
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Feb 08, 2026 11:48 pm
અમદાવાદના નારોલ SP રિંગ રોડ પરથી દારૂ ઝડપાયો છે.હેલ્મેટની આડમાં વિદેશી દારુ છુપાવ્યો હતો.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ચંદીગઢથી જૂનાગઢ જતો ટ્રક પોલીસે પકડ્યો 10,749 દારૂની બોટલો ઝડપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી તપાસ તેજ કરી
Feb 08, 2026 11:14 pm
જૂનાગઢના ગિરનારમાં ભારે તંગદિલીની સ્થિતિ છે. પવિત્ર ગિરનારની તળેટીમાં માંસ રાંધતા તત્વો ઝડપાયા છે. બજરંગ દળે દરોડા પાડી શખ્સોને પકડી પાડ્યા હતાં. મહાશિવરાત્રી પહેલા આસ્થા દુભાતા રોષ ફેલાયો છે. રાજસ્થાની શખ્સો દ્વારા અશુદ્ધિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ધાર્મિક નગરીની પવિત્રતા જોખમાતા ભક્તો લાલઘૂમ થયાં છે. પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
Feb 08, 2026 10:47 pm
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી પામીને અને વર્લ્ડ કપ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ગુંજતું કરનાર હેનીલ પટેલના માનમાં આખું વલસાડ હિલોળે ચઢ્યું હતું..હેનીલ પટેલના સ્વાગત માટે ધરમપુર ચોકડી ખાતે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. જેવો હેનીલ વલસાડની ધરતી પર પહોંચ્યો, ત્યાં હાજર હજારો પ્રશંસકો અને સ્થાનિક આગેવાનો અને રમતપ્રેમીઓએ ફૂલહાર અને ગુલાબથી હેનીલને વધાવી લીધો હતો.વલસાડના નાનકડા એવા જૂજવાં ગામનો રહેવાસી હેનીલ આજે દરેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. તેની આ સિદ્ધિને બિરદાવવા માટે વલસાડ શહેરમાં એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
Feb 08, 2026 10:10 pm
કચ્છના કોઠારામાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. આર્મી જેવી જિપ્સી રાખવા બદલ પોલીસે કાર્યવાહી કરી છે. આરટીઓની મંજૂરી વિના ગાડી રાખતા ફરિયાદ નોંઘાઈ છે. ભૂટો પઢિયાર અને હનીફ પઢિયાર સામે ગુનો દાખલ કરવામાં આવી છે. ભૂતપૂર્વ અપક્ષ ઉમેદવાર હનીફ બાવાને વોન્ટેડ જાહેર કર્યા છે. ઈન્ડિયન આર્મી સિવાય આ વાહન રાખવા પર પ્રતિબંધ છે.
Feb 08, 2026 09:51 pm
જામનગરમાં ટાઉન હોલ ખાતે ગોડસેનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતાં અને તેમણે ગોડસેના પોસ્ટરો ફાડી નાંખ્યા હતાં. કાર્ચકરોએ ગાંધીજીના ફોટો સાથે ગોડસે હાય હાયના નારા લગાવ્યા હતાં. આયોજકોએ નુકસાનના ભયને લીધે નાટકનો શો રદ કર્યો હતો. શહેરમાં આ નાટકના વિરોધ બાદ તંગદિલી વધતાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસના ઉગ્ર વિરોધને પગલે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
Feb 08, 2026 09:32 pm
કચ્છની ગાંધીધામ કોર્ટે 4 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નબીરાએ ટાગોર રોડ પર અકસ્માત સર્જ્યો હતો. આરોપીઓને એક દિવસના રિમાન્ડ મળ્યા છે.ઘાતક અકસ્માતમાં બે નિર્દોષ લોકોના મોત થયા હતાં.પોલીસે ત્રણેય વાહનોનું એફએસએલ પરીક્ષણ કરાવ્યું છે.કોર્ટમાં રજૂ થતા પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો
Feb 08, 2026 09:13 pm
કચ્છના ભચાઉમાં સામુહિક બળાત્કારનો કેસ સામે આવ્યો છે. આધોઈ વિસ્તારમાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. નરાધમોએ સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ,સામખિયાળી પોલીસ મથકે 6 સામે ફરિયાદ,પોલીસે સવા, દીપક અને રણજિતની કરી ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Feb 08, 2026 08:38 pm
મહેસાણા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, બાલીયાસણા ગામની સીમમાં ભાસરીયા ચોકડી નજીક આવેલા કૌહવાળા આંટા વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે ખેતરમાં કાચુ છાપરૂ બનાવી ત્યાં ગાંજો મુકીને તેનો વેપાર કરવામાં આવતો હતો. પોલીસને ખેતરમાંથી 28 હજારની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ 33950નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મહેશજી ઠાકોરની ધરપકડ કરી હતી.
Feb 08, 2026 08:25 pm
અમદાવાદમાં હાલમાં કેટલાક બ્રિજ રીપેરિંગને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી વારંવાર ડાયવર્ઝનનો સામનો કરવો પડતો હોવાથી લોકોને ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડે છે. શહેરમાં આ કામગીરીનો પાર આવતો નથી ત્યાં મહાનગર પાલિકા દ્વારા નવા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ખામી યુક્ત વધુ સાત બ્રિજના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
Feb 08, 2026 07:57 pm
અમદાવાદ મહાનગર પાલિકા સેફ્ટી ગિયરના સાધનો ખરીદશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા માટે ખર્ચ કરવામાં આવશે. દરેક વોર્ડ માટે નવા સાધનો વસાવાશે. 1.9 કરોડની ખરીદી માટે દરખાસ્ત મુકવામાં આવી છે. મશીનરી વગરના કામોમાં સુરક્ષા પર ભાર મુકાશે.
Feb 08, 2026 07:45 pm
રાજકોટમાં સરાજાહેર ફાયરિંગ મુદ્દે મુખ્ય સુત્રધાર ઝડપાયો છે. પોલીસથી બચવા લેડિઝ કપડાં પહેરતો સમીર ઉર્ફે સંજલો ઝડપાયો છે. 90 દિવસમાં 23થી વધુ ઠેકાણા બદલ્યા હોવાનુ સામે આવ્યું છે. મોબાઈલ વિના યુપી અને બિહારમાં રહેતો હતો. પોલીસે પેંડા અને મુર્ગા ગેંગના 36 આરોપીઓને ઝડપી લીધા છે.
Feb 08, 2026 07:25 pm
આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંવાદ કરશે. જગદીશ વિશ્વકર્મા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે સંવાદ કરશે. કર્ણાવતી ક્લબ ખાતે આવતીકાલે કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય બજેટ અને યુથના મુદ્દાઓ પર સંવાદ કરશે.
Feb 08, 2026 07:16 pm
ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે સુરતમાં હોટેલમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ હોટેલમાં ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો મોકલવામાં આવતા હતાં. આ ઉપરાંત લોકેશન પણ મોકલવામાં આવતું હતું. પોલીસે ગ્રાહકોનું ઓનલાઈન સેટિંગ કરનારા દલાલને ઝડપીને એક યુવતીને મુક્ત કરાવી છે.
Feb 08, 2026 06:47 pm
કચ્છમાં રોટરી સર્કલ અકસ્માત કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું, રફ્તારના રાક્ષસોને પૂર્વ કચ્છ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરી, કાર ચાલાક નબીરા અકસ્માત સર્જી બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, અકસ્માત સમયે કાર નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હોવાનો ખુલાસો,પોલીસે ચારેય આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
Feb 08, 2026 06:37 pm
બનાસકાંઠાના ભાભરમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજની બેઠકમાં નિવેદન આપ્યું હતું. સમાજના 16 નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. આમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે, વર્ષ 2027 પહેલા કોઈ સુધારો નહીં થાય.એક જગ્યાએ રાખીને વગાડી શકાય સમાજને વાંધો નથી.ડી.જે. આવ્યા તો પણ ઢોલ વાળાઓએ કહ્યું ન હતું. ઢોલ વાળાઓએ કહ્યું ન હતું કે અમારી રોજગારી બંધ થઈ.બંધારણનું પાલન કરવા ગેનીબેનની સ્પષ્ટ ચેતવણી
Feb 08, 2026 06:25 pm
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. 40 કિલો ચાંદી સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાંથી 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી. મુખ્ય આરોપી પ્રદીપ પ્રજાપતિની ધરપકડ કરાઈ છે. માણેકચોકમાં ચાંદી વેચાય તે પહેલાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ફરાર કમલેશની શોધમાં પોલીસની ટીમો રવાના થઈ છે. બાકીની 80 કિલો ચાંદી માટે સઘન તપાસ શરૂ કરાઈ છે.
