
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 04, 2026 11:03 pm
સુરતના ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા એકનું મોત
સુરતના સચિનમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા એકનું મોત, અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અન્ય 14 લોકો ઈજાગ્રસ્ત, ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથામાં ગયા હતા, કથામાંથી પરત ફરતી વખતે ટેમ્પોને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
Jan 04, 2026 10:46 pm
રાજકોટમાં હિટ એન્ડ રન: રાજનગર ચોક પાસે કારની અડફેટે વૃદ્ધ ગંભીર
રાજકોટના રાજનગર ચોક પાસે ગઈકાલે રાત્રે 11 વાગ્યે હિટ એન્ડ રનની હચમચાવતી ઘટના બની હતી. રસ્તો ઓળંગી રહેલા 60 વર્ષીય રામજીભાઈ પરમારને એક બેફામ કારચાલકે જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા જોઈ શકાય છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. હાલ માલવિયા નગર પોલીસ ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ કરી રહી છે.
Jan 04, 2026 10:00 pm
સુરતની ગાયનેક હોસ્પિટલમાં હેડ નર્સનો આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફની ડ્યુટી ફાળવવા જેવી સામાન્ય બાબતે થયેલા આંતરિક ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, વર્ષોનો અનુભવ ધરાવતા સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ ઝેરી કેમિકલ પીને આત્મહત્યા કરી લીધી છે.
Jan 04, 2026 09:51 pm
બોટાદમાં અકસ્માતના CCTV સામે આવ્યા
બોટાદમાં અકસ્માતના CCTV સામે આવ્યા, પીકઅપ વાન પલટતા 2ના થયા હતા મોત, 28 ડિસેમ્બરે મિલેટ્રી રોડ પર થયો હતો અકસ્માત, અકસ્માતમાં અન્ય 26 લોકોને પહોંચી હતી ઈજાઓ.
Jan 04, 2026 09:50 pm
બીલીમોરામાં તસ્કરોનો તરખાટ
નવસારીના બીલીમોરામાં તસ્કરોનો તરખાટ, સાગર દર્શન એપાર્ટમેન્ટના ઘરમાં ઘૂસીને ચોરી, સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ ચોરીની ઘટના, નરેશ ગોહિલ ઉપર કુહાડી વડે હુમલો કરીને ફરાર, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 04, 2026 09:19 pm
ઈડી દ્વારા ધરપકડ થતા રાજેન્દ્ર પટેલને કરાયા સસ્પેન્ડ
ઈડી દ્વારા ધરપકડ થતા રાજેન્દ્ર પટેલને કરાયા સસ્પેન્ડ, સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર જાહેર કર્યો. જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલનું નામ સામે આવતા ધરપકડ તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર, બંગલોમાંથી ટ્રક ભરીને સામાન ખાલી કરવામાં આવ્યો, EDએ સરકારી આવાસમાં સર્ચ બાદ ફાઈલો જપ્ત કરી છે.
Jan 04, 2026 08:39 pm
ભાડજમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા
અમદાવાદના ભાડજમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા, સ્મશાનની સમસ્યા નહીં ઉકેલાતા ગ્રામજનોમાં રોષ, સ્મશાનના અભાવનો ગ્રામજનોમાં ભારે વિરોધ, પોસ્ટરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ.
Jan 04, 2026 08:39 pm
અમદાવાદમાં બોગસ પત્રકાર સામે ફરિયાદ
અમદાવાદમાં બોગસ પત્રકાર જયેશ ઠક્કર સામે ફરિયાદ, જયેશ ઠક્કર વિરુદ્ધ દાણીલીમડા પોલીસમાં ફરિયાદ, બુટ ચપ્પલના વેપારી પાસેથી રૂ. 65000 પડાવી લીધા, જુગારનો કેસ થયો હોવાથી ધરપકડની ધમકી આપી, વેપારીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
Jan 04, 2026 08:21 pm
વસ્ત્રાલ વિસ્તારમાંથી હથિયાર સાથે બે ઝડપાયા
અમદાવાદમાં દેશી તમંચો, 4 જીવતા કારતૂસ જપ્ત, રામોલના વસ્ત્રાલ વિસ્તારમાંથી પોલીસે 2ને ઝડપ્યા, છોટુસિંહ કુશવાહ અને આયુષ યાદવની ધરપકડ, છોટુસિંહ બોલાચાલીનો બદલો લેવા હથિયાર લાવ્યો, 2 મહિના પહેલા છોટુંસિંહને થઈ હતી બોલાચાલી, રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 04, 2026 08:19 pm
સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન પકડાયું
સુરતમાં ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન પકડાયું, લસકાણા પોલીસે ઝડપ્યું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન, પોલીસે આરોપી અલ્પેશ સાથલીયાને ઝડપી પાડ્યો, તબેલામાંથી ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું, 319.54 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો,સોયાબીન અને વેજીટેબલ ઓઈલ ઘીમાં મિક્સ કરતા, આરોપી ભેળસેળયુક્ત ઘી છુટકમાં વેચાણ કરતો હતો, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 04, 2026 08:11 pm
રાપરના ખીરઈ ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ
રાપરના ખીરઈ ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ, અસામાજિક તત્વોએ મંદિરમાં તોડફોડ કરાઈ, મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં આક્રોશ, મંદિરમાં તોડફોડ કરનાર સામે કાર્યવાહીની માંગ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
Jan 04, 2026 08:10 pm
રખિયાલમાં બોગસ તબીબ ઝડપાયો
અમદાવાદના રખિયાલમાં બોગસ તબીબ ઝડપાયો, રખિયાલ પોલીસે શાહિદ શેખની કરી ધરપકડ, બોગસ ડોક્ટર 3 વર્ષથી દવાખાનું ચલાવતો, 29 હજારની દવાનો જથ્થો પોલીસે કબ્જે કર્યો.
Jan 04, 2026 07:44 pm
અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ
અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ, મોટા આંકડીયા ગામે ડુપ્લીકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ, હલકી ગુણવત્તાનું બનાવટી ખાતર બનાવવાનું નેટવર્ક, ‘નિરીમા એગ્રી પ્રોડક્સ’ ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા, બનાવટી ખાતર કૌભાંડમાં ભરત ધાનાણીનું નામ ખુલ્યું, પોલીસ દરોડા દરમિયાન 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત.
Jan 04, 2026 07:33 pm
નાઇજીરીયામાં બંદૂકધારીઓના હુમલામાં 30ના મોત
નાઇજીરીયામાં બંદૂકધારીઓના હુમલામાં 30ના મોત, ઉત્તર નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં કર્યો હુમલો, કાસુઆન-દાજી ગામમાં બંદૂકધારીઓ દ્વારા ગોળીબાર,હુમલાખોરોએ અંધાધૂધ ગોળીબાર કરતા 30ના મોત, હુમલાખોરોએ ઘર અને બજારમાં આગચંપી પણ કરી, બંદૂકધારીઓએ ઘણા લોકોનું અપહરણ કર્યાની માહિતી.
Jan 04, 2026 07:30 pm
સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટરે સરકારી બંગલો કર્યો ખાલી
સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટરે સરકારી બંગલો કર્યો ખાલી, જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલનું નામ સામે આવતા ધરપકડ, તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર, બંગલોમાંથી ટ્રક ભરીને સામાન ખાલી કરવામાં આવ્યો, EDએ સરકારી આવાસમાં સર્ચ બાદ ફાઈલો જપ્ત કરી છે.
Jan 04, 2026 07:20 pm
વિસાવદરમાં સિંહણને બેભાન કરવા જતા ટ્રેકર બેભાન
વિસાવદરમાં સિંહણને બેભાન કરવા જતા ટ્રેકર બેભાન, બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા ગયા હતા, નાની મોણપરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, સિંહણને બેભાન કરતા ટેન્ક્યુલાઈઝર કર્મીને વાગ્યું, ઇજાગ્રસ્ત કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો.
Jan 04, 2026 07:09 pm
અમદાવાદમાં મુંબઈના સિંગર પર હુમલો
અમદાવાદમાં મુંબઈના સિંગર પર હુમલો, હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગરે કર્યો હુમલો, શ્યામ સિધાવત સહિત 7 લોકોએ કર્યો હુમલો, એક વર્ષ જુના સોંગ ક્રેડીટની અદાવતમાં હુમલો, વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, શ્યામની પત્નીએ હાર્દિલ સામે પણ કરી ફરિયાદ,હાર્દિલ બિભસ્ત શબ્દો બોલ્યા હોવાની ફરિયાદ.
Jan 04, 2026 07:08 pm
રેલવે સ્ટેશન પર RPF અમદાવાદે 6 રિક્ષાઓ જપ્ત કરી
અમદાવાદમાં રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, રેલવે સ્ટેશન પર RPF અમદાવાદે 6 રિક્ષાઓ જપ્ત કરી, નિયમોનો ભંગ કરનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી, RPF જવાન સાથે રિક્ષાચાલકોએ કરી હતી મારામારી.
