ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે વહીવટી સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વર્ગ 1 થી 3 ની કુલ 167 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા માટે લાયક ઉમેદવારો આગામી 29 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. લાંબા સમયથી સ્ટાફની અછત ભોગવી રહેલી યુનિવર્સિટી માટે આ નિર્ણય વહીવટી કામગીરીમાં ગતિ લાવનારો સાબિત થશે.
મેદવારો માટે ખુશખબર
નોંધનીય છે કે, અગાઉ વર્ષ 2022માં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે સમયે વિવિધ ટેકનિકલ અને વહીવટી વિવાદો ઉભા થતા સમગ્ર ભરતી પ્રક્રિયા પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. આ વિવાદના લગભગ 3 વર્ષ બાદ હવે યુનિવર્સિટી દ્વારા પારદર્શક રીતે ફરીથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી યુનિવર્સિટીમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક સુવર્ણ તક ગણાય રહી છે.