Feb 08, 2026 06:01 pm
1. Team Indiaના બેટ્સમેનની બેદરકારી જોઈને ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જીત છતાં આપી ચેતવણી
2. FIIનું ભારતીય શેરબજારમાં મોટું રોકાણ, 1 અઠવાડિયામાં કર્યું 8,100 કરોડ રૂપિયાનું રોકાણ
4. World News: બણગા ફૂંકતા Bangladeshએ હજુ સુધી Adani Groupને નથી ચૂક્વ્યા પૈસા, કંપનીએ લખ્યો પત્ર
6. Gir Somnath News : પરષોત્તમ સોલંકીએ કહ્યું, મારા સમાજને દુઃખી કરનારાને નહીં છોડું
8. Auto News : પેટ્રોલ કરતાં CNG કાર કેટલી સસ્તી ? ખરીદતા પહેલા જાણી લો
9. America : એરિઝોનામાં 84 વર્ષીય મહિલાનું રહસ્યમય ગાયબ થવું, FBI સહિત અનેક એજન્સીઓ તપાસમાં
10. Karnataka : વિજયપુરામાં મોટી દુર્ઘટના, રેડ બર્ડ પ્રાઈવેટ જેટ થયું ક્રેશ
Feb 08, 2026 05:53 pm
નવસારી ચીખલી પોલીસે નેશનલ હાઈવે પર રોકડ ઝડપી છે. મુંબઈથી અમદાવાદ આવી રહેલા ટેમ્પોમાંથી 50 લાખ રૂપિયા મળ્યા છે. પાર્સલની આડમાં છુપાવીને રોકડ લઈ જવામાં આવતી હતી. 10,20 અને 50ની નોટોના હજારો બંડલ મળી આવ્યા છે. રદ થયેલી બે હજારની 18 નોટો પણ મળી આવી છે. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પુછપરછ હાથ ધરી છે. પોલીસે ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે.
Feb 08, 2026 05:40 pm
હિંમતનગરમાં કરણપુર પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી પાર્ક કરેલી ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ ગાડીઓને નુકસાન થયું હતું. બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચારો સામે આવ્યા નથી.
Feb 08, 2026 05:32 pm
ગીર સોમનાથના કોડીનારમાં દોરડાથી બાંધેલી રિક્ષા પલટી મારી ગઈ હતી. બાવાના પીપળવા ફાટક પાસે થયેલા અકસ્માતના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. રિક્ષા સાથે ડ્રાઈવર પણ હવામાં ફંગોળાયો હતો. ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. સદનસીબે મોટી જાન હાની ટળી હતી.
Feb 08, 2026 05:25 pm
બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમા આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ડીસા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આગમાં લાખોના બારદાન બળીને ખાખ થઈ ગયા હતાં.
Feb 08, 2026 05:09 pm
રાજકોટમાં માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો ઘણા સમયથી વણ ઉકેલ્યો હતો. ત્યારે અમદાવાદ એલસીબીએ લોકોને હિપ્નોટાઈઝ કરીને લૂંટી લેતા લૂંટારાને ઝડપી પાડ્યો છે. કરણનાથ નટવરલાલ પઢીયારની એલસીબીએ ધરપકડ કરી છે. આ લૂંટારાએ રાજકોટમાં માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને પણ નિશાન બનાવ્યા હતાં. પોલીસે આરોપી પાસેથી ત્રણ લાખની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા છે. આરોપી ખાસ કરીને મહિલાઓને લૂંટી લેતો હતો.
Feb 08, 2026 04:57 pm
જૂનાગઢમાં શિવારાત્રીના મીની કુંભ મેળામાં સાધુ સંતોનું આગમન શરૂ થયું છે. શિવરાત્રીના મેળામાં સાધુ સંતોએ પીવાના પાણીની માગ કરી છે. તંત્રને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
Feb 08, 2026 04:46 pm
શહેરના પાલડી વિસ્તારમાં ક્લીનીક ધરાવતા ડોક્ટરને ધમકાવીને એક ગેંગના લોકોએ નાણાં પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર તેમની કેબિનમાં બોડી મસાજ કરાવતા હોય તેવા સીસીટીવી તેમને મોકલીને ગેંગે તેમને બ્લેકમેલ કર્યા હતા. બાદમાં 40 હજાર અને 35 હજાર જેવી રકમ માંગતા ડોક્ટરે ગભરાઇને ઓનલાઇન પાંચ હજાર મોકલી દીધા હતા. જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેલ કરવાનું યથાવત રાખતા ડોક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પાલડી પોલીસે ગુનો નોંધી અબ્દુલ વહાબ સયૈદની ધરપકડ કરી છે.
Feb 08, 2026 04:33 pm
કઠવાડા જીઆઈડીસીના રોડ બે મહિનાથી બંધ હોવાનું સામે આવ્યું છે. રોડ નંબર 5,8 અને 11 બંધ હોવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા બંધ હોવાથી સાત હજાર વેપારીઓ પરેશાન થયાં છે. વેપારીઓએ પાંચથી આઠ કિ.મી ફરીને જવાનો વારો આવ્યો છે. કઠવાડા જીઆઈડીસી એસોસિએસને નોટીસ વિનાજ રસ્તા બંધ કરતાં જ વેપાર અને ટ્રાન્સપોર્ટેશનને અસર પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Feb 08, 2026 04:11 pm
ગીર સોમનાથના ઉનામાં યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્ન સમારોહમાં મંત્રી પરષોત્તમ સોલંકીનો દબંગ અંદાજ જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર જાહેર સભામાં કંઈક કહી દઉ છું. કોઈ ના સમજે તો ધોકા વાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે તેનો ઘણો પ્રચાર થયો. મીડિયા વાળાએ મને પૂછ્યું કે, આ વિશે તમારુ શું કહેવું છે, મે કહ્યું કે જે કહ્યું તે સાચુ છે. તમે ના સમજો તો એ તમારો વિષય છે. હું જે કહું છું તે સાચું છે મારા સમાજ માટે જરૂરી છે. મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતુ હશે તો નહીં છોડુ. મને મારો કોળી સમાજ ઘણો પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરુ છું. સમાજના ભલા માટે કરુ છું.
Feb 08, 2026 03:56 pm
ગીર સોમનાથના કોડિનારમાં મતદારોના નામો કમી થયા હોવાનું સામે આવ્યું છે. કોડીનારમાં મુસ્લિમ સમાજે લેખિતમાં ફરિયાદ કરી છે. 400 લોકો લેખિત ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. 6722 મુસ્લિમ મતદારોના નામ સામે વાંધો હોવાનું સામે આવ્યું છે. SIR માં ફોર્મ-7ના ગેરઉપયોગનો થયાનો આક્ષેપ કરાયો છે. બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખોટી અરજી કરનારા સામે કાર્યવાહીની માગ કરાઈ છે. ચૂંટણી પંચની પારદર્શિતા સામે સવાલો ઉભા થયાં છે.
Feb 08, 2026 03:35 pm
સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં હાજર, સમાજના બંધારણ અને વ્યસનમુક્તિ અંગે ચર્ચા થઈ, કુરિવાજો, ખોટા ખર્ચ ખોટા દેખાડવા બાબતે ચર્ચા કરી, વાલેવડાના દારૂ મુદ્દે અરજદારની ગેનીબેનને રજૂઆત, શંખેશ્વર, માંડલ, બેચરાજીના લોકો રહ્યા હાજર, વાલેવડા પ્રકરણમાં ફરિયાદ પાછી લેવા માંગ કરી.
Feb 08, 2026 03:30 pm
તેરે દિન અચ્છે હૈ તો મુજસે કિનારા કરલે : હીરા સોલંકી, હમ તો બુરે લોક હૈ બુરે વક્ત મેં કામ આતે હૈ : હીરા સોલંકી, હીરા સોલંકીએ શાયરી બાદ કહ્યું જેને જે સમજવું હોય સમજે, અમને જેવા સમજવા હોય તેવા સમાજે : હીરા સોલંકી, ખરાબ સમયમાં પરષોત્તમ અને હીરા સોલકીને યાદ કરજો.
Feb 08, 2026 03:21 pm
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મરામત કરવાનો જ નહીં, પરંતુ બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે. આ માટે ‘BaLA’ (Building as Learning Aid) પેન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને દિવાલો પર ગણિતના અંકો, બારખડી અને કુદરતી દ્રશ્યો ચિતરવામાં આવ્યા છે, જેથી બાળકો રમત-ગમતની સાથે પાયાનું શિક્ષણ મેળવી શકે. આ કામગીરીને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માઇનર અને મેજર રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા તેમના ઝોનલ બજેટમાંથી તેમજ CSR ફંડના સમન્વય દ્વારા આંગણવાડીઓને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ. અને ઇજનેર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી શહેરના બાળકોને સુરક્ષિત અને સુસજ્જ આંગણવાડીઓની ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
Feb 08, 2026 03:13 pm
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2026ને “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કુલ 618 આંગણવાડીઓ પૈકી 386 કેન્દ્રોના નવીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળના અર્બન ઘટક 01 થી 17માં હાલ કુલ 2128 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી આ સંસ્થાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બને અને બાળ વિકાસની ગતિશીલતામાં વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
Feb 08, 2026 02:59 pm
ભુજ સર્કલ દ્વારા મેગા ડિસકનેક્શન દ્રાઈવનું આયોજન, પીજીવીસીએલ 110 વીજ જોડાણ કાપવામાં આવ્યા, ભુજ સીટી 1 વિસ્તારમાં 4.67 કરોડ વીજ બીલ લેણા બાકી નીકળે છે. આગામી દિવસોમાં પણ પીજીવીસીએલની ઝુંબેશ યથાવત રહેશે.
