
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 11, 2026 10:32 pm
સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં વનવિભાગની માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મોટા ગોખરવાળા ગામે પાણીની એક ખાલી પરંતુ ઊંડી કેનાલમાં અકસ્માતે ખાબકેલા બે સિંહબાળકોને વનવિભાગે સલામત રીતે બહાર કાઢી નવું જીવન આપ્યું છે.
Jan 11, 2026 09:30 pm
કચ્છમાં દેશી દારૂના અડ્ડા પર મહિલા કોંગ્રેસની રેડ
કચ્છમાં દેશી દારૂના અડ્ડા પર મહિલા કોંગ્રેસની રેડ, ગાંધીધામમાં મહિલા કોંગ્રેસની જનતા રેડ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં જનતા રેડ, અનેકવાર દેશી દારૂ મુદ્દે કરાઈ હતી રજુઆત, પોલીસે કાર્યવાહી ન કરતા મહિલા કોંગ્રેસે જનતા રેડ કરી, જનતા રેડ બાદ પોલીસે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી.
Jan 11, 2026 09:09 pm
આવતીકાલે અમદાવાદીઓની મેટ્રો મુસાફરી ખોરવાશે
આવતીકાલે અમદાવાદીઓની મેટ્રો મુસાફરી ખોરવાશે, PMની સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય, સવારે 9.45 થી 11 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ ખોરવાશે , શાહપુરથી જૂની હાઈકોર્ટનો ટ્રેક બંધ રહેશે, વસ્ત્રાલ અને થલતેજ રૂટ પર સેવાઓ ચાલુ રેહશે.
Jan 11, 2026 08:45 pm
ચીખલીમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું
નવસારીમાં પતંગ દોરીએ લીધો યુવકનો ભોગ, ચીખલીમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું, કાવેરી નદીના બ્રિજ પાસે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત , સારવણીના સુનિલ પટેલને ગળામાં દોરી ભેરવાઈ , યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો .યુવકના ગળે 18 જેટલા ટાંકા લેવામાં આવ્યા.
Jan 11, 2026 08:05 pm
આણંદમાં કિશોરી સાથે દુષ્કર્મ
આણંદમાં કિશોરી સાથે વિધર્મી યુવકનું દુષ્કર્મ,કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ, 26 વર્ષનાં વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યુ, કિશોરીને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ, કિશોરીની સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી, પોલીસે વિધર્મી યુવક વિરૂદ્ધ ગુનો નોંધ્યો, પોલીસે વિધર્મી યુવક યાસીનખાનની કરી ધરપકડ.
Jan 11, 2026 08:04 pm
નડિયાદમાં બાઈકે સવારે લીધો બાળકીનો ભોગ
નડિયાદમાં બાઈકે સવારે લીધો બાળકીનો ભોગ, બેફામ બાઈક સવારે રમતી બાળકીને કચડી, ફતેપુરા કેનાલ પાસે અકસ્માત થયો, 7 વર્ષની બાળકીનું અકસ્માત થતા મોત નીપજ્યું, સ્થાનીક લોકોએ બાઈકચાલકને પોલીસને સોંપ્યો, ટાઉન પોલીસે બાઈકચાલકની ધરપકડ કરી.
Jan 11, 2026 07:45 pm
અમદાવાદના પાલડીમાં જાહેર રસ્તા પર ગુંડાગીરી, પાલડીમાં ટેક્સીચાલકની ખુલ્લેઆમ દાદાગીરી, ટ્રાફિકમાં નજીવી બાબત પર છરી બતાવી ધમકી આપી, યુવકને લાલ દરવાજા બોલાવી મર્ડરની ધમકી આપી, કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે જાહેરમાં છરી બતાવી, એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Jan 11, 2026 07:36 pm
ગાંધીનગર મેટ્રોમાં CM અને DYCM ની સવારી
પાટનગરમાં મેટ્રો સેવાના પ્રારંભની સાથે જ રાજ્યના નેતાઓએ પણ આ આધુનિક સુવિધાનો જાતે અનુભવ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા શરૂ થયેલા મેટ્રો રૂટ પર સવારી કરીને જનતાને સમર્પિત આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
Jan 11, 2026 07:12 pm
અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં આગ
અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે લાગી આગ, અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં આગ, આગમાં બે લોકો ફસાયા હોવાની માહિતી, બંનેને બહાર કાઢવા કવાયત હાથ ધરાઇ.
Jan 11, 2026 07:11 pm
ભચાઉમાં સોપારી ભરેલું ટ્રેલર ઝડપાયું
કચ્છના ભચાઉમાં સોપારી ભરેલું ટ્રેલર ઝડપાયું,આધોઈ ગામે વિદેશી સોપારી ભરેલુંં ટ્રેલર ઝડપાયું, R R સેલના અધિકારીઓએ તપાસ હાથ ધરી, સોપારીનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં તપાસ, સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ શરૂ કરી.
Jan 11, 2026 07:07 pm
ભાવનગરમાં પતંગ ચગાવતા 3 બાળકોને કરંટ લાગ્યો, ખોડિયાર નગર પાસે વીજ કરંટથી 1નું મોત 2 ગંભીર, 10 વર્ષીય બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું, 2 બાળકીઓની હાલત અત્યંત નાજુક, તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Jan 11, 2026 07:05 pm
PM મોદીએ મહાત્મા મંદિરથી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી
PM નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક નવું સોપાન ઉમેર્યું છે. PMએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે, જેની સાથે હવે મેટ્રો સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલય અને મહાત્મા મંદિર સુધી પહોંચી ગઈ છે.
Jan 11, 2026 06:17 pm
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 200 ને પાર, ગાંધીનગરમાં અત્યાર સુધી 205 ટાઈફોઈડના કેસ નોંધાયા, 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, હાલ 70 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ યથાવત્.
Jan 11, 2026 06:09 pm
2.Sports : ભારત અને ન્યુઝીલેન્ડ મેચમાં બાંગ્લાદેશનું કનેક્શન, BCCI-BCB વિવાદ વચ્ચે ICCનો મોટો નિર્ણય
4.Surat: 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કરોડોની રોકડ જપ્ત
5.Gondalના રીબડા GIDCમાં ત્યજાયેલું 4 વર્ષનું બાળક મળી આવ્યું, લોહીલુહાણ હાલતમાં બાળક મળતા મચી ચકચાર
7.Banaskantha News: ડીસામાં રબારી સમાજની બેઠક મળી, આગામી 25 જાન્યુઆરીએ સમાજનું સંમેલન યોજાશે
8.Patan: હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના મોત
9.Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન
Jan 11, 2026 06:08 pm
અમદાવાદમાં ગેરકાયદે પેથોલોજી લેબ હોવાનો દાવો, અમદાવાદમાં 3 હજાર પેથોલોજી લેબ હોવાનો દાવો, GAPM 2026ની કોન્ફરન્સમાં ચેરમેનનું મોટું નિવેદન, રાજ્યમાં 12000 ગેરકાયદે પેથોલોજી લેબઃ ચેરમેન, ‘એકની સામે 10 ગેરકાયદે પેથોલોજીસ્ટની પ્રેક્ટિસ’, ‘દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં થઇ રહ્યા છે’, ‘SCના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય’, ‘ક્લિનિકલ એસ્ટેબલીસમેન્ટ એકટનો અમલ કરવા માંગ.
