયાનું પણ નિવેદનો લીધું હતું. પ્રિયા આ સમગ્ર હકીકતોથી વાકફે છે. પૂનમ અને ઘેલાણીના રિલેશન, ટોર્ચરિંગ, નાણાકીય વ્યવહારો, મિલકતો બાબતે પ્રિયાને જાણકારી છે. જેથી પોલીસે ફરી પૂછપરછ માટે પ્રિયાને તેડું મોકલ્યું છે. આજકાલમાં પોલીસ પ્રિયાને પૂછપરછ માટે બોલાવી કેસ સંબંધિત જરૂરી માહિતી અને પુરાવા હાથવગા કરશે.
Feb 23, 2026 08:01 am
છેલ્લા ૨૦ દિવસથી શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની બ્લેકમેઇલિંગ અને દીકરીના લગ્નમાં તમાશો કરવાની ધમકીથી કંટાળી ઘેલાણી લમણે ગોળી મારવા મજબૂર થયા હતા. એસીપી ઝેડ.આર.દેસાઈએ કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઘેલાણી પરિવાર અને સગાં-સંબંધીના નિવદેનો લેવા સાથે કોલ-બેંક ડેટા ફરતે પણ તપાસમાં મહત્ત્વની કડીઓ મળી કરી હતી.
Feb 23, 2026 08:01 am
સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પૂનમની બહેન પ્રિયાને પોલીસે તેડું મોકલ્યું છે અને પ્રિયા હકીકતથી વાકેફ હોવાનું સામે આવ્યું છે, પૂનમના બ્લેકમેલિંગથી બિલ્ડરે કર્યો હતો આપઘાત. બહુચર્ચિત તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં સ્ત્રી મિત્ર પૂનમ ભદોરિયાને લાજપોર જેલ ભેગી કરાઈ છે. હવે આ કેસમાં પોલીસ પુરાવા હાથવગા કરી રહી છે. પૂનમના નાણાકીય હિસાબ, બ્લેકમેઇલિંગથી લઇ ઘેલાણીને કરાતા માનસિક-આર્થિક શોષણ મામલે પોલીસ હવે તેની બહેન પ્રિયાની પૂછપરછ કરશે.
Feb 23, 2026 07:46 am
સુરતમાં ૧૬૩, વડોદરા - ૧૪૭, અમરેલી- ૧૪૨, અમદાવાદ શહેર ૧૪૧, રાજકોટ-૧૨૫, દેવભૂમિ દ્વારકા- ૯૮, પાટણ-૭૮, ભાવનગર- ૭૮ દુકાનો બંધ થઈ હતી. મહત્ત્વનું છે કે, અંતરિયાળ ગામડાઓમાં દુકાનો બંધ થવાથી વૃદ્ધો અને શ્રમિકોને કિમી સુધી લાંબા થવું પડે છે. કમિશનના દરમાં ઘટાડો અને ઓનલાઇન સિસ્ટમની જટિલતાને કારણે નવા સંચાલકો આ વ્યવસાયમાં રસ દાખવતા નથી, પરિણામે ગરીબ પરિવારો માટે પાયાની જરૂરિયાત એવું અનાજ મેળવવું હવે એક કપરો સંઘર્ષ બની ગયો છે.
Feb 23, 2026 07:46 am
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ સત્તાવાર આંકડા છે. વિતરકોને પૂરતા નાણાં નહિ અપાતા હોવાના સહિતના વિવિધ કારણસર ૧૯૯૭ દુકાનોના શટર પડી ગયા છે. જોકે સરકાર એવો બચાવ કરે છે કે, બંધ થયેલી દુકાનોને નજીકની દુકાન સાથે જોડવામાં આવી છે. અમદાવાદ, સુરત, અમરેલી, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ દુકાનીને તાળાં લાગ્યા છે, જેમાં લોકોને સરકારી યોજનાનો લાભ લેવામાં નાકે દમ આવી ગયો છે.
Feb 23, 2026 07:45 am
આ સંજોગોમાં કેન્દ્ર સરકારે સૂચનાઓ આપી છે કે, નેટવર્ક કનેક્ટિવિટીની તકલીફ, આધાર સીડિંગ સમસ્યા અથવા તો બાયોમેટ્રિક સિસ્ટમ ફેલ હોય તેવા સંજોગોમાં કોઈ પણ લાભાર્થી કે કુટુંબને મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેવા ના જોઈએ. આ સંદર્ભે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમૃદ્ધ કહેવાતાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. અંદાજે ૩.૫૦ કરોડ કરતાં વધારે જનસંખ્યાને સસ્તા અનાજની દુકાનેથી અનાજ અપાય છે.
Feb 23, 2026 07:45 am
ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. જેના મુખ્ય કારણોમાં નકલી રેશન કાર્ડ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ખોટા લાભાથીની ઓળખ થવી. ઈ-કેવાયસીમાં વિસંગતતા, જે તે લાભાર્થીનું અવસાન થવું તદુપરાંત સ્થળાંતર વગેરે જેવી બાબતો પણ સામેલ છે. ગુજરાતમાં છેલ્લાં છ વર્ષમાં વિવિધ કારણસર ૯,૩૪,૯૫૯ રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવતાં કુટુંબો અત્યારે સર્વર ઠપ્પ સહિતના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે, આ પ્રકારની બુમરાણ સમયાંતરે ઊઠતી હોય છે.
Feb 23, 2026 07:38 am
શાહપુરા પાસે બ્રિજનો બીજો હિસ્સો તૂટી પડ્યો, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી, જાળવણી કામગીરી દરમિયાન અચાનક બ્રિજ બેસી ગયો, ભારે ટ્રાફિક જામ અને ભયનો માહોલ ફેલાયો, બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા ગંભીર સવાલો.
Feb 23, 2026 07:32 am
કોંગ્રેસના શાસનકાળ પર આકરા પ્રહારો કર્યા, નહેરુએ દુનિયાને નાગીન ડાન્સ દેખાડયો : નિશિકાંત દુબે, કોંગ્રેસના સમયમાં વિશ્વને ભારતનું ખોટું ચિત્ર બતાવાતું, વડાપ્રધાન મોદીએ દુનિયાને AI દેખાડ્યું : નિશિકાંત દુબે, ભાજપ સાંસદના નિવેદનથી રાજકારણ ગરમાયું, વિકાસના પરિવર્તનથી કેટલાક લોકો અસ્વસ્થ છે, ઐતિહાસિક ફોટો શેર કરીને કટાક્ષ કર્યો, દેશની પ્રગતિ જોઈ વિરોધીઓ અકળાયા છે.