Feb 08, 2026 02:53 pm
અમરાપુર વાડી વિસ્તારમાં ફેક્ટરી ચાલતી હતી, પોલીસે 218 દારૂની બોટલો જપ્ત કરી, 30 લિટર લિક્વિડ પણ કબજે લીધું, ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે, વાડી માલિક જીતેશ સોલંકી સહિત 4 ધરપકડ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
Feb 08, 2026 02:43 pm
તો પોલીસે પણ આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધી નથી, જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતુ તે બંદૂક કોની છે અને કોણ લાવ્યું હતુ અને લાયસન્સ વાળી છે કે નહી, તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી, ત્યારે પોલીસ આ મામલે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી છે, વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવું તે પણ ગુનો જ બને છે.
Feb 08, 2026 02:43 pm
હમ હૈ તો ક્યા ગમ હૈ પ્યારે ગીત પર નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા થયા હતા અને લોકો લગ્નનના વરઘોડામાં નાચ્યા હતા, દરબાર (રાજપૂત) સમાજના લગ્ન વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને કાંકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં ડીજે બેન્ડ પર પ્રતિબંધ છે તેમ છતાં ઉલ્લંઘન કર્યુ હતુ. લગ્ન પ્રસંગે દિકરા અને દિકરીબાની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને પહેરામણી 2100 રૂપિયા લેવી તેવા નિયમ બન્યા હતા સાથે સાથે ડીજે તથા બેન્ડ લાવવું નહી તેવા નિયમો બન્યા હોવા છત્તા ઉલ્લંઘન કરાયું હોવાની વાત સામે આવી છે.
Feb 08, 2026 02:43 pm
બનાસકાંઠામાં રાજપૂત સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે અને ઓગડ તાલુકામાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અને ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠા રાજપૂત સમાજના બંધારણને નેવે મૂકતો વીડિયો વાયરલ થયો છે જેમાં વરઘોડામાં નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા કર્યા અને કાંકરેજ વિભાગમાં રાજપૂત સામજમાં DJ પર પ્રતિબંધ મૂકાયો છે તેમ છત્તા જાહેરમાં ડીજે વગાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સમાજના નિયમોનું ઉલ્લંઘન થયું હતુ.
Feb 08, 2026 02:23 pm
02 - Weather News : હવામાન વિભાગી આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે અને બપોરે થશે ગરમીનો અહેસાસ
06 - T20 World Cup : ગુલબદ્દીન નાયબે ન્યુઝીલેન્ડ સામે કર્યો કમાલ, 28 બોલમાં અડધી સદી ફટકારી
09 - Priyanka Chopra પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, પિતા સમાન સુનીલ થાપાના નિધનથી રડી પડી દેશી ગર્લ!
Feb 08, 2026 02:12 pm
કુઆલાલંપુરમાં એક નિવેદન આપતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું, સ્પષ્ટપણે કહ્યું કે, આ મુદ્દા પર બેવડા ધોરણો કે સમાધાન માટે કોઈ જગ્યા નથી. પાકિસ્તાનનું નામ લીધા વિના, તેમણે સંકેત આપ્યો કે વિશ્વએ આતંકવાદ પર એકતા અને સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ.
Feb 08, 2026 02:05 pm
ગાંધીનગરમાં ગુજરાત બ્રહ્મસમાજની બેઠકમાં નિર્ણય
સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી સૂચનો મંગાવાશે
આગામી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણ નક્કી કરાશે
લગ્નમાં ઓછો ખર્ચ કરવા અંગે ખાસ બંધારણ નક્કી થશે
દેખાદેખીમાં ઘણા લોકો દેવામાં ડૂબી જતા હોય છે:યજ્ઞેશ દવે
પરિવાર પર આવું દેવું ના થાય માટે બંધારણ:યજ્ઞેશ દવે
સરકારી નિર્ણય અને પરિપત્રમાં સમાજને ટાર્ગેટ કરાય છે
બ્રહ્મસમાજ,અન્ય સવર્ણ સમાજને ટાર્ગેટ કરાય છે :યજ્ઞેશ દવે
સરકારના વાંધાજનક પરિપત્ર-નિર્ણયો સામે લડીશુ :યજ્ઞેશ દવે
કેવી રીતે લડવું તે અંગે રણનીતિ નક્કી કરાઈ : યજ્ઞેશ દવે
ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ અશ્વિન ત્રિવેદીનું નિવેદન
UGCના નવા નિયમો સામે બ્રહ્મસમાજ લડશે:અશ્વિન ત્રિવેદી
ઘૂસણખોર પંડિત ફિલ્મ સામે બ્રહ્મસમાજ લડીશું:અશ્વિન ત્રિવેદી
UGCના નિયમ સામે લડત ચાલુ રખાશે:અશ્વિન ત્રિવેદી
‘સુપ્રીમ કોર્ટનો સ્ટે છે ત્યાં સુધી કોઇ કાર્યક્રમો નહીં થાય’
Feb 08, 2026 02:00 pm
રાજકોટની જનતાએ નાટકનો દર્શાવ્યો વિરોધ, નથુરામ ગોડસેનું નાટક ન થવું જોઈએ: જનતા, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે: જનતા, ‘રાષ્ટ્રપિતાના હત્યારાઓનું નાટક ન થવું જોઈએ’, ‘નાટક કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ’.
Feb 08, 2026 01:50 pm
વેરાઇ કૃપા ગેસ્ટ હાઉસ પાસે ભંગારમાં આગ, વાડામાં રહેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં, ન.પા. ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ.
Feb 08, 2026 01:41 pm
શનિવારે સુરતનું મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રીએ યથાવત રહ્યું હતું. જ્યારે બે દિવસમાં રાત્રીનું તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને સાંજે ૫૭ ટકા નોંધાયું હતું. જ્યારે પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. નવસારીની વાત કરીએ તો શનિવારે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને સાંજે ૨૭ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૨.૧ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે રાત્રીનું તાપમાન ઘટશે, પરંતુ ત્યારબાદ એકાદ-બે ડિગ્રી વધશે. આગામી ૧૩મી ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાન ૧૭થી ૧૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રીની આસપાસ રહેશે.
Feb 08, 2026 01:41 pm
સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે ઊતરવાનું નામ જ લેતો નથી. શનિવારે પણ ૩૫.૩ ડિગ્રી તાપમાન સાથે સુરત જિલ્લો રાજ્યભરમાં અવ્વલ જોવા મળ્યો હતો. સુરતનું રાત્રીનું તાપમાન ૨૨ ડિગ્રીથી ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. સુરતમાં ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીનો પારો સતત ૩૫ ડિગ્રીથી ઉપર જ નોંધાઈ રહ્યો છે. જેને કારણે દિવસે આકરી ગરમી અનુભવાઈ રહી છે. જોકે, રાત્રીનું તાપમાન ઘટતા વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.
Feb 08, 2026 01:40 pm
રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉત્તર પૂર્વના પવનોને લીધે રહેશે બેવડી ઋતુ અને સવારે ઠંડી અને બપોરે થશે ગરમીનો અહેસાસ સાથે સાથે અમદાવાદમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે. ગુજરાતમાં બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રી રહેશે અને હાલ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે રહેશે બેવડી ઋતુની અસર જેમાં સવારે ઠંડી અને બપોરે થશે ગરમીનો અહેસાસ થશે, અમદાવાદ ગાંધીનગર સહિત લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધીનું રહેશે, જ્યારે બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેશે.
Feb 08, 2026 01:27 pm
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડળ થઈને ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ચૂકી છે. ટ્રેનોના ઠરાવ સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
Feb 08, 2026 01:20 pm
પ્રવિણ સોરાણીના આક્ષેપને લઇને શહેર પ્રમુખનો જવાબ
‘ભાજપના મિત્રો સાથે ઉઠતા બેસતા હોય તેવું લાગે છે’
તેઓ માત્ર વાતો કરે છે, વ્યક્તિગત બાબત છે:રાજદીપસિંહ
‘કોંગ્રેસના કાર્યક્રમમાં અમે સોરાણીને આમંત્રણ આપ્યા છે’
‘આ કાર્યાલય ઇન્દ્નનીલ રાજ્યગુરૂનું નહીં, કોંગ્રેસ પાર્ટીનું છે’
‘કોંગ્રેસ પાર્ટીનું શિસ્તભંગ કરનાર સામે કાર્યવાહી થાય’
‘કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને નહીં ચલાવી લેવાય’
‘ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો આપવાની શરૂઆત કરે’
Feb 08, 2026 01:05 pm
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. પેશાબની સમસ્યા ધરાવતા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની યુરોલોજી ઓપીડીમાં તપાસ કરાવવાની રહેશે, જેથી તેઓ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે.
Feb 08, 2026 01:00 pm
સૌરાષ્ટ્ર-કચ્છનું ભારતના વૈશ્વિક ઉત્પાદનમાં યોગદાન
PM મોદીએ એક જૂના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો
રાજકોટમાં 250,000 થી વધુ MSME છે: PM મોદી
રાજકોટને 'મીની જાપાન' કહેતા મજાક કરવામાં આવી હતી
આજે, અહીં 250,000 નાના વ્યવસાયો છે: PM મોદી
સ્ક્રુડ્રાઇવરથી લઈને રોકેટ સુધીના ભાગો બની રહ્યા છે
આજે વાસ્તવિકતા બધાને સ્પષ્ટ થઈ ગઈ છે: PM મોદી
Feb 08, 2026 12:56 pm
સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવી મોંઘી તપાસો માત્ર ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં સામાન્ય દર્દીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ તપાસ દર્દીઓ માટે સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ સરકારી હોસ્પિટલોમાં આધુનિક તપાસ અને સારવાર સુલભ બનાવવાનો છે. ₹55 લાખનું અદ્યતન યુરોડાયનેમિક સાધન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી દર્દીઓને ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર મળી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.
Feb 08, 2026 12:56 pm
•વારંવાર પેશાબ થવો કે પેશાબ અટકાવી ન શકવો.
•પેશાબ કરતી વખતે દુખાવો કે શરૂ કરવામાં મુશ્કેલી.
•ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો.
•સ્ત્રીઓમાં યુરિન લીકેજની સમસ્યા.
•સ્પાઇનલ ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે આ પરીક્ષણ આશીર્વાદરૂપ છે.
Feb 08, 2026 12:55 pm
યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય (Bladder) અને મૂત્રનળી (Urethra) કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે અસરકારક સારવાર આપી શકાય છે. પરિણામે, દર્દીઓને અનાવશ્યક દવાઓ કે સર્જરીના જોખમમાંથી બચાવી શકાય છે.”
Feb 08, 2026 12:55 pm
રાજ્ય સરકારના સક્રિય સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હવે મેડિકલ ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશી રહી છે. સામાન્ય માણસને પણ જટિલ રોગોની શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે મળે તેવા ઉમદા અભિગમ સાથે, સિવિલના યુરોલોજી વિભાગમાં ₹55 લાખના ખર્ચે અત્યાધુનિક 'યુરોડાયનેમિક સ્ટડી' (Urodynamic Study) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોને વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની રાજ્ય સરકારની આ કટિબદ્ધતા, જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
Feb 08, 2026 12:40 pm
‘કોઈપણ જાતિનો કોઈપણ વ્યક્તિ RSS વડા બની શકે છે'
આ સંગઠન બધી જાતિઓ માટે કામ કરે છે : ભાગવત
સંઘ રાષ્ટ્રીય એકતાને કેન્દ્રિત કરે છે : ભાગવત
ભારતમાં ફક્ત હિન્દુઓ જ છે, બીજું કોઈ નથી : ભાગવત
ભારત ધર્મના કારણે વિભાજિત થયું હતું : ભાગવત
અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ : ભાગવત
‘RSS કોઈની વિરુદ્ધ નથી અને સત્તાની ઇચ્છા રાખતો નથી’
‘ભારતમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ હજુ પણ અસ્તિત્વમાં છે’
અથડામણો થાય છે, પરંતુ દેશ એક રહ્યો છે : ભાગવત
હિન્દુ ભાવનાને ભૂલી જવાથી પણ વિભાજન થયું : ભાગવત
Feb 08, 2026 12:33 pm
બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા એકનું મોત થયું છે જયારે બીજાને ગંભીર રીતે માર વાગતા સારવાર હેઠળ ખસેડયો છે, 18 વર્ષના હાર્દિક હોથા નામના યુવકની હત્યા અને યોગેશ ડામોર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. ગામમાં શોકનો માહોલ છે.
Feb 08, 2026 12:33 pm
અરવલ્લીના ભિલોડામાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે, અને બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા મોત થયું છે, હરિપુરા અને કાળી ડુંગરીના 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસની શરૂઆત કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમાધાન કર્યા બાદ આરોપીઓએ રેકી કરી હતી અને માર માર્યો હતો.
Feb 08, 2026 12:32 pm
અરવલ્લીના ભિલોડામાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરાઈ છે અને હરિપુરા ગામે વરઘોડામાં ગયેલા બે યુવક પર હુમલો કરવામાં આવ્યો અને સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે અને હરિપુરા ગામે વરઘોડામાં ગયેલા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો રહતો, જૂની અદાવતમાં લગ્નના વરઘોડામાં બબાલ બાદ હત્યા કરવામાં આવી છે, પહેલા સમાધાન કર્યુ અને ત્યારબાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
Feb 08, 2026 12:04 pm
ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર હોટલ હિલ્લોક આવે છે અને આ હોટલની પાસેના રોડ પર ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભાજપના એક નેતા દ્વારા આ રોડ પરની કટ બંધ કરી દેવાની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ટ્રાફિક હોય છે જેના કારણે 5 થી 7 કિમી ફરીને જઉં પડે છે અને તેના કારણે હાલાકી પડી રહી છે અને વિરોધ કર્યો હતો.
Feb 08, 2026 12:04 pm
એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આજ રોજ ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે. કોર્પોરેટરોને રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે.
Feb 08, 2026 12:04 pm
અમદાવાદમાં એસપી રીંગ રોડ પર સ્થાનિકોનો વિરોધ યથાવત રહ્યો છે અને હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યોછે, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું છે. સ્થાનિકોનાં વિરોધમાં આપનાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, 25 અરજીઓ મળી એટલે બંધ કરાવ્યો રોડ અને અહીં રોડ બ્લોક થતાં 2 લાખ લોકોને હાલાકી પડે છે છે અને પિક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા થાય છે, તમારા એન્જિનિયરો છે તે ડિઝાઈન સરખી કરી રોડ ખોલે તેવી વાત સ્થાનિકોએ કરી છે.
Feb 08, 2026 11:44 am
01-ટ્રેન નં. 09207/09208 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સાપ્તાહિક વિશેષ
ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સાપ્તાહિક વિશેષ 27 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09208 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક વિશેષ 26 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
02- ટ્રેન નં. 09415/09416 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સાપ્તાહિક વિશેષ
ટ્રેન નં. 09415 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સાપ્તાહિક વિશેષ 26 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09416 ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક વિશેષ 26 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
03-ટ્રેન નં. 09055/09056 બાંદ્રા ટર્મિનસ - ઉધના સ્પેશિયલ
ટ્રેન નં. 09055 બાંદ્રા ટર્મિનસ - ઉધના સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09056 ઉધના - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
04-ટ્રેન નં. 09037/09038 બાંદ્રા ટર્મિનસ - ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. 09037 બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક સ્પેશિયલ 28 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09038 ભુજ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
05-ટ્રેન નં. 09009/09010 બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. 09009 બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક સ્પેશિયલ ૨૯ માર્ચ, ૨૦૨૬. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૧૦ ભુજ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ૩૦ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
06-ટ્રેન નં. ૦૯૦૧૧/૦૯૦૧૨ બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. ૦૯૦૧૧ બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક સ્પેશિયલ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૧૨ ભુજ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ૨૫ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
07-ટ્રેન નં. ૦૯૦૧૭/૦૯૦૧૮ બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. ૦૯૦૧૭ બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ૩૦ માર્ચ સુધી લંબાવવામાં આવી છે, ૨૦૨૬.
08-ટ્રેન નં. ૦૯૦૩૫/૦૯૦૩૬ બાંદ્રા ટર્મિનસ - ઉધના દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. ૦૯૦૩૫ બાંદ્રા ટર્મિનસ - ઉધના સાપ્તાહિક સ્પેશિયલ ૨૮ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૩૬ ઉધના - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ૨૭ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
09-ટ્રેન નં. ૦૯૫૬૧/૦૯૫૬૨ બાંદ્રા ટર્મિનસ - ઓખા સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નં. ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ - ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ૨૫ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૫૬૨ ઓખા - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
10- ટ્રેન નં. ૦૯૨૧૫/૦૯૨૧૬ ભાવનગર - ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ (અનામત)
ટ્રેન નં. ૦૯૨૧૫ ગાંધીગ્રામ - ભાવનગર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૧૬ ભાવનગર - ગાંધીગ્રામ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
Feb 08, 2026 11:44 am
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થળો વચ્ચે 10 જોડી ખાસ ટ્રેનોને લંબાવવામાં આવી છે. રિઝર્વ્ડ ટ્રેનોના વિસ્તૃત રન માટે બુકિંગ 08 ફેબ્રુઆરી 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Feb 08, 2026 11:34 am
પૂર્વ કોર્પોરેટર પ્રવિણ સોરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે પોસ્ટ કરી, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયામાં પોસ્ટ, શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની કરી ટકોર, શહેર કોંગ્રેસ પ્રમુખને વોટ્સએપ ગ્રુપમાં મેણા માર્યા, ‘મિટિંગ બોલાવો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા રાજી નથી’ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે:સોરાણી.
Feb 08, 2026 11:33 am
04 - Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story
06 - Russia university attack : રશિયન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા પછી બીજું શું થયું?
08 - Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
09 - USA સામે જીત બાદ ગૌતમ ગંભીરે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું
Feb 08, 2026 11:26 am
ઝેરજીતગઢ ગામે અંડરપાસમાં ફસાઈ બોરવેલની ગાડી, ફુલપરીથી ઉસરા ગામ પાસે અંડરપાસમાં ફસાઈ ગાડી, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઇવેની કામગીરી, ગ્રામજનો માટે બનાવામાં આવ્યો હતો અંડરપાસ, અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાતા છતને નુકસાન, અધિકારી સ્થળ પર નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ, યોગ્ય અન્ય વૈકલ્પિક રસ્તો આપવા માટે કરાઈ માંગ, વહીવટી તંત્ર સુધી રજૂઆત છતા પણ પરિણામ શૂન્ય.
Feb 08, 2026 11:15 am
હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું, સ્થાનિકોનાં વિરોધમાં આપનાં કાર્યકર્તાઓ પણ જોડાયા, 25 અરજીઓ મળી એટલે બંધ કરાવ્યો રોડ : સ્થાનિક, ‘અહીં રોડ બ્લોક થતાં 2 લાખ લોકોને હાલાકી પડે છે’ પિક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા થાય છે : સ્થાનિક, ‘તમારી એન્જિનિયરો છે ડીઝાઈન સરખી કરી રોડ ખોલે’.
Feb 08, 2026 11:06 am
આ રીલ પોલીસની સત્તાવાર ગાડીમાં બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે: ગત 3 ફેબ્રુઆરીના રોજ આ રીલ બનાવવા માટે સરકારી વાહનનો ઉપયોગ થયો હતો. રીલ બનાવનાર યુવતી બિંદિયા સોમપુરા એ હોમગાર્ડ દશરથ રાવળની સબંધી હોવાનું બહાર આવ્યું છે. દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા ગયા હતા અને તે દરમિયાન જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર આ વાહનનો ઉપયોગ કરી રીલ શૂટ કરવામાં આવી હતી.
Feb 08, 2026 11:06 am
ગાંધીનગરમાં પોલીસવાનમાં રીલ બનાવવાનો કેસ જેમાં રીલના કેસમાં હોમગાર્ડ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પોલીસની ગાડીમાં યુવતીએ બનાવી હતી રીલ અને બિંદિયા સોમપુરા નામની યુવતીએ બનાવી હતી રીલ. યુવતી હોમગાર્ડ દશરથ રાવળના સબંધી હોવાનો ખુલાસો થયો છે અને ૩ ફેબ્રુઆરીએ રીલ બનાવવા ગાડીનો થયો હતો ઉપયોગ જેમાં દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મુકવા ગયા હતા અને જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર વાહનનો થયો ઉપયોગ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી હોમગાર્ડ જવાનને ભારે પડી છે. પોલીસની ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ વાયરલ થયા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા હોમગાર્ડ જવાન દશરથ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર બિંદિયા સોમપુરા નામની યુવતીની એક રીલ સામે આવી.
Feb 08, 2026 10:58 am
આગામી 3 દિવસમાં રસ્તા ખુલ્લા કરવાની માગ સ્થાનિકોએ અને વેપારીઓએ કરી છે, દીવાલો અને આડશો તાત્કાલિક દૂર કરવા જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરાઈ છે અને જો રસ્તા નહીં ખુલ્લા થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકો અને વેપારીઓએ ઉચ્ચારી છે.
Feb 08, 2026 10:58 am
દૈત્યસુદનજીની હવેલી, સૂર્યમંદિર મ્યુઝિયમ અને જૈન દેરાસરો સુધી પહોંચવામાં મુશ્કેલી થશે અને આરોગ્ય આપત્તિ સમયે એમ્બ્યુલન્સ અને આગના બનાવે ફાયર ફાઈટર પહોંચવામાં ગંભીર જોખમ છે, પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને આવેદનપત્ર પણ આપશે, “100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ મનસ્વી રીતે બંધ”થયો છે તેવું સમિતિનું કહેવું છે, મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પર આકરા પ્રહાર કર્યા છે, ઈઝમેન્ટ રાઈટ અને મૂળભૂત અધિકારો છીનવાયા હોવાનો આરોપ પણ કરાયો છે.
Feb 08, 2026 10:57 am
શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ કરાયા હોવાની વાત છે, દિગ્વીજય દ્વાર તેમજ અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે જોડાતા રસ્તાઓ પર સિમેન્ટની દીવાલો ઉભી કરાઈ છે અને સ્થાનિકોને દીવાલ ચણવાને લઈ કોઈ આગોતરી જાણ કે જાહેરનામા વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં છે, પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે અને યાત્રાળુઓનો પ્રભાસ પાટણ બજારમાં આવાગમન અટકતા વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ શકે છે.
Feb 08, 2026 10:57 am
ગીર સોમનાથમાં સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ થયા છે, પ્રભાસ પાટણ ગામને જોડતા રસ્તો બંધ કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મંદિર સાથે જોડાતા રસ્તા પર સિમેન્ટની દિવાલ ખડકી દેવામાં આવી છે. જાહેરનામાં વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે જેના કારણે વેપારીઓને પણ મોટું નુકસાન થવાની શકયતાઓ છે અને ધંધા પણ ઠપ પડી શકે છે, હિત રક્ષક સમિતિએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ બંધ થતા સ્થાનિકોમાં પણ રોષ છે.
Feb 08, 2026 10:31 am
•આ વિભાગ અમદાવાદ મંડળમાં સૌથી વધુ GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવે છે. આ વિસ્તારમાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણ (Quadrupling) થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેન સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત બનશે. લાઈન ક્ષમતા વધવાથી યાત્રી ટ્રેનોની સમયપાલનતા સુધરશે, પીક સમયમાં પણ સંચાલન સરળ થશે અને નવી ટ્રેનો અથવા વધારાના ફેરાની સંભાવના વધશે. યાત્રીઓને વધુ ભરોસાપાત્ર અને આરામદાયક યાત્રા મળશે.
•ગાંધીધામ-આદિપુર સેક્શન પશ્ચિમ રેલવેનો એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માર્ગ છે, જે પોર્ટ્સ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય રેલવે નેટવર્કને જોડે છે. આ માર્ગ પર માલ અને યાત્રી બંન્ને ટ્રેનોની સંખ્યા વધી રહી છે. ત્રીજી અને ચોથી લાઈન બનવાનથી લાઈન ક્ષમતા વધશે અને ટ્રેનોનું સંચાલન વગર અવરોધે થઈ શકશે.
•નવનિર્મિત ગોપાલપુર નવા રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે ગાંધીધામ જઈને એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે મુસાફર ટ્રેનોનો 20 મિનિટ સમય બચશે.
•આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શનથી ટ્રેનોને દિશા બદલવાની જરૂર નહી પડે. આનાથી સમય અને ઇંધણની બચત થશે, સંચાલન સરળ થશે.
•આ પરિયોજનાથી કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટથી જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, ખાદ્યાન્ન અને અન્ય માલના પરિવહનામાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો ઉત્તમ ઉપયોગ થશે અન લોજિસ્ટિક પડતર ઘટશે, જેનાથી ઉદ્યોગોને ફાયદો થશે અને આયાત-નિકાસને પ્રોત્સાહન મળશે.
•આ પરિયોજના કચ્છ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મજબૂતી આપશે, વેપાર, પર્યટન અને રોજગારની તકો વધારશે તથા રોકાણ માટે સારૂં વાતાવરણ બનાવશે. માલ અને યાત્રી ટ્રેનોના ઉત્તમ વિભાજનથી સુરક્ષા વધશે અને ભીડ ઘટવાથી દુર્ઘટનાઓની સંભાવના ઘટશે.
ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ અને ‘વાય’ કનેક્શન પરિયોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે રેલવે માળખાને મજબૂત બનાવશે અને કચ્છ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે.
Feb 08, 2026 10:30 am
ગાંધીદામ-આદિપુર બ્રૉડગેજ રેલવે સેક્શન એક મહત્વપૂર્ણ લોડિંગ સેક્શન છે. આ માર્ગથી કંડલા અને મુન્દ્રા પોર્ટ, ભુજ, વાયોર અને અન્ય વિસ્તારોની આયાત-નિકાસ દેશના વિવિધ ભાગો સુધી પહોંચે છે. વર્તમાનમાં આ સેકશન અત્યંત વ્યસ્ત (ઓવરસેચ્યુરેટેડ) છે જેનાથી સંચાલનનું દબાણ બની રહે છે. આ સંચાલન અડચણોને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂરિયાત હતી. ભુજ, વાયોર અને હાજીપીર વિસ્તારોથી મીઠું અને સામાન્ય માલ પણ આ જ માર્ગથી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. મુન્દ્રા પોર્ટની વધતી ક્ષમતાને જોતાં ભવિષ્યમાં માલસામાન ટ્રાફિક વધી જવાની સંભાવના છે. એવામાં ગાંધીધામ-આદિપુર સેક્શન ચારગણું થવાથી ભીડ ઓછી થશે અને માલગાડીઓનું સંચાલન ઉત્તમ થશે.
Feb 08, 2026 10:30 am
•ટ્રેક લિંકિંગ : 17 કિલોમીટર
•નાના પુલ : 8
•અર્થવર્ક (માટી કામ): 2.60 લાખ ઘન મીટર
•આદિપુર સ્ટેશન પર સિગ્નલ અને ટેલિકૉમ (S&T) તેમજ ઑપરેટિંગ કન્ટ્રોલ (OC) બિલ્ડીંગનું બાંધકામ
•ચોથી લાઈન સહિત સમગ્ર સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન
•આ સેક્શનની વચ્ચે આવનારા એકમાત્ર ગોપાલપુર રેલવે સ્ટેશનનું છાયાપુરી સ્ટેશનની ઢબે આધુનિક સ્ટેશન બિલ્ડીંગનું બાંધકામ
•ગાંધીધામ બી કેબિન ખાતે મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે.
•આદિપુર સ્ટેશન પર પણ મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે તેમજ 1 લૂપ લાઇન પણ સામેલ છે.
Feb 08, 2026 10:30 am
અમદાવાદ મંડળ પોતાના રેલવે નેટવર્કને અધિક સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરીયાતો મુજબ વિકસિત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ જ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનને ચૌહરીકરણ કરવાનું તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના કચ્છ વિસ્તારમાં વધતી રેલવે માંગને પૂરી કરવા અને પોર્ટ આધારિત માલસામાન ટ્રાફિકને સુગમ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
Feb 08, 2026 10:29 am
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ–આદિપુર (10.69 કિમી) રેલવે સેક્શનમાં ચાલી રહેલા ચૌહરીકરણ (Quadrupling) પ્રોજેક્ટ અંતર્ગત ત્રીજી અને ચોથી લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 9 તથા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પશ્ચિમ સર્કલના રેલવે સેફટી કમિશનર (CRS) દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે અને 10 ફેબ્રુઆરી, 2026ના રોજ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે. સ્થાનિક નિવાસીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલવે ટ્રેકથી દૂર રહે અને રેલવે લાઇન પાર ન કરે.
Feb 08, 2026 10:17 am
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયામાં પોસ્ટ, શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની કરી ટકોર, શહેર કોંગ્રેસ પ્રમુખને વોટ્સએપ ગ્રુપમાં મેણા માર્યા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણ સોરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો, ‘મિટિંગ બોલાવો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા રાજી નથી’, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પોતાની પેઢી સમજે છે:સોરાણી.
Feb 08, 2026 10:03 am
શેખ હસીનાના નજીકના હિન્દુ નેતાનું થયું મોત, ભૂતપૂર્વ જળ સંશાધન મંત્રી રમેશ સેનનું કસ્ટડીમાં મોત, કસ્ટડીમાં રમેશ સેનના મોત પર સવાલો ઉભા થયા, હત્યા સહિત 3 કેસમાં આરોપ મૂકવામાં આવ્યા હતા, દિનાજપુર જિલ્લા જેલમાંથી હોસ્પિટલ ખસેડ્યા, સવારે 9:29 વાગ્યે તબીબે રમેશ સેનને મૃત જાહેર કર્યા.
Feb 08, 2026 10:03 am
RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયો કાર્યક્રમ
ગઈકાલે RSSના કાર્યક્રમમાં સલમાન ખાન રહ્યા હતા હાજર
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, પ્રસૂન જોશી પણ રહ્યા હાજર
સંઘ રાષ્ટ્રીય એકતાને કેન્દ્રિત કરે છે :ભાગવત
ભારતમાં ફક્ત હિન્દુઓ જ છે, બીજું કોઈ નથી:ભાગવત
ભારત ધર્મના કારણે વિભાજિત થયું હતું :ભાગવત
અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ : ભાગવત
‘RSS કોઈની વિરુદ્ધ નથી અને સત્તાની ઇચ્છા રાખતો નથી’
‘ભારતમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ હજુ પણ અસ્તિત્વમાં છે’
અથડામણો થાય છે, પરંતુ દેશ એક રહ્યો છે : ભાગવત
હિન્દુ ભાવનાને ભૂલી જવાથી પણ વિભાજન થયું : ભાગવત
Feb 08, 2026 10:00 am
બ્રિજની માળખાગત મજબૂતી અને સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શાસ્ત્રી બ્રિજ બંધ થતા પૂર્વ વિસ્તાર તરફ જતા વાહનચાલકોને તકલીફ પડશે, શાસ્ત્રી બ્રિજ બંધ થતા પીરાણા તરફથી વિશાલા તરફ જવા માંગતા વાહનચાલકોને હવે શહેરના આંતરિક માર્ગો પરથી ફરજીયાત ચક્કર મારીને જવું પડશે. પરિણામે શહેરના મધ્ય વિસ્તારમાં ટ્રાફિકનો ભાર વધવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.
Feb 08, 2026 10:00 am
અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ ખરાબ થતા તેનું રીપેરીંગ કરવામાં આવશે, આ શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે, અમદાવાદની વિશાલા હોટલથી નારોલ અને નરોડા સુધી આ રોડ સીધો જતો હતો અને સમારકામને લઈ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, હાલમાં મશીનરીથી રીપેરીંગ કામગીરી કરાઈ રહી છે, અને બ્રિજનું સમારકામ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે.
Feb 08, 2026 09:59 am
અમદાવાદ શહેરમાં આવતીકાલથી વધુ એક બ્રિજ થશે બંધ અને બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતા બ્રિજ બંધ કરવાની વાત સામે આવી છે, વિશાલાથી પીરાણા સુધી જોડતો બ્રિજ રહેશે બંધ. આવતીકાલથી અમદાવાદનો શાસ્ત્રીબ્રિજ ફરીવાર થશે બંધ અને બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતા બ્રિજ બંધ કરાશે જેમાં વિશાલાથી પીરાણા સુધી જોડતો બ્રિજ રહેશે બંધ અને આવતીકાલથી એક તરફનો બ્રિજ બંધ રહેશે જેમાં શાસ્ત્રીબ્રિજ થતા વાહનચાલકોને પડશે હાલાકી અને 11 મહિના બ્રિજ બંધ રહેતા નાગરિકોને પડશે હાલાકી, બ્રિજના સમારકામથી કામગીરી શરૂ કરાઇ.
Feb 08, 2026 09:59 am
મેઘપર પોલીસ સ્ટેશનમાંથી આરોપી થયો ફરાર, આરોપી વિશાલસિંઘ મટુ પોલીસ સ્ટેશનમાંથી ફરાર, SOGએ 84 લાખ હેરોઇન સાથે ઝડપ્યો હતા, પંજાબના ચાર શખ્સોની ધરપકડ કરી હતી, મેઘપર પોલીસને વધુ કાર્યવાહી માટે સોંપ્યા હતા, પોલીસ સ્ટેશનમાંથી આરોપી વિશાલસિંઘ ફરાર.
Feb 08, 2026 09:35 am
જેમાં આરક્ષિત જંગલ ૧૪,૫૭૪ ચો.કિમી (૬૬.૯ ટકા) છે. જ્યારે રક્ષિત જંગલ ૨,૮૯૮ ચો.કિમી (૧૩.૨૦ ટકા) અને અવર્ગીકૃત જગંલ ૪,૩૯૮ (૧૦.૧૦ ટકા) થવા જાય છે. ગુરૂવારે રાજયસભામાં અપાયેલા એક જવાબમાં કહેવાયુ છે કે, અહીં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬,૮૫૦.૧૧ હેક્ટર વન ભૂમિ અન્ય પ્રકારની કામગીરી પાર ઉતરવા ફાળવી દેવાઈ છે. જંગલની જમીનો એરપોર્ટ, સંરક્ષણ, સિંચાઈ, ઉદ્યોગ, ખનન જેવા વ્યપારીક કામો માટે ફાળવવામા આવે છે. ગુજરાતમાં છેલ્લા એક દાયદામાં બુલેટ ટ્રેન, હાઈવેનું વિસ્તરણ, તેલ અને ગેસની પાઈપલાઈન અને રિન્યુએબલ એનર્જી અર્થાત સોલાર- વિન્ડ પાર્ક માટે મોટાપાયે આરક્ષિત- રક્ષિત જંગલની જમીની ફાળવણી થઈ છે. ઉલ્લેખનિય છે. જંગલની જમીન જેમને ફાળવાય છે તેવા એકમ કે ઉદ્યોગગૃહે સામે એટલી જમીન અને આર્થિક રકમ જંગલ માટે આપવાની હોય છે.
Feb 08, 2026 09:34 am
આરક્ષિત અને રક્ષિત જંગલની જમીન ફાળવણીમાં દેશના ૩૩ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ દરખાસ્તો ગુજરાતમાંથી મળી છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કહ્યા મુજબ પાંચ વર્ષમાં દેશભરમાંથી કુલ ૧૦,૦૨૬ દરખાસ્તો મળી હતી. જેમાંથી ૧૨૦નો અસ્વિકાર થયો છે. પરંતુ, તે પૈકીની ૧૫ ટકા અર્થાત ૧.૫૬૦ દરખાસ્તો માત્ર ગુજરાતની છે. જેમાંથી આઠ દરખાસ્તનો જ અસ્વિકાર કરાયો છે. ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોટ-ISFR ૨૦૨૩- ૨૫ અને ગુજરાતના વન વિભાગના રિપોર્ટ મુજબ કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા- RFA ૨૧,૮૭૦ ચોરસ કિલોમીટર થાય છે.
Feb 08, 2026 09:34 am
ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ ડાયવર્ઝન 200% વધ્યું છે અને 5 વર્ષમાં જંગલની 6,850 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઇ છે, જંગલની જમીનનો અન્ય ઉપયોગ સૌથી વધુ ગુજરાતમાં રસ્તા, નહેર, વીજલાઇન માટે જંગલની જમીન અપાય છે અને 5 વર્ષમાં વન ખાતાને 10,025 દરખાસ્તો મળી. ગુજરાતમાં સામાન્યત ઔદ્યોગિક, રસ્તા, નહેર કે વીજલાઈન જેવા સરકારી પ્રોજેક્ટ, રહેણાંક જેવા હેતુસર જંગલ માટે આરક્ષિત જમીનની ફાળવણી કરવામાં આવે છે. અત્યાર સુધી દરવર્ષે આ પ્રકારે રિર્ઝવ ફોરેસ્ટમાંથી ૫૦૦થી ૭૦૦ હેક્ટર જમીનની ફાળવણી થતી હતી. પરંતુ, તેમાં હવે ઉત્તરોત્તર બમણો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ જ વર્ષમાં રક્ષિત જંગલમાંથી ૬,૮૫૦.૧૧ હેક્ટર જમીનની ફાળવણી અન્ય ઉદ્દેશ્યો માટે આપી દેવાઈ છે.
Feb 08, 2026 09:19 am
રાજયમાં સૌથી વધુ વીજચોરી, લિકેજીસથી નુકસાન પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના વિસ્તારોમાં થાય છે. જીયુવીએનએલ આ વિસ્તારોમાં વીજવિતરણમાં થતું મોટું નુકસાન ઘટાડવામાં કઈ અંશે સફળ થયું છે, જેને કારણે ૨૦૨૨-૨૩માં જે ટકાની 18.41 ટકા વીજઘટ આવતી હતી, તેમાં ૨૦૨૪-૨૫માં નુકસાન ૫.૬૮ ટકા ઘટયું છે. આંધ્ર પ્રદેશ, કેરળ જેવા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વીજવિતરણમાં વધુ નુકસાન થાય છે, એવું આંકડા દર્શાવે છે.
Feb 08, 2026 09:19 am
એટલે રાજ્યમાં વીજ વિતરણમાં સરેરાશ ૧૪ ટકાની ઘટ રહે છે, આમાં વીજચોરી, વીજ લિકેજીસ સમાવિષ્ટ છે, જે તમામ કેટેગરીમાં થાય છે. આ ઉપરાંતમાં હાઈપાવર ટ્રાન્સમિશનમાં એકંદરે ૧.૯૯ ટકાનું નુકસાન થાય છે. રાજ્યમાં બધી વીજલાઈનો ૬૬ કેવી કે તેથી વધુ વોલ્ટની છે, જેમાં ૬૬ હજાર વોલ્ટનો કરન્ટ પાસ થાય છે. આને કારણે ટ્રાન્સમિશનમાં ૧.૯૯ ટકાનો વીજલોસ થાય છે. કેન્દ્રીય વીજ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.
Feb 08, 2026 09:19 am
ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું નુકસાન થતું હોવાની વાત સામે આવી છે. સેન્ટ્રલ ગ્રીડમાં, જેટકોના ટ્રાન્સમિશનમાં 7% વીજલોસ અને કેરળ, આંધ્ર પ્રદેશ કરતા ગુજરાતમાં વીજલોસ વધારે હોવાની વાત છે. ગુજરાતમાં કોમર્શિયલ, ટેકનિકલ વીજલોસ વધારે છે. ગુજરાતમાં ચાર સરકારી વીજવિતરણ કંપનીઓમાં ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં, કેન્દ્રીય વીજળી મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એકંદરે સરેરાશ ૮.૨૫ ટકાની વીજ ઘટ એકત્રિત ટેકનિકલ અને કમર્શિયલ ઓપરેશન્સમાં રહી છે. અલબત્ત ટોચના સૂત્રો કહે છે કે, આ ૮.૨૫ ટકા વીજલોસ ઉપરાંત ગુજરાત દ્વારા કેન્દ્રીય ગીડમાં આશરે ૩.૫ ટકાની અને જેટકોના ટ્રાન્સમિશનમાં ૩.૫ ટકાની ઘટ રહેશે છે.
Feb 08, 2026 09:15 am
સરોલીના નિધિ ટેકસટાઇલ માર્કેટમાં આગ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવા પ્રયાસ, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી.
Feb 08, 2026 09:15 am
અંગદાન કરવા માટેની અપીલ કરતા બેનર સાથે વોકાથોન, શહેરીજનોએ અંગદાનની જાગૃતિના બેનર સાથે કરી વોકાથોન, શહેરીજનોમાં અંગદાનની જાગૃતતા વધારવાનો કરાયો પ્રયાસ, જાહેરમાર્ગો, રિવરફ્રન્ટ સહિતના સ્થળે અંગદાન જાગૃતિના પ્રયાસ.
Feb 08, 2026 09:14 am
PM મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું, દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી, પરદાના પુત્ર બિલ્ડીંગ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર, મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ પણ સાથે જોવા મળ્યા, વેપાર, રોકાણ, રક્ષા સહયોગ પર હસ્તાક્ષરની સંભાવના, સેમીકન્ડક્ટર સહિતના ક્ષેત્રમાં મહત્વની સમજૂતી થશે.
Feb 08, 2026 08:33 am
સુરતના પીપલોદમાં ચોરીની ઘટના બની છે, જેમાં ઘરે કામ કરતી નોકરાણી સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી, પરિવારને મોડે મોડે જાણ થતા નોંધાવી પોલીસ ફરિયાદ. સુરતમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને પીપલોદમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોરી ફરાર થઈ ગઈ છે, રૂપિયા 1.09 લાખના સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને લગ્ન પ્રસંગ માટે પરિવારે કબાટ ખોલતા દાગીના ગાયબ હોવાની જાણ થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
Feb 08, 2026 08:19 am
સાયબર ક્રાઈમે આરોપી કેતન જોશીને ઝડપ્યો, કોર્ટના નિવૃત ક્લાર્કને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી, 24 ઓગસ્ટ 2025માં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકી, આરોપી કેતન જોશીએ રૂ. 88.50 લાખ પડાવ્યા હતા.
Feb 08, 2026 08:02 am
જે વાહનોમાં હાઈ-બીમવાળી અથવા નિયમ વિરુદ્ધની લાઈટ જોવા મળશે, તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. વાહનમાલિકોને ૬૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં વ્હાઈટ લાઈડ લગાડનારાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જોકે તે પહેલા આરટીઓ તંત્ર દ્વારા વ્હાઈટ લાઇટ દુર કરવા માટે તાકીદ પણ કરી હોવા છતાં વાહનચાલકોએ દુર નહીં કરતા આખરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આગમી દિવસોમાં તે યથાવત રહેવાની છે.
Feb 08, 2026 08:02 am
દરમિયાન રોજિંદા વાહન ચેકિંગ વેળા તો આરટીઓ દ્વારા વ્હાઈટ લાઈટ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે વાય જંક્શન પાસે ખાસ ચેકિંગ રાખવામાં આવ્યું હતું. આ પોઈન્ટ પર આરટીઓ અધિકારીઓએ વ્હાઈટ લાઈટ લગાડી ફરતા વાહનો અટકાવ્યા હતા. જેમાં હેડલાઈટમાં ફેરફાર કરનારા વાહનમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ આરટીઓ દ્વારા આવી જ રીતે ૨૪૨ વાહનમાલિકો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો હતો. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી હવે આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. આરટીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
Feb 08, 2026 08:01 am
છેલ્લા ઘણા સમયથી લક્ઝુરિયસ કાર અને અન્ય વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની ગેરકાયદેસર અને અત્યંત તેજ વ્હાઇટ એલઇડી લાઈટ લગાડવાનો ક્રેઝ વધ્યો છે. આ લાઈટને કારણે રાત્રિના સમયે સામેથી આવતા નિર્દોષ Callહનચાલકોની આંખ અંજાઈ જતી હોય છે. જેને પગલે રસ્તો ન દેખાવાને કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની અનેક ફરિયાદો વિભાગને મળી હતી. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને વાહનવ્યવહાર વિભાગે તાત્કાલિક અસરથી આવી લાઈટ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
Feb 08, 2026 08:01 am
સુરત RTOની સતત બીજા દિવસે કાર્યવાહી કરી છે અને આંખ અંજાવતી LED લાઈટવાળા વાહન સામે તવાઈ બોલાઈ છે, LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને સુરત RTO વિભાગે રૂપિયા 3 લાખનો દંડ વસૂલ કર્યો છે. વાહનોમાં અનધિકૃત સફેદ એલઈડી લાઈટ લગાવીને ફરતા વાહનચાલકો સામે આરટીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. વાહન વ્યવહાર વિભાગના કડક આદેશ બાદ શુક્રવારે રાત્રે સુરતના વાય જંક્શન પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને આરટીઓ દ્વારા માત્ર એક જ દિવસમાં ૫૦ વાહનમાલિકોને ઝડપી પાડી ૩ લાખનો દંડ વસૂલ્યો હતો.
