
Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Feb 12, 2026 11:16 pm
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ઓબીસી નેતાને પ્રાધાન્ય મળી શકે છે. સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી ઉપાધ્યક્ષ બનાવાય તેવી શક્યતાઓ છે. સંસદિય બાબતોના અનુભવી નેતા ઉપાધ્યક્ષ બની શકે છે. ગૃહના નિયમોના જાણકાર નેતાની થશે પસંદગી.બે ટર્મથી વધુ અનુભવી ધારાસભ્ય નેતા પસંદ થશે
Feb 12, 2026 11:04 pm
અમદાવાદના ઘાટલોડીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ન્યુ નીકીતા પાર્કમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 38.36 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો, દિનેશ મીણા સહિત 2 આરોપીની કરાઈ ધરપકડ
Feb 12, 2026 10:54 pm
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીનાં નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે SMS અને E-Mail થી જણાવવામાં આવશે. નિષ્ફળ અરજદારને હાલની મેન્યુલ પધ્ધતિ પ્રમાણે નાણાં પરત આપવામાં આવશે એટલે કે જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Card થી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારનાં જે તે ખાતામાં S.B.I E-Pay દ્વારા પરત કરવામાં આવશે. આ હેતુ માટે Online MIS થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે.અરજદારએ વિગતવાર પ્રક્રિયા અને શરતો અંગેની વધુ માહિતી Appendix-A થી મળશે.
Feb 12, 2026 10:36 pm
ટી-20 વિશ્વ કપમાં ભારતની સતત બીજી જીત, નામીબિયાને ભારતે આપ્યો પરાજય, નામીબિયા સામે ભારતનો 93 રને વિજય, ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા બેટિંગમાં ઝળક્યા, વરૂણ ચક્રવર્તિએ 3 વિકેટ ઝડપી, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી
Feb 12, 2026 10:10 pm
અમદાવાદ સેશન્સ કોર્ટે નાર્કોટિક્સ કાયદા હેઠળ 2 આરોપીઓને કડક સજા ફટકારી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપીઓને 9 વર્ષની કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને આરોપીઓને અલ્પ્રાઝોલમ ટેબલેટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટેબલેટ એક નિયંત્રિત ડ્રગ્સ છે અને તેના ગેરકાયદે વેચાણ સામે પ્રતિબંધ ફરમાવાયો છે. કોર્ટે ટકોર કરી હતી કે, નાર્કોટિક્સના ગુના ગંભીર છે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. જેના કારણે એક ખાસ વર્ગ ડ્રગ્સના સેવનમાં ડૂબ્યો છે. આરોપીઓનું વ્યક્તિગત હિત નહીં પણ જાહેર અને સામાજિક અસરને ધ્યાને લઈ એક દાખલા રૂપે આરોપીઓને સજા કરવી જરૂરી બને છે. NCBએ હેરોઈનના જથ્થા સાથે ગોવિંદ ધન્નાલાલ સૂર્યવંશી અને શેખ મોહંમદ ઈદ્રીશ અયુબ મીયાને વર્ષ 2023માં ઝડપી લીધા હતાં.
Feb 12, 2026 09:46 pm
નવસારીની વસુધારા ડેરીમાં મોડી સાંજે કર્મચારીઓનો હોબાળો થયો છે. કર્મચારીઓએ બોનસ, સેફ્ટી અને અન્ય 18 મુદ્દાઓને લઇને આંદોલન કર્યું. તેઓ આક્ષેપ કરે છે કે કોન્ટ્રાક્ટ દ્વારા તેમને શોષણ કરવામાં આવે છે અને તેમના અધિકારોનું પાલન નથી થતું. કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે અને માંગણી કરી છે કે તેમના મુદ્દાઓનું તરત નિકાલ કરવામાં આવે. ડેરી મેનેજમેન્ટે જણાવ્યું છે કે આવતીકાલે કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ સાથે બેઠક યોજી, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવશે.આ ઘટનાથી કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે. સ્થાનિક આરોગ્ય અને સેવા અધિકારીઓએ પણ સૂચન કર્યું છે કે શ્રમિકોના હિતો અને સલામતી બાબતે કડક પગલાં લેવામાં આવવા જોઈએ. કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની માંગણીઓનો નિકાલ ન થયો તો તેઓ આગળ પણ આંદોલન માટે તૈયાર છે. તણાવ વચ્ચે સ્થાનિક લોકો અને વેપારીઓને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Feb 12, 2026 09:20 pm
આણંદમાં વરઘોડામાં ફટાકડા ફોડતા દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડાના કારણે ત્રણ મહિલા અને એક બાળકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પોલીસે ગુનો નોંધી સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.
Feb 12, 2026 09:06 pm
મોરબીમાં રખડતા શ્વાનને લઈને ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. એક જ દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 લોકોને શ્વાન કરડ્યાં હતાં જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી છે. સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
Feb 12, 2026 08:22 pm
પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ વેપારીને કારમાં સીટ બેલ્ટથી બાંધી અને અલગ-અલગ જગ્યાએ લઈ જઇને ગુડગલીત અને ક્રૂર હિંસાની ઘટનાને અંજામ આપ્યો. ભોગ બનનાર વેપારીની ગંભીર ઈજાઓ થઈ હોવાની જાણ છે. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટના સ્થળની તપાસ સાથે જ આરોપીઓની ઓળખ અને ઝડપી પકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
Feb 12, 2026 07:55 pm
સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો નવસારી સુધી પહોંચ્યો છે. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માર મારવાની ઘટના બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી અહીં ગુનો નોંધાયો છે. ભોગ બનનાર પાર્થ ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો. ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો પાર્થ મિયાણીએ ખુલાસો કર્યો છે. બીલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Feb 12, 2026 07:39 pm
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના પોતાના ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. શિક્ષા શતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવન અને સ્માર્ટ શાળા તથા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવામાં આવશે.કોર્પોરેશન બન્યા પછી પહેલી વખત શિક્ષણ સમિતિને પોતાનું અલગ ભવન મળ્યું છે.ભૂપેન્દ્ર પટેલ પહેલા amc સ્કૂલ બોર્ડ ચેરમેન પણ રહી ચૂક્યા છે.ત્યારે તેમની ઈચ્છા હતી કે તે પોતે ત્યા હાજર રહે.લોકાપર્ણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધન પણ કરશે.શહેરની શ્રેષ્ઠ શાળાઓને વિશેષ રાશિ આપવામાં આવશે.. જે શાળાઓના કામ માટે વાપરી શકશે.
Feb 12, 2026 07:03 pm
આણંદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 15તી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. 6 ઘાયલોને આણંદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. એક્સપ્રેસ વે ઉપર 1 કિમી. જેટલો ટ્રાફિક ચક્કાજામ સર્જાયો છે.