Feb 23, 2026 07:31 am
મેક્સિકોમાં કાર્ટેલ અને સુરક્ષા દળો વચ્ચે જંગ, સીજેએનજી (CJNG) ચીફ "અલ મેન્ચો" ના મોતથી હોબાળો, કેનેડિયન અને અન્ય પ્રવાસીઓ રિસોર્ટમાં ફસાયા, સળગતા વાહનો અને રોડ બ્લોકેડના ભયાનક દ્રશ્યો, કેનેડા અને યુએસ સરકારે "શેલ્ટર ઇન પ્લેસ" આદેશ આપ્યો, તમામ ફ્લાઈટ્સ રદ, એરપોર્ટ પર ભારે નાસભાગ, લોકોને હોટલની અંદર સુરક્ષિત રહેવા કડક સૂચના.
Feb 23, 2026 07:18 am
પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલિશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા.
Feb 23, 2026 07:17 am
એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં."
Feb 23, 2026 07:17 am
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન આજે કરવામાં આવશે અને 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર જેમાં 1486 જેટલા દબાણકારોને ફટકારાઈ હતી નોટિસ. 2500થી વધુનો પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર છે અને પોલીસ,વિજિલન્સ,મનપાના કર્મીઓ હાજર છે, જંગલેશ્વરમાં મનપા, પોલીસ સહિતની ટીમો તૈનાત છે અને ડ઼્રોનથી સમગ્ર ડિમોલિશન પર રખાશે નજર, પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે, 21 JCB,2 હિટાચી મશીનથી ડિમોલિશન કરવામાં આવશે, 38 ગેસ કટર, 26થી વધુ ટ્રેકટરોનો ઉપયોગ અને 150 થી વધુ શ્રમિકોને કામે લગાવાયા છે.
Feb 23, 2026 07:07 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 23, 2026 07:07 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 23, 2026 07:07 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 23, 2026 07:06 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 23, 2026 07:06 am
રાજયમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર વર્તાઈ રહી છે. સૌથી નીચું નલિયામાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પોરબંદરમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 17.0 ડિગ્રી, કેશોદમાં 17.6 ડિગ્રી, મહુવામાં 18.1 ડિગ્રી, ગાંધીનગરમાં 18 અને અમદાવાદમાં 18.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, સુરતમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 20.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 21.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 23, 2026 06:56 am
મુખ્યમંત્રી 60 મિનિટ સુધી ચર્ચા કરશે, વિધાનસભા સત્રનો આજે છઠ્ઠો દિવસ, વિધાનસભા નિયમ 120 મુજબ સંકલ્પ, પ્રથમ 60 મિનિટ પ્રશ્નોત્તરી કાળ ચાલશે, 4 અલગ-અલગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા, રાજ્યપાલના પ્રવચન પર ચર્ચાનો અંતિમ દિવસ.
Feb 23, 2026 06:55 am
ખરીદી માટે 120 ખરીદ કેન્દ્ર સૂચિત કર્યા, 1.33 લાખ ખેડૂતોએ કરાવી છે નોંધણી, તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8 હજાર પ્રતિ ક્વિન્ટલ, ખેડુતોને SMSથી ખરીદી માટે જાણ કરાઈ.
Feb 23, 2026 06:55 am
મહિલા શક્તિના કૌશલ્યને મળશે નવું મંચ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત કાર્યક્રમ, મહિલાઓએ તૈયાર કરેલી વસ્તુનો પ્રદર્શન સહ વેચાણ મેળો, વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કરાવશે પ્રારંભ, વિધાનસભા પ્રવેશ દ્વાર પાસે કાર્યક્રમનું આયોજન.
Feb 23, 2026 06:54 am
મુખ્યમંત્રીના હસ્તે પુસ્તકનું લોકાર્પણ થશે, ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય પર આધારિત પુસ્તક, શ્રીલા પ્રભુપાદજીના જીવન પર આધારિત પુસ્તક, ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં યોગદાનનું પુસ્તકમાં ચિત્રણ.
Feb 23, 2026 06:54 am
હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પર યુવતીના આક્ષેપ, ચાલુ ટ્રેનમાં લોકોએ શિક્ષકને માર માર્યો, યુવતીની છેડતીનો મામલો ટ્રેનમાં ગરમાયો, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, પ્રિન્સિપાલે છેડતીના તમામ આક્ષેપો નકાર્યા, વીડિયોમાં બળજબરીથી કબૂલાત કરાવ્યાનો દાવો, મુસાફરો વચ્ચે બોલાચાલી બાદ હુમલો, મારપીટ બાદ પ્રિન્સિપાલે પોલીસની મદદ માંગી, પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરશે.

Vav-Tharad News: લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે કરપીણ હત્યા: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર

Anand News: ઉમરેઠમાં પાલિકાનું બુલડોઝર સતત બીજા દિવસે ફર્યું, 100થી વધુ દબાણો દૂર કરાયા

Kutch ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટનું હાર્ટ એટેકથી નિધન

Gandhinagar News: કોઈપણ ફરિયાદ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેનો નિકાલ કરો : DGP જી.એસ. મલિક

Bharuch News: અંકલેશ્વર GIDCમાં પિત્ઝા શોપમાં આગ લાગી

Thalassemia: થેલેસેમિયા બાળકોને કેવી રીતે કરે છે અસર, જાણો બચવાનો એકમાત્ર ઉપાય

Jaspal Ranaનું નિધન કેમ થયું? હોસ્પિલના ડોક્ટરે જણાવી હકીકત

Retail Inflation in India: મે મહિનામાં વધી મોંઘવારી ! છૂટક ફુગાવો વધીને 3.93% થયો

Italy Tourism:આ દેશના પ્રખ્યાત બીચ પર છતરી લગાવવા પર પ્રતિબંધ

IMD Weather Forecast: પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસિત થઈ રહી છે અલ-નીનોની સ્થિતિ, ચોમાસાને અસર કરી શકે છે

Thalassemia: થેલેસેમિયા બાળકોને કેવી રીતે કરે છે અસર, જાણો બચવાનો એકમાત્ર ઉપાય