Feb 08, 2026 07:48 am
મૃતક રમણભાઈની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મછાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ હત્યા અને મદદગારીની કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઘટનામાં વપરાયેલા લાકડા અને સિમેન્ટના ચૂલાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાની બાબતથી શરૂ થયેલો ઝઘડો એક પરિવાર માટે વિનાશ સાબિત થયો બગસરા પોલીસે બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
Feb 08, 2026 07:48 am
ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સુરેશે હદ વટાવી સિમેન્ટનો ચૂલો ઊંચકીને રમણભાઈના માથા પર જોરદાર પ્રહાર કર્યો. માથામાં ગંભીર ઇજાઓ થતાં રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું.ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.જ્યારે ઝઘડામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Feb 08, 2026 07:48 am
આ બોલાચાલીથી ગુસ્સે ભરાયેલી સીતાબેન વાડીએ કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછાર પાસે ગઈ અને રમણભાઈને માર મારવા ઉશ્કેર્યો. માતાના કહેવાથી ઉગ્ર બનેલો સુરેશ ઘરે આવ્યો અને “આજે તો તને મારી નાખીશ” એમ કહી સાવકા પિતા રમણભાઈ પર લાકડાના ફટકાથી હુમલો શરૂ કર્યો. જ્યારે રમણભાઈની પુત્રી અસ્મિતાબેને વચ્ચે પડી પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી સુરેશે તેના પર પણ લાકડાનો ઘા મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
Feb 08, 2026 07:47 am
અમરેલી જિલ્લામાં એક હૃદયદ્રાવક અને ચૌંકાવનારી ઘટના સામે આવી છે જેમા ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો આખરે હત્યામાં ફેરવાયો છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પુત્રે માતા સાથે મળી સાવકા પિતાની નિર્મમ હત્યા કરી. અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજીયાસર ગામે રહેતા એક પરિવારની અંદરની કલહ ભયાનક પરિણામે પહોંચી છે. મૃતક રમણભાઈ વાલકાભાઈ કટારા, ઉંમર 46 વર્ષ, ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની શરૂઆત ચા બનાવવા જેવી સામાન્ય બાબતથી થઈ હતી. રમણભાઈ પોતાની પત્ની સીતાબેનને ચા બનાવવા દેતા ન હતા અને આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
Feb 08, 2026 07:36 am
અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ યોજનાને મંજૂરી મળી, 100 કરોડ રૂપિયાના ખાસ ફંડની થશે સ્થાપના, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે, શહેર બહાર ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે, એક જ સ્માર્ટ કાર્ડથી તમામ સેવા મળશે, મેટ્રો, બસ, અન્ય પરિવહનને જોડાશે.
Feb 08, 2026 07:32 am
અમદાવાદમાં 345 વાહનચાલકોને RTOના ચલણ, આણંદમાં 40 વાહનચાલકોને ચલણ ફટકાર્યા, વલસાડના 288, ખેડાના 45 વાહનચાલકો દંડાયા, મહેસાણાના 170 વાહનચાલકોને દંડ ફટકાર્યો, કચ્છના 136, સુરેન્દ્રનગરના 48 વાહનચાલકો દંડાયા, ગાંધીનગરના 95 વાહનચાલકો દંડાયા, 22 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ખાસ ડ્રાઈવ યોજી.
Feb 08, 2026 07:19 am
7.88 લાખની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો, સંજય જાદવ રંગોલી ચોકડી પાસેથી ઝડપાયો, ફરિયાદીને છરીના ઘા માટી લૂંટ કરી થયો હતો ફરાર.
Feb 08, 2026 07:10 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 08, 2026 07:10 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 08, 2026 07:10 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 08, 2026 07:10 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 08, 2026 07:09 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Feb 08, 2026 07:09 am
ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, MP,બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે જેમાં હિમાચલમાં અનેક સ્થળે આવતીકાલે ગાઢ ધૂમ્મસ છવાય તેવી શકયતાઓ છે, ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.
Feb 08, 2026 07:09 am
રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફુંકાયા છે, શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ જોવા મળી છે, આગામી સમયમાં ઠંડી ઘટશે તેવી વાત સામે આવી છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 19.0, ગાંધીનગરમાં 18.8 ડિગ્રી, ડીસા 14.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 18.2 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી, દમણમાં 18.0 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી, કંડલામાં 16.0 ડિગ્રી, અમરેલીમાં 15.6 ડિગ્રી, ભાવનગર 19.4 ડિગ્રી, દ્વારકામાં 19.0, ઓખા 18.5 ડિગ્રી, પોરબંદરમાં 16.5 ડિગ્રી, રાજકોટમાં 17.9, દિવમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 19.0 ડિગ્રી, મહુવામાં 17.5, કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 08, 2026 07:02 am
કેન્દ્ર સરકારે DPR તૈયાર કર્યો, સિંધુ નદીનું પાણી પંજાબ, રાજસ્થાનને મળશે, હરિયાણા, દિલ્હીને પણ મળશે સિંધુનું પાણી, કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર પાટીલનું નિવેદન, પાકિસ્તાન તરફ જતા પાણીને ડાયવર્ટ કરાશેઃ પાટીલ, દેશના ચાર રાજ્યોને સિંધુના પાણી મળશેઃ પાટીલ, હરિયાણા-રાજસ્થાન સરકાર વચ્ચે DPR મુદ્દે સંમતિ.
Feb 08, 2026 06:51 am
અમિત શાહના પ્રવાસ પહેલા 51 નક્સલીનું સરેન્ડર, પુનર્વાસથી પુનર્જીવન યોજનાથી આકર્ષાયા નકસલી, સુકમામાં 21 માઓવાદીઓએ સરેન્ડર કર્યું, નકસલી હિંસાનો રસ્તો છોડી મુખ્યધારામાં પરત ફર્યા.
Feb 08, 2026 06:50 am
બશ્કોર્તોસ્તાનમાં ચાકૂથી હુમલામાં 4 વિદ્યાર્થી ઘાયલ, કુલ 6 લોકો ઘાયલ, આરોપીની ધરપકડ, ઉફા સ્ટેટ મેડિકલ કોલેજની હોસ્ટેલની ઘટના, ભારતીય દૂતાવાસે ઘટનાની જાણકારી આપી, 15 વર્ષીય હુમલાખોરે 2 પોલીસને પણ છરી મારી, હુમલાખોરે પોતાને પણ નુકસાન પહોંચાડ્યું, ભારતીય દૂતાવાસના અધિકારીઓ ઉફા જવા રવાના.
Feb 08, 2026 06:50 am
સર્જિયો ગોરે કરી જય શાહ સાથે મુલાકાત, અમેરિકામાં ક્રિકેટની વધતી લોકપ્રિયતા પર ચર્ચા, અમેરિકામાં ક્રિકેટના ઝડપી વિકાસની પ્રશંસા કરી, ભવિષ્યના રોડમેપ પર ભાર મૂકવામાં આવ્યો.
Feb 08, 2026 06:49 am
રશિયા પાસેથી ક્રૂડ ખરીદીના સવાલ પર જવાબ: MEA
ભારતના એનર્જી સોર્સિંગમાં વિવિધતા: MEA
140 કરોડની એનર્જી સુરક્ષા અમારી પ્રાથમિકતા: MEA
બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાય છે નિર્ણય: MEA
Feb 08, 2026 06:49 am
એર ટ્રાફિક અને ટેક્નિકલ ખામીની અસર, 15 જેટલી ફ્લાઇટ 4 થી 5 કલાક લેટ, ફ્લાઇટ લેટ પડતા પેસેન્જરો થયા હેરાન, અમદાવાદ આવતી મુંબઈ, રાયપુર ફ્લાઇટ લેટ, ઇન્દોર, કુવૈતની ફલાઇટ પણ લેટ, શારજાહ, જામનગર, અજમેરની ફ્લાઇટ લેટ, ઇન્દોર, રાયપુર, બેલગાવ સહિતની ફલાઇટ લેટ.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો