ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માર્ચ મહિનામાં જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે વર્ષ 2026ના માર્ચમાં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ હિટવેવની અસર રહેશે. લોકોએ રાત્રે પણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રાત્રે વોર્મ નાઈટની અસર વર્તાશે.

આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, મહેસાણા,સાબરકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે રાજકોટમાં પણ ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આરોગ્ય અધિકારી જયેશ વાકાણીનું નિવેદન

રાજકોટના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું હતું કે, ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે. બપોરે કામ વિના બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવે છે. દર કલાકે પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. સગર્ભા અને બાળકોનું પરિવારો ખાસ ધ્યાન રાખે. શહેરમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. ભીષણ લૂથી બચવા સાવચેતી જરૂરી છે.


આ પણ વાંચોઃ Rajkot News: ચૂંટણીને લઇ ભાજપ હંમેશા સજ્જ હોય છે, અમારામાં જૂથવાદ નથી બધા એક છીએ: પ્રભારી અનિરૂદ્ધ દવે