Jan 04, 2026 07:08 pm
થાનગઢમાં જોગ આશ્રમમાં સ્ટોર રૂમમાં આગ
થાનગઢમાં જોગ આશ્રમમાં સ્ટોર રૂમમાં આગ, સ્ટોર રૂમમાં ખુરશીઓ, પાઈપ બળીને ખાખ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો, સ્ટોર રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ.
Jan 04, 2026 06:46 pm
વિરમગામ નજીક જ્વલનશીલ પદાર્થના ટેન્કરમાં આગ
વિરમગામ નજીક જ્વલનશીલ પદાર્થના ટેન્કરમાં આગ, સચાણા ગામ બાયપાસ રોડ પર ટેન્કરમાં લાગી આગ, જ્વલનશીલ પદાર્થના ટેન્કરમાં આગ લાગતા દોડધામ, વિરમગામ અમદાવાદ હાઇવે પર એક સાઈડનો રોડ બંધ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ.
Jan 04, 2026 06:45 pm
ભાણવડના પાસ્તરનો યુવક આર્મેનિયામાં ફસાયો
ભાણવડના પાસ્તરનો યુવક આર્મેનિયામાં ફસાયો , યુવક છેલ્લા 20થી વધુ દિવસથી આર્મેનિયામાં ફસાયો, એજન્ટે રૂ.2.70 લાખ પડાવીને ફસાવ્યાનો આક્ષેપ, આર્મેનિયામાં કંપનીમાં કલકકામ માટે મોકવ્યો હતો, રહેવા-જમવા માટે વ્યવસ્થા કંપની કરશે તેવું કહ્યું હતું, શિવાય ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના એજન્ટ સામે આક્ષેપ.
Jan 04, 2026 06:44 pm
અમદાવાદના શ્યામલમાં ફ્લેટના બેઝમેન્ટમાં આગ
અમદાવાદના શ્યામલમાં ફ્લેટના બેઝમેન્ટમાં આગ, શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં લાગી આગ, આગ લાગતા 5થી 7 વાહનો બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
Jan 04, 2026 06:05 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Anandના ખંભાતમાં પતંગ લૂંટવાની મોજ બની મોતનું કારણ, 15 વર્ષીય કિશોરનું કરુણ મોત
2.Navsari ટાઉન પોલીસે માસૂમ ગલૂડિયાંના પગ તોડનાર શખ્સની કરી ધરપકડ
3.Iran Protest News: ઇરાનમાં જાહેર માર્ગ પર વિરોધ પ્રદર્શનો યથાવત, હિંસામાં 4 લોકોના થયા મોત
4.Gandhinagar: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સમાં રાજ્યમાંથી 44 પોલીસ કર્મીઓની નિમણૂક કરાઈ
6.Sabarkantha News: વડાલી–ખેડબ્રહ્મા હાઇવે પર કારની ટક્કરે બાઈક સવાર મહિલાનું મોત
7.Ahmedabad News: કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુઅલ મુદ્દે વિવાદ વકર્યો
9.Gandhinagar: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા
10.Rajkot News: ધોરાજીના તોરણીયા પાસે ટ્રેક્ટર નદીમાં પડ્યું
Jan 04, 2026 06:05 pm
પોરબંદરના રાજપરમાં બોગસ તબીબ ઝડપાયો
પોરબંદરના રાજપરમાં બોગસ તબીબ ઝડપાયો, બોગસ ડોકટર મોસીન હુસેન જેઠવાને ઝડપી પાડ્યો, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારને SOGએ ઝડપ્યો, મેડિકલ ડિગ્રી વગર દવાઓ આપતો હોવાનું સામે આવ્યું.
Jan 04, 2026 06:04 pm
દ્વારકામાં કિશોર અને મહિલાનો આપઘાત
યાત્રાધામ દ્વારકામાં કિશોર અને મહિલાનો આપઘાત, લાઈટ હાઉસના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત, દરિયાઈ વિસ્તારમાં આવેલા લાઈટ હાઉસનો બનાવ, 15 વર્ષીય કિશોર, 30 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત, કિશોર અને મહિલાના આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો,સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 04, 2026 05:46 pm
લગ્ન નોંધણી, મૈત્રી કરારના મુદ્દાને લઈ SPG મેદાને
લગ્ન નોંધણી, મૈત્રી કરારના મુદ્દાને લઈ SPG મેદાને, મહેસાણામાં પાટીદાર સમાજનું વિશાળ સંમેલન, લગ્ન નોંધણી, મૈત્રી કરારના કાયદામાં સુધારાની માંગ,કાયદામાં તાત્કાલિક સુધારો કરવા માટે SPGની માંગ, સરકાર નિર્ણય નહીં લે તો ગાંધીનગર કૂચ કરવા ચીમકી, ગાંધીનગર કૂચ સાથે વિધાનસભાના ઘેરાવાની ચીમકી, SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિત રહ્યા હાજર, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, અન્ય આગેવાનો રહ્યા હાજર.
Jan 04, 2026 05:45 pm
સાળંગપુરમાં મુકેશ અંબાણીએ દર્શન કર્યા
સાળંગપુરમાં મુકેશ અંબાણીએ દર્શન કર્યા. કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી, મુકેશ અંબાણી અને અંનત અંબાણીએ કર્યા દર્શન, મંદિર પરિસરમાં ગૌ પૂજન કરીને ધ્વજા ચઢાવી.
Jan 04, 2026 05:38 pm
છોટાઉદેપુરમાં દારૂ કટિંગ વખતે LCB ત્રાટકી
છોટાઉદેપુરમાં દારૂ કટિંગ વખતે LCB ત્રાટકી, બિલિયા ગામની સીમમાં ચાલતું હતું દારૂનું કટિંગ , પોલીસને જોઈ ઘટનાસ્થળેથી 11 લોકો ભાગી છૂટ્યો, પોલીસે રૂ.14.93 લાખના દારૂ સાથે 2ને ઝડપ્યા, પોલીસે કાર સહિત 5 વાહનોને કબ્જે કર્યા.
Jan 04, 2026 05:37 pm
વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ
વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, બે જૂથ વચ્ચે તલવારથી હુમલો અને પથ્થરમારો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Jan 04, 2026 05:37 pm
મોરબીમાં પ્રેમીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબીના લાયન્સનગરમાં પ્રેમીનો આપઘાત, પ્રેમિકા ઘરે ગયા પછી પરત ન આવતા આપઘાત, સોશિયલ મીડિયાથી આવ્યા હતા પરિચયમાં, પ્રેમીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
Jan 04, 2026 05:13 pm
બારેજડીમાં યુવકની હત્યામાં આરોપી ઝડપાયો
અમદાવાદના બારેજડીમાં યુવકની હત્યામાં આરોપી ઝડપાયો, વિવેકાનંદનગર પોલીસે હત્યાના આરોપીની કરી ધરપકડ, ફાર્મ હાઉસના માલિકની ગેરહાજરી અંગે પરિવારના સવાલ, બનાવની જગ્યા પર અન્ય લોકોની હાજરી હતી: પરિજન, માત્ર એક આરોપી પકડ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ, ‘ફાર્મ હાઉસમાં હાજર મહિલાનો ફરિયાદમાં ઉલ્લેખ નહીં’, પોલીસ હત્યા અંગે અનેક બાબતો છુપાવી રહી છે:પરિજન.
Jan 04, 2026 04:55 pm
સુરત શહેરમાં બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે
બ્રીજ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં થોડા દિવસોમાં વધુ એક બ્રિજ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં શહેરના કતારગામ થી અમરોલી તરફ જવાનો એક તરફનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. જે બ્રિજનું આજરોજ શહેરના મેયર દક્ષેશ માવાણી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
Jan 04, 2026 04:41 pm
ખંભાતમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત
ખંભાતમાં પતંગ લૂંટવા જતા વીજ કરંટથી કિશોરનું મોત, ઉંદેલ ગામની કોઠીયા સીમમાં વીજ કરંટથી થયું મોત, કિશોરના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો.
Jan 04, 2026 04:37 pm
નવસારીમાં શ્વાનને માર મારનાર વ્યક્તિની ધરપકડ
નવસારીમાં શ્વાનને માર મારનાર વ્યક્તિની ધરપકડ, ક્રિષ્ના પાર્ક સોસાયટીના રવિ ટંડેલે માર્યો હતો માર, શ્વાનને ક્રૂરતાપૂર્વક માર મારી પગ તોડી નાખ્યા હતા, પોલીસે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો, શ્વાન અત્યાચાર કરનાર રવિ ટંડેલની ધરપકડ કરી.
Jan 04, 2026 04:29 pm
મનરેગા બચાવો સંગ્રામ માટે કોંગ્રેસે બનાવી સમિતિ
મનરેગા બચાવો સંગ્રામ માટે કોંગ્રેસે બનાવી સમિતિ, અજય માકનની અધ્યક્ષતામાં 9 સભ્યોની સમિતની રચના, કાર્યક્રમોના સંકલન માટે સંકલન સમિતિની રચના, દેશભરમાં કોંગ્રેસ મનરેગા બચાવવા સંગ્રામ ચલાવશે, સમિતિ સંગ્રામના અમલીકરણ, માર્ગદર્શન અને દેખરેખ કરશે.
Jan 04, 2026 04:25 pm
સુરત મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું
સુરત મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું, પૂર્વ પ્રમુખ રઇશા શેખનું કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું, ખૂબ જ નિરાશાથી પાર્ટી છોડું છું : રઇશા શેખ, છેલ્લા ઘણા સમયથી શહેર પ્રમુખ સાથે વિવાદ હતો.
Jan 04, 2026 04:24 pm
બાંગ્લાદેશની ટીમ ભારતમાં ટી-20 વર્લ્ડકપ નહી રમે,
બાંગ્લાદેશની ટીમ ભારતમાં ટી-20 વર્લ્ડકપ નહી રમે, બાંગ્લાદેશના ખેલ મંત્રીએ કરી જાહેરાત, બાંગ્લાદેશ પોતાની ક્રિકેટ ટીમ ભારત નહી મોકલે, ફેબ્રુઆરીમાં ટી-20 વિશ્વકપનું ભારતમાં આયોજન, IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડીને હટાવતા વિવાદ.
Jan 04, 2026 04:15 pm
કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુની મુદ્દત ઘટાડતા હાલાકી
કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુની મુદ્દત ઘટાડતા હાલાકી, 15 વર્ષના બદલે 10 વર્ષે પરમિટ રિન્યુ કરવાના નિર્ણયથી રોષ, પરમિટ પૂર્ણ થયા બાદ પ્રતિ દિવસ રૂ.50નો વસૂલાય છે દંડ, વાહનચાલકો પાસેથી રૂ. 5 હજારથી 40 હજારનો દંડ વસૂલાયો, અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનની કાનૂની સ્પષ્ટતાની માંગ, પરમિટ ફી, દંડ અંગે સરકારનું કોઈ સ્પષ્ટ જાહેરનામું નહીં, ‘રૂ.50 દંડની વસૂલાત ક્યા કાયદા અને નિયમ હેઠળ થાય છે’, નવો નિયમ હોય તો નોટિફિકેશન જાહેર કરવા યુનિયનની માંગ, સ્પષ્ટ જાહેરનામું ન આવે ત્યાં સુધી દંડાત્મક વસૂલાત રોકવા માંગ.
Jan 04, 2026 04:14 pm
સાબરકાંઠામાં અકસ્માતમાં મહિલાનું મોત
સાબરકાંઠામાં અકસ્માતમાં મહિલાનું મોત, કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, વડાલી–ખેડબ્રહ્મા હાઇવે પર થયો અકસ્માત, 2 બાળકો અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા.
Jan 04, 2026 04:05 pm
ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 113 દર્દીઓ
ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 113 દર્દીઓ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મિતા પરીખનું નિવેદન, 24 કલાકમાં નવા 9 દર્દી નોંધાયાઃ મિતા પરીખ, અત્યાર સુધી કુલ 113 દર્દીઓ નોંધાયાઃ મિતા પરીખ, ‘સિવિલ હોસ્પિટલમાં 94 દર્દીઓ સારવાર હેઠળ,તમામ દર્દીઓની ઉમર 1 થી 16 વર્ષની: મિતા પરીખ,24 કલાકમાં 19 દર્દીઓને રજા આપવામાં આવી.
Jan 04, 2026 03:50 pm
વિસાવદરમાં સિંહણના હુમલામાં 4 વર્ષીય બાળકનું મોત
નાની મોણપરીમાં વાડી વિસ્તારમાં સિંહણે કર્યો હુમલો, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો, વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે તજવીજ.
Jan 04, 2026 03:45 pm
સાબરકાંઠામાં અકસ્માતમાં મહિલાનું મોત
કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, વડાલી–ખેડબ્રહ્મા હાઇવે પર થયો અકસ્માત, 2 બાળકો અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા.
Jan 04, 2026 03:42 pm
કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુની મુદ્દત ઘટાડતા હાલાકી
15 વર્ષના બદલે 10 વર્ષે પરમિટ રિન્યુ કરવાના નિર્ણયથી રોષ, પરમિટ પૂર્ણ થયા બાદ પ્રતિ દિવસ રૂ.50નો વસૂલાય છે દંડ, વાહનચાલકો પાસેથી રૂ. 5 હજારથી 40 હજારનો દંડ વસૂલાયો, અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનની કાનૂની સ્પષ્ટતાની માંગ, પરમિટ ફી, દંડ અંગે સરકારનું કોઈ સ્પષ્ટ જાહેરનામું નહીં, ‘રૂ.50 દંડની વસૂલાત ક્યા કાયદા અને નિયમ હેઠળ થાય છે’, નવો નિયમ હોય તો નોટિફિકેશન જાહેર કરવા યુનિયનની માંગ, સ્પષ્ટ જાહેરનામું ન આવે ત્યાં સુધી દંડાત્મક વસૂલાત રોકવા માંગ.
Jan 04, 2026 03:32 pm
ઇન્દિરા બ્રિજ પર ભાજપ પ્રવક્તાનું નિવેદન
બ્રિજમાં કોઇ ગંભીર ખામી નથીઃ અનિલ પટેલ, સ્પાન જોઇન્ટમાં જગ્યા હોવાથી તિરાડ લાગેઃ અનિલ પટેલ, ‘વાતાવરણની અસર થતા થોડી જગ્યા રાખવી પડે’, ‘ઇન્કમટેક્ષ કે દધીચિ બ્રિજમાં ગંભીર સમસ્યા નથી’, બ્રિજનું દર છ માસે નિરીક્ષણ કરવામાં આવે છેઃ અનિલ પટેલ.
Jan 04, 2026 03:25 pm
સુરત મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું
પૂર્વ પ્રમુખ રઇશા શેખનું કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું, ખૂબ જ નિરાશાથી પાર્ટી છોડું છું : રઇશા શેખ, છેલ્લા ઘણા સમયથી શહેર પ્રમુખ સાથે વિવાદ હતો.
Jan 04, 2026 03:17 pm
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈ તડામાર તૈયારીઓ
PM મોદીની સંભવિત મુલાકાતને લઇ તડામાર તૈયારીઓ, જર્મનીના વાઇસ ચાન્સેલર હાજર રહે તેવી શક્યતા, વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે તૈયારીઓ શરુ, 47થી વધુ દેશોના પતંગબાજો હાજર રહે તેવી શક્યતા.
Jan 04, 2026 03:10 pm
ભૂરો પાટડીયા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ સરફરાજ ઉર્ફે ઈડો કાદરી, કમલેશ ઉર્ફે લાલુ પરમાર, સમીર ઉર્ફે ધમો શેખ, ઈશોભા દલ, મીરખાન દલ, અસલમ ઉર્ફે સર્કિટ શેખ, સુલેમાન દલ, ઈરફાન ભાણું તેમજ સાહિલ ઉર્ફે ભૂરો પાટડીયા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. તેમ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2024થી લઈ અત્યાર સુધીમાં કુલ 4 જેટલી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ, પૈંડા ગેંગ, મરઘા ગેંગ તેમજ બાટલી ગેંગનો સમાવેશ થાય છે.
Jan 04, 2026 03:09 pm
રાજકોટમાં બાટલી ગેંગના 14 સાગરીત સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
રાજકોટમાં દિવાળી બાદ હત્યાનો સિલસિલો વધ્યો હતો તેમજ જાહેરમાં ફાયરિંગ અને મારામારી કરવી સામાન્ય બની ગયું હતું જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા ડીસીપી ક્રાઈમે કડક વલણ અપનાવી રાજકોટની એક પછી એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બાટલી ગેંગના 14 જેટલા સાગરીત વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરી 9 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બાટલી ગેંગના સભ્યો વિરુદ્ધ ઘરફોડ ચોરી, લૂંટ, NDPS,ખૂન, ખૂનની કોશિશ, અપહરણ સહિતના 57 જેટલા ગુના છેલ્લા દસ વર્ષમાં દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
Jan 04, 2026 02:44 pm
2 આરોપી ઝડપાયા 3 આરોપી ફરાર થયા
આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે અને નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સો કોણ છે તેની સઘન તપાસ માટે વન વિભાગે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સફળ કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગ, વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગર મકવાણા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
Jan 04, 2026 02:44 pm
વન વિભાગે 30 કિલો માંસ ઝડપી પાડયું
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેને વેચાણ અર્થે કાપતા હોવાની કબૂલાત કરી હતી. તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી સ્થળ પરથી અંદાજે ૩૦ કિલો માંસ, ગુનામાં વપરાયેલી સેન્ટ્રો કાર, બાઇક, બે તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ ૧૯,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ સાયલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
Jan 04, 2026 02:43 pm
નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા આરોપીઓ
આ કામગીરી દરમિયાન સ્થળ પર પાંચ ઇસમો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા, જે પૈકી ત્રણ ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા જ્યારે વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ અને હનીફ ઇબ્રાહીમ સંધી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
Jan 04, 2026 02:43 pm
સાયલા વન વિભાગે ફિલ્મી ઢબે પીછો કરી બે શિકારીઓને દબોચ્યા, જંગલમાં નીલગાયનો કરતા હતા શિકાર
સુરેન્દ્રનગર સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક વી.એન.ગોસ્વામી તથા મદદનીશ વન સંરક્ષક વાય. એમ.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગ સતર્ક બન્યું છે. આ દરમિયાન સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઇ બી.મકવાણાને સેજકપર ગામના રેવન્યુ સર્વે નંબર-૩૭૫માં નીલગાયનો શિકાર થતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે સાયલા રેન્જના વનપાલ, વનરક્ષકો અને ક્ષેત્રીય સ્ટાફ સહિત ૨૫ થી ૩૦ કર્મચારીઓની ટીમે ગત રોજ રાત્રિના સમયે સેજકપર ગામે ઓચિંતી રેઇડ કરી હતી.

Jan 04, 2026 02:34 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Arvalli News : અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા 2ના મોત
06 - Share Market : વિદેશી રોકાણકારો અટકવાનું નથી લઈ રહ્યા નામ, 2 દિવસમાં 7,608 કરોડ ઉપાડ્યા
07 - T20I વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન
10 - Sports : 21 વર્ષના યુવા બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન!
Jan 04, 2026 02:13 pm
ભિલોડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, ત્યારે આ ઘટના બનતા ગામમાં શોકનો માહોલ છે અને કાર ચાલકને કડકમાં કડક સજા મળે તેવી માગ મૃતકના પરિજનોએ કરી છે.
Jan 04, 2026 02:12 pm
ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં બે યુવકોના મોત
અરવલ્લી જિલ્લાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અને કાર ચાલકે પુરઝડપે બુલેટ પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી જેમા બે યુવકોના સારવાર દરમિયાન મોત થયા છે તો એક યુવાન હજી સારવાર હેઠળ છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ભૂતાવળ ગામના મયુર ખરાડી, મનોજ પાંડોરનું મોત થતા ગામમાં પણ શોકનો માહોલ છે.
Jan 04, 2026 02:12 pm
અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા 2ના મોત
અરવલ્લીના ભિલોડામાં અકસ્માતમાં 2 ના મોત થયા હોવાની વાત સામે આવી છે, ધોલવાણી ગામે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા છે જેમાં 2 યુવાનના મોત થયા છે, ફુલ સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જયો છે અને બાઇક પર સવાર હતા ત્રણ યુવકો જેમાં એક યુવકને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે, મયુર ખરાડી અને મનોજ પાંડોરનું મોત થયું છે.
Jan 04, 2026 02:01 pm
સુરતમાં વૃદ્ધના વ્હારે આવી પોલીસ
વૃદ્ધને 10 તોલા સોનું શોધીને પરત કર્યુ, 75 વર્ષના વૃદ્ધે દીકરી માટે ભેગું કર્યુ હતુ સોનુ, અડાજણ પોલીસે 40 CCTV ફૂટેજ તપાસ્યા, એક મહિલા પાસે મળ્યા સોનાના ઘરેણા, પોલીસે વૃદ્ધને ખોવાયેલુ સોનુ પરત અપાવ્યું.
Jan 04, 2026 01:50 pm
રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત
હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, આવતીકાલથી મહત્તમ તાપમાનમાં થશે વધઘટ, 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધઘટ થશે, લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડીગ્રીનો થશે ફેરફાર, ઉ.પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો રહેશે, રાત્રે પવનની ગતિ વધતા ઠંડીનો થશે અહેસાસ, સીઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી રહ્યું, અમદાવાદ,ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન રહેશે અન્ય જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે.
Jan 04, 2026 01:43 pm
વાવ - થરાદના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન, મહાસંમેલનમાં સામાજિક બંધારણની રચના કરાઇ
ઉ.ગુ.ના 27 તાલુકામાંથી ઠાકોર સમાજ સંમેલનમાં જોડાયા, 16 જેટલા સામાજીક મુદ્દે ચર્ચા કરી નવું બંધારણ જાહેર, સગાઇમાં 21થી વધારે લોકોને નહી લઇ જવા, 2 લાખ લોકોની લેખિત સહમતી લેવાઇઃ ગેનીબેન, સગાઇ - સાડી - નાળિયેરમાં એક રૂપિયો જ લઇ જવાનો રહેશે. બંધારણ માટે દરેક તાલુકા અને ગામમાં બેઠક થઇઃ ગેનીબેન, વૈશાખ અથવા મહા મહિનામાં લગ્નની તારીખ રાખવી, મહિલા અને પુરૂષ સહિત 100 લોકોએ જ જાનમાં જવું, જાનમાં બેથી વધુ ઢોલ સાથે ન રાખવા, જાનમાં 11 થી વધુ ગાડીઓ ન લઇ જવી, મામેરામાં વધુમાં વધુ 100 લોકોએ જ જવુ, મામેરામાં કપડાની ઓઢમણી સદંતર બંધ રહેશે, મામેરામાં માત્ર રોકડમાં જ ઓઢામણું કરવું, મામેરામાં 1.51 લાખથી વધુની રકમ ન આપવી, મામેરામાં દાગીના આપવાની પ્રથા બંધ, દીકરીને લગ્નમાં ભેટમાં રસોડા સેટ જ આપવો, બિમારી પ્રસંગે બોલામણા પ્રથા સદંતર બંધ.
Jan 04, 2026 01:37 pm
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં મોટા સમાચાર
તત્કાલીન કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાની બદલી, PA જયરાજસિંહ ઝાલાની મૂળી ખાતે બદલી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી, હજુ પણ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે.
Jan 04, 2026 01:15 pm
2000 હજારની નોટને લઇ RBIનો સૌથી મોટો ખુલાસો
હજુ 5699 કરોડની 2 હજારની નોટો જમા નથી થઇ, લોકો પાસે હજુ પણ 5699 કરોડની 2 હજારની નોટો, 2023માં 2 હજારની નોટો ચલણમાંથી બંધ કરાઇ હતી, 31 ડિસેમ્બર 2025 સુધીના આંકડા RBIએ કર્યા જાહેર, અત્યાર સુધી 98.41 ટકા નોટો RBIમાં જમા થઇ.
Jan 04, 2026 01:14 pm
અમદાવાદને ટ્રાફિક ફ્રી બનાવવાની ઝુંબેશ શરૂ
પિરાણા ચાર રસ્તાથી બેરીકેટિંગ કરી ડાયવર્ઝન અપાયું, ટ્રાફિકથી ધમધમતા પોઇન્ટને ટ્રાફિક ફ્રી બનાવાયા, રબારી કોલોની, નોબલ ચાર રસ્તા પર કાર્યવાહી કરાશે, વિશાલા ચાર રસ્તા પર પણ કાર્યવાહી કરવામા આવશે, મુખ્ય ચાર રસ્તા પર આવતા વાહનો ડાયવર્ટ કરાશે.
Jan 04, 2026 12:59 pm
જમીન રી સર્વે પ્રમોલગેશન મુદ્દે સરકારનો નિર્ણય
ક્ષતિ સુધારા અરજીની સમયમર્યાદામાં વધારો કરાયો, 31 ડિસેમ્બર 2026 સુધી સમય વધારો કરાયો, ખાતેદારોએ ક્ષતિ સુધારવા માટે કરી છે અરજીઓ, સમગ્ર મામલે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો.
Jan 04, 2026 12:58 pm
ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઇ ફફડાટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી સમીક્ષા, ગૃહમંત્રીની યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના, DyCM, કલેક્ટર, મનપા કમિશનર સાથે વાત કરી. અસરગ્રસ્ત વિસ્તારમાં પાઇપલાઇન ચેક કરવા આદેશ.
Jan 04, 2026 12:49 pm
અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતા
તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે બાબતે પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ-૧૮ ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરતા માલુમ પડેલ છે કે ન્યૂઝમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે. વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ 'એક્સપાન્શન જોઈન્ટ' છે, જે ઋતુ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વધઘટને નિવારવા માટે સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ મૂકવામાં આવે છે. આ બ્રિજની વિભાગ દ્વારા સમયાંતરે તાંત્રિક તપાસ કરવામાં આવે છે અને તાજેતરમાં જ 'ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ' દ્વારા કરાયેલ સંપૂર્ણ તાંત્રિક ચકાસણી (Technical Audit) માં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈ ક્ષતિ માલુમ પડેલ નથી, જેથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જાહેર જનતાએ કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરવો તેમજ આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવું.