Feb 12, 2026 06:47 pm
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Feb 12, 2026 06:39 pm
ગાંધીનગરના કલોલમાંથી એનઆઈએનો નકલી પીએસઆઈ ઝડપાયો છે. આ નકલી પીઆઈ સીધો કલોલ ડીવાયએસપી કચેરીએ પહોંચ્યો હતો. તેણે એનઆઈએના પીએસઆઈ તરીકે ઓળખ આપીને રૌફ જમાવ્યો હતો.નકલી આઈકાર્ડ બતાવીને ડીવાયએસપીને મળવાનું કહ્યું હતું. આઈ કાર્ડ પર શંકા જતાં જ તેનો ભાંડો ફૂટ્યો હતો. નકલી પીએસઆઈ ગુંજન કાંટીચાની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ તેની સોલા પોલીસે પણ ધરપકડ કરી હતી. નકલી પીસએઆઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
Feb 12, 2026 06:35 pm
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે ભીનો અને સૂકા કચરાના ટવીન બીન્સ મૂકવા માટે કરવામાં આવેલા રૂ.35 લાખનો ખર્ચ આંધણ થયાનો ઘાટ સર્જાતા કૌભાંડની આંશકા નકારી શકાતી નથી. મનપા દ્રારા મૂકવામાં આવેલા ટીવીન બીન્સ અમુક સ્થળો પરથી ગાયબ છે તો અમુક સ્થળો પર તૂટી ગયા છે. મનપા દ્વારા આડેધડ ટવીનબીન્સ મૂકી બુઘ્ધિનું દેવાળુ ફૂંકયા બાદ નાણાંનો પણ ધુમાડો કરવામાં આવતા સ્વચ્છ અને ગ્રીન જામનગર અભિયાનનો ફીયાસ્કો થયો છે.
Feb 12, 2026 06:22 pm
સુરત મનપામાં વધુ એક અધિકારીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડેપ્યુટી કમિશનર શ્વેતી દેસાઈએ કમિશ્નરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમશ્નરે હોદ્દા પરથી રાજીનામું આપતાં વહિવટી તંત્રમાં અનેક ચર્ચાઓ જાગી છે. જોકે રાજીનામું પાછળનું સચોટ કારણ હજી સામે આવ્યું નથી.
Feb 12, 2026 05:59 pm
2. Valsad જિલ્લામાં ગુંડારાજ! વાપીમાં ભંગારના વેપારીનું અપહરણ કરી બંધક બનાવી ઢોર માર મરાયો
4. Gujarat News: એન્ટી નાર્કોટિક્સ માટે રાજ્યમાં 6 ઝોન બનાવાયા, 213 કર્મચારીઓની ફાળવણી
5. Abhishek Sharmaનું હેલ્થ અપડેટ આવ્યું સામે, નામિબિયા સામે રમશે કે નહીં સ્ટાર ખેલાડી?
6. Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ
7. Ahmedabad : ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં વાહનચાલકો અવ્વલ, RTOની આવકમાં 45 ટકાનો થયો વધારો
8. ICCએ સ્ટાર ખેલાડી સામે કરી કડક કાર્યવાહી, ફટકારવામાં આવ્યો દંડ
9. Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો, બિલ્ડર પાસેથી 18 લાખ પડાવ્યા
10. Chinaના વધતા પ્રભાવ અને Russiaના અભાવથી શું મધ્ય એશિયા હવે નવા ભાગીદારોની શોધમાં?
Feb 12, 2026 05:43 pm
ખેડાના સેવાલિયા ગામમાં સ્વામિનારાયણ મંદિર બહારથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યા કરીને મૃતદેહ ફેંકી દેવાયો હોવાનું અનુમાન છે. 35 વર્ષિય પૂજા પટેલની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. સેવાલિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Feb 12, 2026 05:12 pm
રાજ્યમાં વર્ષ 2025માં રાજ્યમાં નાર્કોટિક્સના 1058 ગુના નોંધાયા છે. વર્ષ 2025માં 2248 કરોડની કિંમતનું 20995 કિલો ડ્રગ્સ પકડાયું છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સ માત્ર નશાના દૂષણને નાથવા માટે કાર્યવાહી કરશે. જે માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. 1908 નંબર અને 9904001908 વોટ્સેપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
Feb 12, 2026 04:44 pm
કેબિનેટ સેક્રેટરી બેઠકમાં PSU પ્રોડક્શન વધારવા ટકોર કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ થઈ રહેલા ઉત્પાદનનો વ્યાપ વધારવા ટકોર કરવામાં આવી છે. FTAનો મહત્તમ લાભ લેવા ચીફ સેક્રેટરીએ સૂચના આપી છે. કેબિનેટ સેક્રેટરી બેઠકમાં અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં સરકારની વર્તમાન યોજનાનો રિવ્યુ થયો હતો. વિભાગોએ સૂચવેલી નવી યોજના સંદર્ભે પરામર્શ થયો હતો.
Feb 12, 2026 04:30 pm
સુરતમાં ચિરાગ ગોટીના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો છે. તેણે બિલ્ડર પાસેથી જબરદસ્તી પૂર્વક 18 લાખ પડાવ્યા હતાં. તેની સામે ત્રણ લાખની સામે 18 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. બિલ્ડર રજની વાવડિયાએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેની પર 40 લોકો સાથે આતંક મચાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
Feb 12, 2026 04:16 pm
માધ્યમિક શાળામાં શિક્ષક માટેની TATની પરીક્ષાને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. આ પરીક્ષા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. 26 એપ્રિલે પ્રથમ કસોટી લેવાશે. જૂનમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
Feb 12, 2026 03:58 pm
અમદાવાદનો ત્રાગડ અંડર પાસ ફોર વ્હીલર માટે બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસ પાસે બેરિયર લગાવી દેવામાં આવ્યા છે. ટુ વ્હીલર સિવાય અન્ય વાહનો પ્રવેશ કરી શકશે નહીં. AUDA દ્વારા બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
Feb 12, 2026 03:54 pm
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું અંદાજિત 368,કરોડ 51 લાખની પુરાંત વાળું વર્ષનું આખરી બજેટ રજુ થયું.પ્રમુખ રિધ્ધિબા જાડેજા ના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં કુલ 22 માંથી 18 સદસ્યો ની ઉપસ્થિતિ અને સહમતી સાથે આખરી અંદાજપત્ર પસાર કરાયું.વર્ષ 2026-27 માં પ્રથમ વખત QR કોડ સાથેનું 100 ટકા પેપરલેશ બજેટ પ્રમુખ રિધ્ધિબા જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યું.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને વેગવંતા બનાવા જિલ્લા પંચાયત દ્વારા અંદાજે રૂપિયા 368 કરોડ 51 લાખની પુરાંત વાળું આખરી બજેટ રજૂ કરવામાં આવ્યું
Feb 12, 2026 03:43 pm
અંડરપાસમાં બેરિયર લગાવવામાં આવશે, ટુ-વ્હીલર સિવાય અન્ય વાહનો પ્રવેશ કરી શકશે નહીં, AUDA દ્વારા બેરિયર લગાવવાની કામગીરી શરૂ.
Feb 12, 2026 03:41 pm
ગટર અને પીવાના પાણીની સમસ્યાને લઇ વિરોધ, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થયાનો આક્ષેપ, મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા.
Feb 12, 2026 03:32 pm
વિદ્યા સમીક્ષા ખાતે શિક્ષણ વિભાગની બેઠક, શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા હાજર.
Feb 12, 2026 03:18 pm
ઇન્ચાર્જ DGPની અધ્યક્ષતામાં યોજાઇ કોન્ફરન્સ
અમદાવાદ, ગાંધીનગર રેન્જના અધિકારીઓ રહ્યા હાજર
ATS, CID ક્રાઇમ, સાયબરના અધિકારીઓ રહ્યા હાજર
કોન્ફરન્સ બાદ ઇન્ચાર્જ DGP ડૉ.કે.એલ.એન.રાવનું નિવેદન
ગંભીર ગુના બાબતે ચર્ચા કરવામાં આવીઃ DGP
શહેરમાં ટ્રાફિકની સમસ્યા સુધારવાની જરુરઃ DGP
સાયબર ક્રાઇમ વિશે ચર્ચા કરવામાં આવીઃ DGP
મ્યુલ એકાઉન્ટ અંગે કાર્યવાહી કરવામાં આવીઃ DGP
ડ્રગ્સના ગુના રોકવા માટે સૂચના આપવામાં આવીઃ DGP
Feb 12, 2026 03:14 pm
સાંજે 6 વાગ્યે સંસદમાં મળશે મહત્વપૂર્ણ બેઠક, મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક, ભારત 2036 ઓલિમ્પિક માટે દાવેદાર, ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં રહેશે હાજર, અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન, અમદાવાદ 2036 માટે પણ પ્રથમ પસંદગી, ઓલિમ્પિકનું આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા, ગુજરાતમાં રમતગમતના માળખાગત વિકાસ અંગે ચર્ચા, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા.
Feb 12, 2026 03:05 pm
AAPમાંથી રાજીનામુ આપનારા કરપડા જોડાશે ભાજપમાં?
આવનારા દિવસોમાં ભાજપમાં જોડાવાની કરી વાત
આવનારા સમયમાં હું સતા પક્ષ સાથે જોડાઈશઃ રાજુ કરપડા
‘ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ’
હજુ બીજા મોટા નેતાઓ રાજીનામું આપી શકેઃ રાજુ કરપડા
AAPના કોઈ પણ વકિલ હાજર ન રહ્યાઃ રાજુ કરપડા
AAPના અમુક લોકો મને દગાખોર કહે છેઃ રાજુ કરપડા
ઈસુદાન ગઢવી મારી સાથે દ્વેષ નથી રાખ્યો: રાજુ કરપડા
મેં AAPને પરિવારથી વિશેષ સમજી કામ કર્યું : રાજુ કરપડા
AAPના નેતાઓ કેસની ટકોરી વગાડે છે: રાજુ કરપડા
હું ગુનાઓથી ડરીશ નહીં : રાજુ કરપડા
પ્રકાશ વરમોરા આધ્યાત્મિક માણસ છેઃ રાજુ કરપડા
હું પ્રકાશ વરમોરાને ઘણી વખત મળતો હોવ છું : કરપડા
જે પાર્ટી ખેડૂતોનું કામ કરશે તેમાં જોડાઈશ: રાજુ કરપડા
Feb 12, 2026 02:40 pm
લાંબી માંદગી બાદ આરોગ્ય મંત્રી કામ પર જોડાયા, લાંબી માદગી બાદ આરોગ્ય મંત્રી સ્વસ્થ થયા, અત્યાર સુધી આરોગ્ય વિભાગ મુખ્યમંત્રી પાસે હતું, બજેટ સત્રમાં પણ હાજર રહેશે આરોગ્ય મંત્રી.
Feb 12, 2026 02:36 pm
02 - Extra Comment : રાજપાલ યાદવ : કાયદો કંઇ સહાનુભૂતિ ન દાખવે
07 - Rajpal Yadav : રાજપાલ યાદવને હાઈકોર્ટનો કડક ઠપકો, 25 તક છતાં ચૂકવણી નહીં
08 - Bangladesh Election 2026 News: વચગાળાની સરકારને નબળી પાડવા માટે આવામી લીગની રણનીતિ આવી સામે
Feb 12, 2026 02:09 pm
સર્વે કરવાને લઇ કમિશનરનો શાળા કચેરીને પત્ર, શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોનો સર્વે કરાશે, સર્વે કરી 3 દિવસમાં રિપોર્ટ આપવા DEOને સૂચના.
Feb 12, 2026 02:01 pm
વર્ષોથી દબાણ કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા, દબાણ હટાવ કામગીરી દરમ્યાન ઘર્ષણ થયું, વોર્ડ 10ના કોર્પોરેટરો પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, 15 જેટલા પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.
Feb 12, 2026 01:51 pm
પૂર્વ વિધાન સભાના MLA કલેકટર કચેરીએ, અરવિંદ રાણા કલેકટર કચેરી પહોચ્યા, કલેકટરને આવેદન આપી આપ્યુ નિવેદન, ‘વિધર્મી ખોટી રીતે મકાનો લઇ રહ્યા છે’, ‘કઈ રીતે ફાઈલ પાસ થાઈ છે તે સવાલ’, સરકારી અધિકારી પર સવાલ ઉઠાવ્યા.
Feb 12, 2026 01:37 pm
મતદાર યાદીમાંથી નામ કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી છે. તંત્રને મળેલી માહિતી મુજબ, જિલ્લામાં કુલ અંદાજે 89 હજાર જેટલી નામ કાપવા માટેની અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેની સુનાવણી પ્રક્રિયા હાલ ચાલુ છે.
Feb 12, 2026 01:36 pm
SIRમાં નામ રદ્દ થતા મુદે HCમાં અરજી કરવામાં આવી છે, કોંગ્રેસના વિપુલ ઉધનાવાલાએ કરી અરજી અને SIRમાં નિયમ વિરૂદ્ધ કામગીરીનો આક્ષેપ છે. ભાજપ કાર્યકરોએ નામ રદ્દ કર્યાનો આક્ષેપ છે. Sirમાં નામ રદ્દ થતા મુદે hcમાં અરજી કરવામાં આવી છે, કોંગ્રેસના વિપુલ ઉધનાવાલાએ કરી અરજી અને Sirમાં નિયમ વિરૂદ્ધ કામગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, Bjpના કાર્યકરોએ નામ રદ્દ કર્યાનો આક્ષેપ છે અને નામ રદ્દ કરનાર સામે પગલા લેવા માગ છે, આગામી દિવસમાં હાઇકોર્ટમાં થશે સુનાવણી.
Feb 12, 2026 01:21 pm
બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ, દુકાનમાં ગૌમાંસ વેચાતુ હોવાના આક્ષેપ સાથે વિરોધ, પોલીસે માંસના સેમ્પલ એકઠા કરી તપાસ હાથ ધરી, માંસના સેમ્પલ FSLમાં મોકલી તપાસ હાથ ધરી, ગૌમાંસ હશે તો કાર્યવાહી કરવામા આવશે.
Feb 12, 2026 01:15 pm
૧૬ ફેબ્રુઆરીના રોજ ગૃહમાં ચૂંટણી યોજાશે, ૧૩ ફેબ્રુઆરી (બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી) દરખાસ્ત રજૂ થશે, વિધાનસભાના નિયમ-૧૧ અને ૧૦(૨) હેઠળ ચૂંટણી પ્રક્રિયા, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે, વિધાનસભા એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, કોઈ પણ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહિ કરી શકે.
Feb 12, 2026 12:57 pm
૧૬ ફેબ્રુઆરીના રોજ ગૃહમાં ચૂંટણી યોજાશે , ૧૩ ફેબ્રુઆરી (બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી) દરખાસ્ત રજૂ થશે, વિધાનસભાના નિયમ-૧૧ અને ૧૦(૨) હેઠળ ચૂંટણી પ્રક્રિયા, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે, વિધાનસભા એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, કોઈ પણ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહિ કરી શકે
Feb 12, 2026 12:54 pm
ઇન્ચાર્જ DGPની અધ્યક્ષતામાં યોજાઇ કોન્ફરન્સ, અમદાવાદ, ગાંધીનગર રેન્જના અધિકારીઓ રહ્યા હાજર, ATS, CID ક્રાઇમ, સાયબરના અધિકારીઓ રહ્યા હાજર
Feb 12, 2026 12:54 pm
શિક્ષણ વિભાગની કચેરીનો સ્લેબ જર્જરિત, પોપડા પડતા સળિયા દેખાવા લાગતા, શિક્ષકો,કર્મચારીઓ રોજ અવર-જવર કરે છે, સ્લેબ તૂટે તો મોટી જાનહાનિ થવાની શક્યતા, જોખમી સ્લેબ ઉતારી લેવામાં આવે તેવી માગ
Feb 12, 2026 12:37 pm
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નવી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નં. 20981/82 (ઉદયપુર શહેર-આગ્રા કેન્ટ-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 15 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે અને ટ્રેન નં. 20979/80 (ઉદયપુર શહેર-જયપુર-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2026 થી બંધ કરવામાં આવશે.
Feb 12, 2026 12:37 pm
અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રેનો હાઉસફૂલ છે અને હોળી-ધૂળેટી પહેલા 100થી વધુનું વેઇટિંગ લિસ્ટ છે, મુસાફરોને ધસારો વધતા વતન જનારાની મુશ્કેલીમાં વધારો થયો છે. જયપુર, જોધપુર, ઉદેપુર, બીકાનેરની ટ્રેનો ફુલ છે અને મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર, એસી ક્લાસ હાઉસફૂલ છે, સાબરમતી રેલવે સ્ટેશને વધારાના કાઉન્ટર શરુ કરાયા છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે.
Feb 12, 2026 12:36 pm
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કરી માગ, ‘લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો’, ‘સોરોસ જેવી તાકાતથી દેશને ગેરમાર્ગે દોરે છે’‘રાહુલ ગાંધી દેશને નુકસાન પહોંચાડવા માગે છે’રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવેઃ નિશિકાંત દુબે, આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા માગ.
Feb 12, 2026 12:24 pm
જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલે પણ રાજીનામું આપ્યું છે, તો સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, આગામી સમયમાં હજી પણ રાજીનામાં પડી શકે છે, અને જે લોકોએ રાજીનામાં આપ્યા છે તેઓ સિનિયર નેતા છે અને ડેમેજ કરવું જરૂરી બન્યું છે.
Feb 12, 2026 12:23 pm
નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર થયા બાદ પાર્ટીના લોકોમાં જ અસંતોષ જોવા મળ્યો છે, નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે, જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલના જૂથને મહામંત્રીપદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.
Feb 12, 2026 12:23 pm
નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનનું માળખું જાહેર થયા બાદ અસંતોષ, વધુ 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ યથાવત રહ્યો છે, સંગઠનનું માળખું જાહેર થયા બાદ અસંતોષ સામે આવી રહ્યો છે અને પાર્ટીથી નારાજ વધુ 3 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. જલાલપોર તાલુકા ભાજપના 2 મહામંત્રીના રાજીનામા અને મહામંત્રી કેતન પટેલ, ચેતન પટેલનું રાજીનામું પડયું છે, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીનું રાજીનામું પડયું છે, મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલનું રાજીનામું અને ભાજપમાં અત્યાર સુધી 7 લોકોએ રાજીનામા આપ્યા છે.
Feb 12, 2026 12:22 pm
‘જેલવાસ દરમિયાન પોઝિટિવ-નેગેટિવ વાતો થઇ’, ‘AAPમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા જોડાયો હતો’, ‘ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે લડ્યા હતા’, ‘5 વર્ષના સંઘર્ષ પછી કડા પ્રથા નાબૂદમાં સફળતા મળી’,‘રાજકીય પાર્ટીની લડાઈમાં ખેડૂતોનો ભોગ લેવાયો’, ‘પાર્ટીમાં ન હોત તો 307 જેવી કલમ ન લાગત’, ‘જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો’, ‘ગોપાલ ઇટાલિયાને જીતાડવા રાત-દિવસ એક કર્યા’‘હું અને ખેડૂતો જેલમાં ગયા ત્યારે કોઇએ સહયોગ ન આપ્યો’‘ભાવનગરના કેસમાં મને ફસાવવા 3-4 લોકોએ રસ લીધો’
Feb 12, 2026 11:58 am
લાઠી નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ભવાની ગાર્ડન બંજર થઇ ગયો હતો, જેનો શહેરીજનો કોઈ ઉપયોગ કરતા ન હતા. અમૃત 2.0 યોજના હેઠળ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ બગીચાને પુનઃવિકસિત કરવાનું નક્કી કર્યું. આજે ભવાની ગાર્ડનની સંપૂર્ણ કાયાપલટ થઈ છે. લાઠી નગરપાલિકામાં ભવાની બગીચાનું સૌંદર્યીકરણ એ એક મહત્વપૂર્ણ પર્યાવરણીય અને સામુદાયિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય બગીચાના ઇકોલોજીકલ સંતુલનને પુનઃસ્થાપિત કરવાનો અને તેનું સૌંદર્યલક્ષી આકર્ષણ વધારવાનો છે.
Feb 12, 2026 11:58 am
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં AMRUT 2.0 અંતર્ગત ગ્રીન સ્પેસ એટલે કે હરિત ઉદ્યાનો અને બાગ-બગીચાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બંજર થયેલા ઉદ્યાનોને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યાં છે, તેમજ નવાં બાગ-બગીચાઓ પણ વિકસિત કરવામાં આવી રહ્યાં છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, લાઠી નગરપાલિકામાં વિકસિત કરવામાં આવેલ ભવાની ગાર્ડન! આ ભવાની ગાર્ડનને પુનઃવિકસિત કરીને નંદનવન જેવો આલીશાન હરિયાળો બગીચો બનાવવામાં આવ્યો છે, જેનો આજે લાઠીના નાગરિકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમૃત 2.0 હેઠળ રાજ્યની શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના 61 બગીચાઓને વિકસિત કરવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે.
Feb 12, 2026 11:57 am
ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત કરવાનો, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો કરવાનો તેમજ શુદ્ધ કરેલા ગંદા પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પરંતુ, તે સાથે જ આ મિશન શહેરી વિસ્તારોની સુવિધઓમાં વધારો કરવા માટે સારી રીતે જાળવણી કરાયેલી ગ્રીન સ્પેસ એટલે કે હરિત સ્થળો અને ઉદ્યાનોના વિકાસ પર પણ ભાર મૂકે છે.
Feb 12, 2026 11:57 am
ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં બંજર ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનોને હળવાશની પળો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનો થઈ રહ્યાં છે વિકસિત. અમૃત 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણ, લાઠી નગરપાલિકામાં ₹1.26 કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું થયું સૌંદર્યીકરણ, જ્યારે પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે કૈલાસવાટિકાનો પુનઃવિકાસ, ઉદ્યાનો, બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓના વિકાસ થકી શહેરી હવાની ગુણવત્તા સુધારવાનો અને હરિત આવરણને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ.
Feb 12, 2026 11:50 am
ગોકુળ આવાસ બહાર દારુ પીતા લોકો સામે રોષ, સ્થાનિકોની પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા રજૂઆત, સવારના સમયે જાહેરમાં દારૂ પીતા લોકો સામે રોષ, પોલીસ દારુ પીનારા લોકોને છાવરતી હોવાનો આક્ષેપ.
Feb 12, 2026 11:46 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દિલ્હી જશે, 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજન અંગે બેઠક, ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગે ચર્ચા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નિર્માણ પ્રગતિ અંગે ચર્ચા.
Feb 12, 2026 11:35 am
નડતર રુપ વાહનોને લોક મારી દંડ વસૂલ કવામાં આવ્યો, નડતરરુપ દબાણ દૂર કરી સામાન પણ જપ્ત કરાયો, સીટી બસના તમામ રુટ પર દબાણ હટાવવામાં આવ્યા.
Feb 12, 2026 11:34 am
02 - Ahmedabad News : અમદાવાદ SOG પોલીસે 7 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 2ની કરી ધરપકડ
05 - Weather News : ગુજરાતમાં 7 દિવસ રહેશે બેવડી ઋતુની અસર, બપોરે ગરમીનો અહેસાસ થશે શહેરીજનોને
06 - Red Fort Blast : લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો
10 - Bangladesh Referendum 2026 : બાંગ્લાદેશનું લોકમત, ઇતિહાસ શું કહે છે અને હવે શું થશે?
Feb 12, 2026 11:25 am
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Feb 12, 2026 11:24 am
અગાઉ પણ શૈલેષ મહેતાએ ખેડૂતો કૃષિ પેકેજ સહાય માટે રજૂઆત કરી હતી કૃષિ મંત્રીને અને ટેકાના ભાવે ખરીદી ના થાય તો ખેડૂતોને મફતના ભાવે મકાઈ વેચવાનો વખત આવે છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જેની ખરીદી એપીએમસી દ્વારા કરવામાં આવે તેવી ધારાસભ્યની ભલામણ કરતો પત્ર જીતુ વાઘાણીને.
Feb 12, 2026 11:24 am
વડોદરાના ડભોઇના MLA શૈલેષ મહેતાનો કૃષિ મંત્રીને પત્ર અને 7500 હેક્ટરમાં મકાઇનું વાવેતર થતા પત્ર લખ્યો છે. જેમાં MSPના ભાવે મકાઇની ખરીદી માટે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. મકાઈની ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતોને હાલાકી પડશે અને અગાઉ પણ MLAએ રજૂઆત માટે પત્ર લખ્યો હતો,
Feb 12, 2026 11:19 am
ઝડપાયેલ મહિલાનું નામ અસમા બેગમ સરદાર, બોર્ડરથી ઘૂસણખોરી કરી મહિલા ભારતમાં આવી હતી, વિઝા ન હોવાથી મહિલાએ ઘૂસણખોરી કરી હતી, સુરતમાં રહેતી હોવાની મહિલાએ કબૂલાત કરી.
Feb 12, 2026 11:18 am
લોકસભા સ્પીકરની ઓફિસમાં હોબાળાનો વીડિયો જાહેર, કિરણ રિજીજૂના કોંગ્રેસ સાંસદો પર ગંભીર આક્ષેપ, ઓફિસમાં કોંગ્રેસ સાંસદોએ હોબાળો કર્યોઃ રિજીજૂ, સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા : રિજીજૂ, સાંસદોએ PM મોદીને ધમકી આપીઃ રિજીજૂ.
Feb 12, 2026 10:45 am
તપાસ 3 અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના, સરકારના વકીલ તુષાર મહેતાની SCમાં ખાતરી.
Feb 12, 2026 10:35 am
ભોગ બનનાર યુવકને રિક્ષામાં લઇ જઇ માર માર્યો, રિક્ષામાં યુવકને બેસાડી માર મારતો વીડિયો વાયરલ, યુવકને નિકોલ-નરોડા રોડ પર માર માર્યો હતો, નરોડા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી.
Feb 12, 2026 10:32 am
ટ્રેન નં. 09591 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ વેરાવળથી સવારે 09.15 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09592 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13.25 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 17.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સવની, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જુનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે.
Feb 12, 2026 10:32 am
ટ્રેન નં. 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત કરવામાં આવશે.
Feb 12, 2026 10:30 am
ટ્રેન નં. 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી ચાલશે.
Feb 12, 2026 10:29 am
ટ્રેન નં. 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે.
Feb 12, 2026 10:26 am
મહાશિવરાત્રિ મેળાના અવસર પર યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર 04 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરાયું છે. મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી પહેલા પોતાની ટ્રેનની સમયસૂચિની ખાતરી કરી લે, રેલવે દ્વારા જારી કરવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કરે તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવામાં રેલવેને સહયોગ આપે.
Feb 12, 2026 10:19 am
સોલાર પ્લેટોમાં લગાવાતા કેબલની ચોરી, 7 લાખના મૂલ્યના કેબલની ચોરી, ખાવડા પોલીસે તપાસ શરૂ કરી.
Feb 12, 2026 10:02 am
ઓઢવ પોલીસે પણ બાતમીના આધારે હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડયો છે, લીમ બમ્બઈયા પાસેથી 35 હજાર રૂપિયામાં ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને કુલદીપ પંચાલને 40 હજાર રૂપિયામાં આપવાનો હતો. ઓઢવ પોલીસે રણજીસિંહ પાસેથી 1.56 હાઈબ્રિજ ગાંજા સહિત કુલ 3.61 લાખ રૂપિયાનો મુદ્દ્માલ જપ્ત કર્યો છે.
Feb 12, 2026 10:02 am
SOGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ કેસમાં કુલ 6 આરોપીઓ ફરાર છે, બેંગકોકથી આ ગાંજો લાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, નહેરૂબ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા ઉપર નય્યાર રઝા નામનો શખસ એમડી ડ્રગ્સ લઈને યુગલો તેમજ નશેડીઓને વેચાણ માટે ફરી રહ્યો છે.બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને નય્યારની અટકાયત કરી લીધી હતી.
Feb 12, 2026 10:01 am
અમદાવાદ એસઓજી પોલીસે સરદારનગરના નોબલનગરમાંથી 7 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરી છે, સાથે સાથે આ ગાંજો કુલ 22 કિલો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં 7 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે, સરદાનગરના નોબલનગરમાંથી હાઇબ્રીડ ગાંજો ઝડપાયો છે, 7.97 કરોડની કિંમતનો 22 કિલો હાઇબ્રીડ ગાંજો મળ્યો છે, બેંગકોકથી આવવામાં આવ્યો હતો હાઇબ્રીડ ગાંજો અને ચેતન પ્રજાપતિ, જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરાઈ છે.
Feb 12, 2026 09:47 am
01-ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટ થી દર સોમવારે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 05.15 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 2 માર્ચ, 2026 થી 30 માર્ચ, 2026 સુધી ચાલશે.
02-તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી 12.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 1 માર્ચ, 2026 થી 29 માર્ચ, 2026 સુધી ચાલશે.
03-આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે.
Feb 12, 2026 09:47 am
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સેકંડ સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે. ટ્રેન નંબર 05046નું બુકિંગ 13 ફેબ્રુઆરી, 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Feb 12, 2026 09:39 am
લાખો ભાવિકો માટે સેવા કરવી અને રાત દિવસ એમના માટે પ્રસાદ બનાવો આ એક બહુ મોટું સેવા કાર્ય છે અને તે જુનાગઢના શિવરાત્રીના મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી થઈ રહ્યું છે તે અંગે ગુજરાત સરકાર વતી ભવનાથના તમામ અન્ન ક્ષેત્રો ભંડારા ના સંચાલકો સ્વયંસેવકો ને મહાશિવરાત્રીના આ મેળાના પર્વમાં શુભકામના પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાખો ભાવિકો ગિરનારની આ પવિત્ર ભૂમિમાં સ્વચ્છતા જાળવે જ્યાં ત્યાં કચરો ન ફેકે અને આ પવિત્ર ભૂમિનો આદર કરે અને સ્વચ્છતા નો સંદેશ સમગ્ર ભવનાથ વિસ્તારમાં સાર્થક થાય તે માટે અનુરોધ કર્યો હતો.
Feb 12, 2026 09:36 am
સાઉથ બ્લોકને વિદાય આપવા માટે ખાસ બેઠક યોજાશે, 80 વર્ષ જૂના સાઉથ બ્લોકમાં છેલ્લી મંત્રીમંડળની બેઠક, કેબિનેટ બેઠક પછી PMO "સેવા તીર્થ" માં શિફ્ટ થશે, સેવા તીર્થ" એ PMOના નવા સંકુલનું સત્તાવાર નામ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું.
Feb 12, 2026 09:29 am
શ્રીનાથ સોસાયટીમાં બે બાળકોને બચકા ભર્યા, બંન્ને બાળકોને સારવાર અર્થે ડીસા ખસેડાયા, રખડતા કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ભય.
Feb 12, 2026 09:28 am
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનારની આ પવિત્ર ભૂમિ છે. અહીં ખુલ્લા પગે ચાલીને આવીને મને એક અલૌકિક અનુભૂતિ થાય છે .આ દિવ્યભૂમિ છે. મારા જીવનની યાદગાર પળોમાંની આજની આ પણ મારા માટે યાદગાર છે. ભવનાથમાં સનાતન સંસ્કૃતિનો ગિરનારી ગુંજ અને હર હર મહાદેવ નો નાદ શિવ ભક્તો માટે પણ યાદગાર છે. કારણ કે મહાશિવરાત્રીના મેળાના અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. અને સાડા ત્રણ કિલોમીટર વિસ્તારમાં સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ છે. નાયબ મુખ્યમંત્રીએ જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અનક્ષેત્રના સંચાલકો અને સ્વયંસેવકોને અભિનંદન આપ્યા હતા અને ગુજરાત સરકાર વતી શુભકામના પાઠવી હતી.
Feb 12, 2026 09:28 am
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં શિવભક્તોને સુવિધા મળી રહે અને વ્યવસ્થાઓ જળવાય તે માટે જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સંકલનમાં તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો ના માર્ગદર્શનમાં સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ કર્મયોગીઓ છેલ્લા બે મહિનાથી પૂર્વ તૈયારી કરી રહ્યા હતા અને આજે મોટી સંખ્યામાં શિવ ભક્તો મેળામાં પ્રથમ દિવસે જ સહભાગી થયા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
Feb 12, 2026 09:28 am
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે લાખો શિવ ભક્તોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે સુવિધામાં વધારો થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રીના મેળામાં પધાર્યા છે. અમે મહાશિવરાત્રીના મેળામાં વીઆઈપી કલ્ચર દૂર કર્યું છે અને આ મેળો શિવ ભક્તો માટે સંપૂર્ણ સુવિધામય બને એવી વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રીએ તેમની ગાડી ગીરનાર દરવાજા પાસે મૂકી દઈ શિવભક્તોની સાથે તેઓ ચાલીને ભવનાથ આવ્યા હતા.
Feb 12, 2026 09:27 am
શિવરાત્રી મેળામાં વીઆઈપી કલ્ચરને દૂર કરીને શિવભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો: નાયબ મુખ્યમંત્રી મહાશિવરાત્રીના મેળામાં ગિરનારની પવિત્ર ભૂમિમાં ખુલ્લા પગે ચાલીને સંતો મહંતોના નગર પ્રવેશ યાત્રામાં સહભાગી થઈને મને એક અલૌકિક અનુભૂતિ થઈ છે :આ મારા જીવનની એક યાદગાર પળ છે: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Feb 12, 2026 09:19 am
સુરતમાંથી સૌથી વધારે ગાંજો ઝડપાય છે, અને ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ કરી શરૂ, રેલવે પોલીસ આ મામલે આરોપીઓના રિમાન્ડ પણ માંગી શકે છે.
Feb 12, 2026 09:19 am
સુરત રેલવે પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપ્યા છે અને આરોપી ગાંજો ટ્રેનમાં લઈને આવી રહ્યાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે, 16.105 ગ્રામ ગાંજાના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેની કિંમત રૂપિયા 8.05.250 થાય છે.
Feb 12, 2026 09:19 am
સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે, અને સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનમાંથી આ ગાંજાનો જથ્થો સુરત રેલવે પોલીસે ઝડપી પાડયો છે, આરોપી પાસેથી 9.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા છે અને 16.105 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા છે, સિકંદરાબાદ-રાજકોટ એક્સ.ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો અને ગાંજા સહિત કુલ 9.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
Feb 12, 2026 09:10 am
તેન ગામે રત્ન કળશ રેસીડેન્સીમાં બ્લાસ્ટ, ગેસ સિલિન્ડ બ્લાસ્ટથી અરુણભાઇ મિસ્ત્રીનું મોત, બ્લાસ્ટમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ, ફાયરની બે ગાડી આગ પર કાબૂ મેળવ્યો.
Feb 12, 2026 09:08 am
પ્રતિ કિલો ચાંદીના ભાવમાં રુ. 2 હજારનો ઘટાડો, ચાંદીનો ભાવ ઘટીને રુ. 2,60,814એ પહોંચ્યો, 10 ગ્રામ સોનાના ભાવમાં રુ. 800થી 1000નો ઘટાડો, સોનાનો ભાવ ઘટીને 1,57,800એ પહોંચ્યો.
Feb 12, 2026 08:56 am
તેમણે ભાવિકોને સ્વચ્છતા જાણવા માટે સહયોગ આપવા અપીલ કરતાં કહ્યું કે, કચરો જ્યાં ત્યાં ફેકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય. આ સાથે તેમણે યાત્રાધામોની ભૂમિની પવિત્રતા જાળવવા સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે લોક સાહિત્યકાર રાજભા ગઢવી સુંદર પ્રસ્તુતિ માટે આભાર પ્રગટ કરવાની સાથે સુપ્રસિદ્ધ ગાયકા બહેન મૈથીલી ઠાકુરનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મેળા અધિકારી કરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારી સહભાગી બન્યા હતા.
Feb 12, 2026 08:56 am
ભાવિકોને ગર્વ થાય તેવા મહાશિવરાત્રીના મેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આ ભવ્ય અને દિવ્ય મેળાના આયોજન માટે પ્રભારી મંત્રીઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતો, વહીવટી તંત્ર જે જહેમત ઉઠાવી છે, તે માટે સર્વે આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે ખાસ ઉતારા મંડળ દ્વારા જે મહાશિવરાત્રીના મેળામાં પ્રસાદ સ્વરૂપે ભોજન સેવામાં આપવામાં આવે છે, તેને રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેમણે મહાશિવરાત્રીના મેળામાં પધારતા સહિતના ભાવિકોને પવિત્ર ભૂમિ ગિરનારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી અને કચરો ન ફેકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો.
Feb 12, 2026 08:56 am
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા આયોજનમાં વહીવટી તંત્ર સહિત સૌ સહભાગીઓને અભિનંદન આપ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી ભવનાથ ભવનાથ અને હર હર મહાદેવ દેવનો જયકાર કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મહામેળાને લાખો શિવભક્તોએ સાથે મળીને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે, સાથે જ તેમણે કહ્યું કે, ગિરનારી આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યાં છે.
Feb 12, 2026 08:55 am
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી, ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીના મેળામાંઉતારા મંડળ દ્વારા પ્રસાદ સ્વરૂપે ભોજન અપાતી સેવાનો રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કર્યો અને નાયબ મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો સહિતના સ્વચ્છતા જાળવવા વિશેષ અનુરોધ.
Feb 12, 2026 08:49 am
વ્યાજમાફી યોજનાને મળી રહ્યો છે પ્રતિસાદ, 566 આસામીઓએ પ્રથમ દિવસે ચૂકવ્યો 1.14 કરોડનો વેરો, 21 માર્ચ સુધી મિલકત-પાણી વેરામાં 5 હજાર સુધીની માફી.
Feb 12, 2026 08:33 am
બિગ બજાર, અમીન માર્ગના ખૂણે ફૂટ બ્રિજ બનશે, PPP ધોરણે 18 માસમાં કામ પૂર્ણ કરવામાં આવશે, રાહદારીઓ માટે ફૂટ બ્રિજમાં લિફ્ટની પણ સુવિધા.
Feb 12, 2026 08:24 am
કોઈ પણ એજન્સી જયારે ગાંજો કે ડ્રગ્સ પકડે છે તો તેની કાર્યવાહી એનડીપીએસ એકટ હેઠળ થતી હોય છે, અને તેની અલગ કોર્ટ હોય છે જેમાં જેલની સજા સુધીની જોગવાઈ છે, ત્યારે અસંખ્ય પેડલરોને જેલની સજા થઈ છે અને જેલમાં સડી રહ્યાં છે, યુવાધન સૌથી વધારે ગાંજાના રવાડે ચડયું છે, તો ગાંજો જેમાં બનાવાય છે તે ગોગા પેપરની પણ ગુજરાત પોલીસે તપાસ કરી હતી અને જે તે લોકો વેચાણ કરતા હતા તેમની સામે ગુનો પણ નોંધ્યો હતો.
Feb 12, 2026 08:24 am
બેંગકોકથી આવી રહેલી ફલાઈટમાં આ ગાંજો ઝડપાયો છે અને બેંગકોકથી સુરત સુધી આ ગાંજો પહોંચ્યો હતો, યુવાધન સુધી ગાંજો પહોંચે તે પહેલા આરોપીઓ અને ગાંજો ઝડપાઈ ગયો હતો. સુરત એરપોર્ટ પરથી વારંવાર ગાંજાનો જથ્થો ઝડપાઈ આવે છે. કસ્ટમ અને ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું છે કે, ગાંજો સીટની નીચે સંતાડીને લાવવામાં આવ્યો હતો, અને બાતમીના આધારે ગાંજો ઝડપાયો છે, આ ગાંજો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
Feb 12, 2026 08:24 am
સુરત એરપોર્ટ પરથી ગાંજો મળવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ફ્લાઇટના ક્રૂ મેમ્બર, સફાઇકર્મીઓની પૂછપરછ કરાશે અને લોડર સ્ટાફ, સિક્યોરિટી ટીમની સઘન પૂછપરછ કરાશે. બેંગકોકની ફ્લાઇટના મુસાફરો પર વોચ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને અગાઉ પકડાયેલા પેડરલની પૂછપરછ કરવામાં આવશે, વારંવાર સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવતી ફલાઈટમાં ગાંજો ઝડપાતો હોય છે.
Feb 12, 2026 08:10 am
પિયરેથી ઘરે પરત જતા સમયે મહિલાની છેડતી, નોકરી સ્થળેથી ઉઠાવી જવાની મહિલાને ધમકી, છેડતી કરનાર સૌરભ કાલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ.
Feb 12, 2026 08:04 am
બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે. લાંબા સમય સુધી સત્તા પર રહેલા શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ, આજે બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન માટે નથી, પરંતુ દેશની લોકશાહીના ભાવિ માટે પણ અત્યંત નિર્ણાયક મનાઈ રહી છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 9,00,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજધાની ઢાકા સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખાસ કરીને મતદાન મથકોની બહાર બહુ-સ્તરીય સુરક્ષા ઘેરાબંધી ગોઠવવામાં આવી છે, જ્યાં સઘન તપાસ બાદ જ મતદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Feb 12, 2026 08:02 am
આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ચોરી કરીને નાસતા ફરતા હતા અને દિવાળી સમયે બંધ બંગલામાં ચોરી કરી હતી અને ડોકટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, સુરત ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી અને પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી પાડયા છે, કયા કયા વિસ્તારમાં ચોરી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Feb 12, 2026 08:02 am
સુરતમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ નેપાળી આરોપીને ઝડપ્યા છે અને ડોકટરના બંગલામાં ચોરી કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 નેપાળી આરોપીને ઝડપ્યા છે અને આરોપીઓએ દિવાળી સમયે ડોકટરના બંગલામાં ચોરી કરી હતી અને છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નાસતા ફરતા હતા અને સમગ્ર ઘટનામાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ ફરાર હતા.
Feb 12, 2026 07:44 am
ગોલ્ડન સિટીમાં સિંહે નાના વાછરડાનું મારણ કર્યુ, વાછરડાનું મારણ કરતા સિંહના દ્રશ્યો CCTVમાં કેદ, સિંહના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાથી લોકોમાં ભય.
Feb 12, 2026 07:40 am
હાઉસકીપિંગ કોન્ટ્રાકટર બ્લેકલિસ્ટ થશે, ખોટા ડોક્યુમેન્ટને આધારે કોન્ટ્રાકટ મેળવ્યો, ઓડિટ વિભાગે દસ્તાવેજ માંગતા ભાંડો ફૂટ્યો, ગ્લોબલ એન્ટરપ્રાઈઝ થશે બ્લેક લિસ્ટ.
Feb 12, 2026 07:31 am
વટવા ચાર માળિયામાં યુવકની હત્યા કરવામાં આવી છે અને અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરી આરોપી ફરાર થયો છે, અમદાવાદમાં રાત્રિ દરમિયાન બે હત્યાની ઘટના બનતા અમદાવાદની પોલીસ દોડતી થઈ ગઈ છે બીજી ઘટનામાં વટવા ખાતે આવેલા ચાર માળીયામાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે મોડી રાતે કરપીણ હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા છે, તો પોલીસે બન્ને ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Feb 12, 2026 07:31 am
મણિનગરમાં કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે અને પોલીસે આરોપી મહંમદ પઠાણની કરી ધરપકડ, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે બની હતી ઘટના અને કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સી પર શંકા રાખી હત્યા કર્યાનું અનુમાન છે અને મણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Feb 12, 2026 07:30 am
અમદાવાદમાં એક જ રાતમાં બે હત્યાના બનાવ બન્યા છે. વટવાના ચાર માળીયામાં યુવકની હત્યા અને મણિનગરમાં ફિયાન્સીની હત્યા કરવામાં આવી છે. વટવામાં 32 વર્ષીય મોહંમદ શકીલની હત્યા કરવામાં આવી છે અને મૃતક કેટરર્સનું કરતો હતો કામ અને પોલીસે એક આરોપીની કરી અટકાયત અને બીજા બનાવમાં જાહેરમાં યુવતીની હત્યા કરવામાં આવી છે, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સીની હત્યા કરનાર યુવકની ધરપકડ કરાઈ છે.
Feb 12, 2026 07:18 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 12, 2026 07:18 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 12, 2026 07:18 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 12, 2026 07:18 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 12, 2026 07:17 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Feb 12, 2026 07:17 am
ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, MP,બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે જેમાં હિમાચલમાં અનેક સ્થળે આવતીકાલે ગાઢ ધૂમ્મસ છવાય તેવી શકયતાઓ છે, ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.
Feb 12, 2026 07:16 am
રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે, સવારે ગુલાબી ઠંડી તો બપોરના સમયે શહેરીજનો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે, વાતાવરણમાં બદલાવ આવ્યો છે. રાજ્યમાં 7 દિવસ બેવડી ઋતુની અસર રહેશે અને સૌથી નીચું તાપમાન મહુવામાં 14.9 ડિગ્રી નોંધાયું છે, ડીસામાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15.6 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.6 ડિગ્રી, અમદાવાદમાં 15.8 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 12, 2026 06:57 am
10 ફેબ્રઆરી સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 9.4% વધ્યું, ગ્રોસ કલેક્શન 22.8 લાખ કરોડ, રિફંડ 3.3 લાખ કરોડ, ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 4.1% વધારે.
Feb 12, 2026 06:57 am
ગાડી પસાર થતા વાગશે જય હોની ધૂન, દેશના કોસ્ટલ રોડ પર પ્રથમ મેલોડી રોડ, 70-80ની સ્પીડથી કાર ચલાવતા સંભળાશે ધૂન, ગાડીના ટાયર અને રસ્તાના ઘર્ષણથી સંભળાશે ધૂન, હંગેરીની ટેકનીક પર ખાસ ગ્રૂવ્સ બનાવાઇ, નરીમાન પોઇન્ટથી વરલીના રોડ પર બનાવાઇ.
Feb 12, 2026 06:56 am
બુમરાહના યોર્કરથી ઇશાન કિશન ઘાયલ, પ્રેક્ટીસ સેશન દરમિયાન ઇશાન કિશન ઇજાગ્રસ્ત, ઇશાનના ડાબા પગના અંગૂઠામાં ઇજા, ઓપનર અભિષેક શર્મા પણ છે બીમાર, ભારતીય ખેલાડીઓના ફિટનેસને લઇ ચિંતાઓ વધી.
Feb 12, 2026 06:56 am
કડીના અલદેસણમાંથી ગોમાંસ મળ્યું, નૂરબાનું ફાર્મમાં પોલીસે તપાસ હાથ ધરી, ગૌ રક્ષકોએ પોલીસ ફરિયાદ નોંધાવી.
Feb 12, 2026 06:55 am
ભોગ બનનાર યુવકને રિક્ષામાં લઇ જઇ માર માર્યો, રિક્ષામાં યુવકને બેસાડી માર મારતો વીડિયો વાયરલ, યુવકને નિકોલ-નરોડા રોડ પર માર માર્યો હતો, નરોડા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી