રાજયમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં ગરમીનું તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે તેવી આગાહી કરવામાં આવી છે, વડોદરા અને અમરેલી 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીવાર માવઠાનું સંકટ હોવાનું અનુંમાન કર્યું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે. આગામી 29 અને 30 માર્ચે રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજયમાં માવઠું થવાની શક્યતાઓ છે. 29 અને 30 માર્ચે બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી લઈને 28 માર્ચ સુધી ગરમીની અસર વર્તાશે. પવનોની દિશા બદલાતા ગરમીનો અનુભવ થશે.

22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા.


આ પણ વાંચોઃ Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, 28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની આગાહી