Jan 11, 2026 06:07 pm
મહીસાગર જિલ્લામાં ભૂમાફિયા બેકાબુ બન્યા , ભૂમાફિયા અફઝલ કોઠારીએ હોટલમાં કરી તોડફોડ, કટર મશીન વડે હોટલમાં કરી તોડફોડ, હોટલ માલિકને જાતિ વિષયક અપશબ્દો બોલ્યા, અફઝલ કોઠારી સામે અગાઉ પણ નોંધાઈ છે ફરિયાદ, પોલીસે અફઝલ કોઠારી સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો.
Jan 11, 2026 05:48 pm
ગાંધીનગર શહેર કોંગ્રેસના કાર્યકરોની જનતા રેડ, સેક્ટર 24માં અર્બન હેલ્થ સેન્ટરમાં કોંગ્રેસની જનતા રેડ, અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ હાજર ન હોવાનો દાવો, ટાઈફોઈડની સ્થિતિ વચ્ચે સ્ટાફ હાજર ન હોવાનો દાવો, ટાઈફોઈડના કેસ વધતા એક સમયે લાગી હતી લાઈનો, શનિવાર સુધી ગાંધીનગરમાં ટાઈફોઈડના 195 કેસ.
Jan 11, 2026 05:47 pm
મહેસાણાના ઊંઝામાં બેંક લિ.ની ચૂંટણી પૂર્ણ, નાગરિક સહકારી બેંક માટે મતદાન થયું હતું, શાંતિપૂર્ણ માહોલમાં 6960 મતો નોંધાયા, 3 બેઠકો પર 5 ઉમેદવારો મેદાનમાં હતા, 27055 પૈકી 6960 મતદારોએ આપ્યા મત, સાંજે મતગણતરી બાદ પરિણામ આવશે, 2 મહિલા અને 1 ST બેઠક માટે મતદાન થયું.
Jan 11, 2026 05:29 pm
ચાઈનીઝ દોરીનો ફેક્ટરી માલિક ઝડપાયો
ચાઈનીઝ દોરીનો ફેક્ટરી માલિક વિરેન પટેલ ઝડપાયો, અમદાવાદ ગ્રામ્ય SOGએ વિરેન પટેલને ઝડપી પાડ્યો, દાદરા નગર હવેલીમાં વંદના ફેક્ટરીમાં કરી હતી રેડ, ફેકટરી માલિક વાપી નો વિરેન પટેલ હતો ફરાર, દરોડામાં 2.33 કરોડ ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત.
Jan 11, 2026 05:28 pm
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રન,હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત, અજાણ્યા વાહનચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી, રોડ ક્રોસ કરતી વખતે વાહનચાલકે સર્જ્યો અકસ્માત, હાલમાં આરોપી વાહનચાલક પોલીસ પકડથી દૂર, પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી.
Jan 11, 2026 05:05 pm
સોમનાથ સ્વાભિમાન પર્વ 15 જાન્યુઆરી સુધી યોજાશે, શ્રદ્ધાળુઓની ભક્તિ, ધસારાને ધ્યાનમાં રાખી નિર્ણય, સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે જીતુ વાઘાણીનું નિવેદન, ‘કલાકારોની પ્રસ્તુતિ સહિત અનેક કાર્યક્રમો રજૂ થશે.
Jan 11, 2026 04:56 pm
PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા નીકળ્યા, PM મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કરશે, મહાત્મા મંદિરથી ટ્રેનને લીલીઝંડી આપશે PM મોદી.
Jan 11, 2026 04:47 pm
ઉત્તર ગુજરાતના માર્ગો ફરી એકવાર લોહીલુહાણ થયા છે. હારીજ પાસે આવેલી આઈટીઆઈ (ITI) નજીક એક લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવાને ટક્કર માર્યા બાદ લક્ઝરી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
Jan 11, 2026 04:45 pm
ગોંડલની રીબડા GIDCમાંથી બાળક મળી આવ્યું, રીબડા GIDCમાં ખાડામાંથી 4 વર્ષનું બાળક મળ્યું, લોહીલુહાણ હાલતમાં બાળક મળતા ચકચાર,108 દ્વારા બાળકને રાજકોટ સિવિલ ખસેડાયું, પોલીસે બાળકના વાલીઓની શોધખોળ શરુ કરી.
Jan 11, 2026 04:41 pm
ડીસામાં રબારી સમાજની બેઠક મળી
બનાસકાઠાંના ડીસામાં રબારી સમાજની બેઠક મળી, સમશેરપુરા શૈક્ષણિક સંકુલમાં યોજાયું સંમેલન, ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા, 25 જાન્યુ.એ સામાજિક બંધારણનું થશે ગઠન, સમાજમાંથી કુરીવાજો દૂર કરવા લેવાયો નિર્ણય, 3 પરગણાના આગેવાનો સંયુક્ત બેઠક, ડીસા,સમાલ અને કોળીયારા પરગણાની સંયુક્ત બેઠક.
Jan 11, 2026 04:15 pm
આ અવસરે પ્રધાનમંત્રીએ રાજ્યના 7 જિલ્લાઓમાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી સ્માર્ટ GIDC નું લોકાર્પણ કર્યું હતું. અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓને આ આધુનિક ઔદ્યોગિક વસાહતોનો લાભ મળશે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે 'મેડિકલ ડિવાઇસિસ પ્લાન્ટ'નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Jan 11, 2026 04:11 pm
વાયબ્રન્ટ ગુજરાત: માત્ર સમિટ નહીં, ગ્લોબલ બેન્ચમાર્ક
PM મોદીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા જે બે દશકા પહેલા શરૂ થઈ હતી, તે આજે વિશ્વ માટે એક 'ગ્લોબલ બેન્ચમાર્ક' બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે, "આ સમિટ હવે માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનો મજબૂત સ્તંભ બની છે." જેમાં MSME અને સહકારી સંસ્થાઓ પણ સમાન રીતે સહભાગી છે.
Jan 11, 2026 04:06 pm
સુરેન્દ્રનગરના લીંબડીમાં ઢોર ચરાવવા બાબતે હુમલો, ખેતરમાં ઢોર ચરાવવા બાબતે ખેડૂત પર હુમલો કર્યો, બળોલ ગામે 10 જેટલા શખ્સોનો ખેડૂત પર હુમલો, મારામારીમાં 5 જેટલા લોકોને પહોંચી ઈજાઓ, ઈજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Jan 11, 2026 03:37 pm
મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાત્મા મંદિરથી ટ્રેનને લીલીઝંડી આપશે PM મોદી, ટ્રેનમાં શાળાના બાળકો અને વડીલો મુસાફરી કરશે.
Jan 11, 2026 03:36 pm
વિશ્વભરના લોકોનો ગુજરાત પર વિશ્વાસ છેઃ CM
વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયોઃ CM
3.57 લાખ કરોડનું FDI થયુ છેઃ CM
એક્સપોર્ટમાં ગુજરાતનો મોટો ભાગ છેઃ CM
MSMEની સંખ્યામાં વધારો થયો છેઃ CM
ગુજરાતે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યાઃ CM
‘ગુજરાત NO WERE થી EVERY WERE બન્યું'
સૌથી વધુ MoU સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થયા છેઃ CM
નાના શહેરોને વિકાસગ્રોથમાં જોડવાનો પ્રયાસ છેઃ CM
2024માં 98 હજાર એમઓયુ થયા હતા:CM
જિલ્લાઓ પણ વિવિધ મેન્યુફેક્ચરના હબ બન્યા છેઃ CM
Jan 11, 2026 03:05 pm
રિલાયન્સ ગ્રુપ 7 લાખ કરોડનું રોકાણ કરશે
વાયબ્રન્ટ રીજનલ સમિટમાં મુકેશ અંબાણીનું નિવેદન
‘જામનગર ઊર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે’
‘ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જી પર ખાસ ફોક્સ છે’
‘વિશ્વના સૌથી મોટા સોલર પ્રોજેક્ટને આગળ વધારીશું’
‘જામનગરમાં AIનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યું છે’
‘જીઓ AIના ક્ષેત્રમાં વધુ સક્રિય, વિસ્તરણ કરવા જઈ રહ્યું છે’
‘ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય’
‘ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદી અને તૈયાર છીએ’
વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે : મુકેશ અંબાણી
વિશ્વમાં ઘણા પડકારો વર્તમાન સમયમાં છે: મુકેશ અંબાણી
મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા: મુકેશ અંબાણી
Jan 11, 2026 02:41 pm
05 - India : કડકડતી ઠંડીનો પ્રભાવ, નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ
06 - America On Greenland News: ડોનાલ્ડ ટ્ર્મ્પના આદેશો સામે અમેરિકી સેનાએ શું કરી કાર્યવાહી?, જાણો
07 - USમાં ફરી એક વખત બની માસ શૂટિંગની ઘટના, 6 લોકોના મોત
08 - T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો ગેમ ચેન્જર કોણ હશે? શોએબ અખ્તરે આ ખેલાડી પર લગાવી મહોર
09 - SUV પ્રેમીઓને મોટો ઝટકો! ટોયોટાએ આ દમદાર ગાડીનું ટોપ મોડલ વેચવાનું કર્યું બંધ!
Jan 11, 2026 02:33 pm
ગુજરાતના તમામ ખૂણાઓમાં સુરક્ષાની ખાતરી, 1500થી વધુ એમઓયું થવાની સંભાવના અને આપેલા વચનોને પૂર્ણ કરવામાં આવે છે. સિરામિક અને એન્જિયરિંગ ક્ષેત્રમાં પ્રગતિ છે. 2003માં PMએ વાયબ્રન્ટ ગુજરાત શરુ કર્યુ : DyCM, ગુજરાતના ચારેય ખૂણા મેન્યુફેક્ચર હબ બન્યા: DyCM, ધોલેરા સ્માર્ટ સિટી તરીકે સ્થાપિત થયું: DyCM, સમિટમાં 1500થી વધુ MOU થશેઃ DyCM, ગુજરાતમાં રોડ રસ્તા ખૂબ જ સારા છે: DyCM, ‘ઘણીવાર લોકો પૂછે છે ગુજરાતમાં રોકાણ કેમ કરવું?’ વાયબ્રન્ટના કારણે યુવાઓને રોજગારી મળીઃ DyCM, સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વાયબ્રન્ટ સમિટથી ફાયદો થશેઃ DyCM, PMનું ગિફ્ટ સિટીનું વિઝન સાકાર થયું : DyCM.
Jan 11, 2026 02:28 pm
હત્યાના મુખ્ય આરોપીને પોલીસે ઝડપ્યો, પોલીસે પંકજ પાસવાનને પંજાબથી ઝડપ્યો, ઉંમરગામના નાની દહાડ રોડ પર હત્યા કરી હતી, 17 વર્ષીય સગીરાની આરોપીએ કરી હતી હત્યા, પોલીસે આરોપીને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યુ.
Jan 11, 2026 02:21 pm
PM મોદીના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન, PMએ કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનો કરાવ્યો પ્રારંભ, 5 હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યા, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓની હાજરી, ઔધોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક્ઝિબિશન, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ, ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવનું આયોજન, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો કાર્યક્રમો, બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ પર ચર્ચા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગમાં તકો અંગે ચર્ચા, 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, સાંસ્કૃતિક, કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન.
Jan 11, 2026 02:14 pm
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે.
Jan 11, 2026 02:10 pm
મેટ્રો સ્ટેશનના લોકાર્પણ વચ્ચે સૌ પ્રથમ વખત બોલ્યા મેટ્રો રેલ અધિકારી, મેટ્રો રેલ કોર્પોરેશનના જોઈન્ટ એમ.ડી. ની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચતી, SPG પ્રોટોકોલ વચ્ચે મેટ્રો રેલ અધિકારીએ બતાવ્યું મેટ્રો સ્ટેશન, અમદાવાદ એપીએમસીથી મહાત્મા મંદિર સુધી 77 મિનિટમાં પહોંચી શકાશે, રેડ લાઈન મેટ્રોના 39.8 કિ.મી. ના રૂટ માં 34 સ્ટેશનનો સમાવેશ.
Jan 11, 2026 01:37 pm
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચની ટિકિટની કાળા બજારી, આજે યોજાનાર મેચ પહેલા જ બે યુવકો ઝડપી પાડ્યા, મેચની ટિકિટની કાળા બજારી કરતા બે યુવકો ઝડપાયા, કેતન પટેલ અને હિતેશ જોષીને પોલીસે ઝડપી પાડ્યા, બન્ને પાસેથી અલગ અલગ લેવલની 17 ટિકિટ મળી, 5 ગણા ભાવે તમામ ટિકિટની કાળા બજાર કરતા હતા.
Jan 11, 2026 01:24 pm
આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા 'વિકસિત ભારત - ૨૦૪૭', ' સર્વજન હિતાય- સર્વજન સુખાય', ' આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત', ' મારી ધરતી - મારી પ્રોડક્ટ' સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના વિઝનને ઉજાગર કરતા આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.
Jan 11, 2026 01:23 pm
સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ 'શાશ્વત અને અવિનાશી સોમનાથ', ' અખંડ ભારત -અંખડ સોમનાથ', ' શૌર્ય અને સાહસની ગાથા', 'સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા', લોખંડી પુરુષની સંકલ્પ ગાથા' 'આસ્થા અમર છે' જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી.
Jan 11, 2026 01:09 pm
પરંતુ માત્ર થોડા મહિનામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે, કુકમા પાણીના સમ્પ ખુલ્લા છે અને અહિયાં લગાડવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, જેના કારણે ભુજ અને બન્ની વિસ્તારના લોકો ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહયું છે..આ મામલે પાલિકાના સત્તાધીશોએ ક્લોરીન કરીને પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે, બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટમાં વધારે ખર્ચ હોવાથી પાલિકા આગામી દિવસોમાં નવા ફિલ્ટર પ્લાન્ટ માટેનું આયોજન કરી રહી છે, અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ફિલ્ટર વગરના પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળેતો તેના માટે જવાબદાર કોણ ??
Jan 11, 2026 01:09 pm
સમગ્ર રાજ્યમાં પાણી જન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે તેવામાં ભુજ નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં છે, પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, નર્મદાનું આવતું પાણી સીધુ આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને ભૂજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે, ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો છે.
Jan 11, 2026 12:43 pm
સોમનાથનું શિખર માનવઘોષ કરે છેઃ PM
સોમનાથ પર આક્રમણ ફક્ત આર્થિક લૂંટ નહતુંઃ PM
નફરતનો ક્રૂર ઇતિહાસ છૂપાવવામાં આવ્યોઃ PM
સરદાર પટેલને મંદિરનું પુનઃનિર્માણ કરતા રોકવામાં આવ્યાઃ PM
મંદિરના નિર્માણ માટે જામસાહેબે 1 લાખનું દાન આપ્યું: PM
"મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરતી તાકતો હજુ સક્રિય'
વિભાજીત કરતી તાકતો સામે સાવચેત રહેવાની જરૂરઃ PM
છેલ્લા 1 હજાર વર્ષની યાત્રા આગામી 1 હજાર વર્ષનો પથ
ભારત પોતાના ગૌરવને નવી ઉંચાઈ આપશેઃ PM
Jan 11, 2026 12:42 pm
શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપીઃ PM
પાંડવોએ પણ આ તીર્થમાં તપસ્યા કરીઃ PM
1951માં થયેલા મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂરાઃ PM
આપણા અસ્તિત્વ અને અભિમાનનું પર્વઃ PM
સોમનાથ અને ભારતમાં ઘણી સમાનતાઃ PM
વર્ષોના આક્રમણ બાદ પણ સોમનાથ, ભારત નષ્ટ નથી થયાઃ PM
બેગડાએ મંદિરને મસ્જિદ બનાવવાની કોશિશ કરીઃ PM
હુમલા છતા સોમનાથ પુનઃસ્થાપિત થતું રહ્યું : PM
આપણે જીવમાં શિવને જોઈએ છીએઃ PM
કોઈ આપણી આસ્થાને કેવી રીતે ડગાવી શકેઃ PM
Jan 11, 2026 12:39 pm
શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપીઃ PM
પાંડવોએ પણ આ તીર્થમાં તપસ્યા કરીઃ PM
1951માં થયેલા મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂરાઃ PM
આપણા અસ્તિત્વ અને અભિમાનનું પર્વઃ PM
સોમનાથ અને ભારતમાં ઘણી સમાનતાઃ PM
વર્ષોના આક્રમણ બાદ પણ સોમનાથ, ભારત નષ્ટ નથી થયાઃ PM
બેગડાએ મંદિરને મસ્જિદ બનાવવાની કોશિશ કરીઃ PM
હુમલા છતા સોમનાથ પુનઃસ્થાપિત થતું રહ્યું : PM
આપણે જીવમાં શિવને જોઈએ છીએઃ PM
કોઈ આપણી આસ્થાને કેવી રીતે ડગાવી શકેઃ PM
Jan 11, 2026 12:39 pm
આ ઉત્સવ અદ્દભૂત છેઃ PM
72 કલાક સુધી સતત ઓમકારનું ઉચ્ચારણઃ PM
સોમનાથની 1000 વર્ષની ગાથાનું પ્રદર્શનઃ PM
આ આયોજનમાં ગર્વ, ગરિમા અને ગૌરવ છેઃ PM
દેશના ખૂણે - ખૂણેથી લાખો લોકો જોડાયાઃ PM
આપણા પર દેવાધિદેવ મહાદેવના આશીર્વાદઃ PM
એક હજાર વર્ષ પહેલાં અહીં શું માહોલ હશે?: PM
આપણા પૂર્વજોએ આસ્થા માટે જિંદગી દાવ પર લગાવીઃ PM
આક્રમણકારી સમજતાં હતા કે આપણને જીતી લીધાઃ PM
Jan 11, 2026 12:33 pm
1000 વર્ષનું સ્મરણ દેશના ખૂણા સુધી પહોંચાડવાનું છે, 75 વર્ષનું નવુ પર્વ પણ મનાવવાનું છે, હર હર મહાદેવ સાથે પીએમએ ભાષણ કર્યુ પૂર્ણ, જય સોમનાથના નાદ સાથે સભા ગુંજી.
Jan 11, 2026 12:30 pm
માધપુરના મેળાની લોકપ્રિયતા અને યુનિવર્સિટીની લોકપ્રિયતા છે, પ્રભાસ પાટણ માટે નવા વિકાસના કામો ચાલુ છે, દેશ વિદેશના શ્રધ્ધાળુઓ સોમનાથ પહોંચે તે માટે કેશોદ એરપોર્ટનો વિકાસ ચાલી રહ્યો છે. કનેકટીવિટી, ટેકનોલોજીમાં સશકત છે ભારત, સોમનાથ મંદિરની ઉર્જા તાકાત આપે છે, વિકસિત ભારત માટે લડાઈ જીતીશું.
Jan 11, 2026 12:27 pm
સોમનાથ મંદિર માટે જામ સાહેબે રૂપિયા 1 લાખનું દાન કર્યુ હતુ અને ટ્રસ્ટમાં મોટી જવાબદારી નિભાઈ હતી, તૃષ્ટીકરણ માટે કેટલાક લોકો કટ્ટરપંથીઓ સામે પણ નમી ગયા છે. આજે તલવારની બદલે કેટલાક ષડયંત્ર થઈ રહ્યા છે, આપણે સાવધાન રહેવાનું અને શકિતશાળી રહેવાનું છે, 140 કરોડ ભારતીય નવી બુંલદી આપે છે, ગરીબીની સામે આપણે જીતીશું.
Jan 11, 2026 12:23 pm
ભારતની પાસે સોમનાથ જેવા હજારો વર્ષ જૂના મંદિરો છે, સોમનાથની રક્ષા માટે દેશે બહુ બલિદાન આપ્યું છે, વીર હમીરજી ગોહિલનું પરાક્રમ, વેગડા ભીલનું શૌય આ ઈતિહાસ સાથે જોડાયેલું છે પણ તેમને મહત્વ નથી અપાયું, સોમનાથ મંદિર એક વાર નહી વારંવાર તોડાયું હતુ, આક્રમણ આર્થિક લૂંટ માટે થયું હોત તો મોટી લૂંટ થયા પછી રોકાઈ ગયા હોત, મંદિરનું સ્વરૂપ બદલવાની કોશિષ કરી હતી.
Jan 11, 2026 12:20 pm
જે સોમનાથને નષ્ટ કરવા માગતા હતા તેમને નથી ખબર કે તેમના નામના પર સોમ અને અમૃત જોડાયેલું છે, સોમનાથામાં વિરાજનામ મહાદેવનું એક નામ મૃત્યુંજય છે, મૃત્યુંજય એટલે જેણે મોતને જીતી લીધુ હોય, શિવ પુરા વિશ્વમાં છે, કણ કણમાં પણ શંકરને જોઈએ છીએ, શંકરના સ્વરૂપને નષ્ટ ના કરી શકાય, સોમનાથની આસ્થાની કોઈ ડગાવી શકશે નહી, ગગનચુંબી ધજા છે સોમનાથનું, સોમનાથ સ્વાભિમાન પર્વ ઈતિહાસનું પર્વ છે.
Jan 11, 2026 12:15 pm
સોમનાથનો ઈતિહાસ વિનાશ અને પરાજયનો ઈતિહાસ નથી, આ ઈતિહાસ વિજયનો છે અને પૂર્વજોના ત્યાગ અને બલિદાનનો છે. સોમનાથ પુન પુન સ્થાપિત થતુ રહ્યું. ખીલજી સેનાએ પણ સોમનાથ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, આપણા પૂર્વજોએ ભગવાન શિવ માટે બલિદાન આપ્યું છે.
Jan 11, 2026 12:13 pm
સોમનાથને નષ્ટ કરવા માટે એક નહી અનેક પ્રયાસો થયા, ભારતને ખતમ કરવાની કોશિષ કરાઈ હતી, સોમનાથ નષ્ટ ના થયું અને ભારત પણ નષ્ટ નથી થયું. ગજનીએ પહેલા સોમનાથ મંદિરને તોડયું હતુ અને સોમનાથનો પુન નિર્માણ થયો હતો, રાજા કુમારપાળે ભવ્ય જિર્ણોધ્ધાર કર્યો હતો, જૂનાગઢના રાજા દ્વારા પણ સોમનાથની પ્રતિષ્ઠા કરાઈ હતી. મુઝ્ઝફરે હુમલો કર્યો મંદિર પર પણ તે પણ નિષ્ફળ ગયો, મંદિર પર મસ્જિદ બનાવવાની કોશિષ કરવામાં આવી હતી.
Jan 11, 2026 12:08 pm
સોમનાથ સ્વાભિમાન પર્વ પર પહેલા વીર વિરાંગનાઓને નમન કરૂ છુ, સોમનાથની રક્ષાને પુન નિર્માણ માટે જીવન ધ્યેય બનાવ્યું, પ્રભાસ પાટણનું ક્ષેત્ર શિવનું ક્ષેત્ર છે, શિવની આ જગ્યાની વાત ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે, પાંડવોએ પણ અહીંયા તપ કર્યુ છે.
Jan 11, 2026 12:06 pm
1000 વર્ષ પહેલા આ જગ્યા પર કેવો માહોલ હશે, 1000 વર્ષ પછી પણ સોમનાથ મહાદેવના મંદિરમાં ફરકી રહી ધજા આહવાન કરી રહી છે કે, હિંદુસ્તાનની શકિત શું છે.
Jan 11, 2026 12:04 pm
સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની આત્માનું પ્રતિકઃ CM
સોમનાથના ઈતિહાસમાં અનેક વીરોનું યોગદાનઃ CM
સોમનાથ મંદિર ભારતના આત્માનું પ્રતિકઃ CM
મંદિરને તોડવાના ઘણા પ્રયાસ થયાઃ CM
સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યોઃ CM
ભારતની આસ્થાને કોઇ આક્રમણો તોડી શક્યા નહીઃ CM
સોમનાથની કથા વીરોના ત્યાગ - બલિદાનથી બની છેઃ CM
Jan 11, 2026 12:03 pm
દેશના ખૂણે ખૂણેથી લોકો જોડાયા છે, બધાને મારા તરફથી જય સોમનાથ, આ વાતાવરણ અને ઉત્સવ અદભુત છે, સમુદ્રની વિશાળ લહેરો અને મંત્રોની આ ગુંજ આ અવસરને દિવ્ય બનાવી રહી છે. હું આને સૌથી મોટુ સૌભાગ્ય માનુ છું.
Jan 11, 2026 11:54 am
PMની આગેવાનીમાં યાત્રા હંમેશા યાદ રહેશેઃ સંઘવી
આક્રમણ કરનારો ગઝનવી વિખેરાઈ ગયોઃ સંઘવી
હમીરજી ગોહિલનું પરાક્રમ એકતાનું ઉદાહરણઃ સંઘવી
PM મોદીનો સંકલ્પ ભારતની નીતિ બન્યોઃ સંઘવી
‘PM મોદીએ ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવડાવ્યું'
સોમનાથને બચાવવા અનેક લોકોએ જીવ ગુમાવ્યોઃ સંઘવી
સોમનાથ સાધારણ મંદિર નથીઃ સંઘવી
સોમનાથ મંદિર દેશનું સ્વાભિમાનઃ સંઘવી
હિમાલયથી લઈને દક્ષિણ છેડા સુધી તીર્થોનો જિર્ણોદ્ધારઃ સંઘવી
સોમનાથ આજે પણ અજેટ, અતૂટઃ સંઘવી
Jan 11, 2026 11:51 am
સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી, અસત્ય સામે ન ઝુકવાની વિરાસત છે સોમનાથ, સોમનાથ મંદિરના પુનવિકાસનો સંકલ્પ મોદીએ કર્યો હતો, વડાપ્રધાન મોદીએ ઘણા કામો કર્યા છે, ઘણા મંદિરના વિકાસકામો થયા છે. યાત્રાધામના વિકાસ એ વિકસિતભારત 2047નો સંકલ્પ છે.
Jan 11, 2026 11:49 am
સોમનાથ સ્વાભિમાન પર્વ દેશના આત્મસન્માન માટે ઉત્સવ છે, સોમનાથ એ ભારતના આત્માનું પ્રતિક છે, મંદરિને તોડવાનો પ્રયાસ થયો, પણ ભારતની શકિતને કોઈ તોડી શકયું નથી, વીર હમીરજી ગોહિલે અને અન્ય લોકોએ સોમનાથ ભગવાન માટે બલિદાન આપ્યું છે.
Jan 11, 2026 11:47 am
આક્રમણ કરનાર ગઝનવી ખોવાઈ ગયો છે, પીએમ મોદીએ ભવ્ય રામમંદિર બનાવ્યું છે, પ્રધાનમંત્રીએ વિકાસ પણ કર્યો અને વિરાસત પણ કરી, દેશના કરોડો યુવાનોને રોજગારી પણ અપાઈ છે.
Jan 11, 2026 11:42 am
05 - Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો માહોલ
08 - India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ
09 - World News : અશ્લીલ ફોટાના વિવાદ બાદ X ની મોટી કાર્યવાહી, 600 એકાઉન્ટ અને 3,500 પોસ્ટ્સ ડિલીટ
Jan 11, 2026 11:28 am
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.
Jan 11, 2026 11:27 am
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે.
Jan 11, 2026 11:27 am
અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.
Jan 11, 2026 11:27 am
સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નો ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે.
Jan 11, 2026 11:10 am
સોમનાથ ખાતે આપણી આસ્થા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા છે. ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે તેમના આગમના પૂર્વે શિવભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો. વેરાવળ ખાતે ધોરણ ૪ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની નાની એવી બાળા જીનલ દેવેન્દ્રભાઈ જેઠવાએ ભારત માતા બની તિરંગો લહેરાવ્યો હતો. તેમની દેશભક્તિ જોઈ આસપાસના લોકોએ પણ હર હર મહાદેવની સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ વેળાએ સ્ટેજ પરથી કલાકારો એ પણ 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' અને 'યે દેશ હૈ વીર જવાનો કા' જેવા ગીતોથી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.

Jan 11, 2026 11:08 am
નશાની હાલતમાં બાઇકચાલક ટ્રેક્ટરમાં ઘૂસ્યો, સ્થાનિકોએ નશાખોરને બહાર કાઢ્યો, બેફામ બનેલા દારુડિયાનો વીડિયો વાયરલ.
Jan 11, 2026 11:00 am
PM મોદી સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શને, PM સોમનાથ મંદિરમાં કરી રહ્યા છે પૂજા - અર્ચના, PM મોદીનું સોમનાથ મંદિરમાં ભવ્ય સ્વાગત, PM મોદીએ સોમનાથ મહાદેવને કર્યો જળાભિષેક, સોમનાથ મંદિર આસ્થા અને શૌર્યનું પ્રતિક, PM મોદીએ હમીરસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવી, મંદિર માટે બલિદાન આપનાર વિરોને નમન, ભોળાનાથના દર્શન - પૂજા બાદ સભા સંબોધશે.
Jan 11, 2026 10:48 am
વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી આ શોર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી. રૂટ પર વિવિધ રાજ્યોના કલાકારોએ ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પણ પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પણ સહભાગી થયા હતા.
Jan 11, 2026 10:48 am
વડાપ્રધાન પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે અમે સૌએ કેસરી સાફા બાંધી તેમનું સ્વાગત-સત્કાર કરવાનો નિર્ધાર કર્યો છે.”શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રચેતનાના પ્રતિક સમી આ સભામાં વરિષ્ઠ નાગરિકોની ઉત્સાહી હાજરીએ સમગ્ર વાતાવરણને ગૌરવસભર અને પ્રેરણાદાયી બનાવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શોર્ય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ.. જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું.
Jan 11, 2026 10:47 am
સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ ટીલાવતે જણાવ્યું હતું કે, “સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અમને ગર્વ છે.

Jan 11, 2026 10:40 am
રાજકોટની મહિલા શિક્ષિકા કેસમાં પોલીસને ફટકાર, IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ, પ્રદ્યુમનગર પોલીસે ભરેલ સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો, તત્કાલીન PI ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમાં રિપોર્ટ, શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી હતી, કર્ણાવતી સ્કૂલની મહિલા શિક્ષિકાએ કરી હતી કરતૂત, પોલીસે તપાસમાં CCTV ફૂટેજ રજૂ ન કર્યાનો આરોપ, 45 દિવસમાં નવો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ.
Jan 11, 2026 10:08 am
અરજી લઇ યોગ્ય તપાસ ન કર્યાનો આરોપ, 60 કિલો ચાંદીની ફરિયાદમાં તપાસ ન કર્યાનો આરોપ, CP, DCP, PI,PSI સહિત છ સામે કોર્ટમાં ફરિયાદ, ફરિયાદી હરેશ કારેલિયાએ કોર્ટમાં નોંધાવી ફરિયાદ, 27 જાન્યુઆરીએ તમામને કોર્ટમાં હાજર રહેવા હુકમ, ચાંદી અને પૈસા ચૂકવ્યા છતા ઉઘરાણી કરી હતી.
Jan 11, 2026 09:57 am
સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગ રૂપે આયોજિત પ્રતીકાત્મક શોભાયાત્રા 'શૌર્ય યાત્રા'નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે. શૌર્ય યાત્રા હિંમત, બલિદાન અને સદીઓથી ચાલી આવતી પ્રતિકૂળતાઓ વચ્ચે સોમનાથને સાચવનાર અદમ્ય ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
Jan 11, 2026 09:46 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને ૨૪ કલાક વીજળી મળી છે, તેનાથી ખેડૂતો આધુનિક સાધનો દ્વારા સારો પાક મેળવી રહ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પાટડીના મુખ્ય તળાવનું સુંદર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો માટે વોકિંગ ટ્રેક અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે જ આજે તળાવની બાજુમાં એક નયનરમ્ય ગાર્ડન પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ આ તળાવને અમદાવાદના કાંકરિયા લેક જેવું સુંદર બનાવવાની અને બીજા તથા ત્રીજા ફેઝનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
Jan 11, 2026 09:42 am
માં શક્તિની પવિત્ર ભૂમિ એવી પાટડી નગરપાલિકામાં આજે પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદહસ્તે રૂ.૪૯.૨૩ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગરિમામય અવસરે મંત્રીએ આદ્યશક્તિમાં શક્તિના ચરણોમાં વંદન કરી, સમગ્ર નગરજનોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને સૌના જીવનમાં સુખાકારી વધે તેવી મંગલ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પી.કે.પરમારની સતત રજૂઆતો અને મહેનતને કારણે જ પાટડીમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટા પાયે વિકાસના કામો શક્ય બન્યા છે.
Jan 11, 2026 09:41 am
દ.ભારતની મુલાકાત દરમ્યાન સ્કૂબા ડાઇવિંગ કર્યુ, દરિયાઇ પર્યાવરણનું નિરીક્ષણ કરતા સાંસદ, મહાસાગરમાં સાંસદે પર્યાવરણનું નિરીક્ષણ કર્યુ, સાંસદે સ્કૂબા ડાઇવિંગ કરી અનોખો અનુભવ મેળવ્યો.
Jan 11, 2026 09:26 am
ઘણા વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ, કાતિલ ઠંડીના કારણે બરફની ચાદર છવાઈ, રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર નોંધાયું, નખત્રાણાના ઉખેડા-વમોટીમાં કાતિલ ઠંડી.
Jan 11, 2026 09:24 am
સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે.
Jan 11, 2026 09:24 am
સુવાલી ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે ભારતના સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીર તેમજ દ્રિતીય દિવસે ગાયીકા ભૂમિ ત્રિવેદીના ગીતો પર સુરતીઓ મન મૂકીને નાચ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬'માં પ્રથમ દિવસ તા.૯મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત ૬૫ હજારથી વધુ અને બીજા દિવસે, તા.૧૦મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત ૧.૫૦ લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા.
Jan 11, 2026 09:09 am
અરજી ફોર્મ સાથે જોડવાના આધાર પુરાવામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ,અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ,જાતિનો દાખલો, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ આધારકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા, પોલીસનો ચાલ ચલગતનો દાખલો, ખેતીની જમીન હોય તો ૭/૧૨-૮ અ કરાવા અને જમીન ના હોય તો તળાટીના દાખલા સાથે હાજર રહેવાનું રહેશે.
Jan 11, 2026 09:09 am
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકાના પાંજવાળી-૧ કેન્દ્ર નંબર ૧૯, ખાટડી કેન્દ્ર નંબર ૫૫, ઠાગેશ્વર કેન્દ્ર નંબર ૧૧૧, સોનીયાધાર કેન્દ્ર નંબર ૧૧૫, નાનીયાણી(ઝુ) કેન્દ્ર નંબર ૧૧૭ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવામાં આવશે. ચોટીલા તાલુકાના મામલતદારની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મામલતદાર કચેરી-ચોટીલા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૨૦/૦૧/૨૦૨૬ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-ચોટીલા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે.
Jan 11, 2026 08:43 am
PM મોદી આજે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરશે, કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનો કરાવશે પ્રારંભ, PM મોદી સાથે અનેક દેશોના રાષ્ટ્રદૂતો હાજર રહેશે, 5 હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહેશે, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે, ઔધોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક્ઝિબિશન યોજાશે, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ મળશે, ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવનું કરાયું છે આયોજન, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ થશે, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો કાર્યક્રમો યોજાશે, બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ પર ચર્ચા થશે, સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગમાં તકો અંગે ચર્ચા થશે, 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, સાંસ્કૃતિક, કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન.
Jan 11, 2026 08:42 am
મેરા ભોલા હૈ ભંડારી'....., 'બમ બમ ભોલે બમ બમ ભોલે રે'.....,'એસા ડમરુ બજાયા ભોલેનાથ ને'....., 'શંભુ રે મહાદેવ શંભુ રે મહાદેવ'....., સહિતના શિવભક્તિ ગીતો, લોકગીતો અને પ્રસ્તુતિઓએ સોમનાથ અને શિવના સામંજસ્યને જીવંત કર્યું હતું. જે ગીતો પર ભાવિકોએ મન મૂકીને ડોલ્યા હતા. ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
Jan 11, 2026 08:41 am
સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા.
Jan 11, 2026 08:41 am
સોમનાથની ભવ્યતા, દિવ્યતા અને અદમ્ય અનુભૂતિને વર્ણવતો ભવ્ય ડ્રોન શો વડાપ્રધાને નિહાળ્યો હતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાઈ રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ યોજાઈ હતી. આભને આંબતી ભવ્ય આતશબાજીથી ભાવિકો બન્યા મંત્રમુગ્ધ અને સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Jan 11, 2026 08:24 am
1.70 કરોડ યુઝર્સનો પર્સનલ ડેટા લીક, ડેટામાં યુઝરનેમ,ઇમેઇલ IDનો સમાવેશ, ફોન નંબર અને અન્ય સંવેદનશીલ વિગતો લીક.
Jan 11, 2026 08:22 am
ISISના ઠેકાણાઓ પર હુમલો કરાયો, મોડી રાતે અમેરિકાની વાયુસાનનો હુમલો, ઓપરેશન હોકઆઇ અંતર્ગત કાર્યવાહી, અલગ અલગ ઠેકાણા પર મિસાઈલથી હુમલો.
Jan 11, 2026 08:06 am
પ્રભાસ પાટણની આ પવિત્ર મૃદિંકા (ધરતી) તેના ઉદરમાં માત્ર અવશેષો નહીં, પણ સનાતન ધર્મનું આત્મગૌરવ સંગ્રહીને બેઠી છે. ભદ્રકાળી ફળિયાના એ ઐતિહાસિક શિલાલેખમાં કંડારાયેલી અક્ષરમાળા આજે પણ સોલંકી શાસકોના સમર્પણ અને ભાવબૃહસ્પતિ જેવા જ્ઞાનીઓના પુરુષાર્થની પ્રતીતિ કરાવે છે. શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યના ત્રિવેણી સંગમ સમાન આ ભૂમિ, તેના ઐતિહાસિક વિરાસત દ્વારા આવનારી પેઢીઓને આપણા સ્વર્ણિમ અતીતની ઝાંખી કરાવતી રહેશે. પ્રભાસનો આ દેદીપ્યમાન વારસો અને સોમનાથનું અજેય શિખર એ વાતની પ્રબળ ગવાહી આપે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, પરંતુ ભક્તિ અને સ્વાભિમાનના શિખરો સદૈવ અવિનાશી રહે છે.
Jan 11, 2026 08:05 am
ઇતિહાસના પૃષ્ઠો પર નજર કરીએ તો, મંદિરના જૂના અવશેષો પર ભીમદેવ સોલંકીએ ચતુર્થ મંદિર બંધાવ્યાની હકીકત પ્રમાણભૂત છે. ત્યારબાદ ઈ.સ. ૧૧૬૯ માં કુમારપાળના પાંચમું મંદિર પણ એ જ સ્થાને બંધાવ્યું હતું. સોલંકી શાસકોના કાળમાં પ્રભાસ પાટણ માત્ર ધાર્મિક જ નહીં, પણ સ્થાપત્ય અને સાહિત્યનું પણ કેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચતમ સોપાન પર સ્થાપિત કર્યું, જે આજે પણ ગુજરાતના 'સુવર્ણકાળ'ની ગરિમાપૂર્ણ પ્રતીતિ કરાવે છે.
Jan 11, 2026 08:05 am
પ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર (સંગ્રહાલયાધ્યક્ષ) તેજલ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૧૬૯ ( વલભી સંવત ૮૫૦ અને વિક્રમ સંવત ૧૨૫૫) માં કોતરાવેલ અને હાલ રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ શિલાલેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિનો પ્રશસ્તિ લેખ છે. આ અભિલેખમાં સોમનાથ મંદિરનો પૌરાણિક અને મધ્યકાલીન ઇતિહાસ લિપિબદ્ધ છે. આ અભિલેખમાં ચારેય યુગમાં સોમનાથ મહાદેવના નિર્માણનો ઉલ્લેખ છે. જે મુજબ સત્ય યુગમાં ચંદ્ર (સોમે) સોનાનું, ત્રેતા યુગમાં રાવણે રૂપાનું, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કાષ્ટનું તથા કળિયુગમાં રાજા ભીમદેવ સોલંકી સુંદર પાષાણનું કલાત્મક દેવાલય બંધાવ્યું હતું.
Jan 11, 2026 08:05 am
અનેક આક્રમણોથી ધ્વસ્ત મંદિરના અવશેષો શૌર્ય, શક્તિ અને સમર્પણના જીવંત પુરાવા રૂપે આજે પણ મ્યુઝિયમ ખાતે સચવાયેલા છે. હાલ આ મ્યુઝિયમ પ્રભાસ પાટણમાં પૌરાણિક સૂર્યમંદિરમાં કાર્યરત છે. આ મ્યુઝીયમ હસ્તકનો આવો જ એક શિલાલેખ પ્રભાસ પાટણમાં મ્યુઝિયમની નજીક જુના રામ મંદિરની બાજુમાં ભદ્રકાળી ફળિયામાં આવેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને આ ઐતિહાસિક ધરોહર સચવાયેલી છે. તેમના આંગણામાં સ્થિત પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર આ શિલાલેખ આજે પણ જડિત છે.
Jan 11, 2026 08:05 am
પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી અનેક ઐતિહાસિક ધરોહરો અને સભ્યતાઓ સાચવીને બેઠી છે. આ ભૂમિ કેટલી પવિત્ર, સમૃદ્ધ અને સ્વર્ણિમ અતીત ધરાવે છે તેના વૈભવની અહીંના તામ્રપત્રો, અભિલેખો, શિલાલેખો ગવાહી આપે છે. આજે પણ શૌર્ય ગાથાની ગર્વભેર રણગર્જના કરતા પાળિયાઓ આ ભૂમિના પરાક્રમની સાક્ષી પૂરે છે. પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને ઉજાગર કરતા આભિલેખિક પુરાવા, પ્રમાણભૂત અવશેષો પ્રભાસ ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ આવેલા છે. સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના દેદીપ્યમાન અમર ઇતિહાસના પુરાવા આપતા શિલાલેખ અને તામ્રપત્ર પ્રભાસ પાટણ મ્યુઝિયમના હસ્તક સચવાયેલા છે.
Jan 11, 2026 07:59 am
સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી, શૌર્ય યાત્રાના રુટ પર લોકોમાં અનેરો ઉત્સાહ, PMના સ્વાગત-અભિવાદન માટે અનેરો ઉત્સાહ.
Jan 11, 2026 07:54 am
ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.
Jan 11, 2026 07:54 am
આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.
Jan 11, 2026 07:54 am
એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.
Jan 11, 2026 07:53 am
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 400ને પાર પહોંચ્યું છે. અમદાવાદમાં ઠંડી સાથે હવા પ્રદૂષણ વધ્યું છે અને સૌથી વધુ થલતેજમાં 400ને પાર AQI પહોંચ્યો છે, ગોતામાં AQI 370, ઇસનપુરમાં 297 AQI, સરખેજમાં AQI 288, જજીસ બંગલોમાં 264 AQI, પાલડીમાં AQI 260, બોડકદેવમાં 271 AQI, ચાંદખેડામાં AQI 220, રખિયાલમાં 240 AQI, કઠવાડામાં 259 AQI, શાહીબાગમાં 260 AQI, વટવામાં AQI 249, ઇસરોમાં 225 AQI નોંધાયો છે.
Jan 11, 2026 07:47 am
આ ગેંગની કાર્યપદ્ધતિ મુજબ દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે, જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે.
Jan 11, 2026 07:47 am
આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તે ઉપરાંત 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો, આરોપી નકલી સીબીઆઇ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ જેવા ગુના આચરતો હતો અને લાંબા સમયથી ફરાર હતો પણ સુરત પોલીસને બાતમી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Jan 11, 2026 07:47 am
સુરતમાં 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો છે, પોલીસે આબીદ અલી ઉર્ફે રાજુ રહેમાન ડકેતને ઝડપ્યો છે અને આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો સૂત્રધાર છે. આરોપી 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો અને નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને છેતરતો હતો, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને સળગાવવાના પ્રયાસના ગુનામાં આરોપી સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતા કુખ્યાત રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાતા અન્ય રાજયના ગુના પણ ઉકેલાશે.
Jan 11, 2026 07:34 am
સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી, PM મોદીને સાંભળવા લોકોમાં અનેરો ઉત્સાહ, PM મોદીનું અભિવાદન કરવા લોકોમાં ઉત્સાહ, મોટી સંખ્યામાં લોકો સોમનાથ ખાતે પહોંચ્યા, દ્વારકાની દિકરીઓએ PMને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા.
Jan 11, 2026 07:25 am
વિક્ટોરિયામાં 120 ઇમારતો આગમાં સળગી, દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયાના વિક્યોરિયામાં ભીષણ આગ, વધતા તાપમાનથી આગમાં એક વ્યક્તિનું મોત, ઓસ્ટ્રેલિયામાં કુલ 200 જગ્યાએ આગ લાગી, તાપમાન 40 ડિગ્રી પહોંચતાં ઠેર-ઠેર આગ લાગી, આગમાં 3 લાખ હેક્ટર કરતા વધુ જમીન પ્રભાવિત, રાજ્ય સરકારે 19 વિસ્તારમાં ઇમરજન્સી સ્થિતિ જાહેર.
Jan 11, 2026 07:24 am
રેની નિકોલ ગુડની ગોળીબારમાં મૃત્યુને લઇ વિરોધ, ICE વિરોધી જૂથ દ્વારા વિરોધ પ્રદર્શન, વિરોધ પ્રર્દશનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, ICE એજન્ટના મોતને લઇ વિરોધ પ્રર્દશન.
Jan 11, 2026 07:10 am
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે.
Jan 11, 2026 07:10 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 11, 2026 07:10 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 11, 2026 07:09 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 11, 2026 07:09 am
ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે, નલિયા 6.07 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર બન્યું છે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હજી પણ આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, કંડલા એરપોર્ટ 10.1, ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 10.4, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.1, કંડલા પોર્ટમાં 12.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.6, સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 11, 2026 06:58 am
PM નેતન્યાહૂના રાજીનામાની માગ સાથે વિરોધ, મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી માંગ્યુ રાજીનામું, રાજકીય નિષ્ફળતા સામે નાગરિકોનો વિરોધ.
Jan 11, 2026 06:57 am
માઉન્ટ આબુનું ઠંડીનો પારો 1 ડિગ્રીએ પહોચ્યો, માઉન્ટ આબુમા મીની કાશ્મીર જેવો માહોલ, વાહનો અને બગીચાઓમા બરફની ચાદર છવાઈ, હાડ થીજવતી ઠંડી વચ્ચે લોકો ઠંડીમાં ઠુઠવાયા.
Jan 11, 2026 06:56 am
સવારની પાળીનો સમય સવારે 7.45 કરાયો, 12 ડિસે.થી 28 ફેબ્રુઆરી સુધી સમય બદલાયો, સરકારી પ્રા.શાળામાં સવારના સમયમાં ફેરફાર.
Jan 11, 2026 06:55 am
પોલીસે આબીદ અલી ઉર્ફે રાજુ રહેમાન ડકેતને ઝડપ્યો, આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો સૂત્રધાર, 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો, નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને છેતરતો, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને સળગાવવાના પ્રયાસના ગુના.
Jan 11, 2026 06:53 am
ABVP દ્વારા યુનિ.ના ગેટ ઉપર સૂઇ જઇ વિરોધ, સ્વસ્થ-પોષણયુક્ત આહાર ન અપાતો હોવાનો વિરોધ, ABVPના કાર્યકરોએ દ્વારા ગેટ ઉપર સૂઇ જઇ વિરોધ, વિદ્યાર્થીઓને સ્વસ્થ-પોષણયુક્ત આહાર આપવા માગ.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!