બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈ આજે મતગણતરી થશે શરૂ અને અમદાવાદમાં બે ચૂંટણી સેન્ટર પર ચૂંટણી યોજાઈ હતી, 23 બેઠકો પુરુષ અને બે મહિલા બેઠક માટે ચુંટણી હતી ચૂંટણી અને Cctv,લાઈવ રેકોર્ડિંગ, સ્ટ્રોંગ રૂમમાં મશીન સીલ કરાયા હતા, હાલમાં સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
સીસીટીવી કેમેરાથી મતદાન મથકો પર નજર રખાઈ હતી
આ વખતે પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવહી હતી, તો સુરતમાં પણ મતદાન મથકો પર હાઈૃડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતુ, માત્ર વકીલો જ નહીં, પણ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વકીલોને મતદાન મથક સુધી લાવવા અને પેનલ મુજબ મતદાન કરાવવા માટે વ્યૂહાત્મક ગોઠવણ જોવા મળી હતી.













