
Vadodara: રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર લોકાર્પણની રાહ જુએ છે

Jan 10, 2026 10:51 pm
સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથમાં શૌર્ય યાત્રા યોજાશે, શૌર્ય યાત્રામાં પોલીસ અશ્વદળના 108 અશ્વ લેશે ભાગ, શૌર્ય યાત્રામાં જોડાનાર અશ્વોનું રિહર્સલ કરાયું, DyCM હર્ષ સંઘવી, જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત, જીતુ વાઘાણીએ અશ્વની સવારી કરી.
Jan 10, 2026 10:49 pm
નવસારી શહેરમાં પતંગોત્સવનો થયો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે કરાવ્યો આરંભ, કાઈટ ફેસ્ટિવલ સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન,સી.આર.પાટીલે શહેરમાં ગ્લો ગાર્ડનનું કર્યુ લોકાર્પણ.
Jan 10, 2026 09:29 pm
જેતપુરમાં પતિએ કરી પત્નિની હત્યા
રાજકોટના જેતપુરમાં પતિએ કરી પત્નિની હત્યા, ધોજાધાર વિસ્તારમાં પતિના હાથે પત્નિની હત્યા, પતિ-પત્ની વચ્ચેની તકરાર હત્યા સુધી પહોંચી, દીકરી વચ્ચે આવતા તેને પણ છરીના ઘા માર્યા, પતિ-પત્નિ બંને પોતાની દીકરીને ઘરે આવ્યા હતા, ઇજાગ્રસ્ત રીતુ તિવારીને સારવાર માટે ખસેડાઈ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી.
Jan 10, 2026 09:20 pm
PM નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક, સોમનાથ ખાતે જ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી, મંદિર પરિસર વિકાસ અંગે કરી ચર્ચા, યાત્રાળુઓની સુવિધા વધારવા સહિતના મુદ્દે ચર્ચા.
Jan 10, 2026 09:01 pm
ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી,નાગરિક બેંકની ચૂંટણી બીજી વાર મોકુફ રાખવામાં આવી, ખેરાલુ નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હતી ચૂંટણી, ધી ખેરાલુ નાગરિક સહકારી બેંક ની આવતી કાલે યોજાનાર ચૂંટણી પર હાઈકોર્ટે સ્ટે આપ્યો, ચૂંટણી યોજાવાની આગલી સાંજે ઓર્ડર આવતા ઉમેદવારોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ, વિકાસ પેનલ અને પરીવર્તન પેનલ ના ઉમેદવારો વચ્ચે હતો જંગ.
Jan 10, 2026 08:56 pm
ગોંડલ નપાના ફાયર ઓફિસરને 1 દિવસના રિમાન્ડ, 50,000ની લાંચ લેતા ઝડપાયા હતા ફાયર ઓફિસર, ફાયર ઓફિસર સંજય વાસાણીના 1 દિવસના રિમાન્ડ, રાજકોટ ACBએ 3 દિવસના રિમાન્ડ માંગ્યા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા, પેટ્રોલ પંપની ફાયર NOC મંજૂર કરવા માંગી હતી લાંચ, ACBએ ફાયર ઓફિસરને છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, આરોપીની પત્ની ગોંડલ મહિલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ.
Jan 10, 2026 08:50 pm
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા છે, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું છે.
Jan 10, 2026 08:09 pm
PM મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ, સોમનાથ આપણી સભ્યતા, સાહસનું પ્રતીકઃ PM, સોમનાથમાં આવીને ખુબ આનંદ થયોઃ PM, ઉષ્માપૂર્ણ સ્વાગત માટે લોકોનો આભારઃ PM.
Jan 10, 2026 07:45 pm
શૌર્ય યાત્રામાં પીએમ નરેન્દ્ર મોદી કરશે રોડ શો
સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથમાં શોર્ય યાત્રા યોજાશે, સોમનાથમાં આવતીકાલે યોજાશે ભવ્ય શૌર્ય યાત્રા, શૌર્ય યાત્રામાં પીએમ નરેન્દ્ર મોદી કરશે રોડ શો, શોર્ય યાત્રામાં પોલીસ અશ્વદળના 108 અશ્વ લેશે ભાગ, રાજ્યના 15 જિલ્લાઓમાંથી આવેલા અશ્વસવારો લેશે ભાગ, ટ્રેડિશનલ ડ્રેસમાં પોલીસકર્મીઓ યાત્રામાં જોડાશે.
Jan 10, 2026 07:32 pm
પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાન ગૌશાળામાં બોલીવુડ અભિનેતા અને માનવતાવાદી કાર્યો માટે જાણીતા સોનુ સૂદ પધાર્યા હતા. ગૌશાળાની વ્યવસ્થા અને ગૌસેવાની ભાવના જોઈને અભિનેતા અત્યંત પ્રભાવિત થયા હતા અને આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. વારાહીની આ ગૌશાળાની સ્થાપના માત્ર 7 તરછોડાયેલી ગાયોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી. આજે આ ગૌશાળા એક વટવૃક્ષ બની ગઈ છે, જ્યાં ૭૦૦૦ જેટલી ગાયોનો નિભાવ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. સોનુ સૂદે ગૌશાળાના સંચાલકોની મહેનત અને ગાયો પ્રત્યેની તેમની નિષ્ઠાના મન ભરીને વખાણ કર્યા હતા.
Jan 10, 2026 07:12 pm
જામનગરમાં પતંગની દોરીથી બાઇકચાલકને ઇજા, આંબેડકર બ્રિજ પર પતંગની દોરીથી ચાલક ઘાયલ, પતંગની દોરી બાઇકચાલકના ગળામાં ભરાઇ, ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
Jan 10, 2026 06:51 pm
રાંદેરમાં આરોગ્ય વિભાગનો સપાટો
સુરતના રાંદેરમાં આરોગ્ય વિભાગનો સપાટો, અખાદ્ય પાણીપુરીનો નાશ કરવામાં આવ્યો, પાણીપુરી લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું, પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાથી નાશ કરાયો, બટાકા સહિત અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો.
Jan 10, 2026 06:42 pm
છોટાઉદેપુરના બોડેલીમાં બુટલેગરનો અકસ્માત, બુટલેગરની બાઇક કાર સાથે અથડાઇ, અકસ્માતમાં દારુની બોટલો રોડ પર વિખેરાઇ, કારચાલકે પોલીસને જાણ કરતા બુટલેગર ઝડપાયો, નર્મદા કેનાલ માર્ગ પર થાય છે દારુની હેરાફેરી.
Jan 10, 2026 06:30 pm
વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની શરૂઆત, દિલ્હીના ભારત મંડપમમાં 3 દિવસ ચાલશે સંમેલન, સંમેલનમાં દેશભરના 3 હજાર યુવાનો ભાગ લેશે, 12 જાન્યુઆરીએ PM સમક્ષ આઇડિયા રજૂ કરશે, ભારતને વિકસિત બનાવવા યુવાનોનું યોગદાન.
Jan 10, 2026 06:29 pm
ગાંધીનગરમા ટાઈફોઈડના કેસોમાં વધારો,24 કલાકમાં નવા 13 કેસ નોંધાયા, 15 દર્દીઓને રજા આપવામાં આવી,73 દર્દી હાલ સારવાર હેઠળ.
Jan 10, 2026 06:12 pm
ચોટીલાના નવગ્રહ મંદિરનું ગેસ્ટ હાઉસ તોડાયું, મંદિરના મહંત અને પૂજારીએ કર્યો વિરોધ, કામગીરી રોકવા માટે ત્રીજા માળે બેસી ગયા,પોલીસે મહંત સહિતના લોકોની કરી અટકાયત.
Jan 10, 2026 06:02 pm
દિવ્યેશ સોલંકી બગદાણા 100 કારના કાફલા સાથે રવાના
બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ, પરષોત્તમ સોલંકીના પુત્ર બગદાણા રવાના, દિવ્યેશ સોલંકી બગદાણા 100 કારના કાફલા સાથે રવાના, મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જોડાયા.
Jan 10, 2026 06:01 pm
1.Sports News : સંજુ સેમસને સિક્સર કિંગ પાસેથી માર્ગદર્શન લઈને વર્લ્ડકપ માટે તૈયારી શરૂ કરી
2.Navsari: સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી, દુબઈમાં બુકી નેટવર્ક ચલાવતા પિયુષ પારેખની રાજકોટથી ધરપકડ
4.ઓપરેશન સિંદૂરની પાકિસ્તાન પર શું થઇ અસર? CDSએ જણાવ્યું
5.Vaibhav Suryavanshiએ મચાવી ધૂમ, 50 બોલમાં ફટકાર્યા 96 રન
6.Ladakhના સૌથી ઉંચા ગામ ચુશુલમાં શરૂ થયો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, થશે આ મોટો ફાયદો
8.Surendranagarમાં લીંબડીના પરનાળામાં બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ, 4 લોકો થયા ઈજાગ્રસ્ત
9.Bangladeshમાં મકરસંક્રાંતિ પર પ્રતિબંધની ધમકી, હિન્દુ સમુદાયમાં ભય
Jan 10, 2026 05:59 pm
PM નરેન્દ્ર મોદી સોમનાથ હેલિપેડ ખાતે પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ વડા,મુખ્ય સચિવ એમ.કે. રાવ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ હેલિપેડથી પ્રધાનમંત્રીનો કાફલો સોમનાથ સર્કિટ હાઉસ તરફ રવાના થયો છે.
Jan 10, 2026 05:50 pm
સુરતના રાંદેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અખાદ્ય પાણીપુરીનો નાશ કરવામાં આવ્યો. પાણીપુરી લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું. પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાથી નાશ કરાયો. બટાકા સહિત અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો.
Jan 10, 2026 05:10 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી સોમનાથ જવા રવાના, રાજકોટ હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે રવાના, કુંવરજી બાવળીયા અને મેયર નયનાબેને સ્વાગત કર્યું, 5 મિનિટના રોકાણ બાદ સોમનાથ જવા નીકળ્યા, આવતીકાલે રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.
Jan 10, 2026 05:05 pm
અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી થનાર છે. તારીખ 12 થી 14 જાન્યુઆરી દરમિયાન રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ નો ઉદઘાટન પ્રસંગ ધામધૂમથી યોજવા માટે પ્રવાસન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Jan 10, 2026 05:04 pm
11 સરકારી સહિત 14 યુનિવર્સિટીમાં ભરતીની મંજૂરી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યા ભરાશે, મંજૂર થયેલી ભરતી જે તે વર્ષમાં જ પૂર્ણ કરવા સૂચના, ગેરરીતિ થાય તો યુનિ.ના અધિકારી જવાબદાર રહેશે, નવી ભરતી, પગાર ધોરણ, નિયમો શિક્ષણ વિભાગ નક્કી કરશે.
Jan 10, 2026 04:47 pm
સાયબર ફ્રોડના આરોપીની રાજકોટથી ધરપકડ, નવસારી પોલીસે પિયુષ પારેખની ધરપકડ કરી, ઝડપાયેલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર, પિયુષ પારેખ દુબઇમાં બુકી નેટવર્ક ચલાવતો, પિયુષ સામે રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યૂ થઇ હતી.
Jan 10, 2026 04:32 pm
સોમનાથમાં PMની હાજરીમાં સ્વાભિમાન યાત્રા યોજાશે, હર્ષ સંઘવી તેમજ ભાજપના નેતાઓએ કર્યું રુટનું નિરીક્ષણ, મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, મુળુ બેરાની હાજરી, ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા પણ રહ્યાં હાજર.
Jan 10, 2026 04:31 pm
સુરતમાં રોકાણ કરાવનાર બે આરોપી ઝડપાયા, દુબઇની કંપનીમાં લોકોને રોકાણ કરાવી છેતરતા, KBC બિલ્ડિંગ, મોટા વરાછામાં સાયબર ટીમના દરોડા, પોલીસે દીપક ડોબરીયા, શૈલેષ ધામેલિયાની કરી ધરપકડ, રોકાણના પૈસા દુબઇની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા, રોકાણકારોને રૂ. 9 હજારમાં પ્રાથમિક મેમ્બરશીપ આપતા, આરોપી દીપકે 3 હજારથી વધુ આઇડી બનાવી હતી, સાયબર ક્રાઇમે આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી.
Jan 10, 2026 04:28 pm
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં એક ભવ્ય અને અત્યાધુનિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસ અને તેની ભવ્યતાને આકાશમાં જીવંત કરશે.
Jan 10, 2026 04:12 pm
અમદાવાદના રિંગ રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, નરોડાથી નાના ચિલોડા રોડ પરનો વીડિયો વાયરલ, રિંગ રોડ પર ગાડીઓ રોંગ સાઈડમાં દોડી, મુખ્ય માર્ગ પર ટ્રાફિક હોવાથી ગાડી રોંગ સાઈડ દોડાવી, સાયરન વગાડી ગાડીઓ રોંગ સાઇડમાં દોડાવી, ટ્રાફીક પોલીસની બેદરકારીની પોલ ખુલી.
Jan 10, 2026 04:12 pm
લીંબડીના પરનાળા ગામમાં બે પરિવારો વચ્ચે મારામારી, જુદીજુદી જ્ઞાતિના બે પરિવારો વચ્ચે હિંસક મારામારી, મારામારીમાં 4 લોકોને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા, પશુ ચરાવવા બાબતે મારામારી થઇ હોવાનું અનુમાન.
Jan 10, 2026 03:44 pm
પંચમહાલમાં 'બંકા' નામનું એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે, જેનો ઉપયોગ ખનીજ માફિયાઓ દ્વારા 'રેકી' કરવા માટે કરવામાં આવે છે. આ ગ્રુપમાં સરકારી અધિકારીઓની ગાડીઓ ક્યારે ઓફિસથી નીકળે છે અને કયા રૂટ પર જઈ રહી છે, તેની પળેપળની વિગતો શેર કરવામાં આવે છે. ખાસ કરીને ગોધરા અને કાલોલ વિસ્તારના રૂટ, લોકેશન અને સમયની ચોક્કસ માહિતી ગ્રુપમાં મેસેજ અને ઓડિયો ક્લિપ દ્વારા વહેતી કરવામાં આવે છે.
Jan 10, 2026 03:34 pm
રામ મંદિરની સુરક્ષામાં ચૂક
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કાશ્મીરી યુવક રામ મંદિર પરિસરમાં ઘૂસ્યો, રામ મંદિર પરિસરમાં D1 ગેટથી ઘૂસ્યો, રોકવામાં આવતા અહેમદ શેખે સુત્રોચ્ચાર કર્યા, યુવકે મંદિર પરિસરમાં નમાજ પઢવાની કોશિશ કરી, કાશ્મીરના શોપિયાંના યુવકની પૂછપરછ ચાલુ.
Jan 10, 2026 03:26 pm
ગોંદરા વિસ્તારમાં કૂતરાનો બાળકી ઉપર હુમલો, ઘર પાસે રમતી 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો, કૂતરાએ બાળકીને ચહેરાના ભાગે બચકાં ભર્યા, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ.
Jan 10, 2026 03:25 pm
લીલીયા સ્ટેટ હાઇવેની કામગીરીમાં ગેરરીતિનો આરોપ, અત્યંત ધીમી ગતિના કામથી લોકો પરેશાન, લાલાવદર પેકેજ 1ના કામને અઢી વર્ષથી વધુ સમય થયો, રોડ કામગીરીમાં નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપો, તાત્કાલિક ધોરણે કામ પૂરું ન થાય તો આંદોલનની ચીમકી.
Jan 10, 2026 03:20 pm
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આવતી કાલે યોજશે, નીચલી કોર્ટની ચૂંટણી પરની રોક હાઇકોર્ટે હટાવી, સવારે 8 થી સાંજે 4 સુધી સભાસદો કરી શકશે મતદાન, મતદાન બાદ સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે.
Jan 10, 2026 03:15 pm
બાળકીને ટાઈફોઇડ થયો હોવાનો રીપોર્ટ આવ્યો સામે, બાળકીને ટાઇફોઇડ ન થયાનો તંત્રનો હતો દાવો, બાળકીનો વીડાલ રિપોર્ટ પોઝિટિવ હોવાનો AAPનો દાવો, AAPના કોર્પોરેટર તુષાર પરીખે રિપોર્ટ સાથે કર્યો દાવો.
Jan 10, 2026 03:06 pm
સાધલી સ્કૂલ સામે બે યુવકો ઉપર હુમલો, 5 લોકોએ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો, ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, હુમલાનો મુખ્ય આરોપી મતીન સિંધી ફરાર.
Jan 10, 2026 02:49 pm
નજીવી બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક વચ્ચે મારામારી થઇ હતી, ઝઘડા બાદ સાળા બનેવીએ યુવકની કરી હત્યા, પોલીસે આરોપી સાળા બનેવીની કરી ધરપકડ.
Jan 10, 2026 02:47 pm
ઇન્ડિયા વન એરનું 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, વિમાનમાં પાયલોટ સહિત 7 લોકો હતા સવાર, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, દુર્ઘટનામાં પાયલોટ ગંભીર રીતે ઘાયલ.
Jan 10, 2026 02:46 pm
PMનો 11 અને 12 જાન્યુઆરી ગાંધીનગરમાં કાર્યક્રમ, 10 IPS, 20 DYSP, 50 PI, 108 PSIનો બંદોબસ્ત, 11 તારીખે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, PMના સ્વાગત માટે અંદાજે 5000 લોકો રહેશે હાજર, 12 જાન્યુઆરીએ જમર્ન ડેલીગેશન સાથે PMની મીટિંગ.
Jan 10, 2026 02:45 pm
02 - Vadodara News : વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા
04 - Morbi News : મોરબીમાં 2 નરાધમે 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને 2 દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ
05 - Rajkot News : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ
06 - Aircraft Crash In Rourkela: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં
07 - IND vs NZ 1st ODI : કેટલા વાગ્યે શરૂ થશે ભારત અને ન્યૂઝીલેન્ડની પહેલી વન-ડે મેચ? નોંધી લો સમય
08 - JDU અને કે.સી. ત્યાગીનો રસ્તો અલગ, લાંબા રાજકીય અધ્યાયનો અંત
Jan 10, 2026 02:27 pm
2 પિસ્તોલ, 4 કારતૂસ સાથે આરોપીની ધરપકડ, યુસુફ ઉર્ફે મામા હસન પટેલની ધરપકડ, વટવાનાના બીબી તળાવ વિસ્તારમાંથી ધરપકડ.
Jan 10, 2026 02:20 pm
પ. બંગાળ સરકારે SCમાં કેવિયેટ દાખલ કરી, એકપક્ષીય આદેશ પસાર ન કરવા SCમાં અરજી, EDના કામમાં અડચણ ઉભી કરતા કોલકાત્તા HCમાં અરજી, IPAC સામે કોલકાત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ, હાઇકોર્ટમાં 14 જાન્યુઆરીએ વધુ સુનાવણી.
Jan 10, 2026 02:16 pm
SOG દ્વારા લેબ સંચાલક ઇશા અરણધણની પૂછપરછ, લેબોરેટરીના માલિક ઈશા અણઘણની પૂછપરછ કરાઈ, તપાસ દરમિયાન ઇશા જાણ કર્યા વગર દિલ્હી ગઈ હતી, સમગ્ર મામલે DCP રાજદીપસિંહ નકુમનું નિવેદન, ‘વોટ્સએપ, ટેલિગ્રામ ચેટના સ્ક્રીનશોટના પુરાવા મળ્યા’, ‘લાખો રૂપિયાના ગુગલ પે વ્યવહારોની વિગતો મળી’, ‘ઝીલ ઠુમ્મર અને અન્ય આરોપીઓ વચ્ચે ગુગલ પે થયું’, ડ્રગ્સ વેચાણ માટે વપરાતા મોબાઈલ ફોન જપ્ત કરાયો, ડ્રગ્સ બનાવવા માટેનું રો - મટીરીયલ ખરીદતા હતા, અંકલેશ્વરના જીતુ પાસેથી ખરીદવામાં આવતું ડ્રગ્સ.
Jan 10, 2026 02:02 pm
મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
અમિત પટેલ 500ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો. અમિત BND એનર્જી ફીટનેસ સેન્ટરનો ઓપરેટર છે.
લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે માંગી હતી લાંચ.
Jan 10, 2026 01:54 pm
2 પિસ્તોલ, 4 કારતૂસ સાથે આરોપીની ધરપકડ. યુસુફ ઉર્ફે મામા હસન પટેલની ધરપકડ. વટવાનાના બીબી તળાવ વિસ્તારમાંથી ધરપકડ.
Jan 10, 2026 01:48 pm
પ. બંગાળ સરકારે SCમાં કેવિયેટ દાખલ કરી. એકપક્ષીય આદેશ પસાર ન કરવા SCમાં અરજી. EDના કામમાં અડચણ ઉભી કરતા કોલકાત્તા HCમાં અરજી. IPAC સામે કોલકાત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ. હાઇકોર્ટમાં 14 જાન્યુઆરીએ વધુ સુનાવણી
Jan 10, 2026 01:31 pm
વરતેજ પોલીસ સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ. કારચાલકે રસ્તા વચ્ચે કાર મુકી ટ્રાફિક જામ કર્યો. કારચાલકે પોલીસ કર્મચારી સાથે ધક્કામુક્કી કરી. વીડિયો વાયરલ થયા છતા પોલીસની કાર્યવાહી નહીં. દાદાગીરી કરનારાએ પોલીસની માફી માંગીઃ PSI
Jan 10, 2026 01:23 pm
PM મોદીના આગમનને લઇ સોમનાથમાં તૈયારી. PM મોદી રોડ શો બાદ જાહેરસભાને સંબોધશે. 1 લાખથી વધુની જનમેદનીને PM મોદી સંબોધશે. સભા માટે 3 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા. 3 વિશાળ ડોમમાં 22થી વધુ LCD લગાવાઇ. અખંડ ભારત અખંડ સોમનાથનું સૂત્ર અપાયું. PMના પ્રવાસને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Jan 10, 2026 01:09 pm
ઓપરેશન સિંદૂરની પતંગોની ધૂમ ખરીદી, ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી, પતંગ, માંજો, ચશ્મા સહિતની ખરીદી, ગત વર્ષ કરતા ભાવમાં 20 ટકાનો વધારો.
Jan 10, 2026 01:08 pm
વરતેજ પોલીસ સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ, કારચાલકે રસ્તા વચ્ચે કાર મુકી ટ્રાફિક જામ કર્યો.
Jan 10, 2026 12:59 pm
PM મોદીના આગમનને લઇ સોમનાથમાં તૈયારી, PM મોદી રોડ શો બાદ જાહેરસભાને સંબોધશે, 1 લાખથી વધુની જનમેદનીને PM મોદી સંબોધશે, સભા માટે 3 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા, 3 વિશાળ ડોમમાં 22થી વધુ LCD લગાવાઇ, અખંડ ભારત અખંડ સોમનાથનું સૂત્ર અપાયું, PMના પ્રવાસને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
Jan 10, 2026 12:51 pm
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્ધિપક્ષીય ચર્ચા, ટેકનોલોજી, સંરક્ષણ, વેપાર સહિતના મુદ્દે ચર્ચા, ભારત - જર્મની વ્યૂહાત્મક ભાગીદારી મુદ્દે સમીક્ષા, વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે ચર્ચા, બંન્ને દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવા ચર્ચા, વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન - પ્રદાન કરશે.
Jan 10, 2026 12:49 pm
દુકાનદારોએ કરેલા દબાણ દૂર કરાયા, ગેરકાયદે દુકાનો ઉભી કરવામાં આવી હતી, પતરાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
Jan 10, 2026 12:46 pm
આ કામના ફરીયાદીને પોતાની લોડીંગ રીક્ષાનું રી-પાર્સીંગ કરવા સારૂ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી અને સર્ટિફિકેટ મેળવવા માટે આરોપીએ લાંચ માંગી હોવી વાત સામે આવી છે. આરોપીએ કાયદેસરની ફી સિવાય વધારાના રૂ.500ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોવાતી, ફરીયાદીએ મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.500 સ્વીકારી, સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યો હતો.
Jan 10, 2026 12:36 pm
પશ્ચિમ રેલવેએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠ ઓળખ સ્થાપિત કરી છે અને અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP) – 2025 હેઠળ અનેક પ્રતિષ્ઠિત રેલવે સપ્તાહની શીલ્ડો તથા વ્યક્તિગત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિઓ રેલવે સંચાલન, સુરક્ષા, માળખાગત વિકાસ અને યાત્રી કેન્દ્રિત સેવાઓમાં ઉતકૃષ્ટતા પ્રત્યે પશ્ચિમ રેલવેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરે છે.
Jan 10, 2026 12:36 pm
રેલવે પ્રશાસને નાગરિકોથી અપીલ કરી છે કે તેઓ અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તથા રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષા કામમાં સહયોગ આપે. આ કામ ભવિષ્યમાં સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે.
Jan 10, 2026 12:35 pm
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથ નવીનીકરણ (Complete Track Renewal–PQRS)નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામને લીધે રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39-43) જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે. તેને 12 જાન્યુઆરી 2026 થી 18 જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 99/B કિ.મી. 113/43-47 (જે રાધનપુરથી ભિલોત અને મહેમદાબાદ ગામને જોડે છે) નો ઉપયોગ કરી શકે છે.
Jan 10, 2026 11:51 am
‘આપણા મંદિરો લૂંટાયા, સભ્યતાનો નાશ થયો’, ઇચ્છાશક્તિ જ રાષ્ટ્રશક્તિ બને છેઃ ડોભાલ, યુદ્ધ દેશનું મનોબળ તોડવા માટે હોય છેઃ ડોભાલ, શક્તિ વગર સ્વતંત્રતા સંભવ નથીઃ ડોભાલ, ઇતિહાસે આપણને સબક શીખવાડ્યોઃ ડોભાલ, ઇચ્છાશક્તિ હોય ત્યારે જ રાષ્ટ્રનું મનોબળ વધેઃ ડોભાલ, મનોબળનો અભાવ હોય તો બધા શસ્ત્રો નકામા છેઃ ડોભાલ.
Jan 10, 2026 11:50 am
મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ્યા છે અને તપાસ શરૂ કરી છે, ફાયરિંગ કરીને નાસી છૂટેલા ઈસમોને ઝડપી લેવા માટે પોલીસે નાકાબંધી કરી તપાસ તેજ કરી છે. જોકે, આ ફાયરિંગ કોણે કર્યું અને તેમાં ધાંગધ્રાના એ બે ઈસમોની જ સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Jan 10, 2026 11:49 am
હળવદના સરકારી આવાસ નજીક આવેલ ગૌશાળા નજીક ફાયરિંગની ઘટના બની છે, ફિરોઝ સંધીએ થોડા દિવસ પહેલા 5 લાખની રકમની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી તેનું વેર રાખીને આ ફાયરિંગ કર્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે, ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખની માંગણી કરી હોય તેવી ફરિયાદ નોંધાવી હતી, ધાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે.
Jan 10, 2026 11:49 am
મોરબીના હળવદમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે અને ફરિયાદની અદાવતમાં ફાયરિંગની આશંકા થઈ હોવાની વાત સામે આવી છે, સરકારી આવાસ પાસે ગૌશાળા નજીક ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. ફરિયાદીએ ધ્રાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બન્ને ઈસમો દ્વારા ફાયરિંગ કરાયાની આશંકા સેવાઈ રહી છે, અગાઉ ફરિયાદીએ રૂ. 5 લાખની ખંડણીની નોંધાવી હતી ફરિયાદ અને તેની જ અદાવત રાખીને ફાયરિંગ થયું હોવાની શંકા સેવાઈ રહી છે, ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ નોંધાવી હતી ફરિયાદ અને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
Jan 10, 2026 11:41 am
01 - Vadodara News : વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા
03 - Morbi News : મોરબીમાં 2 નરાધમે 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને 2 દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ
05 - Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ
06 - પ્રભાસની ફિલ્મ 'The Raja Saab'સ્ક્રીનિંગ દરમિયાન એવું શું થયું ? કે ટળી મોટી દુર્ઘટના
07 - Rajasthan Hit and Run: જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત
08 - Mahhi Vij : '5 કરોડની એલિમીની...!' છૂટાછેડા પર માહી વિજ ભડકી, બાળકોના ઉછેર માટે કહી આ મોટી વાત!
09 - Iran protests : અત્યાર સુધીમાં 217 લોકોના મોત ! તેહરાન સહિત અનેક શહેરોમાં હિંસા
Jan 10, 2026 11:33 am
રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, 45 વિદેશી સહિત 94 પતંગબાજોએ કરતબ બતાવ્યા, રમતવીરો, શહેરીજનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો, વિવિધ આકાર, થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, પતંગ સાથે ડીજેના તાલે સુરતીવાસીઓ ઝુમી ઉઠ્યા.
Jan 10, 2026 11:32 am
અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સ્થળોની લેશે મુલાકાત, મહાનુભાવોની ઉપસ્થિતિને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, પોલીસે ઓન ટાઈમ રિહર્સલ કરી સુરક્ષા સમીક્ષા કરી, PM મોદી-જર્મન ચાન્સેલર પતંગ મહોત્સવમાં હાજર રહેશે, એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ પર પોલીસનું રિહર્સલ, રિવરફ્રન્ટ, મહાત્મા મંદિર ખાતે પોલીસે કર્યુ રિહર્સલ.
Jan 10, 2026 10:54 am
સગર્ભાને સ્ટ્રેચરમાં ઉચકી 108 સુધી લઇ જવા મજબૂર, તલાવ ગામની ટેકરા ફળિયામાં આરોગ્યની સુવિધા કથળી, સ્ટ્રેચર ઉચકવા માણસ ન હોવાથી મહિલા બની મજબૂર, મહિલા જાતે જ સગર્ભાને ઉચકવા મજબૂર બની, કાચો રસ્તો હોવાથી 108 પણ ફળિયા સુધી ન પહોંચી.
Jan 10, 2026 10:53 am
હિપ્નોટાઇઝ કરી આરોપી દાગીના પડાવતો, LCB ટીમે સુનિલ નાથ મદારીની ધરપકડ કરી, રસ્તો પૂછવાના બહાને ભૂવાની ઓળખ આપતો, વૃદ્ધા પાસેથી 1 લાખના દાગીના પડાવ્યા હતા.
Jan 10, 2026 10:41 am
જેને લઈ VGLને રૂ. ૬.૬૦ લાખની આવક થઈ હતી. તેમજ ગેસના બાકી બિલોની ચૂકવણી કરવામાં ઠાગાહૈયા કરનાર ૭૩ ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરાયા હતા. આ કનેક્શનો પર કુલ રૂા. ૨૭.૭૯ લાખની બાકી વસૂલાત હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વડોદરા ગેસ લિ.ના અનેક ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલના નાણાં ભરતાં ન હોવાથી તેઓ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક લોકો પાસેથી રૂપિયાની વસુલાત કરાઈ હતી.
Jan 10, 2026 10:39 am
પરંતુ ઘણાં ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલ ભરતાં નથી. જેના કારણે આવા ગ્રાહકોનું લીસ્ટ બનાવી પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે જઈ ઉઘરાણી કરાઈ રહી છે. જેમાં આજે બાજવાડા, પૌવાવાળાની ગલી, બાહ્મણ ફળિયું. નવાબજાર, જગમાલની પોળ, મરાઠી મહોલ્લો, માળી મહોલ્લો, કાલુપુરા, મહેતા પોળ, રાણાવાસ, હોળી ચકલા, જૂનીગઢી, ભદ્ર કચેરી, પાણીગેટ, નાની છીપવાડ, મોટી છીપવાડ અને યાકુતપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.
Jan 10, 2026 10:39 am
વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે, 4 દિવસમાં 13 કરોડથી વધુ નાણાં વસૂલ્યા છે અને એક જ દિવસમાં 73 કનેકશન કાપી નાખ્યાં છે, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા છે અને ચાર દરવાજા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. વડોદરા ગેસ લિ.ના અનેક ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલના નાણાં ભરતાં ન હોવાથી દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે આજે પોલીસ બંદોબસ્ત સાથે જુદા - જુદા વિસ્તારમાં ત્રાટકેલી VGLની ટીમે વધુ રૂ. ૬.૬૦ લાખની વસુલાત કરી હતી. તેમજ ૭૩ કનેક્શન બંધ કર્યા હતા. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન અને ગેલ વચ્ચે થયેલા કરાર બાદ વડોદરા ગેસ લિ. કંપની અસ્તિત્વમાં આવી છે.
Jan 10, 2026 10:22 am
મંજૂરી વગર ચાલતા PG પર એસ્ટેટ વિભાગની કાર્યવાહી, પોલીસ, સોસાયટીના વેરિફિકેશન ન કરતા 3 PG સીલ, ગુરુકુળમાં નીલમણી અને સ્ટર્લિંગ સોસાયટીમાં કાર્યવાહી, NOC વિનાના પીજીને સીલ મારી કાર્યવાહી કરાઇ, પોલીસ, ફાયર અને સોસાયટીનું NOC ફરજીયાત.
Jan 10, 2026 10:09 am
કાલે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ધાટન, મેટ્રો સ્ટેશનની મુલાકાત લઇ લીલીઝંડી આપશે, ઉદ્ધાટન બાદ PM મોદી રાજભવન જશે, અગાઉ PM મેટ્રોમાં મુસાફરી કરવાના હતા.
Jan 10, 2026 10:06 am
મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન શ્રી હરિ મંદિરમાં "શ્રી હનુમાન ચાલીસા" ના પાઠ અને "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા" મંત્રના જપ યજ્ઞનું આયોજન ચાલુ છે, જે દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન યોજાય છે.
Jan 10, 2026 10:05 am
આ પ્રસંગે દાદાને ચાંદીનો ભવ્ય મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરવામાં આવેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Jan 10, 2026 10:05 am
ધનુર્માસ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ અને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ 10-01-2026, શનિવાર અને ધનુર્માસ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

Jan 10, 2026 09:44 am
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ડાયો અને હરેશ સાથે મળી પહેલા દીવાલ કૂદવા માટે હથોડાથી દીવાલ પરના કાય હટાવ્યા હોવાનું અને બાદમાં જે રૂમમાં અસ્થિર મગજની યુવતી અને વૃદ્ધાને રાખવામાં આવી હતી તે રૂમના બાથરૂમની બારી તોડી બન્ને અંદર ઘુસી પોતાની વિકૃત હવસને સંતોષી હતી. પોલીસે હાલમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
Jan 10, 2026 09:43 am
સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી એક યુવતી અને એક વૃદ્ધા સાથે અજુગતું બન્યાનું જણાતા સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસમાં રૂમના બાથરૂમની બારી તૂટેલી હોવાનું અને બન્ને ભોગ બનનાર સાથે અઘટિત ઘટના બની હોવાનું સ્પષ્ટ બનતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે નરપિશાચોની તપાસ શરૂ કરતા બન્નેની ઓળખ મળી જતા આરોપી ડાયા ખાનભાઈ ચૌહાણ અને આરોપી હરેશ જીવાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીઓની પૂછતાછમાં પોલીસ પણ ચોંકી ઉઠે તેવી હકીકત સામે આવી હતી. બન્ને આરોપીઓ ક્યા રહે છે અને શું કામ ધંધો કરે છે ઉપરાંત સમગ્ર ગુનાને કઈ રીતે અંજામ આપ્યો તેની વિગતો મેળવવા તથા પુરાવા એકઠા કરવા પોલીસે કાર્યવાહી આગળ વધારી છે.
Jan 10, 2026 09:43 am
મોરબીમાં 2 દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે, સેવાકીય સંસ્થામાં વૃદ્ધા અને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, 2 નરાધમો 8 ફૂટ ઊંચી દિવાલ કૂદી બાથરૂમની બારી તોડીને ઘૂસ્યા હતા, બન્ને નરાધમો સામે મોરબીમાં ફરિયાદ નોંધાઈ છે. હળાહળ કળિયુગની પ્રતીતિ કરાવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતો ગંભીર બનાવ મોરબીમાં સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે મોરબીની સેવાભાવી સંસ્થામાં આશ્રય મેળવનાર અસ્થિર મગજની એક યુવતી અને એક વૃદ્ધાની બે હવસખોરોએ લાજ લૂંટી હેવાનીયતની હદ વટાવી દીધી હતી. પોલીસે તાત્કાલિક તમામ તાકાત કામે લગાડી બન્ને નરાધમોને દબોચી લીધા હતા.
Jan 10, 2026 09:35 am
5 દિવસના સપ્તાહ મુદ્દે સરકાર મૌન, બેંકો માટે 5 દિવસનું અઠવાડિયું કરવા માંગણી, શેર બજાર સહિત સંસ્થાઓ શનિવારે હોય છે બંધ, ગુજરાત સહિત દેશની તમામ બેંકમાં હળતાળનું એલાન, બે વર્ષની નિરાકરણ ન આવતા હડતાળના માર્ગે, બેંકો તૈયાર છતા સરકારે મંજૂરી ન આપતા રોષ.
Jan 10, 2026 09:22 am
ગાંધીનગરમાં ટાઈફોઈડ વધતા રાજકોટ મનપા એલર્ટ
રાજકોટમાં પાણીપુરી, નોનવેજની દુકાનમાં ચેકિંગ, આરોગ્ય વિભાગ દ્વારા 50 જેટલા નમૂનાઓ લેવાયા, લીધેલા નમૂનાનો રિપોર્ટ બે મહિના બાદ આવશે
Jan 10, 2026 09:21 am
કુખ્યાત કડિયા સાંસી ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
પાટણ પોલીસે મ.પ્રદેશમાંથી માસ્ટર માઇન્ડને ઝડપ્યો, ગેંગ લગ્નપ્રસંગ-બેંકો પાસે રેકી કરી ચોરીને અંજામ આપતી, પોલીસે નકુલ સિસોદીયા અને કલાવતીની અટકાયત કરી, માસ્ટર માઇન્ડ વિરુદ્ધ અલગ-અલગ જિલ્લાઓમાં ગુના, પોલીસે 4 દિવસ મ.પ્રદેશમાં ધામા નાખી આરોપીને ઝડપ્યો, ગેંગના ત્રણ આરોપીઓને પકડવા પોલીસની કવાયત
Jan 10, 2026 09:10 am
ગાંધીનગર મનપાના કર્મચારીઓની રજાઓ રદ
PMના ગાંધીનગર પ્રવાસને લઈ GMCનો પરિપત્ર, આજે, આવતીકાલે મનપા કચેરી ચાલુ રાખવા પરિપત્ર, PMના કાર્યક્રમના આયોજન માટે GMC કચેરી ચાલુ
Jan 10, 2026 09:08 am
PG સંચાલકો પરમિશન વિના નહીં ચલાવી શકે પીજી
મંજૂરી વગર ચાલતા PG પર એસ્ટેટ વિભાગની કાર્યવાહી, પોલીસ, સોસાયટીના વેરિફિકેશન ન કરતા 3 PG સીલ, ગુરુકુળમાં નીલમણી અને સ્ટર્લિંગ સોસાયટીમાં કાર્યવાહી, NOC વિનાના પીજીને સીલ મારી કાર્યવાહી કરાઇ, પોલીસ, ફાયર અને સોસાયટીનું NOC ફરજીયાત
Jan 10, 2026 08:55 am
શામળાજી રાજસ્થાન હાઇવે પર અફરાતફરી મચી
રાજસ્થાનમાં ટેન્કર પલટ્યા બાદ સફેદ ગેસના ફુવારા, રાજસ્થાનના બીછીવાડાથી શામળાજી સુધી ટ્રાફિક, ટેન્કરમાંથી સફેદ ગેસના ફુવારા ઉડતા ભય ફેલાયો, વહેલી પરોઢે ટેન્કર હટાવી દેતા ટ્રાફિક પૂર્વવત કરાયો
Jan 10, 2026 08:55 am
અમદાવાદમાં દાગીના પડાવતો આરોપી ઝડપાયો
હિપ્નોટાઇઝ કરી આરોપી દાગીના પડાવતો, LCB ટીમે સુનિલ નાથ મદારીની ધરપકડ કરી, રસ્તો પૂછવાના બહાને ભૂવાની ઓળખ આપતો, વૃદ્ધા પાસેથી 1 લાખના દાગીના પડાવ્યા હતા
Jan 10, 2026 08:54 am
સુરતના સચિન SEZમાં કંપનીમાં ભેદી રીતે આગ
ભાગેડુ નિરવ મોદીની ફાયર સ્ટાર કંપનીમાં આગ, આગની અંદર પુરાવા નષ્ટ કરવાની આશંકા, બંધ કંપનીમાં દસ્તાવેજોના ઢગલામાં લાગી આગ, ભારે જહેમતે ફાયર ટીમે આગને કાબૂમાં લીધી
Jan 10, 2026 08:53 am
મોરબીમાં 2 દિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ
સેવાકીય સંસ્થામાં વૃદ્ધા, યુવતી સાથે દુષ્કર્મ, 2 નરાધમો 8 ફુટ ઊંચી દિવાલ કૂદીને ઘૂસ્યા, દિવાલ કૂદી બાથરૂમની બારી તોડીને ઘૂસ્યા, બન્ને નરાધમો સામે મોરબીમાં ફરિયાદ નોંધાઈ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 10, 2026 08:52 am
વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી
4 દિવસમાં 13 કરોડથી વધુ નાણાં વસૂલ્યા, એક જ દિવસમાં 73 કનેકશન કાપી નાખ્યા, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા , ચાર દરવાજા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ
Jan 10, 2026 08:31 am
આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે
ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.
Jan 10, 2026 08:30 am
નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે
આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.
Jan 10, 2026 08:30 am
શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી
એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.
Jan 10, 2026 08:30 am
બોપલમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું
બોપલમાં aqi 412, થલતેજ aqi 378, જુહાપુરા aqi 310, બોડકદેવ Aqi 275, ચાંદખેડા aqi 271, ગોતા aqi 378, કઠવાડા aqi 243, વટવા aqi 254, શાહીબાગ aqi 260, શાંતિગ્રામ aqi 276, ઉસમાનપુર aqi 269, એરપોર્ટ aqi 235, સોનીની ચાલી aqi 251, નવરંગપુરા aqi 278, સેટેલાઇટ aqi 232, મણિનગર aqi 249, રખિયાલ aqi 245 નોંધાયો છે.
Jan 10, 2026 08:22 am
અમદાવાદમાં ઠંડીની સાથે હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, બોપલમાં હવા સૌથી વધુ પ્રદૂષિત બની
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 400ને પાર પહોંચ્યું છે. શહેરમાં હાડ થીજવતી ઠંડી સાથે હવાના પ્રદુષણમાં વધારો થયો છે, વહેલી સવારથી દૂધળુ વાતાવરણ શહેરમાં જોવા મળ્યું છે અને શહેરમાં વિઝીબિલીટીનું પ્રમાણ ઘટ્યું છે અને શહેરના અનેક વિસ્તારમાં હવાના પ્રદુષણનો આંક 400ને પાર પહોંચ્યો છે, બોપલ અને આંબલીમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું છે.
Jan 10, 2026 08:14 am
જુનાગઢમાં નશાની હાલતમાં કારચાલકે કર્યો અકસ્માત
રાજકોટ હાઇવે પર વડાલ નજીક સર્જાયો અકસ્માત, નશાની હાલતમાં કારચાલકે ટ્રેક્ટરને અડફેટે લીધું, અકસ્માત બાદ કારમાં આગ, 2 લોકો ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Jan 10, 2026 07:59 am
કાર્યક્રમનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત ૧૩૫ થી વધુ પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો અવનવી પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે.
Jan 10, 2026 07:58 am
પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, RMC કમિશનર તુષાર સુમેરાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતું કે, આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આજે શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું છે.
Jan 10, 2026 07:58 am
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત થઈ ગઈ છે, રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે અને દેશ અને વિદેશના વિવિધ પતંગબાજોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. રાજકોટમાં આજે ૧૦મી જાન્યુઆરીના રોજ રેસકોર્સ મેદાન ખાતે સવારે વાગ્યાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થશે. જેમાં દેશ-વિદેશના મળી કુલ ૧૩૫ જેટલા પતંગબાજો ભાગ લેશે. જેના પગલે ઉતરાયણ પહેલા જ રાજકોટનું આભ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠશે. આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે.
Jan 10, 2026 07:41 am
બર્મિંગહામમાં ગોરેટ્ટી વાવાઝોડાનો સફેદ આતંક
બર્મિંગહામમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું, ચારે તરફ સફેદ બરફની ચાદર છવાઈ, બર્મિંગહામ શહેર કકડતી ઠંડીમાં થીજી ગયું, રસ્તાઓ પર બરફ જામતા વાહનવ્યવહાર ખોરવાયો, વીજ પુરવઠો ખોરવાતા હજારો પરિવારો અંધારામાં કેદ.
Jan 10, 2026 07:36 am
ગોંડલમાં ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો
ફાયર ઓફિસર સંજય વાસાણી ACBના સકંજામાં, સંજય વાસાણી રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયો, પેટ્રોલ પંપની ફાઈલ એપ્રુવ કરવા માંગી હતી લાંચ.
Jan 10, 2026 07:27 am
PM મોદીએ ગુજરાત પ્રવાસને લઈને કરી પોસ્ટ
PM મોદી 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, PM મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, PM મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે, 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે, 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે.
Jan 10, 2026 07:17 am
આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે.
Jan 10, 2026 07:17 am
આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 10, 2026 07:17 am
ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 10, 2026 07:16 am
કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 10, 2026 07:16 am
ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ
ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે, નલિયા 4.08 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર બન્યું છે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હજી પણ આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, સૌથી નીચું તાપમાન નલિયામાં 4.8 ડિગ્રી નોંધાયું છે અને અમદાવાદમાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8ડિગ્રી, ડીસામાં 10.1 ડિગ્રી, કેશોદમાં10.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.4 ડિગ્રી, કંડલામાં 8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 8.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.2 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી, મહુવામાં 12.7 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 10, 2026 06:57 am
PM મોદી આજથી બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે
બપોરે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આગમન થશે, હીરાસર એરપોર્ટથી સીધા સોમનાથ જવા રવાના થશે, રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, PM મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, PM મોદી રાત્રી રોકાણ સોમનાથમાં કરશે 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે, 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે, સોમનાથ બાદ રાજકોટમાં કાર્યક્રમમાં હાજર રહશે, 2 વાગ્યે રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવશે, ત્યાર બાદ રાજકોટથી અમદાવાદ આવશે PM મોદી.
Jan 10, 2026 06:56 am
અમદાવાદમાં FRC વિરુદ્ધ ફી વસૂલાતને લઈ કાર્યવાહી
સેન્ટ ઝેવિયર્સ બાદ વધુ 3 સ્કૂલને ફી પરત કરવા આદેશ, રિવિઝન બેન્ચે વધુ 3 ખાનગી સ્કૂલોની અરજી ફગાવી, ગોધાવીની ઝાયડ્સ,નારણપૂરાની તપોવન સ્કૂલને આદેશ, ચાંદખેડાની સાકાર સ્કૂલને ફી પરત કરવા માટે આદેશ, તપાસ કરતા બમણી ફી લેવાતી હોવાનું આવ્યું સામે, વાલીની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી, ફી મામલે શાળા સંચાલકો ગયા હતા રિવિઝન બેચમાં.
Jan 10, 2026 06:55 am
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે, દેશ અને વિદેશના વિવિધ પતંગબાજોએ લીધો ભાગ.
Jan 10, 2026 06:55 am
વડોદરામાં ગેરકાયદે બાંધકામ સામે મનપાની કાર્યવાહી
પરવાનગી સિવાયની ઈમારતના વપરાશ પર કાર્યવાહી, વિવિધ વિસ્તારમાં 4થી વધુ એકમને કરાયા સીલ, બે દિવસમાં 30થી વધુ સ્થળે ફટકારી નોટિસ, મનપાએ 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ ફટકાર્યો.
Jan 10, 2026 06:54 am
તેહરાન સહિત 31 પ્રાંતોમાં હિંસક વિરોધ
ઈરાન સરકારે ઈન્ટરનેટ સંપૂર્ણ બંધ કર્યું, અત્યાર સુધીમાં કુલ 62 લોકોના મોત, ટ્રમ્પની ચેતવણી "હવે અમેરિકા ગોળીબાર કરશે", હજારોની ધરપકડથી જેલો ઉભરાઈ રહી છે, લોહીની નદીઓ વચ્ચે આઝાદીના સૂત્રોચ્ચાર.

Vadodara: રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર લોકાર્પણની રાહ જુએ છે

Vadodara: કરજણ તાલુકાના ધરતીપુત્રો સરકારના નવા પરિપત્રથી નારાજ

Dabhoi: વાવાઝોડાનો કહેર : 100 એકર જમીનમાં કેળાનો પાક જમીનદોસ્ત

Gandhinagar : જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂતોમાં રોષ

Dahod: ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રક ખાણ ખનિજ વિભાગે ઝડપી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો