રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળે તેવા સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે.
તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ' એટલે કે મિશ્ર હવામાનનો અનુભવ થશે. દિવસે ગરમી અને વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ નાગરિકોને પરેશાન કરી શકે છે.












