ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 31 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.
નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12.6, ડીસામાં 13.7, અમરેલીમાં 13.9, રાજકોટમાં 14.8,ગાંધીનગરમાં 14.8, પોરબંદરમાં 14.4, અમદાવાદમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળી રહ્યાં છે. સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.