Jan 04, 2026 12:49 pm
ધી ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મોકુફ રાખવામાં આવી હોવાની નોટિસ લગાવી
ચુંટણી અધિકારી દ્વારા ચુંટણી મોકુફ રાખવામાં આવી હોવાની નોટિસ લગાવી છે, આજે વિકાસ પેનલ અને પરીવર્તન પેનલના ઉમેદવારોની ચૂંટણી યોજાવાની હતી અને હાલમાં 15 ઉમેદવારો વચ્ચે જંગ હતો, ખેરાલુ પ્રાથમિક શાળા આગળ ઉમેદવારો પહોંચ્યા હતા અને ગઈકાલે સાંજે વિકાસ પેનલના 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા નારાજગીની અસરથી મુલતવી રાખી હતી, હાલમાં મતદાન મથકે પરીવર્તન પેનલના ઉમેદવારો પહોંચ્યા છે અને મતદાન મથકે નોટીસ અને તાળા જોઈ ઉમેદવારો ચોંકી ઉઠ્યા.
Jan 04, 2026 12:48 pm
Kheralu Nagarik Bankની ચૂંટણી મોકૂફ રાખવાની નોટિસથી મોટી ઉથલપાથલ, 12 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની હતી
મહેસાણાની ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી, મતદાન મથકે નોટિસ-તાળા જોઇ ઉમેદવારો ચોંક્યા હતા અને ચૂંટણી મોકૂફ રાખવાની નોટિસથી મોટી ઉથલપાથલ જોવા મળી હોવાની વાત સામે આવી છે, ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ લગાવતા ભારે રોષ જોવા મળ્યો છે. ખેરાલુ નાગરિક બેંકમાં 12 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની હતી અને પરિવર્તન પેનલના ઉમેદવારોએ બળાપો કાઢ્યો અને મોડી રાત્રે નવા બેલેટ પેપર પણ છપાયાની માહિતી સામે આવી છે, ઉમેદવાર અજય બારોટે લગાવ્યો મોટો આક્ષેપ અને ચૂંટણી અધિકારીને ગોંધી રખાયાનો આક્ષેપ અજય બારોટે લગાવ્યો છે.
Jan 04, 2026 12:39 pm
ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે
જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.
Jan 04, 2026 12:39 pm
અમદાવાદનો ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ દિવસમાં 90 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
અમદાવાદનો ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી મુલાકાતીઓ આવ્યા છે, મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શોમાં ઉમટ્યા અને ત્રણ દિવસમાં 90 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી, PM મોદી પણ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા છે. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે.
Jan 04, 2026 12:20 pm
બાળકોમાં કુપોષણને લઇ DyCMએ ચિંતા વ્યક્ત કરી
કુપોષિત બાળકો પર કામ કરવા તબીબોને સલાહ, બાળકોને કુપોષણથી બચાવવા કામ કરવા સલાહ, પીડીયાટ્રીક એસો.ના કાર્યક્રમમાં હર્ષ સંઘવીની સલાહ.
Jan 04, 2026 12:09 pm
માદુરોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા લોકો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિના સમર્થનમાં આવ્યા નાગરિકો, માદુરોની ધરપકડ થતા નાગરિકોનો વિરોધ, માદુરોની ધરપકડ કરી અમેરિકા લાવવામાં આવ્યા.
Jan 04, 2026 12:03 pm
રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાતો હતો
તે દરમ્યાન જીવરાજભાઇ ગઢવી તથા ભરત ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ચીંતન હસમુખભાઇ ઠકકર રહે. નળ સર્કલ પાસે, સનરાઇઝ સીટી સોસાયટી માધાપર તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી સોસાયટીમાં મંદીરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં હાજર છે અને હાલમાં રમાતી ૨૦-૨૦ ઓવરની ક્રિકેટ મેચો ઉપર મેચમાં કઈ ટીમની હાર જીત થશે અને ઓવરના સેસન દરમ્યાન કેટલા રન થશે તેના પર તથા રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે.
Jan 04, 2026 12:03 pm
પોલીસ પેટ્રોલિંગમાં હતી અને બાતમીના આધારે ઝડપી પાડયા છે
માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા / રમાડતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતુ, જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા ભરત ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
Jan 04, 2026 12:03 pm
કચ્છના માધાપરામાં ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડનારા 3 આરોપી ઝડપાયા, સટ્ટાના આઈડીમાંથી 1 કરોડનું બેલેન્સ મળી આવ્યું
કચ્છના માધાપરમાં ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને પશ્ચિમ કચ્છ LCB પોલીસની કાર્યવાહી સામે આવી છે, આરોપીઓ 20-20 મેચ પર સટ્ટો રમાડતા હોવાની વાત સામે આવી છે. કચ્છ પશ્ચિમ એલસીબી પોલીસે ત્રણ આરોપી પાસેથી 12 મોબાઈલ, 1 ટેબલેટ તેમજ રોકડ રકમ ઝડપી પાડી છે, ક્રિકેટ સટ્ટા બેટિંગના અલગ અલગ માસ્ટર એડમીન આઇડીમાં 1,30,00,910 બેલેન્સ મળી આવ્યું છે, માધાપર પોલીસ સ્ટેશનમાં 7 આરોપી સામે જુગારધરાની કલમ તળે ગુનો નોંધાયો છે અને અન્ય 4 ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
Jan 04, 2026 11:38 am
દર વર્ષે ૦૫ જાન્યુઆરીએ ગુજરાત સહિત ભારતભરમાં ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે
આ દિવસે લુપ્ત થતા પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ-સંવર્ધન માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે ગુજરાતના નાગરિકો માટે ગૌરવની સમાન છે.
Jan 04, 2026 11:38 am
વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ
રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી દર વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર આપવા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫માં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે ૧૭ હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.
Jan 04, 2026 11:37 am
600થી વધુ ચેકલિસ્ટમાં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે
ભુજમાં આયોજિત ઓરિએન્ટેશન સત્ર બાદ આ ટીમોએ રણ, બન્નીના મેદાનો, કાંટાળા જંગલો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૫૦થી વધુ સર્વે ગ્રીડ આવરી લીધી હતી. eBird પ્લેટફોર્મના સહયોગથી તૈયાર થયેલા ૬૦૦થી વધુ ચેકલિસ્ટમાં પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે, જે આ પ્રદેશની પર્યાવરણીય વિવિધતા અને સંરક્ષણ માટેના મજબૂત આંકડા પૂરા પાડે છે. કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં ૧,૫૭૭ યુરોપિયન રોલર અને ૩૧૩ સ્પોટેડ ફ્લાયકેચર નોંધાયા છે. આ સિવાય ૩૭૯ બ્લ્યુ ચેકડ બી ઈટર સહિત કોમન કુકો, Blue-cheeked Bee-eater, Rufous-tailed Scrub-Robin, Red-backed Shrike અને Red-tailed Shrike પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
Jan 04, 2026 11:35 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03 - Surat News : સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 100થી વધુ આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલ્યા
07 - US Action Shocks : નિકોલસ માદુરો અને પત્નીની ધરપકડ, હવે શું થશે?
09 - India : ભારતે વેનેઝુએલામાં રહેતા નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, સાવધાન રહેવાની સલાહ
10 - Petrol Diesel Price Today: રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર , જાણો શું છે ભાવ ?
Jan 04, 2026 11:23 am
પક્ષીપ્રેમીઓએ કચ્છના 10 હજાર ચોરસ કિમી વિસ્તારનું ઝીણવટભર્યું સર્વેક્ષણ હાથ ધર્યું
‘પેસેજ માઇગ્રન્ટ’ ગણતરી એ ભારતની એક અગ્રણી સિટિઝન સાયન્સ પહેલ છે, જે વર્ષ ૨૦૨૨થી દર સપ્ટેમ્બરે મધ્ય અને પશ્ચિમ એશિયાથી આફ્રિકા તરફ જતા પ્રવાસી પક્ષીઓનો વૈજ્ઞાનિક સર્વે કરે છે. કચ્છ વિસ્તાર આ પક્ષીઓ માટે 'રિફ્યુઅલિંગ' સ્ટેશન તરીકે અત્યંત મહત્વનું છે, જ્યાં તેઓ અરબી સમુદ્ર ઓળંગતા પહેલા ચોમાસા પછી પેદા થતા જીવજંતુઓ ખાઈને ખોરાક સ્વરૂપે શક્તિ મેળવે છે. ગત વર્ષ તા. ૧૯થી ૨૧ સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન કચ્છમાં એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી, પ્રણિધિ ટ્રસ્ટે ગુજરાત વન વિભાગ અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા સાથે મળીને પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટની ચોથી અને અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિનું આયોજન કરાયું હતું, જેમાં ૧૭ રાજ્યોના ૨૦૦થી વધુ પક્ષી પ્રેમીઓએ ૫૧ ટીમોમાં જોડાઈને કચ્છના ૧૦ હજાર ચોરસ કિમી વિસ્તારનું ઝીણવટભર્યું સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
Jan 04, 2026 11:23 am
શિકારી જાતિમાં પાન પટ્ટાઈ (યુરેશિયન માર્શ હેરિયર)નો સમાવેશ થાય છે
વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં જોવા મળતા માઇગ્રેટરી બર્ડમાં ગાજ હંસ ( ગ્રે લેગ ગુઝ),રાજ હંસ (બાર હેડેડ ગુઝ), લાલ ચાંચ કારચીયા (રેડ ક્રેસ્ટેડ પોચર્ડ), કાબરી કરચીયા (ટફ્ટેડ ડક), ધોળી આંખ કારચીયા(વાઇટઆઇડ પોચર્ડ), સિંગપર (નોર્થન પિન ટેલ), નાની મુરઘાબી (કોમન ટીલ), ટીલીયા (રફ), નાની કાંકણસાર (ગ્લોસી આઇબીસ), રેસિડેન્શિયલ બર્ડમાં ભગવી સુરખાબ (રૂડી શેલ્ડક), નકટો (કોમ્બ ડક),નાનો કજીયો (લિટલ કોમોરન્ટ), નાની સિસોટી બતક (લેસર વિસલિંગ ટીલ ), નાની ધાનચીડી (પેડિફિલ્ડ પીપીટ ),ગિરજા (કોટન ટીલ), દુર્લભ જાતિઓમાં કાળી ડોક ઢોંક (બ્લેક નેક્ડ સ્ટોર્ક) તેમજ શિકારી જાતિમાં પાન પટ્ટાઈ (યુરેશિયન માર્શ હેરિયર)નો સમાવેશ થાય છે.
Jan 04, 2026 11:22 am
આ ઉપરાંત વસ્તી અંદાજ 2023મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી 2.85 લાખથી વધુ નોંધાઈ છે
વર્ષ ૧૯૬૯માં જાહેર થયેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૨૦.૮૨ ચો.કિ.મી. વિસ્તાર ધરાવે છે. જેને વર્ષ ૨૦૧૨માં રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય એ યાયાવર પક્ષીઓના સેન્ટ્રલ એશીયન ફલાયવેમાં આવે છે. તેના પરિણામે વિશ્વમાંથી યાયાવર પક્ષીઓ આવતા હોવાથી આ સરોવરમાં ૩૨૯ પ્રકારની પ્રજાતિઓ નોંધાઈ છે. ઉપરાંત નળ સરોવરમાં પેસેજ માઇગ્રેશન કરતા પક્ષીઓ પણ રોકાતા હોય છે. થોળ પક્ષી અભયારણ્યમાં ડૂબકીઓ, પેણ, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, બતક, હંસ, કુંજ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, બાજ તેમજ નળ સરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક અને હંસ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, કુંજ, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, અને બાજનો સમાવેશ થાય છે.
Jan 04, 2026 11:21 am
કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે
જ્યારે વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫માં યાયાવર પક્ષીઓની ૪૧ જાતિઓની અંદાજિત ૩૫,૯૩૨ સંખ્યા, વિવિધ પાંચ જાતિઓની અંદાજિત ૫,૧૪૭ તેમજ ૯૧ સ્થાનિક પક્ષીઓની અંદાજિત ૧૨,૯૨૧ સંખ્યા નોંધાઈ છે. જ્યારે કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે, જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે. જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. આ વિસ્તારમાં મુખ્યત્વે કાળી ડોક ઢોંક, ગાજ હંસ, પેણ, ફેંલમીગો, નકટો, લુહાર, ચેતવા, ગયણો, કિચડીયા પક્ષીઓ, ગડવાલ, સીસોટી બતક, ચમચો, કાજીયા, કબુત બગલો, મલાર્ડ, ભગતડુ, નીલજલ મુરધો, આઈબીસ, નાની મુરધાબી, કોટન ટીલ સર્પગ્રીવ, કિંગફિશર, કુંજ, કરકરા, પીળી ચાંચ ઢોંક, ગલ, ટન, પતરંગો, શીફટ્, ઈગલ, શકરો, કાઈટ, જળહળ, ટુકટુકીયો, પીળક, દુધરાજ, કાળોકોશી તેમજ મોટી ચોટલી ડુબકી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.
Jan 04, 2026 11:21 am
થોળ પક્ષી અભયારણ્યમાં વિવિધ 17થી વધુ પ્રજાતિઓના પક્ષી નોંધાયા
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત વિશ્વભરના પક્ષીઓ માટે પસંદગીનું રાજ્ય બન્યું છે ત્યારે છેલ્લા એક વર્ષમાં જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૪ની છેલ્લી ગણતરી મુજબ નળ સરોવરમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૪.૧૨ લાખથી વધુ તેમજ થોળ પક્ષી અભયારણ્યમાં વિવિધ ૧૭થી વધુ પ્રજાતિઓના ૫૫,૫૮૭ પક્ષીઓ આમ કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
Jan 04, 2026 11:21 am
યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2564 પક્ષીઓ જોવા મળ્યા
સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે. રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે.
Jan 04, 2026 10:58 am
તંત્ર એકબીજા પર 'ખો' આપી જવાબદારીમાંથી છટકબારી શોધી છે
ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે ખેડૂતે પુરાવા સાથે રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ લાયસન્સ ન હોવાનું બહાનું બતાવી કાર્યવાહી કરવાની મનાઈ કરી દીધી. હાઈકોર્ટે તંત્રના આ બેજવાબદાર વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ના કમિશનરે હવે એ જવાબ આપવો પડશે કે કોના આશીર્વાદથી બજારમાં લાયસન્સ વગરનું અને ઝેરી દાણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે? જૂનાગઢના ધંધુસર ગામના ખેડૂતોએ આ લડત માત્ર બે ભેંસોના વળતર માટે નથી, પણ કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખતરનાક ચેડાં રોકવા માટેની છે. તંત્રની નિષ્ક્રિયતા સામે હવે કોર્ટનો આકરો મિજાજ પશુપાલકોમાં આશા જગાડી રહ્યો છે.
Jan 04, 2026 10:58 am
નફાખોરી માટે પશુઓના બલિદાન અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે
ભેળસેળિયા તત્વો પ્રોટીન વધારવાના બહાને પશુ આહારમાં યુરિયા અને જોખમી ફ્લેવર્સ ઉમેરી પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ માત્ર પશુઓ પૂરતું મર્યાદિત નથી; આ ઝેર દૂધ વાટે મનુષ્યોના શરીરમાં પ્રવેશી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આવા દૂધમાં રહેલું 'અફલાટોક્સીન' નામનું ઝેરી તત્વ બાળકોના વિકાસને રુંધે છે અને લાંબા ગાળે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ નોતરે છે. શું તંત્ર આ ગંભીર સત્યથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું છે?
Jan 04, 2026 10:58 am
ગુજરાતમાં પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, નામચીન કંપનીના પશુ આહારમાં 50 ટકા ભેળસેળ : HC
જૂનાગઢ સહિત રાજ્યભરમાં પશુ આહારમાં થતી ભયાનક ભેળસેળ સામે આખરે ન્યાયતંત્રએ ચાબુક ઉગામી છે, પશુ આહારના નામે 'ધીમું ઝેર' પીરસતા ભેળસેળિયાઓ પર હાઈકોર્ટની લાલ આંખ કરી છે અને BIS અને FSSAIને આકરી નોટિસ આપી છે. જૂનાગઢના ધંધુસર ગામના ખેડૂત હરેશ વદરની બે ભેંસોના મોતે તંત્રની પોલ ખોલી નાખી છે. જાણીતી કંપનીના પશુ આહારમાં 30% થી 50% સુધીની ભેળસેળ હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સાબિત થયા બાદ પણ, હાથ પર હાથ ધરીને બેઠેલા BIS અને FSSAI ના અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટે ૨૯ જાન્યુઆરીએ રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.
Jan 04, 2026 10:41 am
ગીર સોમનાથમાં બાયપાસ પર ટ્રકમાં આગ
GHCL કંપનીના મોરબી જતા ટ્રકમાં આગ, કેબીનમાં શોર્ટસર્કિટના થતા લાગી આગ, ટ્રક ચાલક બહાર કૂદી જતા આબાદ બચાવ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ.
Jan 04, 2026 10:31 am
બગદાણામાં કોળી યુવકને માર મારવાનો કેસ
પોલીસે 8 આરોપીઓના મોબાઇલ કબ્જે લીધા, મોબાઇલ ડેટાના આધારે મહત્વના ખુલાસા થઇ શકે, ફોન લોકેશન અને કોલ ડિટેઇલના આધારે થશે તપાસ, હુમલાના કેસના 8 આરોપીઓ હાલ જેલ હવાલે.
Jan 04, 2026 10:17 am
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,આ સ્પર્ધા માત્ર એક રમત નથી, પરંતુ ગુજરાતના યુવાનોની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળની કસોટી છે. રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. દર વર્ષે આયોજિત થતી આ સ્પર્ધાના તમામ વિજેતાઓ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાત્રતા ધરાવતા ખેલાડી તરીકે તેમને પ્રવેશ આપવામાં આવે છે.
Jan 04, 2026 10:17 am
આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 1115 સાહસિકોએ આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લીધો છે
આ સ્પર્ધા મુખ્યત્વે ચાર કેટેગરીમાં વહેંચાયેલી છે, સિનિયર બોયઝ, જુનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ, જુનિયર ગર્લ્સ છે. ભાઈઓ માટે ગિરનારના 5,500 પગથિયાં ચઢીને ઉતરવાનું લક્ષ્ય રખાયું છે, જ્યારે બહેનો માટે 2,200 પગથિયાંની મર્યાદા નક્કી કરવામાં આવી છે કડકડતી ઠંડી અને પહાડી રસ્તાઓ વચ્ચે પણ યુવાનોએ જે રીતે ગિરનારને સર કરવા દોડ લગાવી છે, તે જોઈને ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા.
Jan 04, 2026 10:17 am
જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો
ગિરનારની પવિત્ર ભૂમિ આજે સાહસ અને શૌર્યના નાદથી ગુંજી ઉઠી છે. જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ભવનાથ તળેટીમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે પણ સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો શુભારંભ કેબિનેટ અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન સિંહ વાજા દ્વારા ફ્લેગ ઓફ આપીને કરાવવામાં આવ્યો હતો. મંત્રીએ સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા તેમને ગિરનાર સર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Jan 04, 2026 10:13 am
દાહોદના ગરબાડામાં આગ લાગતા બ્લાસ્ટ
આઝાદ ચોકના મકાનમાં લાગી હતી આગ, મકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, ઘર નીચે આવેલા ગેરેજમાં પણ આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન, ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી.
Jan 04, 2026 10:04 am
ઉત્તર ભારત અને અન્ય ભાગમાં ધુમ્મસનો કહેર
આજે સવારથી કેટલાક ભાગોમાં ધુમ્મસ, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, મુંબઇ અને પટનામાં ચારે તરફ ધુમ્મસ, હવામાન વિભાગે ધુમ્મસને લઇ આપ્યુ છે એલર્ટ.
Jan 04, 2026 09:57 am
વેનેઝુએલામાં કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂક
ડેલ્સી રોડ્રિગેઝ બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ, માદુરોની ધરપકડ બાદ નિર્ણય લેવાયો, વેનેઝુએલા સુપ્રિમ કોર્ટનો કાર્યભાર સંભાળવા આદેશ.
Jan 04, 2026 09:56 am
કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા ગત વર્ષ દરમિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનો
દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ-૩૩૨ જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો/ગિફ્ટ શોપ મીઠાઈની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.૫,૯૧,૫૦૦/- વસૂલ કરવામાં આવી હતી. જુલાઈ-૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજયમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-૨૭૬ પેટ્રોલ-ડીઝલ પંપની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ ૧૯ એકમો સામે ગુન્હો નોધવામાં આવેલ અને માંડવાળ ફી તરીકે રૂ.૬૯,૫૦૦/- વસૂલ કરાઈ.
Jan 04, 2026 09:55 am
નિયત વજન કરતાં ઓછું વજન આપવું તેવા વેપારીઓને પણ દંડ ફટકારાયો
આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.
Jan 04, 2026 09:55 am
સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે
જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાઓમાં ૨૫૩ પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.૬,૭૯,૦૦૦/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ, ભરૂચ-નર્મદામાં ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ, ભાવનગર/બોટાદમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૭ કેસ તથા સુરતમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
Jan 04, 2026 09:54 am
તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતની સોના-ચાંદીની દુકાનો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ
ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી.
Jan 04, 2026 09:39 am
પાસાનો કાયદો શું છે જાણો
પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
Jan 04, 2026 09:39 am
છેલ્લા 1 વર્ષમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
સુરત લીંબાયત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનાહિત આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા છે, 1 વર્ષમાં 100 થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાસ હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.
Jan 04, 2026 09:39 am
સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 100થી વધુ આરોપીઓને પાસા કરી જેલમાં ધકેલ્યા
સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે, તહેવારોમાં પણ શાંતિ જળવાય તેને લઈ એક જ દિવસમાં 100 કરતા વધુ આરોપીની પાસા કરીને તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે. સુરતમાં ગુનાહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 100થી વધુ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે.
Jan 04, 2026 09:15 am
અમદાવાદના ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી
અમદાવાદ-ગાંધીનગરને જોડતા બ્રિજમાં તિરાડો, બ્રિજ પર તિરાડો પડી છતાં સ્થિતિથી તંત્ર અજાણ, વાહનચાલકો જીવનજોખમે પસાર થઇ રહ્યા છે, શહેરમાં વધુ એક બ્રિજની કામગીરી પર ઉઠ્યા સવાલ, વર્ષ 2012માં ઇન્દિરા બ્રિજ ખુલ્લો મુકાયો હતો.
Jan 04, 2026 09:07 am
વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા મળશે તેમ કહી છેતરપિંડી કરતા
સાથે જ તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા ભરેલા કોથળા નીકળશે તેવી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા હતા, હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે તાંત્રિક વિધિના નામે ઠગાઈ આચરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 04, 2026 09:07 am
કોઈના ઘરે દુખ હોય તેવા લોકોને આરોપીઓ વધારે ટાર્ગેટ કરતા
નખત્રાણા પોલીસે આરોપી પીરમામદ ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર તેમજ લતીફ ફકીર મામદ ફકીરને 7.20 લાખની રોકડ રકમના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વાત કરવામાં આવે તો આરોપીઓ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા જેના ઘરમાં નાના-મોટા દુઃખના પ્રસંગો બનેલા હોય જેનું દુઃખ દૂર કરવા માટે તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લઈને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેની પાસેથી રૂપિયા પડાવતા હતા.
Jan 04, 2026 09:07 am
કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા
તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરીને નાણાં પડાવતા બે શખ્સોને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા છે, પોલીસે ઝડપેલા શખ્સોએ કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા સાત વર્ષથી પોતાના સાથે બે ઇસમોએ ફકીર બાપુની ઓળખ આપી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. ત્યારબાદ હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહીને વધારે રૂપિયાની માંગણી કરી ફરિયાદીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા.
Jan 04, 2026 08:42 am
સુરતમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો
પોલીસે આરોપી મેહુલ સીમરીયાને મુંબઇથી ઝડપ્યો, આરોપીએ વેપારી સાથે 43 લાખની છેતરપિંડી કરી હતી, કાપડનો જથ્થો ખરીદ્યો આરોપી ફરાર થઇ ગયો હતો, મહિધરપુરા પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી.
Jan 04, 2026 08:28 am
સુરતની SMCની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ કરી ફરીયાદ
SMC સંચાલિત બાગ-બગીચા, શાંતિકુંજ, ઉદ્યાનમાં અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરવામાં આવે છે અને ગાર્ડનમાં નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ કરી રજૂઆત અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોપી તળાવ થઇ નવસારી બજારથી સુધી ટ્રાફિક જામની સમસ્યાને લઈ રજૂઆત કરી છે, ગોપી તળાવની દિવાલને અડીને આવેલા સૂચિત 18 મીટરની લાઇનદોરીવાળા રોડનો કબજો ખૂલ્લો કરવા રજૂઆત કરી છે, બંને ધારાસભ્યોએ SMC કમિશનર સમક્ષ ધારદાર રજૂઆત કરી છે.
Jan 04, 2026 08:28 am
સુરત જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ અકળાયા, કહ્યું, બગીચામાં અસામાજિક તત્વો નશાકાર પદાર્થનું સેવન કરે છે
સુરતમાં SMCની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ ફરિયાદ કરી છે અને દર મહિને સંકલન સમિતિની બેઠક યોજાતી હોય છે, જેમાં કોર્પોરેશના અધિકારીઓ, કોર્પોરેશનના કમિશનર, ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહેતા હોય છે. ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે કે, SMCના બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે અને બગીચામાં નશાકારક પદાર્થોનું સેવન થાય છે તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ કરી ફરિયાદ અને કહ્યું કે, નવસારી બજાર સુધી ટ્રાફિકજામ થાય છે અને 18 મીટર રોડ પરથી કબજો હટાવો તેવી રજૂઆત ધારાસભ્ય અરવિંદ રાણાએ કરી હતી.
Jan 04, 2026 08:12 am
જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું
જેમાં કલેકટર મુખ્ય ભૂમિકા છે. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. દિલ્હી ઈડીની ટીમો સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તપાસ કરી રહ્યા છે. જયારે દિલ્હીની ટીમ કલેકટરની સથન પૂછપરછ કરી રહ્યા છે.
Jan 04, 2026 08:11 am
સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ
ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.
Jan 04, 2026 08:11 am
દિલ્હી ઈડીના અધિકારીઓ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ માટે દિલ્હી લઈ જાય તેવી શકયતાઓ છે
જયારે ઈડીની બે ટીમો સુરેન્દ્રનગરમાં હાલ તપાસ કરી રહી છે, જેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા સહિત સાત જણાને તપાસ માટે સમન્સ પાઠવવામાં આવનાર છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, લાંચનો ૫૦ ટકા હિસ્સો કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલને મળતો હતો અને તમામ હિસાબ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો. જેથી ઈડીના અધિકારીઓ દ્વારા પીએ જયરાજસિંહ ઝાલાનું નિવેદન લઈને કલેકટરના નાણાં કેવી રીતે આપવામાં આવતા હતા અને કયાં કયાં રોકાણ કરતા તે મુદ્દે તપાસ ચાલુ કરી છે.
Jan 04, 2026 08:11 am
સોલાર કંપનીઓને ફળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે
કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Jan 04, 2026 08:11 am
પૂર્વ કલેક્ટરની નજીક ગણાતા કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ શકે છે
કચેરીના રેકર્ડ રૂમમાં રહેલા પોટલાં ખોલી મહત્વપૂર્ણ ફાઈલોની ઈડીએ તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન સહિતના વિવિધ પ્રકરણોમાં થયેલી ગેરરીતિઓને લઈને ઈડીએ છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની ઈંડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર ઓફિસમાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા વર્ગ-૪ના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.
Jan 04, 2026 08:10 am
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને ED દિલ્હી લઇ જાય તેવી શકયતા, લાંચના રૂપિયાને લઇ થઇ શકે છે વધુ ખુલાસા
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને દિલ્હી લઇ જવાય તેવી શક્યતા સેવાઈ રહી છે, લાંચના પૈસાને લઇને થઇ શકે છે વધુ ખુલાસા અને પૂર્વ કલેકટરની નજીકના અધિકારીઓની પણ થઈ શકે છે પૂછપરછ, EDની બે ટીમ સુરેન્દ્રનગરમાં હાલ કરી રહી છે તપાસ. રેસિડેન્ટ એડિશનલ કલેકટર આર.કે. ઓઝા સહિત 7ને મળી શકે છે સમન્સ અને લાંચના રૂપિયા કોને અપાતા હતા અને ક્યાં રોકતા તેની પણ તપાસ થઈ શકે છે, જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર છે, રાજેન્દ્ર પટેલની ધરપકડ થતાં થશે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.
Jan 04, 2026 07:51 am
ઇરાનમાં ભડકેલા જનઆક્રોશ બાદ ખામેનેઇ આવ્યા સામે
આ દંગા પાછળ વિદેશી તાકતનો હાથ : ખામેનેઇ, વિદ્રોહીઓને તેમની ઔકાત બતાવીશું : ખામેનેઇ, ‘વિદ્રાહીઓ સાથે વાતચીત કરવાનો કોઇ મતલબ નથી’, આંદોલન અને રમખાણોમાં ફરક હોય છે : ખામેનેઇ, અત્યારસુધીમાં ઇરાનમાં 10 લોકોના થયા છે મોત, ઇરાનના 50થી વધુ શહેરોમાં આંદોલનની આગ.
Jan 04, 2026 07:39 am
રાજકીય નેતાઓ હાજર રહેશે આ સંમેલનમાં
આ સંમેલનમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેશે અને સવારે 10 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને બપોર સુધીમાં આ સંમેલન પૂર્ણ થશે, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી ક્ષણ સાબિત થશે.
Jan 04, 2026 07:39 am
સમાજ માટે બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે
આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના રાજકીય નેતાઓ પણ આવવાના છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અગાઉ પણ ઘણી વખત ઠાકોર સમાજના રાજકીય નેતાઓએ સ્ટેજ પરથી સમાજના અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ આ વખતે બધા એક સાથે મળવાના છે અને સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ભેગા મળીને નવા બંધારણનો સમાજન માટે મુદ્દો તૈયાર કર્યો છે, ઓગડજી મહારાજની સાક્ષીમાં રજૂ થનારું આ નવું માળખું સમાજ માટે માર્ગદર્શક બનશે.
Jan 04, 2026 07:39 am
બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના
બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, મહાસંમેલનમાં સામાજિક બંધારણની થશે રચના અને ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે અને 16 જેટલા સામાજીક મુદ્દાઓની ચર્ચા કરી નવું બંધારણ ઘડાશે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વાવ, થરાદ, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે અને દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન એટલા માટે યોજાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સામાજિક બંધારણની રચના કરી તેનું અમલીકરણ કરવામાં આવશે.
Jan 04, 2026 07:24 am
અમિત શાહ બે દિવસ તમિલનાડુના પ્રવાસે
આજે ત્રિચીમાં પોંગલના તહેવારમાં જોડાશે, પોંગલ સહિત અન્ય કાર્યક્રમમાં લેશે ભાગ, આગામી ચૂંટણીને લઇ ભાજપ પદાધિકારીઓને મળશે, અમિત શાહ પુદુક્કોટ્ટઇમાં જનસભાને કરશે સંબોધન.
Jan 04, 2026 07:23 am
વેનેઝુલા પર અમેરિકાના હુમલા બાદ દુનિયા દંગ
ચીને કહ્યુ આ હુમલો દાદાગીરી છે, આંતરરાષ્ટ્રિય કાયદાનો ભંગ છે:ચીન, ઇટલીએ કહ્યુ અમે આ ઘટના પર નજર રાખી રહ્યા છીએ, બ્રાઝિલે કહ્યુ આ હુમલો અસ્વિકાર્ય છે, બ્રિટને કહ્યુ આ કાર્યવાહીમાં અમે શામેલ નથી, આંતરરાષ્ટ્રીય નિયમોનુ પાલન થવુ જોઇએ:બ્રિટન, રશીયાએ કહ્યુ આ ખોટુ છે,માદુરોને આઝાદ કરો.
Jan 04, 2026 07:20 am
હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે
જે મુજબ, હાલના તબક્કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ, 4 જાન્યુઆરી બાદ વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન નીચું રહેવાની સંભાવના છે.
Jan 04, 2026 07:20 am
ગુજરાતમાં શિયાળો જમાવટ કરશે
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
Jan 04, 2026 07:20 am
ગુજરાતમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો, કચ્છ અને રાજકોટમાં લોકો ઠુઠવાયા
રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોચ્યો છે અને કચ્છ અને રાજકોટમાં લોકો ઠંડીમાં ઠુઠવાયા છે, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ ઠંડીએ જોર પકડયું છે. પવનોની દિશા બદલતા ઠંડીનો ચમકારો વધ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.4 ડિગ્રી નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન મધ્યમ નોંધાયું છે અને અમદાવાદમાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ભાવનગરમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 11.4, કેશોદમાં 10.3 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.5, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 04, 2026 07:04 am
રાજકોટ હવે રંગાશે વાયબ્રન્ટ સમિટના રંગમાં
PM મોદીના પ્રવાસ પહેલા રાજકોટમાં તેયારીઓ તેજ, PM અને કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઇ તૈયારીઓ, રાજકોટમાં યોજાશે PMનો ભવ્ય રોડ શો, DYCM હર્ષ સંઘવી તૈયારીઓનું કરશે નિરીક્ષણ.
Jan 04, 2026 07:03 am
અમદાવાદ સહિતના કેન્દ્રો પર ગુજરાત સેલ્સ ટેક્સની પરીક્ષા
વિવિધ કેન્દ્રો પર પરીક્ષા બપોરે 12 વાગ્યાથી યોજાશે, ઉમેદવારોને સવારે 11 કલાકે પરીક્ષા ખંડમાં એન્ટ્રી મળશે.
Jan 04, 2026 07:03 am
બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન
મહાસંમેલનમાં સામાજિક બંધારણની થશે રચના, ઉ.ગુ.ના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે, 16 જેટલા સામાજીક મુદ્દાઓની ચર્ચા કરી નવું બંધારણ ઘડાશે, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ રહેશે હાજર.
Jan 04, 2026 07:02 am
LRD પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર
21 જાન્યુઆરીથી શરુ થશે શારીરિક કસોટી, PSI અને LRD માટે શારીરિક કસોટીની તારીખ 21 જાન્યુઆરી, 13591 જગ્યાઓ પર લેવાશે LRDની પરીક્ષા.
Jan 04, 2026 07:02 am
અમદાવાદમાં સરકારી બાબુઓ જ ઉડાવે નિયમના ધજાગરા
ટ્રાફિક નિયમો પાળવામાં નથી માનતા સરકારી બાબુઓ, પોલીસની ડ્રાઇવમાં 1330 જેટલા સરકારી બાબુઓ દંડાયા, સિવિલિયન કર્મચારી પાસેથી રૂ.5.77 લાખ દંડ વસૂલ્યો, પોલીસકર્મી સામે 80 ગુના નોંધીને દંડ વસૂલાયો, પોલીસકર્મીઓ પાસેથી 38 હજારથી વધુનો દંડ વસૂલ્યો, શનિવારે એક જ દિવસમાં 1250 કેસ,10 વાહન ડિટેઈન.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!